Vardaan ke Abhishaap - 10 in Gujarati Classic Stories by Payal Chavda Palodara books and stories PDF | વરદાન કે અભિશાપ - ભાગ 10

Featured Books
  • આંખની વાતો

      પુષ્ટિ  બગીચામાં ફરતી હતી અને પોતાના ભૂતકાળની વાતો યાદ કરત...

  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

Categories
Share

વરદાન કે અભિશાપ - ભાગ 10

વરદાન કે અભિશાપ (ભાગ-૧૦)

            (વિશ્વરાજ કે જે ગાદીપતિ હતા. તેમના પુત્રો ધનરાજ અને દેવરાજને તેઓએ પરણાવી દીધા હતા અને તેઓ તેમની જીંદગીમાં સ્થાયી થઇ ગયા હતા. અચાનક ધનરાજને શહેરમાં નોકરી આવતાં તેઓ પોતાના સહપરિવાર શહેરમાં સ્થાયી થવાનું નકકી કર્યું. વિશ્વરાજ અને તેમના પત્ની કેસરબેને રાજીખુશીથી ધનરાજ અને તેના પરિવારને શહેરમાં મોકલ્યા. અચાનક જ દાદાનું અવસાન થાય છે તે વાતથી નરેશ આઘાતમાં હોય છે. નરેશ માટે છોકરીઓ જોવામાં આવી રહી હતી. નરેશ અને સુશીલાનું નકકી કરવામાં આવ્યું એ વાતથી બધા બહુ જ ખુશ હતા. ધનરાજ અને મણિબેનની ઇચ્છા ઘરનું વાસ્તુ કરવાની હતી અને સાથે-સાથે નરેશની સગાઇ પણ એ જ દિવસે કરવામાં આવે તેમ હતું. આથી નરેશ અને સુશીલાની સગાઇ ઘરના વાસ્તાની દિવસે જ કરવામાં આવી. મહા શિવરાત્રીના પાવન દિવસે નરેશ અને સુશીલાના લગ્ન નકકી થયા.   નરેશના લગ્ન બે તરફી સગામાં જ કરવામાં આવેલ. કેમ કે, નરેશના જે મામા હતા તે સુશીલાના માસા હતા. તો પણ જેમ લોકોના ઘરે વાસણ ખખડતા એમ અહી પણ વાસણ ખખડતા. સુશીલાના લગ્ન થયા ત્યારે તેને ધોરણ-૧૨ ની પરીક્ષા આપવાની બાકી હતી. લગ્ન પછી તેની પરીક્ષા આપવાની ઇચ્છા હતી અને તેને નોકરી પણ કરવી હતી. પણ ઘર સંસારમાં તે એટલી વ્યસ્ત થઇ ગઇ અભ્યાસ બાજુ પર રહી ગયું. અચાનક સુશીલાની તબીયત થોડી નાજુક થઇ. હવે આગળ................)

            મહા શિવરાત્રીના પાવન દિવસે નરેશ અને સુશીલાના લગ્ન નકકી થયા. એક દિવસ અચાનક સુશીલાની તબીયત બગડી. સુશીલાએ તેના સાસુ મણિબેનને જાણ કરતાં, તેઓ તો રાજીના રેડ થઇ ગયા. સુશીલા અને નરેશના જીવનમાં કોઇ નવા મહેમાનનું આગમન થવાનું હતું. જે તેમની જીંદગી જ બદલી દેવાનું હતું. આમ પણ ઘરડા માણસોને આ બધી વસ્તુઓ જલદીથી ખ્યાલ આવી જાય. એક વય અને અને અનુભવ પરથી જાણી શકતા હોય છે. 

            આ બાજુ નરેશના મોટા ભાભીને પણ સારા દિવસો હતા. તેમના ઘરે પુત્રીનો જન્મ થયો. અને તેના બે દિવસ પછી એ સમય આવી ગયો કે જયારે નરેશ અને સુશીલા એક પુત્રીના માતા-પિતા બની ગયા. ઘરના બધા સભ્યો તો બહુ જ ખુશ થઇ ગયા કે ઘરમાં બે લક્ષ્મીનો જન્મ થયો છે. નરેશના બહેન એટલે કે, ગીતાબેને ભત્રીજીનું નામ પલક રાખ્યું. એ પછી મણિબેન તેમના દેરાણી-જેઠાણીને લઇને સુશીલાના પિયરમાં પૌત્રીને રમાડવા જાય છે. એ વખતે રમાડવા આવનાર દરેકને સુશીલાના મમ્મી સારી રીતે આગતા-સ્વાગતા કરીને જમાડીને સાડીની પહેરામણી આપે છે. પછી તેઓ સુશીલા અને તેની દીકરી પલકને ઘરે સાથે લઇ આવે છે. જયાં બધા તેને આવકારે છે. દીકરી તો એટલી લાડકવાયી હોય છે કે કોઇ તેને નીચે જ નથી મૂકતું. નરેશના મોટાભાઇની દીકરી અને પલક સાથે-સાથે જ મોટા થતા હોય છે. તેમના જન્મમાં ફકત બે દિવસનું જ અંતર હોય છે. બંને દીકરીઓને સ્કૂલમાં રોલ નંબર આગળ-પાછળ જ આવતો. દીકરી પલકને નરેશ રોજ જાતે જ લેવાને મૂકવા જતો. કેમ કે, તે પોતે રીક્ષા ડ્રાયવર હતો. એટલે બાળકોને સ્કૂલે લઇ જતો અને મૂકી આવતો. પલકને નરેશ બહુ લાડકોડથી રાખતો. કોઇ વસ્તુની કમી આવવા નહોતો દેતો. હવે પલક એક વર્ષની થવા આવી. નરેશની ઇચ્છા હોય છે કે, હું મારો જન્મ દિવસ બહુ ધામધૂમથી ઉજવતો હતો. તો દીકરીનો જન્મ દિવસ પણ ખૂબ જ ધામધૂમથી ઉજવું. તે ઘરમાં બધાને આ વિશે જણાવે છે. આખરે બધાની સહમતીથી પલકનો જન્મ દિવસ ઉજવવાનું નકકી થાય છે. 

પલકના જન્મ દિવસ પછી નરેશના જીવનમાં એક મોટું પરિવર્તન આવવાનું હતું ? જે તેની જીંદગીની બુનીયાદ હલાવી દેવાનું હતું. શું હશે તે ? .............         

 

(વધુ આવતા પ્રકરણે ભાગ-૧૧ માં)

 

-  પાયલ ચાવડા પાલોદરા