Dhup-Chhanv - 107 in Gujarati Moral Stories by Jasmina Shah books and stories PDF | ધૂપ-છાઁવ - 107

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

ધૂપ-છાઁવ - 107

"ના ના ખોટું ન લગાડતા જમાઈ રાજા એ તો હું તો મજાક કરું છું." લક્ષ્મી બાએ વાતનો ફોડ પાડતા ધીમંત શેઠને કહ્યું.
"ના ના મા મને જરાપણ ખોટું નથી લાગતું તમે ચિંતા ન કરશો. અને સાંભળો આવતીકાલે રાત્રે 9.30 વાગ્યે કૃષ્ણકાંતજી આપણાં ઘરે આવવાના છે તો તમારે અને અપેક્ષાએ પણ હાજર રહેવાનું છે."
"સારું સારું આવી જઈશું."
અને લક્ષ્મી બાએ ફોન મૂક્યો અને પોતાના રૂમમાં સૂઈ જવા માટે ગયા.
બીજા દિવસની સવાર અપેક્ષા માટે અને લક્ષ્મી બા માટે કંઈક અલગ જ હતી બંને આજે ખૂબજ ખુશ હતાં લક્ષ્મી બા પોતાની દીકરી એક સારા ઘરે, સુખી ઘરે પરણીને જઈ રહી છે તે વાતથી ખુશ હતા અને અપેક્ષા પોતે પોતાની નવી સુંદર એક સજ્જન ટોપ કેડરના બિઝનેસમેન સાથેની પોતાની જિંદગીની કલ્પના માત્રથી ખુશ હતી.
ઘણાં વર્ષો પછી જાણે તેના ચહેરા ઉપર એક સ્મિત છવાયેલું હતું તે પોતાના વોશરૂમમાંમાંથી બહાર આવી અને પોતાના ભીનાં વાળને ઝાટક મારીને બેડરૂમમના કોર્નરમાં રાખેલા બીગ સાઈઝના મીરર સામે આવીને ઉભી રહી ગઈ અને ડ્રેસિંગ ટેબલમાં મૂકેલા પોતાના કોમ્બને શોધતાં શોધતાં તે મનમાં જાણે કંઈક ગણગણી રહી હતી.
લક્ષ્મી તેને સમાચાર આપવા માટે તેના બેડરૂમમાં તેની બાજુમાં જઈને ઉભી રહી અને તેને કહી રહી હતી કે, જમાઈરાજાનો ફોન આવ્યો હતો કે આજે રાત્રે 9.30 વાગ્યે આપણે ધીમંત શેઠના બંગલે લગ્નનું મુહૂર્ત કઢાવવા માટે પહોંચી જવાનું છે.
"મોમ, આપણે લગ્ન માટે થોડી ઉતાવળ નથી કરી રહ્યા, તને એવું નથી લાગતું?"
અપેક્ષાએ પ્રશ્નાર્થ નજરે લક્ષ્મીની સામે જોયું.
લક્ષ્મી પોતાની દીકરીની વધારે નજીક ગઈ અને તેના વાળને સરખા કરતાં કરતાં બોલવા લાગી કે, "બેટા, સારા કામમાં સો વિઘ્નો આવે એટલે જે કામ સારી રીતે સીધી રીતે પૂરું થતું હોય તેમાં સંશય કરીને કે તેને ડીલે કરીને શું ફાયદો? અને હજુ ગઈકાલે રાત્રે તો તું લગ્ન માટે તૈયાર હતી અને પાછું આજે શું થયું?
જો સાંભળ મારી વાત બેટા, જીવનમાં સુંદર તકો વારંવાર નથી આવતી અને તમારી ફેવરનો સારો સમય પણ વારંવાર નથી આવતો તો તે તકને સમયસર ઝડપી લેવી તે જ બુધ્ધિની વાત છે અને આપણે પણ તે જ કરવાનું છે. લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોં ધોવા ન જવાય.. કપાળ ઉપર હાથ ફેરવીને લક્ષ્મીને સીધું કપાળ જ ધરી દેવાય નહીં તો લક્ષ્મી ચાલી જાય અને તમે દરિદ્ર જ રહી જાવ આ મારો વર્ષોનો અનુભવ છે બેટા એટલે જે થઈ રહ્યું છે તે સમયસર અને ખૂબજ સુંદર થઈ રહ્યું છે. ભગવાને આપણી સામે જોયું છે બેટા તો મોં ધોવા ન જવાય કપાળ ધરી દેવાય!"
"ઓકે માં, તો હું પણ ધીમંત શેઠ સામે સીધું કપાળ જ ધરી દઈશ કે લો પૂરી દો મારી સેંથી.." અપેક્ષા પોતાના કપાળ ઉપરથી પોતાના ભીનાં વાળને પાછળ લઈ જતાં બોલી અને માં દીકરી બંને ખડખડાટ હસી પડ્યા અને અપેક્ષા ડ્રેસિંગ ટેબલની ચેર ઉપરથી ઉભી થઈને પોતાની મોમને ભેટી પડી.

માં દીકરીની મીઠી મીઠી વાતો ચાલી રહી હતી અને અપેક્ષાના મોબાઈલમાં રીંગ વાગી અપેક્ષા ફોન લેવા માટે દોડી..
જોયું તો લાલજીભાઈનો ફોન હતો. અપેક્ષાએ ફોન ઉપાડ્યો,
"હા, બોલો લાલજીભાઈ.. શું કામ પડ્યું મારું?"
" જી મેડમ, કામ તો કંઈ નથી પડ્યું મારે પણ મેં તમને એ કહેવા માટે ફોન કર્યો છે કે, આજે મેં બાજરીનો રોટલો અને રીંગણનું ભરથું બનાવ્યું છે તો શેઠ સાહેબની સાથે તમારું પણ ટિફિન પેક કરી દીધું છે તો તમે ઘરેથી ટિફિન લઈને ન આવતાં."
"ઓકે, લાલજીભાઈ."
અને અપેક્ષાએ ફોન મૂક્યો અને એટલામાં ધીમંત શેઠનો ફોન આવ્યો.
"બોલ, માય ડિયર શું કરે છે?"
અપેક્ષા આજે ખૂબ ખુશ હતી એટલે મજાક કરવાના મૂડમાં હતી.
"બસ, માય ડિયર તમારી સાથે વાત કરું છું."
"એમ નહીં યાર"
"તો કેમ?"
"તું તૈયાર થઈ ગઈ એમ પૂછું છું?"
"ના, પણ કેમ? અને હા સાંભળોને આજે તો મારી જરા તબિયત જરા બરાબર નથી તો હું ઓફિસમાં નહીં આવું તો નહીં ચાલે?"
"કેમ શું થયું તારી તબિયત ને? ચાલ હું આવું છું તારા ઘરે અને આજે તો બે મિટિંગ ગોઠવેલી છે અને તું નહીં આવે તો બધું ડિસ્ટર્બ થઈ જશે અને યાર એકદમ શું થઈ ગયું તને ? ચાલ ને, હું આવું જ છું તારા ઘરે અને તને દવાખાને લઈ જવું છું..."
એક જ શ્વાસે ધીમંત શેઠ બધું જ બોલી ગયા.
અને અપેક્ષા ખડખડાટ હસી પડી.
"અરે, અરે આટલી બધી ચિંતા ન કરશો મારી, કંઈ નથી થયું મને..આઈ એમ ઓલ્વેઈઝ ઓકે.."
"તું પણ શું યાર જીવ ઉડાડી દે છે મારો! હું તો ટેન્શનમાં મુકાઈ ગયો!"
"ના ના એવું કંઈ નથી. બોલો શું કહેતા હતા?"
"બસ એ જ કે તું તૈયાર છે ને? હું આવું છું તને લેવા માટે અને આપણે પહેલા શીવજી મંદિરે જઈ આવીએ અને પછી ત્યાંથી બારોબાર ઓફિસે જતા રહીએ છીએ."
"ઓકે, તો આવી જાવ માય ડિયર." કહીને અપેક્ષાએ ફોન મૂક્યો અને પોતાની જાતને સંવારતા સંવારતા તે ધીમંત શેઠની રાહ જોવા લાગી....
વધુ આગળના ભાગમાં....
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
24/7/23