Shiddat - 3 in Gujarati Short Stories by Maya Gadhavi books and stories PDF | શિદ્દત..એક રોમાંચક નવલકથા - 3

Featured Books
  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

  • આ મોબાઇલે તો ભારે કરી!

         જેના વગર આપણો દિવસ પૂરો નથી થતો અને જે આપણી આંખોથી થોડો...

Categories
Share

શિદ્દત..એક રોમાંચક નવલકથા - 3



શિખાના મમ્મી તેને સુરત જવાની ચોખ્ખી ના પાડી છે તેથી તેને વિચાર આવે છેકે , હવે મમ્મીની પરવાનગી વગર તો સુરત કેમ જવું,હવે શું કરવું તે વિચારે પોતાના રૂમમાં આંટા માર્યા કરે છે ને સતત મનોમંથન કર્યા કરે છે..

કેમ સમજાવવી મમ્મીને કે સુરત જવું જરૂરી છે 2 વરસ થી હું સુરતની પ્રોપર્ટી મેળવવાની યોજનામાં જોતરાયેલી છું ઘણી મથામણ પછી બધી ફાઈલ હાથ આવી છે અને બસ એક છેલ્લો સ્ટેપ અને પેલા વિરોધીઓની વરસો જૂની ચાલના ચીંથરા ઉડી જશે..

આ વિચારે તેના ચહેરા પર સ્મિત રેલાવી દીધું...

મમ્મીને ચિંતા થાય કારણ કે ત્યાં જવામાં પણ મુસીબત ઓછી નથી મારી એક ભૂલ થી મારી જિંદગી તબાહ થઇ શકે છે કારણ કે વરસોથી ચાલ ચાલતી એ વ્યક્તિ સામે મારું કંઈ ના ચાલે... એ વ્યક્તિ એ છે જે એક નજર મળાવે ને આપડો ઇતિહાસ ભાંપી (જાણી) લે...

જે થાય એ..... "મિસ મોના"......હું આવી રહી છું તારી પાસેથી બધું જ છીનવી લેવા....!
તારી કપટનું પરિણામ આપવા હું આવી રહી છું

શિખા બારી પાસે ઊભી રહીને પોતાની જીતના નેક વિચાર કરી સંતોષ અનુભવી રહી છે વાળ હવામાં લહેરાઈ રહ્યા છે ને ચહેરા પર એજ સ્મિત...

અચાનક કંઇક યાદ આવતા તે તેનો ફોન શોધવા લાગે છે અને ફોન મળતા જ તરત કોઈને ફોન કરે છે ...

"હેય, વિનય તને જે કામ સોંપ્યું એના માટે તૈયારી છે ને તારી ?

સામા છેડે થી વિનય તરત જ જવાબ આપે છે

"હા, મેડમ આપણી તૈયારીમાં કંઈ ના ઘટે, બસ તમે અહીં આવો એટલે મને જાણ કરજો, અને બસ એક વાર ટુંક માં તમારો પ્લાન ફરી જણાવો એટલે કંઇ ગડબડ ના થાય"

શિખા આ સાંભળી કપાળ પર હાથ રાખતા કહે છે
"તૈયારીમાં કઈ ના ઘટે એવું બોલે છે અને પાછો તો શું કરવાનું છે એ પણ યાદ નથી ? આ વળી શું ?"

અરે મેડમ, બધું જ યાદ છે બસ એક વાર તમે કહો એટલે ક્યાંય ગોટાળો ના થાય એમ ..

ઠીક છે ઠીક છે શિખા એક હાથમાં ફોન છે ને બીજા હાથના એક્શન સાથે પ્લાન કહેવાનું શુરૂ કરે છે...

દેખ તારે કોઈ મોટી જંગ લડવાની છે નઈ મારા મોટા એવા પ્લાનનું સાવ જ નાનકડું કામ તારા ભાગે છે,
તારે 2 દિવસ પછી એટલે કે 16 એપ્રિલના સૌ પ્રથમ બાઈક લઈ બસ સ્ટેશન પર જવાનું છે બસ સ્ટેશનની ઠીક સામે એક બંગલો છે જેના પર "મોહના વિલા" લખેલું છે અને ત્યાં જઈને સાવધાની પૂર્વક તે ઘરમાં જવાનું છે અને ઘરના અંદરના ગેટની ડાબી બાજુ ચોથી બારી હશે ત્યાંથી ઘરની અંદર જવાનું છે કારણ કે સદનસીબે એ ચોથી બારી બંધ નથી થતી તારે એ બારી માંથી ઘરમાં જવાનું છે અને સ્ટોર રૂમ માં બે બ્લેક બેગ હસે એ સાવધાની પૂર્વક બહાર લઈને આવવાના છે..

"એ બેગ ઘરે લાવ્યા બાદ ફરી તારે એ ઘરમાં જવાનું છે અને તે ઘરમાં રહેનાર વ્યક્તિ એટલે કે મંથન ગોપીમ એના પર નજર રાખી ફક્ત એ જાણ કે તે લંગડાઈ ને ચાલે છે કે બરાબર ચાલી શકે છે ...કારણ કે કેસની શરૂઆત અહીં થી જ થઈ છે અને મોનાની હારની શરૂઆત પણ અહીં થી જ થશે "

હા સમજાઈ ગયું મેડમ...ઉતાવળો વિનય વચ્ચે જ બોલ્યો

"અને સંભાળ વિનય.....
આ બધું કામ સાંભળવામાં સહેલું છે પણ તારે સાવધાની રાખવી પડશે કારણ કે શરૂઆત માં જો ગડબડ થશે તો પૂરો પ્લાન હવામાં ઊડી જશે અને મોના મેડમ ને તો તું સારી રીતે જાણે જ છે તે એવો પ્લાન બનાવશે કે બીજી વાર તેના રસ્તામાં ના આવીએ.. સમજ્યો ને તું ?"

યસ... યસ મેડમ ભૂલ નઈ થાય કઈ પણ...

હમમ, વેરી ગુડ ...કંઈ કામ હોય તો કોલ કરજે , રાખું છું હું હાલ ફોન ..

ઓકે, મેડમ...

શિખા ફોન રાખે છે ત્યાં જ તો બીજા કોઈ વ્યક્તિનો ફોન આવે છે
હેલો,શિખા જી
યેસ બોલો મિસ્ટર દુબે તમારા ફોનની જ રાહ જોતી હતી હું...શું ઇન્ફોર્મેશન છે મોના વિશે? સુરતમાં જ છે ને તે ??

એ માહિતી આપવા જ તમને કોલ કર્યો છે શિખાજી,મોના અહીં સુરતમાં નથી અને સુરત તો શું ઇન્ડિયામાં જ નથી..6 મહિના પછી આવવાની છે ?

અચ્છા તો ક્યાં છે મોના..? કઈ કન્ટ્રીમાં છે ?

સોરી શિખાજી પણ આ માહિતી આપવાનો અલગથી ચાર્જ લાગશે ?

શું તમે આ માહિતી પણ મેળવવા ઇચ્છો છો?
શિખા મોઢું બગાડતા "એ ભાઈ 25 હજાર તો આપ્યા છે 5 દિવસ પહેલા એ પૂરી માહિતી લેવા માટે જ આપેલા ને..

હા મેડમ પણ તે મોના મેડમ વિદેશમાં શું કરે છે એ માહિતી તમારા સુધી પહોંચાડીશુ જો તમારી મરજી હોય તો ..

શિખા લહેકા સાથે કહે છે..
ના હાન...રહેવા દે ભાઈ કોઈ માહિતી નથી જોઇતી તમારી પાસે થી,6 મહિના રાહ જોવાની છે બીજું કંઈ નઈ

ફરી અલગ અંદાઝમાં કહે છે ,વૈસે જે આપી એ માહિતી તો સાચી જ છે ને ? તે સાચે જ 6 મહિના પછી જ આવવાની છે ને?

સામા છેડે થી વ્યક્તિ દ્રઢતાથી કહે છે "હા, હા મેડમ અમારી આપેલ માહિતી ક્યારેય ખોટી હોઈજ ના શકે...

"હા ઠીક છે ચલો"...એમ કહી શિખા ફોન કાપી ફોન બેડ પર ફેંકે છે ...

"ઓહ શીટ!! હજુ રાહ જોવી પડશે...અરે યાર રાહ શું મારી પાસે તો કોઈ સારો માસ્ટર બ્લાસ્ટર પ્લાન જ નથી હજુ તો હું માંડ મોના સાથે સાજિશ માં જોડાયેલ લોકોની જ માહિતી છે તેનાથી મોનાનું શું નુકશાન થશે, મને લાગે છે કે ચાલ ચાલવી અને માત આપવી એ મારું કામ છે જ નહિ...મદદ લેવી પડશે ભઈ ..કોઈક ની "

"મોનાને ફસાવવા પહેલા કદાચ મારે તેના વિશે જાણવું પડશે કે છે કોણ અને છે શું ?..."

ઉદાસ ચહેરે બારી માંથી બહાર એક નજર કરીને બારી પાસે પડેલી ખુરશી પર બેસી જાય છે અને આંખો બંધ કરી માથું ટેકવી, ફરી ભૂતકાળના મનોમંથનમાં સરી પડે છે....

અરે ! આ મોના કોણ છે વળી ??? શિખા અને મોનાની દુશ્મનીનું કારણ શું ???
"તો આ બધું જાણવા તો થોડી રાહ જોવી પડશે પણ આગળના ભાગમાં આપણે આદિત્ય પ્રત્યેની શિખાની દીવાનગી જોઈશું...
કે એક બિંદાસ છોકરી તેના મનની વાત કઇ રીતે તેના પ્રેમીને રજૂ કરે છે ......💌