Prem Vachan - 2 in Gujarati Love Stories by HARSH DODIYA books and stories PDF | પ્રેમ વચન - 2

Featured Books
Categories
Share

પ્રેમ વચન - 2

સંસારને પ્રેમનું બીજું વચન શીખવવા ભગવાન શ્રી નારાયણ અને માં લક્ષ્મી ના પ્રેમમાં ફરી એક વિરહ ની ઘડી એટલે કે નારાયણનો બીજો અવતાર.

ભગવાન શ્રી નારાયણ મા લક્ષ્મી ને કહે છે, કે તમે સિર સાગરની ગહેરાયમાં લુપ્ત થઈ જશો. અને હું તમને શોધવા માટે આવીશ. આ કાર્યમાં સંપૂર્ણ સંસાર મારી મદદ કરશે.

(એક પ્રશ્ન આપણને થવો જોઈએ, કે જે પ્રેમ સમજાવે છે એ જ આટલા વિરહ શું કામ ભોગવે છે? કારણ કે જે પ્રેમ વિરહની અગ્નિમાં બળીને સોનાની જેમ ચમકી ઉઠે, જે પરીશુદ્ધ હોય, એ જ તો આ સંસારનું માર્ગદર્શન કરવા યોગ્ય હોય છે.)

લક્ષ્મી જ સમૃદ્ધિ છે, લક્ષ્મી ધન છે, પણ જો લક્ષ્મી જ ન હોય તો સંસારમાં સંકટ તો આવવાનું જ છે. બ્રહ્માંડમાં બધા દેવતાઓની સમૃદ્ધિ, ધન, બધું જ જતું રહ્યું છે. કારણ કે લક્ષ્મી સિર સાગરની ગહેરાયમાં લુપ્ત છે. બધા દેવો ભગવાન શ્રી નારાયણ પાસે આવે છે અને પૂછે છે, કે હે પ્રભુ આપણે આ મુશ્કેલીમાંથી કઈ રીતે બહાર નીકળશું? ત્યારે ભગવાન શ્રી નારાયણ કહે છે :- સમુદ્ર મંથનથી. પ્રેમનું બીજું વચન સાકાર કરવા દેવતાઓ અને અસુરો બંને એક થશે. ભગવાન શ્રી નારાયણ દેવતાઓ અને અસુરોને એક સાથે એકઠા કરે છે. ત્યારે અસુર ગુરુ શુક્રાચાર્ય કહે છે કે, આ વિશાળ સિર રસાગર નું મંથન કરવું કઈ રીતે? તેના માટે આધાર શું છે? ત્યારે ભગવાન શ્રી નારાયણ કહે છે કે આ કાર્ય મંદાર પર્વત કરશે. મંથન કરવા માટે રસી (દોરી) ની જરૂર પડે. પણ વિશાળ પર્વતને બાંધી શકાય એવી દોરી તો ના હોય. ત્યારે ભગવાન શિવ પોતાના સર્પ એટલે કે વાસુકી આપે છે. વાસુકી અને મંદાર પર્વતની મદદથી સમુદ્ર મંથન થાય છે. હવે એક એવો પ્રશ્ન થાય કે કોઈ કાર્ય કરવા માટે અસુર અને દેવતા ભેગા કઈ રીતે મળી શકે? અસુરો આવ્યા તો લાલચથી આવ્યા હતા. લાલચ હતી અમૃતની, ધનની. લક્ષ્મીના જવાથી બધું જ ચાલ્યું ગયું હતું. એટલા માટે લાલચની વૃત્તિથી અસુરો આવ્યા હતા. અસુરોને અમૃત જોઈતું હતું, અને ભગવાન શ્રી નારાયણને માં લક્ષ્મી. મંથન કરતી વખતે મંદાર પર્વત ધીમે ધીમે સમુદ્રની ગહેરાઈમાં ઉતરતો જતો હતો. ત્યારે ભગવાન શ્રી નારાયણ કુર્મ અવતાર લેય છે. અને પોતાને પીઠ પર મંદાર પર્વતને ઉપાડે છે. હવે મંથન ચાલુ થાય છે. મંથન માંથી નીકળ્યું હલાહલ. જેને શિવજીએ પોતાના કંઠમાં ધારણ કર્યું. એટલા માટે જ આપણે આજે શિવજીને નીલકંઠ મહાદેવ કહીએ છીએ. સમુદ્ર મંથનમાંથી હીરા, મોતી, સોનું, બધું મળ્યું. પણ ભગવાન શ્રી નારાયણને તો માં લક્ષ્મીની પ્રતીક્ષા હતી. અંતમાં, માં લક્ષ્મી પણ મળ્યા. અને ભગવાન શ્રી નારાયણનું માં લક્ષ્મી સાથે પુન: મિલન થયું. સાચો પ્રેમ ક્યારેય પણ અલગ થતો નથી.

પ્રેમ વચન - ૨ :- એવી જ રીતે આપણો પ્રેમ આપણાથી દૂર થઈ જાય અથવા ગુમ થઈ જાય, તો તેને શોધવા માટે મંથન કરવું પડે તો કરો, મંથનમાં જો વિષ મળે તો ભયભીત ન થાઓ, જો દિવ્ય રત્ન મળે તો માર્ગ ન ભટકો, જો અપ્સરાઓ મળે તો તમારો લક્ષ્ય ન ભૂલો, પ્રેમને પુનઃ મેળવવા માટે હર સંભવ પ્રયાસ કરો. આ પ્રેમ સંબંધને અંત સુધી પરિશુદ્ધ રીતે નિભાવતા રહો. એ મોક્ષ માટેનો એક માર્ગ છે.

જો તમારા પ્રેમમાં, તમારા જીવનમાં, આ બધી વાતોનું પાલન થાય છે, તો ત્યાં પ્રેમનું બીજું વચન સાકાર થયું.

પ્રેમના અનુભવને પામવાનું છે,
રાધાકૃષ્ણના પ્રેમને સાંભળવાનું છે,
પ્રેમની ઉંચાઈઓ સુધી પહોંચવાનું છે,
રાધાકૃષ્ણના હૃદય સુધી પહોંચવાનું છે......

🙏....રાધે....રાધે....🙏