Love you yaar - 16 in Gujarati Love Stories by Jasmina Shah books and stories PDF | લવ યુ યાર - ભાગ 16

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

લવ યુ યાર - ભાગ 16

બીજે દિવસે એઝ યુઝવલ સાંવરી વહેલી ઉઠી ગઇ અને ચા બનાવી મિતાંશને ઉઠાડ્યો. મિતાંશ ઉઠ્યો એટલે આજે ફરી તેને ચક્કર આવતા હોય તેવું લાગ્યું અને શ્વાસ લેવામાં જાણે તકલીફ પડતી હોય તેમ થવા લાગ્યું. આજે ફરી મિતાંશની તબિયત બગડતાં તે ગભરાઈ ગયો હતો. આટલી બધી વખત ઇન્ડિયાથી લંડન અને લંડનથી ઇન્ડિયા અપ-ડાઉન કર્યું છે. ક્યારેય પણ આવું કંઇ થયું નથી અને આ વખતે કેમ આવું થઇ રહ્યું છે...!!

કદાચ, સ્મોકીંગ કરવાનું બંધ કરી દીધું છે એટલે બધું બેક તો નહિ મારતું હોય ને ! અને એટલે તો આવું નહિ થતું હોય ને ! તેમ વિચારવા લાગ્યો.

મિતાંશે સાંવરીના, પોતાના જીવનમાં આવ્યા પછી સ્મોકીંગ કરવાની અને ડ્રીંક કરવાની પોતાની હેબિટ બિલકુલ છોડી દીધી હતી. પોતે લંડનમાં એકલો રહેતો કોઈ ટોકવા વાળુ હતું નહિ એટલે કેટલી સિગારેટ પીતો અને કેટલું ડ્રીંક કરતો તે તેને પોતાને પણ ખબર રહેતી નહિ. પણ સાંવરી જેવી છોકરી મળ્યા પછી આ બધું તેને તુચ્છ લાગતું અને સાંવરી માટે તે બધું જ કરવા તૈયાર હતો.તેને એમ પણ હતું કે હું સાંવરીને આ વાત જણાવીશ તો સાંવરી જેવી સીધી-સાદી છોકરી મારી સાથે મેરેજ જ નહિ કરે એટલે તેણે સાંવરીને કંઇ જ જણાવ્યું ન હતું.

પણ આજે આમ અચાનક તબિયત બગડી છે એટલે ડૉક્ટરનો કન્સલ્ટ તો હવે કરવો જ પડશે. સાંવરીને લઇને ડૉ.દિપક ચોપરા પાસે ગયો. જે ઇન્ડિયન હતા અને લંડનમાં સેટલ હતા અને મિતાંશને સારી રીતે ઓળખતા હતા. ડૉક્ટરને પણ સાંવરીની ઓળખાણ કરાવે છે.

અને પછી ડૉક્ટરને બધી વાત જણાવે છે કે, ઇન્ડિયા ગયા પછી તેણે સ્મોકિંગ અને ડ્રીંક બધું જ છોડી દીધું છે. પણ અહીં આવતાં અચાનક આ રીતે તબિયત બગડી છે તો શું કરવું ?

ડૉ.દિપક ચોપરા ત્રણ દિવસ માટે ટેબલેટ આપે છે અને ત્રણ દિવસ પછી ફરક ન પડે તો રિપોર્ટ્સ કરાવવા પડશે તેમ જણાવે છે.

સાંવરી મિતાંશની સ્મોકિંગની અને ડ્રીંકની વાત જાણીને હેબતાઈ જ જાય છે અને ખૂબ જ દુઃખી થઇ જાય છે. મિતાંશ ઉપર ગુસ્સો કરતાં તેને કહે છે કે, " તારે મને કહેવું તો જોઈએ ને, આ રીતે મને અંધારાંમાં રાખી તે બરાબર નથી કર્યું. "

મિતાંશ પણ તેને સમજાવે છે કે, " તું મારી સાથે પછી મેરેજ નહિ કરે તેવો મને ડર હતો એટલે મેં તને આ વાત ન હતી જણાવી અને મનોમન નક્કી કરી મેં આ બધું જ બંધ પણ કરી દીધું હતું.

સાંવરી ખૂબજ ચિંતામાં પડી જાય છે કે મિતાંશને કશું થશે તો નહિ ને ?
ત્રણ દિવસ પૂરા થઈ ગયા. દવાનો ડોઝ પણ પૂરો થઇ ગયો પણ મિતાંશની તબિયતમાં કોઈ સુધારો થયો નહિ. એટલે બંને ફરી આજે ડૉ.દિપક ચોપરાને મળવા ગયા. તો ડૉ.દિપક ચોપરાએ મિતાંશને પોતે જે હોસ્પિટલમાં જતાં ત્યાં બોલાવી બધા રિપોર્ટ્સ કરાવવા કહ્યું.

સાંવરી અને મિતાંશ રિપોર્ટ્સની રાહ જોતાં ત્યાં હોસ્પિટલમાં જ બેસી રહ્યા. સાંજે બધા રિપોર્ટ્સ આવ્યા એટલે ડૉ.દિપક ચોપરા એ સાંવરીને પોતાની કેબિનમાં બોલાવી અને કહ્યું કે, " ઇટ ઇઝ સમથીંગ સીરીયસ એબાઉટ હીમ, તમને એકલાને જણાવું ને ?" અને સાંવરી એ જવાબ આપ્યો કે, " હા, સર પહેલા મને જણાવો પછી આપણે તેમને જણાવવા જેવું હશે તો જણાવીશું."

ડૉ.દિપક ચોપરા થોડા દુઃખ સાથે બોલ્યા કે, " મિતાંશને ફર્સ્ટ સ્ટેજનું કેન્સર છે. હજી શરૂઆત જ છે. ક્યોર થઇ જશે તમે જરાપણ ચિંતા કરશો નહીં અને હિંમત રાખજો અને અમારી ઉપર વિશ્વાસ. "

સાંવરીના પગ નીચેથી જાણે ધરતી ખસી ગઈ હતી. તેને ચક્કર આવવા લાગ્યા. બધું જાણે ગોર ગોર ઘૂમતું હોય તેવું લાગવા લાગ્યું. એક મિનિટ માટે તેણે તેની બં આંખો બંધ કરી દીધી અને તેની આંખમાં પાણી આવી ગયું. ડૉક્ટર સાહેબે તેને ફરી સાંત્વના આપતાં કહ્યું કે, " તમે ઢીલા પડી જશો તો તમારા હસબન્ડની શું હાલત થશે. તમે હિંમત રાખી તેમની ટ્રીટમેન્ટ કરાવો તો તેમને જલ્દી સારું થઇ જશે. સાંવરીને આ વાત સાચી લાગી. તેને થયું હું ઢીલી પડી જઇશ તો મિતાંશ બિલકુલ ભાંગી પડશે અને તેને સારું જ નહિ થાય. માટે મારે જ સ્ટ્રોંગ થવું પડશે અને મક્કમતા સાથે તે ડૉક્ટરની કેબિનમાંથી બહાર નીકળી.
હવે મિતાંશ રિપોર્ટ્સ વિશે સાંવરીને શું પૂછે છે....વાંચો હવે પછીના ભાગમાં....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
10/7/23