Small but cute - 5 in Gujarati Motivational Stories by Ashish books and stories PDF | નાની પણ ચોટદાર - 5

The Author
Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

નાની પણ ચોટદાર - 5

કેમછો મિત્રો, ભાઇઓ અને બહેનો,
હમણાં થી પ્રતિભાવ બંધ થયી ગયા છે
વરસાદ માં ક્યાંક ખોવાઈ ગયા છો....
ચેપ્ટર 5 તમારી સમક્ષ મુકું છું.
1234.
*વગર બોલ્યે વેદના વાંચી લે, બસ એ જ સાચો સંબંધ!!*

*સંબંધો નિભાવવા માટે બુદ્ધિ નહીં દિલની શુદ્ધિ હોવી જરૂરી છે...*

*સાચું કહો - સ્પષ્ટ કહો -*

*સંબધ સંબધમાં ફેર હોય છે ..*
*ક્યાંક લાગણી ની જરૂરિયાત હોય છે તો ક્યાંક જરૂરિયાત મુજબ લાગણી હોય છે *
1235.
*"જીવનમાં ત્યાં સુધી નમવું જોઈએ,*

*જ્યાં સુધી સંબંધોમાં માન અને મનમાં આત્મસન્માન બન્યું રહે...”*

*જીંદગીની ભાગદોડમાં એટલું ધ્યાન રાખજો*

*અજાણ્યાને ઈમ્પ્રેસ કરવામાં કોઈ પોતાના છૂટી ના જાય..!!*
1236.
*કાચા કાન, શંકાશીલ નજર,*
*અને*
*નબળું મન*
*માણસ ને સારી સમૃધ્ધિ માં પણ,*
*નરક નો અનુભવ કરાવે છે...*

*કોણ શું કરે છે કેમ કરે છે *
*અને*
*કઈ રીતે કરે છે *
*આ બધા થી જેટલા દુર *
*રહેશો એટલા જ ખુશ રહેશો *

*ખુદ ને OTP જેવાં બનાવો,*
*બીજી વાર કોઇ ઉપયોગ ના કરી શકે._*
1237.
*લાગણી* નામની *કંપનીમાં*
*રોકાણ* કરતા પહેલા ચેતજો,
કેમ કે અમે હંમેશા આ *કંપનીના*
*શેરને* તૂટતા જોયા છે !!

જેની પ્રીત મળી છે એને *પામી* લેજો,
જીંદગી માં થોડુ હારવાનુ
*શીખી* લેજો..
મલશે દુનીયા માં કેટલાય *અપરીચીત લોકો*
પણ જે તમારા બની જાય એમને
*સાચવી* લેજો...
1238.

*સામે ઉભેલો પહાડ નહીં ,*
*પરંતુ,*
*પગરખા માં રહેલો કાંકરો સફરમાં થકવી નાખે છે.*

*બીજાને ખુશ જોઇને ખુશ થવું,*
*એ પણ નીરોગી મનનું એક*
*લક્ષણ છે !!*

*જે વ્યક્તિ તમને સ્પેશિયલ ફિલ* *કરાવે એ વ્યક્તિ ને સાચવીને રાખજો*
*કેમ કે એવા વ્યક્તિ નસીબદાર લોકોને જ મળે છે*

1239.
*આભાર કે ઉપકાર માનવો, *
*એ "શિસ્ત" છે….*

*પરંતુ ઉપકારને યાદ રાખવો, *
*એ "સંસ્કાર" છે..!*

*માણસ ને મળતી દરેક વસ્તુ*
*કાંઈ એની જ મહેનતથી નથી મળતી...*
*ક્યારેક કોઈના આપેલ*
*આશીર્વાદ પણ કમાલ કરી જાય છે....!!!*
1240.
*ભલાઈ ક્યારેય નિષ્ફળ જતી જ નથી,*
*કેમકે ભલું કરનાર નું છેલ્લે ભલું જ થાય છે.*

*વર્તમાન માંથી જ સુખ લેવાનો પ્રયત્ન કરો, ભવિષ્ય ખુબ કપટી છે,*
*જે ખાલી આશ્વાસન આપશે, ગેરંટી નહીં...*
1241.

*નીચે પડેલા સુકા પાંદડા પર જરા હળવેથી ચાલજો,*
*કારણ કે ....*
*સખત ઉનાળામાં આપણે તેમનીજ છાયામાં ઊભાં રહ્યાં હતા.*

*સંબંધો ક્યારેય મનોભાવ કે પરિસ્થિતિઓ પર આધારિત ના હોવા જોઈએ.*

*એ તો માત્ર લાગણીઓ થી સિંચાયેલા હોવા જોઈએ*
1242.
*જ્યાં તમે કશું જ ના કરી શકો*
*ત્યાં એક કામ પાકું કરો,*
*'પ્રયત્ન'*

*જેટલો ઓછો વિચાર કરશો*
*તેટલાં જ આનંદમાં રહેશો.*

*વહેતા પાણીની જેમ વહેતા શીખો..*
*કચરો આપોઆપ સાઈડમાં નીકળી જશે..!*

*કિરણ સૂર્યનું હોય કે આશાનું..*
*હંમેશા અંધકારને દુર કરે છે..!*।
1243.

*પ્રેમનો પર્યાય*
*ભલે રાધા હોય,*
*પ્રેમનો ભંડાર તો*
*કૃષ્ણ જ છે...*

*એમ તો રાધા પણ બાંધી શકી હોત,*
*"કૃષ્ણ" ને પાલવે....*
*પણ આ લાગણી નાં સંબંધ માં,*
*જબરદસ્તી નાં પા'લવે...*

*દરેક સમસ્યા ની સાથે એનું*
*સમાધાન પણ જન્મ લે જ છે*
*બસ તમારો સલાહકાર શ્રી કૃષ્ણ*
*જેવો હોવો જોઈએ*
1244.
*ભાગ્ય અને કર્મ*
*નસીબ અને પ્રયત્ન*
*બને એક જ વસ્તુ છે.*
*જેમ કાલનું દૂધ આજે દહીં બને છે,*
*તેમ ભૂતકાળના કર્મો.*
*આજે નસીબ બનીને પ્રગટ થાય છે.*

*ભાગ્ય તમારો નિર્ણય નથી*
*બદલી શકતો પણ તમારો*
*નિર્ણય ભાગ્ય બદલી શકે છે.*

*જિંદગી ભર જો મજામા રહેવું હોય ને તો હમેશા સ્વાદ અને સંવાદ પર સંયમ રાખવો.*
1245.

*સત્ય તમારા માં છુપાયેલું છે..*
*લોકો ના અભિપ્રાય માં નહીં...*

*સત્ય બોલનાર હંમેશા કડવા અને દરેક જગ્યાએ એકલા જ હોય છે*
*અને*
*જૂઠ બોલનાર હંમેશા મીઠા અને દરેક જગ્યાએ ભેગા જ હોય છે !!!*

*કેટલું કહી ગયા, કેટલું સહી ગયા,*
*કેટલુંક કહેતા કહેતા રહી ગયા,*

*હું સાચો ને તુ ખોટો ની રમતમાં,*
*ન જાણે કેટલાય સંબંધો વહી ગયા.*
બધું વાંચો, અમલ માં લેવાનું વિચારો, અમલમાં લાવવાનું કરો. You become successful person.
આશિષ ના આશિષ