Dhup-Chhanv - 106 in Gujarati Moral Stories by Jasmina Shah books and stories PDF | ધૂપ-છાઁવ - 106

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

Categories
Share

ધૂપ-છાઁવ - 106

"ઓકે તમારી જેવી ઈચ્છા મેડમ.." અને ધીમંત શેઠે અપેક્ષાના હાથ ઉપર પોતાનો હાથ મૂક્યો અને તેને હળવેથી પ્રેમથી દબાવ્યો અને ખાતરી આપી કે, તું ચિંતા ન કરીશ હું તારી સાથે જ છું..
અને એટલામાં અપેક્ષાનું ઘર આવી ગયું એટલે ધીમંત શેઠે પોતાની કારને અટકાવી અને અપેક્ષા નીચે ઉતરવા માટે ઉભી થઇ એટલે ધીમંત શેઠે ફરીથી તેનો હાથ પકડ્યો અને, "આઈ લવ યુ, ડિયર" કહ્યું.
ધીમંત શેઠના આ મીઠા શબ્દો અપેક્ષાના નાજુક દિલને સ્પર્શીને જાણે હ્રદય સોંસરવા ઉતરી ગયા અને તે પણ ભાવવિભોર બની ગઈ અને ધીમંત શેઠની સામે પ્રેમભરી દ્રષ્ટિએ જોઈને, "આઈ લવ યુ ટુ.." બોલીને પોતાના ઘર તરફ તેણે ડગ માંડ્યા...
જાણે દુનિયા ભરનું સુખ પોતાને સાંપડ્યું હોય અને જેટલો આનંદ થયો હોય બસ તેટલો જ આનંદ ધીમંત શેઠને થયો અને તેમણે પોતાના મુખ ઉપર એક અજબ સ્માઈલ સાથે પોતાની ગાડી પોતાના ઘર તરફ હંકારી મૂકી..
અપેક્ષા પણ આજે ખૂબ ખુશ દેખાતી હતી તેને જોઈને લક્ષ્મીને પણ સંતોષ અને ખુશીની લાગણી થઇ.
અપેક્ષા હાથ પગ મોં ધોઈને ફ્રેશ થઈ અને મા દીકરી બંને ડાઈનીંગ ટેબલ ઉપર જમવા માટે ગોઠવાઈ ગયા.
લક્ષ્મીએ અપેક્ષાને આજે બરાબર મૂડમાં જોઈને તેના લગ્ન વિશેની વાત છેડતા તેને પૂછ્યું કે, "બેટા, હવે લગ્નનું મુહૂર્ત કઢાવી લઈશું તો ભાઈને અને અર્ચનાને અહીંયા આવવું હોય તો તે ટિકિટ કરાવી શકે!"
"હા મોમ, તારી વાત સાચી છે. આપણે ભાઈ માટે થઈને થોડું જલ્દી જ લગ્નનું મુહૂર્ત કઢાવી લેવું જોઈએ."
"તો હું તેને માટે ધીમંત શેઠને ફોન કરું?"
"હા મોમ, એ બધી વાત તું જ કરી લેજે એમાં મને કંઈજ સમજ નહીં પડે."
"સારું બેટા."
જમી લીધા પછી લક્ષ્મીએ તુરંતજ ધીમંત શેઠને ફોન લગાવ્યો અને લગ્નના મુહૂર્ત બાબતે વાત છેડી.
ધીમંત શેઠ પણ ઓફિસેથી આવીને ફ્રેશ થઈને લાલજીભાઈના હાથના ખીચડી કઢી અને ભાખરી જમી રહ્યા હતા.
અત્યારે સાસુમાનો ફોન કેમ આવ્યો હશે તેમ વિચારતાં વિચારતાં ધીમંત શેઠે ફોન ઉપાડ્યો.
લક્ષ્મી બા પણ આ લગ્ન માટે ઉતાવળા જ છે જાણીને ધીમંત શેઠને મનોમન ખુશી થઈ તેમણે પોતાની સાસુમા લક્ષ્મીની વાતમાં પોતાની હા ભણી અને પોતે હમણાં જ મહારાજ શ્રીનો કોન્ટેક્ટ કરી લે છે તેમ જણાવ્યું.
જમીને અપેક્ષા પોતાના રૂમમાં ગઈ અને પોતાના બેડ ઉપર આડી પડી ઈન્સટા ખોલીને બેઠી.
અને આ બાજુ ધીમંત શેઠે મહારાજ શ્રી કૃષ્ણકાંતમ્તને ફોન લગાવ્યો.
"હા, બોલો ધીમંત શેઠ શું કામ પડ્યું મારું?"
"નમસ્કાર કૃષ્ણકાંતજી, બસ કામમાં તો એવું છે ને કે, તમારે લગ્નનું મુહૂર્ત કાઢી આપવાનું છે."
"હા તો કાઢી દઈએ પણ આજે તો હું બહાર છું આવતીકાલે મને ફાવે તેમ છે."
"હા તો પછી આવતીકાલે પધારશો ને આપ મારા ઘરે?"
"હા ચોક્કસ."
"કેટલા વાગ્યે ફાવશે તમને?"
"રાતના 9.30 સુધીમાં હું પહોંચી જવું આપના બંગલે.."
"હા બરાબર છે."
"બીજું કંઈ જોવા કરવાનું તો કંઈ નથી ને?"
"ના ના બસ બીજું કંઈ જોવાનું નથી."
"ઓકે તો મળીએ કાલે અને મેડમે પેલી વિધિ મેં જે બતાવી હતી તે કરવાનું ચાલુ કરી દીધું?" મહારાજ શ્રીએ ધીમંત શેઠને પૂછ્યું.
"ના બસ એ આવતીકાલથી ચાલુ કરી દેશે."
"હા પણ એમાં એમણે બહુ નિયમિત રહેવું પડશે."
"હા હા એ તો નિયમિત જ રહેશે અને હું પણ આવતીકાલથી એની સાથે મહાદેવ જવાનો જ છું."
"ઓહો, તો તો બહુ સરસ ચાલો, સોનામાં સુગંધ ભળી જશે."
"સારું તો મળીએ આવતીકાલે બરાબર ને?"
"જી, પધારો મારે ઘરે.."
અને ધીમંત શેઠે ફોન મૂક્યો અને તુરંત જ આ સમાચાર લક્ષ્મી બાને આપવા માટે લક્ષ્મી બાને ફોન લગાવ્યો.
ધીમંત શેઠ પણ હવે લક્ષ્મી બાને 'મા' કહીને જ બોલાવતાં હતાં. આમ પણ તેમનું પોતાનું કહેવાય તેવું તેમની પાસે કોઈ નહોતું.
અપેક્ષા સાથે જોડાઈને જાણે તેમને પોતાનો એક પરિવાર સાંપડ્યો હોય તેવી અનુભૂતિ થયા કરતી હતી અને હવે તેમને એવું લાગતું હતું કે તે એકલા નથી તેમની પાસે પણ પોતાનું કહી શકાય તેવું કોઈક છે!!
"હા બોલો ધીમંત ભાઈ." લક્ષ્મીએ ફોન ઉપાડીને કહ્યું.
"મા, તમે મને ધીમંત કહેશો તો પણ ચાલશે.. મને ગમશે..
પણ લક્ષ્મીએ પોતાના જમાઈની વાતને વચમાં જ કાપી અને તે હસીને બોલ્યા, "ના ના તમે તો અમારા જમાઈ છો અને જમાઈ રાજાને થોડો તુકારો કરાય?"
ધીમંત શેઠ પણ જરા મજાકના મૂડમાં આવી ગયા અને તેમણે પણ કોમેન્ટ કરી કે, "જમાઈ રાજા કહો ત્યાં સુધી વાંધો નથી પણ જમાઈ જમ જેવા છે તેવું ન કહેતા.."
ધીમંત શેઠની આ મજાક સાંભળીને લક્ષ્મી બા પણ એમ ચૂપ રહે તેમ થોડા હતા તેમણે પણ સામે જરા ધીમંત શેઠની ખેંચી અને બોલ્યા કે, "એ તો સંબંધ બંધાય પછી અનુભવ થાય પછી ખબર પડે કે જમાઈ જમ જેવા છે કે સારા છે..?" અને તે ખડખડાટ હસી પડ્યા.
સામે ધીમંત શેઠ પણ ખડખડાટ હસી પડ્યા.
"ના ના આપણે એવા નથી હોં કે!!"
"ના ના ખોટું ન લગાવતા જમાઈ રાજા એ તો હું તો મજાક કરું છું." લક્ષ્મી બાએ વાતનો ફોડ પાડતા કહ્યું.
"ના ના મા મને જરાપણ ખોટું નથી લાગતું તમે ચિંતા ન કરશો. અને સાંભળો આવતીકાલે રાત્રે 9.30 વાગ્યે કૃષ્ણકાંતજી આપણાં ઘરે આવવાના છે તો તમારે અને અપેક્ષાએ પણ હાજર રહેવાનું છે."
"સારું સારું આવી જઈશું."
અને લક્ષ્મી બાએ ફોન મૂક્યો.
તો જોઈએ હવે આગળના ભાગમાં કે અપેક્ષાના ધીમંત શેઠ સાથેના લગ્ન ક્યારે નિર્ધારિત થાય છે તે..??
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
16/7/23