Bhagya na Khel - 22 in Gujarati Moral Stories by Manish Pujara books and stories PDF | ભાગ્ય ના ખેલ - 22

Featured Books
  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

  • मंजिले - भाग 14

     ---------मनहूस " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ कहानी है।...

Categories
Share

ભાગ્ય ના ખેલ - 22

આપણે આગળ જોયું કે મનુભાઈ ના મોટા ભાઈ લક્ષ્મી દાસ ને ઈલોકો આવીને દેવલખી ગામનુ મકાન દુકાન વહેંચી ને રૂપિયા હજમ કરી ને જતા રહે છે અને મનુભાઈ ને બીજા દ્વારા ખબર પડેશે કે મકાન દુકાન વહેચાઇ ગયા છે ઈ તો ઠીક પણ મનુભાઈ એ
મકાન દુકાન ના રૂપિયા આપી ને હું ખરીદી લવ એવું કીધેલું છતાં બીજા ને વહેંચી દીધું એ વાત નું બહુ દુઃખ થાય છે અને લક્ષ્મી દાસ ને ઈલોકો મકાન દુકાન વહેંચવા ની વાત લઈને આવ્યા ત્યારે તેઓએ કહેલું કે મકાન દુકાન ના પચાસ હજાર રૂપિયા આવે છે એટલે સાડા બાર હજાર તારા ભાગમાં આવે ત્યારે મનુભાઈ એ મકાન હું ખરીદી લવ મારે બાપુજી ની યાદી રાખવી છે પણ આ લોકો તો બધું વહેંચી ને જતા રહ્યા ઈતો ઠીક પણ મનુભાઈ ના ભાગ ના સાડા બાર હજાર પણ ન આપ્યાં અને જતા રહ્યા છેને
મનુભાઈ ભાઈના ભાગ્ય મુંબઈ ની મિલકત મા તો ભાગ ન મળ્યો પણ ગામ ની મીલકત મા પણ ભાગ ન આવ્યો ભેડીયાઓ બધુ લઈને જતા રહ્યા
અહીં મનુભાઈ દેવલખી ની મીલકત જતા થોડા નીરાસ થાય છે પણ શું કરે કોને કહે જયાં પોતાના જ વેરી બને ત્યારે કોને કહેવુ
આપણે ઓલી કહેવત જાણીએ છીએ કે જયારે સમય સાથ છોડે ત્યારે વાલા વેરી થાય છે કોણ પોતાનુ કોણ પરાયુ ત્યારે સમજાય છે પણ હવે મનુભાઈ ને નવા ગામ મા ઘણા વર્ષો થયા હોય ગામ મા બધાં સાથે સારો એવો ઘરોબો થતાં પોતાના હોય એવું લાગે છે ચલો પોતાના પરાયા થયા પણ અહીં પોતીકા પણુ લાગે છે પોતાના કરતાં પરાયા સારા એવું લાગે છે એટલે મનુભાઈ આ નવા ગામ ને પોતાનુજ ગામ છે એમ સમજી ને જીવન પસાર કરવા મંડે છે અને આનંદ થી રહે છે અને ધંધો કર્યા કરે છે હવે પ્રમાણ માં ધંધો સારો હોય મનુભાઈ ને સારી એવી બચત થતી હોય છે જોકે નાનુ એવું ગામ હોય વધારે ધંધો ન થાય પણ પહેલાં કરતાં સારૂ એમ કહી સકાય સમય જતાં મનુભાઈ સહેર મા મકાન દુકાન લેવાનુ વિચારે છે પણ પહેલાં મકાન લઈ લઈએ અને આખરે રાજકોટ મા મકાન લેવા નુ નક્કી થાય છે આ બાજુ જસુબહેન ને ડાયાબિટીસ તથા બીપી ની બીમારી ની ભેટ ભગવાન આપી ચુકયા હોય છે જુઓ જસુબહેન ના ભાગ્ય ના ખેલ છતાં રેગ્યુલર દવા લેતા બધુ મેન્ટન રહેતુ હોય વાંધો ન હતો
આ બાજુ મનુભાઈ નો નાનો દીકરો મુનો દસમા ધોરણ મા ફેલ થતાં દુકાન માં ધ્યાન આપે છે આ બાજુ મનુભાઈ ના ખરેડા વાળા બહેન ના દીકરા સુરેશ ના લગ્ન લેવાય છે આ લગ્ન મા મુનો અને મનુભાઈ લગ્ન મા મોરબી જાય છે લગ્ન મોરબી રાખ્યા હોય છે લગ્ન મા મનુભાઈ ના મોટા બહેન ના દીકરી જયોતિ બહેન આવ્યા હોય છે તેઓ રાજકોટ રહેતા હોય છે આમ લગ્ન મા બધા મળેછે લગ્ન પુરા થતા બધા પોત પોતાના ઘરે જવા રવાના થતા હોય છે જયોતિ બહેન ને ઈ બધા ગાડી લઈને આવ્યા હોય છે તેવો મુના ને રાજકોટ રોકાવા લઈ જાય છે અને મનુભાઈ પોતાના ગામ પાછા ફરે છે અઠવાડિયા પછી નરેન મુના ને તેડવા રાજકોટ જયોતિ બહેન ના ઘરે આવે છે ત્યારે નરેન જયોતિ બહેન ને વાત કરે છે કે રાજકોટ મા મકાન અમારે લેવું છે એટલે બહેન હા કહે છે કે ભલે તમારા બજેટમાં હશે એવું મકાન તો કહેવડાવ શું અને નરેન મુના ને લઈ ને ગામડે આવી જાય છે (કૃમશઃ)