Janmo Janam Premne Naman - 2 in Gujarati Fiction Stories by Hitesh Parmar books and stories PDF | જનમો જનમ પ્રેમને નમન - 2

Featured Books
Categories
Share

જનમો જનમ પ્રેમને નમન - 2

કહાની અબ તક: નિતીન એના ભાઈ ની સાસરીમાં જાય છે, આ પહેલાં એ ત્યાં ક્યારેય નહીં ગયો, તેમ છત્તા ત્યાં બધું જોઈને એને એવું લાગે છે જાણે કે એને જે સપનું રોજ આવતું હતું, પોતે એ જ જગ્યા પર જઈ રહ્યો છે. સપનું એને બચપન થી રોજ આવતું હતું અને એક વાર એને પંડિત એ પણ કહ્યું હતું કે ખુદ પાછલા જન્મનું પણ જ્ઞાન ધરાવે છે અને હવે હવે એ ગામમાં બસ પહોંચવા નો જ હતો.

હવે આગળ: બંને એ દરવાજો ખખડાવ્યો અને બંને દરવાજા પર હતા, ત્યારે અંદરથી એક છોકરીએ દરવાજો ખોલ્યો. નિતીન એ એને જોઈ અને બસ જોતો જ રહી ગયો! હા, એ છોકરી એના સપનામાં આવતી હતી એ જ હતી! ખુદ જાણે કે એને જાણતો ના હોય, એને તો એને ગળે લગાવવા દિલ ચાહતું હતું, એને ખુદને કોઈ રીતે સંભાળ્યો.

બંને સોફામાં બેઠા.

એ છોકરી બીજી કોઈ નહિ, ખુદ માધવની સાળી જ હતી!

થોડીવાર માં એ ચા લઈને આવી.

નિતીન બહુ જ વિચિત્ર લાગણી અનુભવી રહ્યો હતો, જાણે કે ખુદ એ છોકરી ને જાણતો ના હોય એમ કેમ એ એની સાથે વાત નહીં કરી રહી એવું એને લાગી રહ્યું હતું! બહુ જ વિચિત્ર એ અનુભવી રહ્યો હતો.

નિતીન ને બધું યાદ આવી રહ્યું હતું, ખબર નહિ પણ તું એક અલગ જ દુઃખ પણ એ અનુભવી રહ્યો હતો, કેમ એ છોકરી એની સાથે વાત નહિ કરતી! જાણે કે કોઈ બહુ જ નજીકનું આપણાથી નારાજ હોય એવું દુઃખ નિતીન કોઈ પણ કારણ વગર અનુભવી રહ્યો હતો, કારણ હશે તો પણ એને કારણ નહોતી ખબર.

જ્યારથી નિતીન આવ્યો હતો એને પણ એ છોકરી એકધારી જોઈ રહી હતી, શું ખબર એ નિતીન ને ના પણ જોઈ રહી હોય, પણ નિતીન ને તો એવું જ લાગી રહ્યું હતું.

નિતીન પણ એને જોતો હતો અથવા તો કહેવું જોઈએ કે એના થી એને જોયા વગર રહી જ નહોતું શકાતું. એ વાત કરવા અધીરો થઈ જાય અને એને સામાજિક વિપદા નો સામનો કરવો પડે એ પહેલાં જ એને બેડ પર જઈને સૂઈ જવું જ ઠીક ગણ્યું. ખરેખર તો એના માટે પણ આમ કરવું આસાન તો નહોતું જ પણ એને કરવું પડ્યું હતું.

આ બધાં વિચારોમાં ક્યારે એની આંખોમાં ઊંઘ આવી ગઈ, ખુદ એને પણ ખયાલ જ ના રહ્યો.

જવા સમયે તો એને ઉભુ થવું જ પડ્યું. અને બંને ઘર તરફ નીકળી પડ્યાં.

એ દિવસે જે કંઇ નિતીન અનુભવી રહ્યો હતો, એ એ વિશે કોઈ ને પણ કહેવા અસમર્થ હતો. કેમ કે એ કહી તો દેતો, પણ એ પછી જે સૌ એને સવાલ કરતા, ખુદ એ જવાબ આપવા અસમર્થ હતો!

🔵🔵🔵🔵🔵

રાત્રે એને ફરી એ જ જગ્યા અને એ જ સપનું આવ્યું. આ વખતે બધું બરાબર સીધું જ અને સરળ હતું! જગ્યા ખુદ માધવની સાસરી જ હતી અને ઉપરથી જે છોકરી હતી એ માધવની સાળી હતી, નિતીન ને એની પર થોડો વધારે જ પ્યાર આવી ગયો. એ ઊંઘમાંથી જાગી ગયો. એને ફરી એ છોકરીને મળવાની બહુ જ ઈચ્છા થઈ આવી! એને આખરે એ કર્યું જે એને ક્યારેય કરવું જ નહોતું!

એને એના ભાઈ માધવનાં ફોનામાંથી એની સાળી રીનાનો નંબર શોદ્યો અને ડાયલ કરી દીધો!

"હું માધવ તમારા બનેવી નો ભાઈ છું, કાલે આવ્યો હતો ને, મારે તમને મળવું છે, હોટલમાં આવશો ને!" કોઈ એકદમ અણજાણ વ્યક્તિ આમ બોલાવી રહ્યો હોય તો બીજી કોઈ હોત તો ના જ જતી, પણ આ તો રીના હતી, એને જવું જ પડ્યું.

થોડી વારમાં બંને નિયત કરેલા સ્થાન અને સમયે આવી પણ ગયા.

🔵🔵🔵🔵🔵

"કેવી વાત કરે છે તું!" રીના ને કઈ જ ખબર નહોતી પડી રહી કે શું ચાલી રહ્યું હતું.

"હા, એવું જ છે!" નિતીન એ ભારોભાર કહ્યું.

"હું તને જોવું છું તો મને એવું લાગે છે જાણે કે આપને આ પહેલાં પણ બહુ સમયથી એકબીજાને ઓળખીએ છીએ!" નિતીન એ માથું પકડી લીધું.

આવતા અંકે ફિનિશ..
____________________
એપિસોડ 3(અંતિમ ભાગ - કલાઇમેક્સ)માં જોશો: "ખબર છે મને, આપની કાસ્ટ જુદી છે, પણ કઈ પણ થાય, આ જનમ નહિ તો આવતા જનમમાં પણ હું તારો જ થઈશ, આપને આ જનમે નહીં તો બીજા જનમે પણ મળીશું જરૂર!" બંને એ કહેલું અને એક સાથે જ એ જૂના કૂવામાં પડી ગયાં હતાં, બંને પાસે બીજો કોઈ ઉપાય હતો જ નહિ.

🔵🔵🔵🔵🔵

"તને આ જનમમાં પણ બધું યાદ છે, બધું ભૂલી જાઉં તને કેવી રીતે હું ભૂલી શકું!" નિતીન બોલ્યો.

"જો કોઈને પણ આપના આ જન્મ વિશેનું કહેતી ના, આપણો પ્યાર સાચો હતો અને એટલે જ આપને આ જનમમાં ભેગા થઈ શક્યા!" નિતીન ની આંખોમાં આંસુઓ હતા.