Guhilot dynasty and Maharana Pratap in Indian history - 2 in Gujarati Short Stories by Sisodiya Ranjitsinh S. books and stories PDF | ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 2

Featured Books
  • तेरा...होने लगा हूं - 5

    मोक्ष के खिलाफ और खुद के फेवर में रिपोर्ट बनाकर क्रिश का कस्...

  • छावां - भाग 2

    शिवराय द्वारा सन्धि का प्रस्ताव मिर्जाराज जयसिंह के पास भेजा...

  • Krick और Nakchadi - 3

     " एक बार स्कूल मे फन फेर हुआ था मतलब ऐसा मेला जिसमे सभी स्क...

  • पथरीले कंटीले रास्ते - 27

      पथरीले कंटीले रास्ते    27   27     जेल में दिन हर रोज लगभ...

  • I Hate Love - 10

    और फिर उसके बाद स्टडी रूम की तरफ जा अंश को डिनर करने को कहती...

Categories
Share

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 2

પ્રતાપી પૂર્વજો

સૂર્યવંશ ના પ્રથમ પુરુષ ‘ મનુસ્મૃતિ’  ના રચયિતા મહારાજ વૈવસ્ત મનુ થઈ ગયા. તેઓને દસ પુત્રો હતા એમના સૌથી મોટા પુત્ર ઇક્ષ્વાકુ હતા. એમનો ઇક્ષ્વાકુ  ચાલ્યો. આ પ્રતાપી વંશમાં સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર, સગર, ભાગીરથ, દિલીપ, રઘુ, અજ, દશરથ, રામચંદ્રજી અને લવ-કુશ થઈ ગયા.

આમાંથી લવે પંજાબમાં ‘લવવકોટ’ શહેર વસાવ્યું. જે પાછળથી લાહોર નામે સુવિખ્યાત થયુ. આ વંશમાં આગળ જતા વલ્લભીપુરમાં રાજા શિલાદિત્ય થઈ ગયો જેનો પુત્ર ગુહાદિત્ય ઇડરના ભીલ રાજા માંડલિકે પોતે નિઃસંતાન હોવાથી ઈડરના રાજા તરીકે સ્થાપિત કર્યો. આમ ગુહાદિત્ય ઇડરનો રાજવી બન્યો.

ગુહાદિત્યથી ગેહલોત ગોહિલ લોટ અથવા  ઘેલોટ વંશની શરૂઆત થઈ. આ ગ્રુહદત્ત ઉર્ફે ગુહાદિત્યની આઠમી પેઢીએ બાપારાવળ થઈ ગયો. જેણે માનસિંહ મોરી, પરમાર વંશીય રાજા પાસેથી ચિત્તોડગઢ અને મેવાડનું રાજ્ય મેળવ્યું. મેવાડના ગુહિલોત રાજવંશનું સ્થાન રાજપૂતોના છત્રીસ રાજવંશો માં ટોચનું રહેલું છે. નિમ્ન કાવ્ય રચનાથી તેનો ખ્યાલ આવશે.

રવિ શશી જાદવ વંશ કોકસ્થ પરિમાર સહાવર

ચહુઆણ, ચાલુક્ય ચંદ સેલાર અભિયર હોયમત મકવાણ

ગુરુઅગાહ ગોહેલયત છાયોકત પરિહાર રાવ રાઠોડ

સુરોસજુત દેવડા ટાંક સિંધવ અનંગ પોતક પરિહાર

દધિખટ કારપાલક નટખટ કાર્યપાલક કટ્ટ્પાલક હન હસ્તિક ગોર કમાખ જાટ

ધ્યાનપાલક નિકુતીવર  રાજપાલ કનનીશ કાલચ્છર કે

આદ હે બરને બંશ છત્રીસ.

મતલબ કે (1) સૂર્યવંશી (2) ચંદ્રવંશી (3) યાદવ (4) કુકસ્થ (કછવા) (5) પરમાર (6) સહાવર (તંવર)(7) ચહુઆણ (8)ચાલુક્ય (9)છંદ (રાદેલ) (10) શીલાર (11) અભિયર(12) હોયમત (દાહિમા) (13) મકવાણા (ઝાલા) (14) ગોહિલ (15) ગહેલોત (સિસોદિયા) (16) ચાયોત્કટ (ચાવડા) (17) પરિહાર (18) રાઠોડ (19) દેવરા (20) ટાંક (21) સિંધવ (22) અનિધા (અનંગ) (23) પોતિ (24) પઢિયાર (પ્રતિહાર) (25) દધિખટ (26) કાર્ટપાલ ( કાસ્ટ) (27) કોટપાલ (28) હુન (29) હસ્તિક  (હાડા) (30) ગોર (દોડ) (31) કમાખ (જેઠવા) (32) હળપાલક (34) નિકુંતી (35) રાજપાલ (36) કાલઘુર (કાલછર)

હવે આપણે 36 રાજવંશોની નામાવલી તેની શાખાઓ ની સંખ્યા સાથે જોઈએ.

(1) ઇક્ષ્વાકુ અથવા સૂર્યવંશ

(2)ઇન્દુ સોમવા ચંદ્રાન્વિય‌‌‌‌ચંદ્ર્વંશ

(3) ગહિલોત વા ગેહલોત શાખા ૨૪

(4) યદુ-શાખા-૪

(5) તંવર શાખા ૧૭

(6) રાઠોડ શાખા-૧૩

(7) કુછવાહા યા કછવાહા

(8) પ્રમાર (પરમાર) શાખા-૩૫

(9) ચાહુમાન વા ચૌહાણ શાખા-26

(10) ચાલુક્ય વા સોલંકી શાખા ૧૬

(11) પરિહાર શાખા 12

(12) ચાવડા

(13) ટાંક વા તક્ષક

(14) જુટ વા જેટી (જાટ)

(15)  હન વા હુણ

(16) કાઠી

(17) બલ્લા

(18) મકવાણા ઝાલા શાખા-2

(19)  જેઠવા-વામરી

(20) ગોહિલ

(21) સવૈયા-સરવૈયા

(22) સેલાર

(23)ડાબી વા ડાભી

(24) ગૌડ-શાખા 5

(25) ડાડા વા ડોડ વા  ડોડિયા શાખા‌‌-૧

(26) ગેહરવાલ

(27) બડ્ગુજર  શાખા 3

(28) સેંગર શાખા-૧

(29) સિકરવાલ શાખા-૧

(30) બેસ-શાખા-1

(31) ડહીયા

(32) જોહિયા

(33) મોહિલ

(34) નિકુંજ 5

(35) રાજપાલી

(36) હાહિમા-શાખા-૧

દરેક વંશ નો ગોત્રોચ્ચાર અલગ અલગ હોય છે. વંશાવળી  માટે એ ગાગરમાં સાગર ની ગરજ સારે છે. આ ગોત્રોચ્ચાર માં વંશ સંબંધી ખાસ વાતો, ધર્મ વિષયક સિદ્ધાંતો અને આદિ નિવાસનું વર્ણન આવે છે.

પ્રત્યેક રાજપૂતને પોતાનો ગોત્રોચ્ચાર કંઠસ્થ હોવો જોઈએ કારણ કે સગાઈની કસોટી અને પરસ્પર વિવાહ કરવાના નિયમનુ  તેનાથી સંરક્ષણ થાય છે. આ વંશોમાંથી અનેક શાખાઓ ઉત્પન્ન થઇ. તેમાંથી અસંખ્ય પ્રશાખાઓ માં તે શાખાઓ વહેંચાઈ ગઈ.

કેટલાક કુળોની શાખા નથી. તેને ઇક્કા કહેવામાં આવે છે. રાજપૂતોનો  1/3 ભાગ ઇક્કા છે.24 વણિક જાતિઓ, ખાસ કરીને રાજપુતોના આ વંશમાંથી ઉદ્ભવી છે. રાજપુતાનાના ઇતિહાસ-લેખક કર્નલ ટોડાનું આ વાતને સમર્થન છે.

ગુહિલોત વંશની 24 શાખાઓ છે. જે નીચે પ્રમાણે છે.

  • અહાડિયા- ડુંગરપુર (2) મંગલિયા‌‌-મરુભૂમિમાં (3) સિસોદિયા-મેવાડમાં (4) પીમ્પાડા-મારવાડમાં (5) કૈલાયા (6) ગહોર (7) ધોરણીઆ (8) ગોંથા (9) મગરોયા (10) ભીમલા (11) કંકોટક  (12) કોટેચા (13) સોરા (14) ઉહડ (15)ઉરોડા (16) નિરૂપ (17) નાહોડિયા (18) માધોતા (19) ભોમકરા (20) કુચેરા (21)દસોંદ (22)ભટવરા(23)પાહા (24) પુરોત.

ઉપરની યાદી ને કર્નલ ટોડ,  જૂતા નેણસી અને જ્ઞાનચંદ યતિની કૃતિઓમાં જોવા મળે છે.

મહંમદ ગઝનવીએ જ્યારે ભારતપર આક્રમણો શરૂ કર્યા ત્યારે ભારતના ઘણાખરા રાજપૂત રાજવંશો અરવલ્લીની ગિરિમાળામાં, સુરક્ષિત પ્રદેશમાં પોતાની તલવારના બળે, નાનામોટા રાજ્યો સ્થાપીને રહેવા લાગ્યા. મેવાડ તો છેક સાતમી સદીથી ગેહલોત વંશનુ રાજ્ય હતું જ બલ્કિ તે પહેલા પણ પરમારવંશી રાજા માનસિંહ મોરી ત્યાં રાજ્ય કરતા હતા. આમ એનો શીર્ષ ઉદય થયો હતો. માટે મેવાડના મહારાણાના વંશ માટે શીરષોદય એવો પ્રયોગ પણ કરવામાં આવે છે.

અરવલ્લી પર્વતમાળામાં વસેલા આ રાજ્યો જેના માલિક રાજપૂતો હતા. રાજપૂતાનાના નામે સમગ્ર દેશમાં ઓળખવા લાગ્યા. અરવલ્લી પર્વત શ્રેણી નું આયુષ્ય સાત કરોડ વર્ષનુ છે. એ નગાધિરાજ હિમાલય કરતાં પણ જૂનો છે. એ એક જમાનામાં હિમાલય કરતાં પણ ઊંચો અને ભવ્ય હતો. વિશાળ હતો. એ ભારતના મધ્ય ભાગમાં આવેલો છે. એ દક્ષિણમાં ગુજરાતમાં આવેલા ચાંપાનેર અને આબુ પર્વતથી માંડીને ઉત્તરમાં દિલ્હી સુધી લગભગ ૬૫૦ કિલોમીટર ક્ષેત્રમાં ફેલાયેલો છે. કેટલીય જગ્યાએ એની પહોળાઈ 100 થી 125  કિલોમીટર સુધીની છે. રાજપુતાના માં એની લંબાઈ ૫૪૫ કીલો મીટર છે ખાસ કરીને મેવાડના શિરોહી, ઉદયપુર, વાંસવાડા અને ડુંગરપુરમાં એની ઉંચાઈ અને વિસ્તાર વધારે છે.

રાજપૂતાનાના પ્રદેશમાં એ આડો પડેલો હોઇ એને ‘આડાવલા’ ના નામે ઓળખવામાં આવે છે. જે પાછળથી અરવલ્લીના નામે જાણીતો થયો. સંપૂર્ણ આકૃતિમાં જોઈએ તો એ પંખાકાર જણાય છે. આબુ પર્વતમાળામાં ગરમીના દિવસોએ પણ રજાઇ ઓઢવી પડે છે. અહીં કેરીના ઝાડ પુષ્કળ પ્રમાણમાં નજરે પડે છે.

રાજપૂતાના માટે અરવલ્લી પર્વતમાળા નું મહત્વ, જેમ ભારત માટે હિમાલયની પર્વતમાળા નું છે તેવું છે. એની છાયામાં ડુંગરપુર, વાંસવાડા, ઉદયપુર, શિરોહી, ચિત્તોડગઢ, ભીલવાડા અને કોમલમેર, જેસલમેર તથા અજમેર આવેલા છે.

આ ગિરિમાળામાં અસંખ્ય નદીઓ, નાળા અને ખીણો આવેલી છે. અહીં ‘આહડ’ની ચાર હજાર વર્ષ જૂની સભ્યતા છે.

આ ક્ષેત્રમાં ગિરિજન, ભીલો, મીણા, ગરાસિયા તથા કાથેડિયાં જાતિ વસે છે. પ્રકૃતિના ખોળે સ્વચ્છંદ વિચરણ કરવાવાળા લાખો જનજાતિના લોકોની પ્રાચીન રોનક જોઇને આનંદ થાય છે. આ બધાં વનપુત્રો છે. વનદેવીના વરદપુત્રો સદીઓથી અહીં વિચરણ કરે છે. અને જીવન જીવે છે.

આ શાખાઓ પૈકી ‘સિસોદિયા’ શાખા વિશે જોઈએ. ઇડરના જંગલોમાંથી આહડ (આનંદપુર) પાછળથી જે ઉદયપુર બન્યું. મા બાપ્પારાવળ આવ્યા એટલે આહડિયા કહેવાયા. રાજા વિક્રમસિંહના સમયમાં તેમના વંશમાં બે પ્રશાખા બની. જેમાંથી મોટી ‘રાવલ’ અને નાની ‘રાણા’ કહેવાઇ. રાવલ શાખામાં અંતિમરાણા રતનસિંહ થઈ ગયા. તેઓ નરપિશાચ અલાઉદ્દીન ખીલજી સાથે લડતા વીરગતિ પામ્યા. પછીથી તેમના વંશજોએ ડુંગરપુરના રાજ્યની સ્થાપના કરી. બીજી પ્રશાખા ‘રાણા’ નો પ્રથમ પુરુષ રાહપ થયો.   એનો વંશજ લક્ષ્મણસિંહ અલાઉદ્દીન ખીલજીના આક્રમણ સમયે રાવલ રતનસિંહના પક્ષમાં રહીને લડ્યો હતો. આ સમયે તે પોતાના સાત પુત્રો સહિત વીરગતિ પામ્યો હતો. અને તેનો પૌત્ર હમ્મીરસિંહ જેણે માલદેવ પાસેથી ચિત્તોડનો કિલ્લો પાછો મેળવ્યો. રાહપ ના નાનાભાઈ મહાપે સિસૌદાંમાં ગાદી સ્થાપી. તેથી આ શાખાના રાજપૂતોના આહડિયા અને ગુહિલોતના નામ છૂટી ગયા. અને તેમના વંશનું નામ સિસોદિયા પડ્યું. ચિત્તોડના 42 રાજાઓ રાવલ વંશના થયા. ૪૩ માં લક્ષ્મણ સિંહ રાણા વંશના ૪૪માં હમ્મીરસિંહ રાણાવંશના અને પછી એજ રાણા વંશ મેવાડની ગાદીએ આગળ ચાલ્યો. ગુહિલ અથવા ગૃહદત્તથી લઈને રાણા હમ્મીરસિંહ સુધીના મેવાડના રાજાઓની વંશાવળી નીચે પ્રમાણે છે.

  • ગોહિલ વા ગૃહદત્ત ઉર્ફે ગૃહાદિત્ય
  • ભોજ
  • મહેન્દ્ર
  • નાગ
  • શીલ વા શિલાદિત્ય
  • અપરાજિત
  • મહેન્દ્ર બીજો
  • કાલભોજ ઉર્ફે બાપ્પાદિત્ય ઉર્ફે બાપા રાવળ. ઈ.સ. 646 નો શિલાલેખ મળ્યો
  • ખુમ્માણ- ઈ.સ. 661 માં હયાત એક શીલાલેખ પરથી પ્રતીત થાય છે.
  • મતર
  • ભર્તુ ભટ્ટ
  • સિંહ
  • ખુમ્માણ-બીજો
  • મહાયક
  • ખુમ્માણ-ત્રીજો
  • ભર્તુભટ-બીજો એની રાણી મહાલક્ષ્મી રાઠોડ વંશની હતી. જે અલ્હટ ની જનની હતી.
  • અલહટ- ઈ.સ. ૯૫૩નો આ રાજાનો શિલાલેખ મળ્યો છે. એની રાણી હરિયાદેવી હુંણ રાજાની પુત્રી હતી.
  • નર વાહન ઈ.સ. 971 એની રાણી ચૌહાણ રાજા જે જયની પુત્રી.
  • શાલીવાહન
  • શક્તિ કુમાર ઈ.સ. 977 નો શિલાલેખ મળ્યો છે.
  • અંબાપ્રસાદ
  • શુચી વર્મા
  • નરવર્મા
  • કીર્તિ વર્મા
  • યોગરાજ
  • વૈરટ
  • હંસપલ
  • વૈર સિંહ
  • વિજયસિંહ- આ રાજાનો વિવાહ માલવાના પરમાર રાજા ઉદયાદિવ્યની પુત્રી શ્યામલદેવીની સાથે થયો હતો. જેમનાથી આલ્હણદેવી નામની કન્યા જેનો વિવાહ ચેદી દેશના હૈહયવંશી રાજા ગયકર્ણદેવ સાથે થયો હતો.
  • અરિસિંહ
  • ચૈડ્સિંહ
  • વિક્રમસિંહ
  • રણસિંહ વા કરણ્સિંહ-આ રાજા માથી રાવલ અને રાણા 2 પ્રશાખા ઓ.
  • શેમ સિંહ
  • સામંતસિંહ
  • કુમાર સિંહ
  • મંથન સિંહ
  • પદ્મસિંહ
  • જગ સિંહ
  • તેજસિંહ
  • સમર સિંહ
  • રત્નસિંહ- રાવલશાખા
  • હમીરસિંહ- રાણા શાખા.

‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

રાવલ્શાખા----- રાણાશાખા

શેમસિંહ રાહપ

સામંત સિંહ નરપતિ

કુમાર સિંહ      દિનકર

મથન સિંહ જશ્કરણ

પદ્મ સિંહ       નાગપાલ

જગ સિંહ       પૂર્ણપાલ

તેજ સિંહ       પ્રુથ્વીપાલ

સમર સિંહ     ભુવન સિંહ

રત્ન સિંહ      જય સિંહ

 

લક્ષ્મણ સિંહ---|

।----------------------------।

અરિસિંહ અજપસિંહ

 

43) હમીર સિંહ

આમ છેવટે રાણા શાખામાં હમીરસિંહે મુસલમાન પાસેથી ચિત્તોડ કબજે કરી રાણા વંશ ની શાખા શરૂ કરી અને ૪૩ માં રાજા તરીકે સ્થાપિત થયા. વંશ ગૌરવ, જાતિ ગૌરવ, કુળ ગૌરવ, માનવીને ઉચ્ચ જીવનપથ તરફ દોરી જાય છે. હવે આપણે સિસોદિયા શાખા વિશે એક કાવ્ય જોઈશું.

સિસોદિયા નું કે પ્રતીક

પ્રતીક દસ દિવ્ય હૈ, સિસોદિયોં કા કુલ મહાન

હૈ નહીં સ્મરણ સબકો, સો સુનિયેગા ધર ધ્યાન

હૈ વંશ હમારા સૂર્ય, ઉત્તમ ગોત્ર કપિલ જાન.

નિકાસ રહા અવધસે, નદીસરયુ સુરસરિ સમાન.

વેદોમે યજુર્વેદ હૈ, જિસે સદા દીજિયેગા માન.

કેસરી હૈ હધ્વજ હમારો, જિસકી ગૌરવમયી શાન.

નગારા રણજીતા હૈ શાખા માર્ધુની મહાન.

શિવાનુજ કાલભૈરવ હમારા ,કારૈ ઉસકા પૂજન મહાન.

ઉપરના કાવ્યમાં કહેવામાં આવ્યું છે કે, સિસોદિયા કુળના 10 દિવ્ય અને મહાન પ્રતીક છે. આ વંશમાં બધા નર-નારીઓને એ યાદ નથી. માટે ધ્યાન દઈને સાંભળો. અમારો સૂર્યવંશ છે અમારું ગ કપિલેશ છે અવધ એટલે કે અયોધ્યા અમારું મૂળ વતન. ત્યાંથી અમે દેશ-વિદેશમાં ફેલાયા છીએ. તેના કિનારે દેવ નદી સર્યું છે. તેવી અયોધ્યા નગરી ના અમે મૂળનિવાસી. અમારો વેદ યજુર્વેદ છે. અમારો ધ્વજ કેસરી છે. જેની ગૌરવ પ્રદાયિની શાન છે. રણજીત નામેં નગારું છે. શાખા માર્રધુની છે. શિવનો અનુજ એટલે કે ભગવાન શંકરનો દૂત કાલભૈરવ અમારો ભૈરવ છે. એનું પૂજન કરવાથી એ હંમેશા અમારા પર પ્રસન્ન રહે છે. ટૂંકમાં, પ્રતાપી પૂર્વજો નો આ છે સંક્ષિપ્ત ઇતિહાસ. રાજપુતાના માંથી સિસોદિયા કુળના રાજપૂતો ભારતના અન્ય દેશોમાં ચાલ્યા ગયા. રાજ પરિવારના સભ્યોને પણ બહાર જવું પડ્યું. આજે નેપાળમાં જે રાણાઓ છે એ સિસોદિયા વંશના છે. દક્ષિણભારતમાં ગયેલા કુમાર સજ્જનસિંહની સંતાનો પૈકી મહારાષ્ટ્રમાં છે ભોંસલેકુળ છે. જેમાં વિખ્યાત છત્રપતિ શિવાજી મહારાજ થઈ ગયા.

ઘણા ઇતિહાસકારો એમ માને છે કે રાજપૂત વંશોનો ઉદ્ભવ શક, ક્રુશાણ કે હુણ લોકોમાંથી થયો છે. તેઓ ભારતના પ્રાચીન મહાપુરુષો રામ,કૃષ્ણ, બુદ્ધ, મહાવીર કે સમ્રાટ અશોક ના વંશજો નથી. પરંતુ આ એક ખોટી માન્યતા છે. હુણો મધ્યએશિયાના સ્ટેપ પ્રદેશથીની રખડતી અને લડાયક જાતિ હતી.

વર્તમાન ક્ષત્રિય પ્રજામાં પુષ્કળ અટકો જોવા મળે છે. એનું કારણ ગુપ્તયુગ અને સાતમી સદી પહેલા રાજપૂતોમાં વિદેશી જાતિના થયેલા થોડા લગ્ન સંબંધોનું પરિણામ છે. હુણોના ભારત આગમન પછી, આર્યોના રાજનૈતિક આદર્શોનું પતન થયું. જન- સંગઠનો, સભાઓ, સમિતિઓ વગેરે ઉત્તમ વ્યવસ્થા ભાંગી પડી. રાજસત્તા નિરંકુશ બની. આવી રાજકીય નિરંકુશતા ભારતીય આર્યોને સ્વીકાર્ય ન હતી. એ તો તાતાર અને મોંગોલિયન દેશની આયાત હતી. સંગદોશે રાજપૂત શાસકોમાં પણ બર્બરતા આવવા માંડી.પાંચમી સદીથી સાતમી સદી દરમિયાન રાજપૂતાના પ્રદેશમાં જે ‘મેર’ વસી ગયા. તેઓ કાંતો હુણ જાતિની કોઈ પ્રમુખ શાખાના અંગ હતા કે એમની સાથે સંબંધ ધરાવનાર હતા. રાજપુતાના માં અનેક એવા નગર છે. જે આવા કબીલાના નામ ‘મેર’ ના આધાર પર રાખવામાં આવ્યા હોય. જેમકે કોમલમેર, અજમેર, જેસલમેર, ભારતીય જનતા પર હુણોના આવો પ્રભાવ હતો.

‘ મિહિર’ અથવા ‘મેહર’ સૂર્યનો પર્યાયવાચી શબ્દ છે. ગુર્જરોની એક શાખા હુણોનું મિશ્રણ હતી. પ્રથમ લડાઈ પછી સમાધાન, સમાધાનમાં શાદી. આ ક્રમમાં આ મિશ્રણ થયું. રાજપૂતાનાના આબુ પહાડની ઉત્તર-પશ્ચિમે, ભિન્નમાળ નામના પ્રદેશમાં તેઓએ પોતાનું સ્વતંત્ર રાજ્ય સ્થાપિત કર્યું. તેઓ સૂર્ય ઉપાસક હતા. ‘ગુજરાત’ નામ પણ આ ગુર્જરો પરથી પડ્યું છે.

આમ તો સાતમી સદીથી બારમી સદીના સમયને ‘રાજપૂતયુગ’ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ ખરી રીતે મનુ મહારાજ થી માંડીને સતયુગ, ત્રેતાયુગ અને દ્વાપરયુગ તથા કળિયુગના મોર્યયુગ, ગુપ્તયુગ, હર્ષવર્ધનનો સમય તથા તે પછીના સર્વ શાસકો ક્ષત્રિય એટલેકે રાજપૂત હતા.

ક્ષત્રિય રાજવંશોએ હુણ જાતિના જંગલોમાં ચાલ્યા ગયેલા ‘રાજા’ નામધારી સરદારો સાથે અપવાદ રૂપ વિવાહ સંબંધો બાંધ્યા હતા. આપણે આગળ જોઇ ગયા કે ચિત્તોડના 17 માં રાજા અલ્હટની એક રાણી હરીયાદેવી હુણ રાજાની પુત્રી હતી. ચંદ્રગુપ્ત મૌર્ય ની પત્ની હેલન ગ્રીક રાજા સેલ્યુક્સ નિકેતરની પુત્રી હતી. એથી કરીને બધા જ ક્ષત્રિયો હુણ હતા અને પ્રાચીન રાજપૂત, જે તેમના પૂર્વજો હતા એમની સાથે તેમને કંઈ લેવાદેવા નથી એમ ના કહેવાય. ગંગામાં ડૂબકી મારનાર પવિત્ર થાય છે. પાપી ડૂબકી મારે એટલે ગંગા મેલી નથી બનતી. પાંચ લિટર દૂધમાં સો ગ્રામ પાણી નાખવાથી દૂધ એ પાણી થતું નથી પરંતુ પાણી દૂધ બની જાય છે.

હુણો પર્શિયાના રહેવાસી હતા એવું વ્યાસજીએ મહાભારતના ભીષ્મપર્વમાં નોંધ્યું છે. કાલિદાસે જે પ્રદેશમાં ‘કેસર’ ઉત્પન્ન થાય છે એ પ્રદેશના નિવાસી તરીકે હુણોને વર્ણવ્યા છે.

ટૂંકમાં, રાજપૂત અને ક્ષત્રિય એ બન્ને શબ્દો એકબીજાના પર્યાયવાંચી છે એનો હજારો વર્ષોનો સાંસ્કૃતિક ઇતિહાસ છે. દરેક રાજપૂતે વિરાસતમાં મળેલી આવી ભવ્ય સંસ્કૃતિ ને જાળવવાની છે.