Andhari Raatna Ochhaya - 37 in Gujarati Detective stories by Nayana Viradiya books and stories PDF | અંધારી રાતના ઓછાયા. - (ભાગ -૩૭)

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

અંધારી રાતના ઓછાયા. - (ભાગ -૩૭)

ગતાંકથી....


તે સ્ત્રીની વાતચીત સાંભળી એ માણસે અસંમતિ સૂચક નકારમાં માથું હલાવ્યું.તે સ્ત્રી ફરીથી તેને સમજાવવા લાગી .છેવટે તે દિવાકર તરફ ફરી બોલી : "તમારી સાથે મારે કઈ સ્થિતિમાં મુલાકાત થઈ તેઅને તમારું જીવનવૃતાંત આ માણસને તમે કહી સમજાવશો પ્લીઝ."

હવે આગળ...


પેલી સ્ત્રીના કહ્યા પરથી દિવાકરને લાગ્યું કે કદાચ તેના શબ્દોમાં પેલા માણસને વિશ્વાસ આવતો નહીં હોય તેથી તે બેવડા ઉત્સાહથી પોતે પોતાનું રચેલું જીવન ચરિત્ર અને પેલી સ્ત્રી સાથે પોતાને થયેલી મુલાકાતની કથા એકદમ ચાલાકી થી વર્ણવવા લાગ્યો.
આ બધું સાંભળી પેલો માણસ થોડી વાર થોભ્યો.

ત્યારબાદ ગંભીર અવાજે બોલ્યો :" ઋષિકેશ સાંભળો.ખરેખર તમે ખુબ જ મુશ્કેલ સ્થિતિમાંથી પસાર થયા છો. તમારી લાઈફ અત્યંત ભયંકર રીતે વિતેલી છે. તમે પોતે પણ અનેક વિપત્તિઓથી ભરપૂર બાળપણ પસાર કર્યું છે પરંતુ તમે જે સ્થિતિમાં સપડાયા છો તે રીતે તમને અમારી ટોળીમાં જોડવાની અમારી જવાબદારી પણ કઠિન છે. તમારી હકીકત જાણીને હવે હું આપને અમારી ગેંગમાં જોડવા પ્રયત્ન કરીશ.હવે તમારું ભલું તમારા હાથમાં છે. તમે કહો છો કે તમે પોલીસને શત્રુ માનો છો . સારું, એ સારી વાત છે. વળી, તમે એમ પણ જણાવો છો કે એ શત્રુતા માટે તમે એક શક્તિમાન ટોળકીમાં જોડાવા તૈયાર છો.એ વાત પર મને તમારા પર માન છે. પરંતુ અમે તમને જે ગેંગમાં જોડવા તૈયાર છીએ એ ટોળી કંઈ જેવી તેવી નથી. તેનું કાર્યક્ષેત્ર આખા દુનિયા પર પ્રસરેલું છે. તે સર્વથી શક્તિશાળી ગેંગ છે તમારે તેમાં જોડાવું છે ?વિચાર કરી જવાબ આપજો.
દિવાકરે શાંત અવાજે કહ્યું :" હું એ ગેંગ માં જોડાવા તૈયાર છું.
"સારુ, તો તમારે અહીં થોડી રાહ જોવી પડશે. હું તે દરમિયાન મારી તૈયારી કરી લઉં. તમે અહીં જેટલા દિવસ રહેશો તેટલા દિવસ અમારી શક્તિ મુજબ તમારી મહેમાનગતિ કરવામાં આવશે .પરંતુ જો તમે અહીંથી ભાગશો કે ભાગવાનો પ્રયત્ન પણ કરશો તો નક્કી જ તમારું મૃત્યુ થશે."
તે માણસ આટલું કહી ત્યાંથી રવાના થઈ ગયો. પાંચેક મિનિટ પછી પાછો આવ્યો અને કહેવા લાગ્યો :" મારી સાથે ચાલો."
દિવાકર દિગ્મૂઢ બની તેમની પાછળ ચાલવા લાગ્યો :

બહુ દૂર જવાનું ન હતું નીચે આવેલી એક અંધારી કોટડીમાં આવ્યા બાદ દિવાકરને એ કોટડીમાં પૂરી બહાર તાળું મારી તે માણસ ત્યાંથી રવાના થઈ ગયો.

બીજે દિવસની સાંજ ઢળી રહી હતી. બંધ ઓરડામાં દિવાકર અસ્થિર પગલે આમ તેમ ભમ્યા કરતો હતો. કાલ રાતનો તે આ સ્થળે બંદીવાન બન્યો છે. ખાવા પીવાની કશી સગવડ નથી . તે અંધારી કોટડીના ભેજને લીધે તેનું શરીર દુઃખવા લાગ્યું .માંડમાંડ તેણે રાત્રી પસાર કરી હતી. કાલે આખી રાતને આજનો દિવસ તે ઘરે ગયો નથી. તેના આ અચાનક ગુમ થવાથી તેનો નવો નોકર રામલાલ શું વિચારતો હશે? જૂનો નોકર રામચરણ દેશમાં જતી વખતે આ વિશ્વાસુ સમજદાર માણસને પોતાની જગ્યાએ મૂકીને ગયો હતો પરંતુ વિશ્વાસુ અને શક્તિમાન હોવા છતાં તેનામાં બુદ્ધિ નહોતી તેથી દિવાકર તેનાથી કેટલીવાર આફતમાં આવી જતો હતો.એટલે જ તે અંદરથી ડરી રહ્યો હતો.
સાંજ ઢળી ગયાં બાદ હાથમાં ટોર્ચ લઈને બે માણસો દિવાકરની અંધારી કોટડીમાં આવી પહોંચ્યા. બંનેએ મોં પર બુરખો પહેરેલો હતો. તેમાંના એકે તેને કહ્યું : "તમને અહીં થી લઈ જવાના છે.પરંતુ જતા પહેલાં અમારે
તમારી આંખો પર મજબૂત પાટા બાંધવા પડશે."

દિવાકર જાણતો હતો કે વાંધો ઉઠાવવાથી કંઈ જ પરિણામ આવવાનું નથી. આથી તેણે તે લોકોને તેની મરજી મુજબ વર્તવા દીધા. એક માણસે આગળ આવી તેની આંખ પર સજ્જડ ટાઈટ પાટો બાંધી દીધો પછી બંને જણા તેના બંને હાથ પકડી ચાલવા લાગ્યા.

મંદ મંદ શીતળ પવન શરીરને અથડાવા લાગ્યો એટલે દિવાકર સમજી ગયો કે હવે તે ખુલ્લી હવામાં બહાર આવ્યો છે. હવે એ બેમાના એકે કહ્યું : સાવચેતીથી પગ ઉપાડો. હવે તમારે એક કારમાં બેસવાનું છે.

એકાદ બે વાર ઠોકર ખાધા પછી દિવાકર એક મોટી કારમાં બેઠો. આંખે પાટા બાંધેલા હોવા છતાં તે જાણી શક્યો કે ગાડી ચારે તરફથી બંધ છે .બહારથી કારમાં કોણ છે તે કદાચ કોઈ પણ જાણી શકતું નહીં હોય.

અડધો એક કલાક કાર પૂરપાટ ચાલતી રહી. ત્યારબાદ તેની સ્પીડ ઓછી થઈ .ગાડી ઉભી રહી એટલે દિવાકરને તેના રક્ષકોએ નીચે ઉતાર્યો. તેઓ તેને એક મકાન તરફ દોરી ગયા. એક માણસે કહ્યું : " હવે તમારે સીડી દ્વારા ઉપર જવાનું છે માટે સાવચેતીથી પગ ઉપાડો."
દિવાકરે કહ્યું : " બાપુ, હું તો અત્યારે આંધળોભીંત છું. તમારી સીડી કઈ જાતની છે તે કઈ રીતે જાણી શકું !જ્યારે તમે મારી ખાતર આટલું કષ્ટ ઉઠાવો છો તો પછી થોડુંક વધું. મને ઉપાડી જ લો તો બધી ખટપટ દૂર થાય."

અને ખરેખર બન્યું પણ તેમ જ .આંખે પાટા બાંધેલ દિવાકર સીડી પર સહેલાઈથી ચડી શક્યો નહીં. તે ઉપરા ઉપરી ઠોકરો ખાવા લાગ્યો. છેવટે બંને રક્ષકોએ તેને ઉપાડવો પડ્યો .એક જણે કહ્યું : " સાલો બદમાશ છે. આપણને બહુ મહેનત કરાવે છે."

પાટો બાંધેલી સ્થિતિમાં જ તેને એક મોટા રૂમમાં લાવવામાં આવ્યો. ત્યારબાદ તેના પેહેરેગીરોએ તેની આંખ પરનો પાટો છોડી નાખ્યો. તેણે આંખો ઉઘાડી જોયું કે એક વિશાળ પ્રકાશિત રૂમમાં પોતે ઉભો છે. રૂમમાં તે એકલો નથી .સામે એક ટેબલ ગોઠવાયેલું છે તેની ફરતે ખુરશીઓ ગોઠવાયેલી છે અને તેના પર કેટલાક સ્ત્રી પુરુષો બેઠા છે. પરંતુ બધાના મોં બુરખા થી ઢાંકેલા છે. દિવાકરે ધ્યાનથી જોયું કે એ બધામાં સ્ત્રીઓની સંખ્યા ત્રણથી વધારે નથી. બધા પોતપોતાના બુરખામાંથી
દિવાકરને તીક્ષ્ણ નજરે જોઈ રહ્યા છે. તેઓની એ શંકાશીલ દ્રષ્ટિ સમક્ષ દરેક પળેપળ તે વિહવળ બની રહ્મો હતો. કેટલા ખતરનાક ને વિશાળ ગેંગ હશે એ મનોમન વિચારવા લાગ્યો.આ ગેંગમાંથી કોઈ પણ માણસ જો તેને ઓળખી જશે તો તેના રામ રમી જાય તેમ હતું.

થોડીવાર શાંતિ જાળવ્યા પછી ટેબલના સામે છેડા પરથી એક માણસ ઉભો થયો તેને જોતા જ દિવાકર તેને ઓળખી ગયો. ગઈકાલે આ માણસે જ પેલી સ્ત્રી સાથે વાકયુદ્ધ કર્યું હતું અને તેમના હુકમથી જ તેને બંદીવાન બનાવવામાં આવ્યો હતો.
એ માણસ કહેવા લાગ્યો: " હવે ટેન નંબર આપણને આ માણસની ઓળખાણ આપશે.આપ બધાં જ એની હકીકત ધ્યાનથી સાંભળજો."
તે માણસનો આદેશ થતાં જ એક સુંદર યુવતી ઊભી થઈ.દિવાકર તરત જ ઓળખી ગયો કે આ કાલે મુલાકાત થઈ એ જ સુંદરી હતી.
પેલો માણસ બેસી ગયો અને તરત જ તે સૌંદર્યવાન યુવતી સ્થિર અને ગંભીર અવાજે બોલવા લાગી : " ભાઈઓ, આજે આપણી ગેંગમાં એક નવો માણસ જોડાવા માંગે છે. હું તેને આપની સમક્ષ રજુ કરું છું. તેના જેવા કામ કરવામાં ચપળ ને કેળવાયેલા લોકો આપણી ગેંગમાં બહુ ઓછા છે. એ ભાઈ સાથે મારી મુલાકાત ક્યાં અને કેવી રીતે થઈ એ આપને હું જણાવું છું."
એટલું કહીને ઋષિકેશ મહેતાએ પોતાને પોલીસના પંજામાંથી કેવી રીતે છોડાવી? અને એમ કરવા માટે તેને કેટલું સાહસ ખેડ્યું હતું ,કેટલી પોતાની કાર્યકર્તા દર્શાવી હતી વગેરે હકીકત પોતાના મધુર અવાજમાં પોતાના સાથીદારો સમક્ષ રજૂ કરી .છેવટે તેમણે કહ્યું : " હું આ યુવક વિશે જેટલું જાણી શકું છું તેટલું બધું આપને કહી બતાવ્યું. હવે તેને આપણા ગ્રુપમાં જોડવો કે નહીં તેનો વિચાર તમારે કરવાનો છે .આ બાબતમાં ટુ નંબર આપણને વિશેષ હકીકત જણાવશે.

શું એ ટુ નંબર દિવાકર ને ગેંગમાં જોડવા તૈયાર થશે?
એ જાણવા માટે વાંચો આગળ નો ભાગ.....
ક્રમશઃ......