Conversion in Gujarati Spiritual Stories by Bindu books and stories PDF | ધર્માંતરણ

The Author
Featured Books
Categories
Share

ધર્માંતરણ

ધર્મ શબ્દ એટલે કે માણસને જન્મથી જ તેના જ્ઞાતિ અને ધર્મના નામે બાંધતો સામાજિક વાળ સમાન શબ્દ છે દરેક ધર્મના લોકોને પોતાના ધર્મ દરમ્યાન અલગ જ વિચારો હોય છે અને તેના ઉપર તે વધારે દ્રઢ પણે એવું માનતા હોય છે કે આ ધર્મ શ્રેષ્ઠ છે પણ આપણે મનુષ્ય એ પહેલા તો માનવતાનો ધર્મ નિભાવવો જોઈએ માનવતાનો ધર્મ છે તે જ શ્રેષ્ઠ છે
પણ મને એ નથી સમજાતું કે ધર્માંતરણ એટલે કે ધર્મને કોઈ કેમ બદલી શકે ઈશ્વરે કે કુદરતે તમને જે કુટુંબમાં જન્મ આપ્યો છે તે માતા પિતા તે જ્ઞાતિ તે સમાજ ના સ્વીકાર સાથે તમારે આગળ વધવું જોઈએ પછી એ કોઈપણ ધર્મ કેમ ન હોય અને હંમેશા આપણને આપણા માતા-પિતા આપણા ધર્મનું ગૌરવ હોવું જોઈએ પણ હજી પણ આપણા સમાજમાં સામાજિક અને શૈક્ષણિક પછાતતા ના કારણે ધર્મન વિશે ઘણું બધું ખોટું વિચારી લેવામાં આવે છે અને એવું માની લેવામાં આવે છે કે આ નિમ્ન ધર્મ છે એ આવું જ ધર્મ છે કોઈ પણ ધર્મમાં કોઈપણ વ્યક્તિને નિમ્ન કે ખરાબ માનવામાં આવતો નથી દરેક ધર્મ એક જ વાત શીખવે છે માનવતા એ માનવતાનો ધર્મ છે એ જ શ્રેષ્ઠ છે માટે આપણે પહેલા તો માનવતાના ધર્મને અપનાવો જોઈએ કારણ કે ઈશ્વરે દરેક મનુષ્યમાં સરખા હાડ માંસ લોહીના સ્ટ્રક્ચર બનાવ્યા છે તેમાં કોઈ ધર્મના સ્ટ્રક્ચરમાં ચેન્જીસ નથી હોતા દરેકનું લોહી સરખું જ હોય છે ધર્મ પ્રમાણે લોહીના રંગ નથી બદલતા અકસ્માત સમયે કોઈ ધર્મ નથી પૂછતું અને તાત્કાલિક જરૂરિયાત હોય છે ત્યારે કોઈ પણ વ્યક્તિ જરૂરિયાત મંદ વ્યક્તિને લોહી આપી શકે છે પણ શા માટે આપણે આવા ધર્મના વાડામાં બંધાયા છે ક્યાંક ને ક્યાંક રાજકારણ કે અમુક એવા ધતિંગો કે મોટા એવા ખોટા ધર્મગુરુ જે પોતાના ધર્મની મહાન ગણાવે છે બાકી નાનપણથી જ આપણને આપણા માતા-પિતાએ શીખવ્યું હોય છે હંમેશા બીજાને મદદ કરો નમતા રહો વિવેકશીલ બનો મોટાઓનો આદર કરવો અને જે ધર્મમાં જે કાંઈ પૂજા પાઠ નમાઝ કે જે કંઈ બાબતો છે તે એક બાળકના વિકાસમાં વણાઈ જાય છે એક નાનકડી વાત મને યાદ આવે છે કે આત્માનના નાના ની ઘરે કાચનું મંદિર છે એટલે જ્યારે પણ તે મંદિરમાં પ્રવેશ કરીએ ત્યારે ચપ્પલ બહાર કાઢવાના જ હોય છે ઘરમાં પણ ઘણા લોકો ચપ્પલ પેહરતા હોય છે પણ મંદિરમાં જ્યારે પ્રવેશે છે ત્યારે ચપ્પલ બહાર કાઢતા હોય છે નાનું બાળક છે આવું બધું જોવે છે અને હવે જ્યારે એક દિવસ હું તેને એટીએમ પર પૈસા ઉપાડવા લઈ જાવ છું ત્યારે એ ચપ્પલ બહાર કાઢી દે છે હું જ્યારે તેને પૂછું છું કે શું કામ આવું કર્યું આત્માન ત્યારે તે કહે છે કે મમ્મા આ પણ એક મંદિર જ છે ને અને આપણે મંદિરમાં જઈએ છીએ ત્યારે ચપ્પલ બહાર કાઢીએ છીએ તો જુઓ આપણે જેવું બાળકને શીખવ્યું છે ને તે અનુકરણ દ્વારા વધારે શીખે છે શીખવવા કરતા પણ બાળક અનુકરણ કરતા વધારે શીખી જાય છે ત્યારે આપણે આપણા બાળકોને શીખવું નથી પડતું કે મંદિરમાં પ્રવેશે ત્યારે આપણે નમવું જોઈએ આપણે દંડવત થવું જોઈએ આપણે બે હાથ જોડવા જોઈએ આપણે જ્યારે હર હર મહાદેવ બોલે ત્યારે બંને હાથ ઉંચા કરવા જોઈએ મંદિરે ફરતે પ્રદક્ષિણા કરવી જોઈએ પ્રસાદ માટે આપણે હંમેશા જમણો હાથ ધરવો જોઈએ માથા પર તિલક કરવું જોઈએ અને જ્યારે પણ મંદિરમાં પ્રવેશે ત્યારે માથા પર ઓઢી લેવું જોઈએ એવું ક્યારેય બાળકને શીખવું જ નથી પડતું એ આપણને જોઈને શીખે છે અને મોટાભાગના સમાજમાં પોતાના ધર્મ અનુસાર બાળકો આવું શીખતા આવ્યા છે પણ મને એક વાતનું એ ખ્યાલ નથી આવતો કે શા માટે માણસો પોતાનો ધર્મ બદલે છે હા ક્યારેક ક્યારેક વાંચું છું કે અમુક લોકો પોતાના સ્વાર્થ ખાતર બીજો ધર્મ અપનાવી લે છે પણ તમારો જે કોઈ ધર્મ હોય છે ને એ શ્રેષ્ઠ જ હોય છે પછી ભલે કોઈપણ ધર્મ હોય પણ જો તમે માનવતાનો ધર્મ ભૂલી ગયા ને તો સમજી લો કે તમે કોઈ ધર્મમાં છો જ નહીં અને ધર્મ ક્યારેય હિંસા કરતા શીખવતો નથી કોઈ ધર્મ તમને બીજાનું દુઃખ કે બીજાને હાની પહોંચાડવાનું શીખવતો નથી દરેક ધર્મમાં એક જ વાત કહેવામાં આવી છે કે બીજાને મદદ કરો. તમે ઈશ્વર કે જે કહે છે કુદરત તેના એક દૂત છો એક માધ્યમ છો અને તમે તમારું કર્મ કરો જેટલું પણ તમને જીવનમાં વસ્તુઓ મળવાની છે નિશ્ચિત છે પણ કર્મ એના માટે કરવું આવશ્યક છે બસ કર્મના આધારે જ આપણને ફળ મળે છે કોઈ ધર્મ આપણને આપવા માટે કોઈ વસ્તુ નો હેતુ નથી એક આપણું કર્મ જ હોય છે કે જે આપણને આપણા ભવિષ્યમાં ફળ આપે છે હું જોઉં છું કે મોટા ભાગના માણસો ધીરે-ધીરે પોતાના ધર્મના વિરોધમાં જતા રહે છે અહીં અમુક વસ્તુઓ લખી પણ નથી શકતી કારણ કે તેના વિરોધમાં પણ ઘણા લોકો બોલવા વાળા હશે માટે મારું ધર્મ શ્રેષ્ઠ છે એમ માનીને માનવતાના ધર્મને આપણે બિરદાવવું જોઈએ. આપણે દેખાદેખી કે આપણા ધર્મના વિરોધમાં જઈને ક્યારે આપણા જીતને શાંત કરી શકશો નહીં. આપણા આત્માને આપણા જીતને શાંત કરવા માટે આપણે માનવતાના ધર્મને જ અપનાવો જોઈએ અને આપણો ધર્મ ક્યારે કરુણા કે દયા વીહીન હોવો નો જોઈએ.
જય દ્વારકાધીશ 🙏🏻