The Author Jagruti Pandya Follow Current Read છટાદાર વકતવ્ય કેવી રીતે આપી શકાય ? By Jagruti Pandya Gujarati Children Stories Share Facebook Twitter Whatsapp Featured Books The Angel Inside - 65 - Chasm of despair Jay's PovEverything felt like a dream. Those 2 years of... Predicament of a Girl - 15 Predicament of a Girl A romantic and sentimental thriller Ko... THE DROWNED WHISPERS The village of Kashiwara sat like a forgotten memory, nestle... The Time Depritiarion, Evan Universe breaths by Sunlight. - 5 So friends, how are you!!Hopoing fine.Any way, wel come back... Love at First Slight - 30 Radha's Day in IndiaThe sun shone brightly in India, and... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Share છટાદાર વકતવ્ય કેવી રીતે આપી શકાય ? (4) 1.7k 4.1k 2 છટાદાર વકતવ્ય કેવી રીતે આપી શકાય ? નમસ્તે વ્હાલાં બાળકો, કેમ છો ? મજામાં ને ? અભ્યાસ બરાબર શરુ થઈ ગયો હશે. સાથોસાથ વચ્ચે વચ્ચે અનેક સ્પર્ધાઓ પણ આવતી હશે. જેમકે, નિબંધ સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, ગીત સંગીત, નાટક, સુલેખન સ્પર્ધા વગેરે જેવી અનેક હરિફાઈઓ યોજવામાં આવે છે. જેમાં બાળકોને અઘરી લાગતી કોઈ સ્પર્ધા હોય તો તે છે વકૃત્વ સ્પર્ધા. આ સ્પર્ધામાં બહુ ઓછાં બાળકો તૈયારી બતાવે છે. અને જો બતાવે છે તો કેટલાંક બાળકો સારી રીતે બોલી શકતાં નથી. બોલે છે તો વચ્ચે વચ્ચે ભૂલી જાય છે, ગભરાઈ જાય છે, ધ્રૂજે છે, જીભ થોથવાય છે અને અંતે, આત્મવિશ્વાસ ગુમાવે છે. તો ચાલો આજે આપણે વકૃત્વ શક્તિ કેવી રીતે કેળવાય? તે જોઈએ. આદર્શ વકતવ્ય કોને કહેવાય ? વ્હાલાં બાળકો, સૌ પ્રથમ તો આદર્શ વકૃત્વ એટલે શું? તે સમજીએ. વકૃત્વ એટલે બોલવાની કુશળતા. છટાદાર રીતે ભાષણ કરવાની શક્તિ. તમારું વકતવ્ય રસપ્રદ હોય, છટાદાર હોય, જે તે વિષય પર વકતવ્ય આપવાનું હોય તે વિષયમાં તમામ મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા હોય, યોગ્ય સમય મર્યાદામાં પૂર્ણ થયેલ હોય તથા બોલવામાં સહેજ પણ ભૂલ ન થઈ હોય કે વચ્ચે ક્યાંય અટક્યા ન હોય તેને એક આદર્શ વકતવ્ય કહેવામાં આવે છે. તમે આદર્શ વકતવ્યોના વીડિયો કે ઓડિયો પણ સાંભળી શકો છો. જેથી કરીને તમને એમાંથી ઘણું જાણવા મળશે.મુદ્દાઓની નોંધ કરો : હવે ઉપર જણાવ્યા મુજબ આદર્શ વકતવ્ય આપવા માટે સૌ પ્રથમ તમારે જે તે વિષય પર વકતવ્ય માટેના મુદ્દાઓની નોંધ કરો. એક વખત આખું વકતવ્ય તમારી જાતે તમારાં અક્ષરોમાં લખી નાખો. ધ્યાનથી લખવું એટલે દસ વખત વાંચ્યા બરાબર ગણાય. એ પછી યાદ રાખવા માટેનાં ક્રમશ: મુદ્દાઓની નોંધ કરો જેમાં આખે આખો ફકરો ન લેતાં તે ફકરામાં આવતી બાબતને લઈને એક મુદ્દો નોંધવો. આ રીતે આખા વકતવ્યમાં આવતાં મુદ્દા તમને યાદ કરવા માટે જે યોગ્ય લાગે તે નોંધ કરો. હવે તમારે ફક્ત મુદ્દાઓ જ યાદ રાખવાના રહેશે. વચ્ચે વચ્ચે જો કોઈ ગીતની કળીઓ, સ્લોગનો, અંગ્રેજી કે હિંદી ભાષામાં આપેલી પંક્તિઓ કે શ્લોકો આપેલા હોય તો તે અલગથી હરતાં ફરતાં તૈયાર કરો.હજારોની મેદની વચ્ચે છટાદાર વકતવ્ય: વ્હાલાં બાળકો, કેટલાંક બાળકો સ્ટેજ પર આવતાં જ ધ્રુજવા લાગે છે. હાથ પગ થથરે છે. આવડતું હોવા છતાં પણ જીભ થોથવાય છે અને બઘું ભૂલી જવાય છે. આ માટે સૌ પ્રથમ ભરપૂર આત્મવિશ્વાસ કેળવો. સામે બેઠેલાં શ્રોતાજનો ગમે તેટલી સંખ્યામાં હોય પરંતું તમારે કોઈ છે જ નહીં એવું વિચારીને ઘરમાં બોલતાં હોય તેમ એકલાં જ છો તેમ વિચારવું. તમારુ સમગ્ર લક્ષ્ય તમારાં વકતવ્ય પર હોવું જોઈએ. તમે તૈયાર કરેલાં તમારાં મુદ્દાઓ એક પછી એક બોલાય તેનાં પર જ તમારુ ઘ્યાન હોવું જોઈએ. જેમ અર્જુનને ફક્ત માછલીની આંખ દેખાતી હતી બીજુ કંઈ જ નહી!! એટલી એકાગ્રતા તમારે તમારા વકતવ્ય પર હોવી જોઈએ. તો અને તો જ તમે એક આદર્શ વકતવ્ય આપી શકશો.સંસ્કૃત ભાષા આપશે વાણીનું પ્રભુત્વ: હા, બાળકો. આ એક ખૂબ જ અગત્યનો મુદ્દો છે. તમે ગમે તેટલું સુંદર વકતવ્ય તૈયાર કર્યુ હશે, આત્મવિશ્વાસ પણ ભરપૂર હશે પરંતું છટાદાર વકતવ્ય નહી હોય તો કોઈ જ કામનું નથી. સ્પષ્ટ ઉચ્ચારણ અને વાણીની મધુરતા કયાંથી લાવવી? વ્હાલાં બાળકો, તમને જાણીને નવાઈ લાગશે કે જો તમે સંસ્કૃત ભાષાને સારી રીતે વાંચતા અને બોલતાં શીખશો તો કુદરતી જ તમારી વાણીની મધુરતા અને સ્પષ્ટતા આવી જશે. કારણકે સંસ્કૃત ભાષા એ દેવોની ભાષા છે. સંસ્કૃત ભાષા સ્પષ્ટ ઉચ્ચારણ અને યોગ્ય આરોહ અવરોહ સાથે બોલાય છે. બીજી બધી ભાષાઓ કડકડાટ બોલાય છે પણ સ્પષ્ટ ઉચ્ચારણ તમને સંસ્કૃત ભાષા શીખવશે જેનાથી તમારુ વકતવ્ય છટાદાર બનશે.જો કદાચ વચ્ચે ભૂલી જવાય તો ?: આ છેલ્લો અને અગત્યનો મુદ્દો છે જે અમુક બાળકો માટે અગત્યનો છે. કેટલાંક બાળકો ખૂબ સુંદર રીતે, છટાદાર શૈલીમાં, સ્પષ્ટ ઉચ્ચારણ સાથે અને યોગ્ય આરોહ અવરોહ સાથે, રસાળ શૈલીમાં પોતાનુ વકતવ્ય આપતાં હોય છે. બઘું જ સરસ રીતે ચાલતું હોય અને અચાનક જ બાળક ભૂલી જાય છે. યાદ ન આવતાં ગભરાઈ જાય છે, આત્મવિશ્વાસ ગુમાવી દે છે. અને અંતે અધૂરું વકતવ્ય રાખી બેસી જાય છે!!! તો આવું શું કામ થાય છે ? શા માટે તમે ભૂલી ગયા છો તેવી શ્રોતાજનોને ખબર પડવા દો છો ? તમે શું બોલવાના છો ? શું તૈયાર કર્યુ છે તે તમારાં અને તમારાં માર્ગદર્શક સિવાય બીજુ કોઈ ક્યાં જાણે છે ? એક મુદ્દો કદાચ ભૂલી જવાય તો મૂંઝાયા વિના તરત જ બીજો મુદ્દો ઉઠાવી લો. આગળ બોલવાનું શરૂ કરી દો. કોઈને ખબર નહી પડે. અને તમારે શરમાવું પણ નહી પડે. તમે જ તમારાં વકતવ્યના રાજા છો. જો જે તે મુદ્દાને લગતી કોઈ અન્ય વાત કે વાર્તા તે સમયે યાદ આવે તો તે પણ બોલી શકો છો. તમે તમારુ ગોખીને તૈયાર કરેલું વકતવ્ય, સમજીને તૈયાર કરી શકો છો. ગોખેલું યાદ ન રહે, સમજેલું યાદ રહે છે. માટે સમજીને તૈયાર કરો. જોયુંને બાળકો! આ રીતે તમે તમારી વકૃત્વ શક્તિ ખીલવી શકો છો. આ દુનિયામાં કશું જ અઘરું કે અશક્ય નથી. સમજીને પ્રયત્ન કરવાથી તમે જરૂરથી સફળ થશો. Download Our App