Talking about brother's sacrifice... in Gujarati Mythological Stories by Joshi Ramesh books and stories PDF | ભાઈ ના બલિદાન ની વાત...

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

Categories
Share

ભાઈ ના બલિદાન ની વાત...

ભાઈ ના બલિદાન ની વાત...

ભાઈ બહેન નું બલિદાન

ભાઈ કેશરસિંહજી બારૈયા
બહેન રાજબાઈબા

સૌરાષ્ટ્ર એ એક સંત અને શૂરવીરો ની ભૂમિ કહેવાય છે,સૌરાષ્ટ્ર માં ઘણી બધી જાતિઓએ ધર્મ, ગામ, ગાયો,બહેનદીકરીઓ બચાવવા માટે બલિદાનો આપ્યા છે,સૌરાષ્ટ્રમાં ઘણી ખમીરવંતી અને લડાયક જાતીઓ વસે છે, આવી એક ખમીરવંતી લડાયક જાતિના ભાઈ બહેનના બલીદાન આજે આપણે વાત માંડવી છે.
બરડાના પહાડમાં કાટવાણા નામનું ગામ,ગામમાં રાઠોડજાતિના સંધિ મુસલમાનો રહે.ગામની છાપ બહુ સારી નહિ.પ્રત્યેક ગામની એક છાપ હોય છે ગામના રહેનારા લોકોના વ્યવહારથી તે છાપ પડી હોય છે,
કાટવાણાની ભાગોળે એક વૃક્ષની ચારે તરફ બંધાયેલ ઓટલા ઉપર ચાર-પાંચ સંધિ જુવાનો બેઠા છે,સંધિ જુવાનો પોતપોતાના રૂપ અને જુવાનીના બણગાં ફૂંકતા હતા.
સવારના પહોરમાં બધા વાતોમાં તલ્લીન ચગે ત્યાં એક જુવાન વટેમાર્ગુ જોડાનો ચમચમાટ કરતો નીકળ્યો, ત્યારે મોચી લોકો જોડામાં એક એવી વસ્તુ મૂકી આપતા કે ચમચમ અવાજ થાય.
સંધિ જુવાનોનું ધ્યાન પેલા યુવાન તરફ ગયું.યુવાનના ખભા ઉપર જે લાકડી હતી તે સૌનું મન મોહી લ્યે તેવી હતી.ત્યારે યુવાનો લાકડી લઇને ચાલતા અને લાકડી પણ એવી રાખતા કે પડાવી લેવાનું મન થઇ જાય.લડાયક કોમોનો શોખ સોનું નથી હોતું.શસ્ત્રો અને ઘોડી હોય છે આ બે મળે તો ધન્યધન્ય થઈ જાય.
બધાં સંધિ જુવાનોનું મન લાકડી પડાવી લેવાનું થયું.આવી લાકડી બીજે ક્યાં મળવાની હતી તેમ વિચારીને તેમણે જુવાન ને રોક્યો જુવાન પણ ખાંટ રાજપૂત હતો તે એમ ગાંજ્યો જાય તેવો ન હતો. સંધિઓએ લાકડી મૂકી દેવા હુકમ કર્યો આ એક પડકાર હતો,ખરો રાજપૂત પ્રાણ છોડે પણ હથિયાર ન છોડે. થોડી બોલાચાલી અને હુંસાતુંસી થઈ પેલા પાંચ હતા અને ખાંટ રાજપૂત એકલો હતો, બહાદુરીના બે પ્રકાર હોય છે ૧.ટોળા બહાદુરી અને ૨.એકલ બહાદુરી.
ખાંટ રાજપૂત જુવાન એકલ બહાદુર હતો સંધિઓના ટોળાને જોઈને તે જરાય ડર્યો નહિ,તેને લાકડી જમીન ઉપર ફેંકી દીધી અને કહ્યું "જેની માં એ સવાશેર સુંઠ ખાધી હોય તે લાકડી ઉપાડે" એક સંધિ જુવાન ઉભો થયો અને ડોળા કાઢતો લાકડી પાસે ગયો જેવી લાકડીને હાથ અડાડવા જાય છે ત્યાં ખાંટ રાજપૂત યુવાને ફાંટમાં રાખેલા અણીદાર પાણાનો એવો ઘા કર્યો કે સંધિ જુવાન ચીસ પાડીને બેવળ વળી ગયો.ખાંટ રાજપૂત યુવાન માત્ર લાકડીબાજ જ ન હતો,તે પાણાબાજ પણ હતો.તેનું નિશાન અચૂક હતું અને તેનો પાણો બધુંકની ગોળી કરતા પણ ભીષણ હતો પેલા સંધિ જુવાનું કમ્મરનું હાડકું ભાંગી ગયું.હવે બીજાની હિંમતના ચાલે બધા જોતા રહી ગયા,ખાંટ રાજપૂત જુવાન લાકડી લઈને ચાલતો થયો પણ જતાજતા પડકારતો ગયો કે "હું પરમદિવસે મારી બહેન લઈને આજ રસ્તે પાછો ફરવાનો છું મરદ ના બચ્ચા હોય તો તૈયાર રહેજો" વાતવાતમાં વગર-જોઈતા પડકાર ફેંકવા અને ઝીલવા એ રાજપૂતી કમજોરી કહેવાય.બોલતી મર્દાનગી કરતા મૂંગી મર્દાનગી વધુ દીપી ઉઠતી હોય છે.
બોલતા તે બોલી ગયો પણ પછી તેને થયું કે "વગર-જોઈતો આવો પડકાર આપવાની જરૂર ન હતી.આતો સામે ચાલીને ઝગડો બોલાવ્યો" પણ જે થયું તે થયું.
ખાંટ રાજપૂત જુવાન બહેનના ઘેરે અમરદળ ગામ પહોંચી ગયો, બહેનને તેડવા આવેલા ભાઈને જોતા જ બહેન હરખી ઊઠી "મારો ભયલો! મારો ભયલો! મારો વિરો!" કહેતી સામે દોળી.ભાઈ એક દિવસ અમરદળ બહેનના ઘરે રોકાઈને બહેને ભાઈની મહેમાનગતિ કરીને બંને ભાઈબહેન પરમદિવસે પોતાના ગામ રાણપુર જવા નીકળ્યા ત્યાં પાછું કાટવાણા ગામ આવ્યું.આમ એ ચોકડી કારસો રચી રહી છે ત્યાં પેલા ભાઈબહેનને આવતા નજરે પડ્યા "માળે વચન પાળ્યું હો!" એક સંધિ યુવાન બોલ્યો, ખાંટ રાજપૂત જુવાન વાતને સમજી ગયો.બધાં પેંતરો બાંધીને તૈયાર બેઠા હતા,બધા સંધિ યુવાનો ઉભા થઇ ગયા સૌના હાથમાં હથિયાર હતા.થોડે દૂર ઉભા રહીને ખાંટ રાજપૂત જુવાને પડકાર કર્યો "શુ વિચાર છે?"
"હવે તો એકલી લાકડી જ નહીં, લડકી પણ પડાવીશું!"સામેથી જવાબ મળ્યો.
ખાંટ રાજપૂત જુવાને ભલુશાને વિનંતી કરી "તમે તો ફકીરબાવા છો,રોજ અમારે ત્યા ભીખ માંગવા આવો છો.તમે તો જરા વિચાર કરો! મારી બહેનની ઈજ્જતનો તો વિચાર કરો!"
ભલુશા લુચ્ચાઈભર્યું હસ્યો,ખરેખર તો તે પોતેજ આ ષડયંત્રનો નાયક બન્યો હતો.સંધિ યુવાનોને લાકડી જોઈતી હતી તો ભલુશાને લડકી જોઈતી હતી.
પછી તો ખાંટ રાજપૂત જુવાને વારાફરતી એકએક સંધિ યુવાનોને આવી જવા ચેલેન્જ આપી.
બહેનને એક તરફ સુરક્ષિત બેસાડીને ખાંટ રાજપૂત જુવાન મેદાનમાં ઉતરી પડ્યો એક-બે-ત્રણ- ચાર સંધિ યુવાનોને ધૂળ ચાટતા કરી દીધા.ગજબ થઈ ગયો.ભલુશાએ એક સાથે ખાંટ રાજપૂત જુવાન પર તુટી પડવા ઉશ્કેરયા.ખાંટ રાજપૂત યુવાનને ચારે તરફથી ઘેરી લીધો અને ધડાધડ લાકડીઓ મારવા લાગ્યા.
બહેનથી રહેવાયું નહિ તેને ઝનૂન ચડ્યું અંતે તો તે પણ એક રાજપૂતાણી હતી સાડીમાં છુપાવેલી તલવાર કાઢીને તે પણ તૂટી પડી,એક પછી એકને પાડતી તે ભલુશા પાસે પહોંચી અને તાડુકી ઊઠી: "ફકીર! અમારું ખાય છે ને અમારીજ ઈજ્જત ઉપર હાથ નાખે છે ? લે લેતો જા!" એમ કહીને જોરથી તલવાર નો ઘા ઝીકી ભલુશા ફકીરનું ધડ થી માથું અલગ થઈ ગયું.
નિકાહ પઢવાના અરમાન ધૂળમાં મળી ગયા,શિયાળીયું સિંહણને પરણવા નીકળ્યું હતું !
એક સંધિ યુવાને પાછળથી બહેનના માથા ઉપર લાકડી મારી ખોપરી તોડી નાખી,ભાઈ બહેન બંને ઢગલો થઈ ગયા,પણ સામે અગિયાર સંધિઓની લાશોનો ઢગલો પણ થઈ ગયો હતો.
આજે પણ કાટવાણા ગામના પાદરમાં ભાઈ કેશરસિંહજી બારૈયા અને બહેન રાજબાઈબા બંનેના પાળીયા આ વાતની સાક્ષી પૂરતા અડીખમ ઉભા છે અને ત્યાંથી થોડે દૂર ભલુશા તથા અગિયાર સંધિ યુવાનોની કબરો પણ છે.
આજે પણ આ બંને ભાઈબહેન ખાંટ રાજપૂત સમાજના બારૈયા શાખના શુરાપુરા તરીકે પૂજાય છે.