The Author Violet Follow Current Read એ છોકરી - 17 By Violet Gujarati Fiction Stories Share Facebook Twitter Whatsapp Featured Books One Letter a Day One Letter a DayArthur Penhaligon, at seventy-eight, lived... Conflict of Emotions - 14 Conflict of Emotions (The emotional conflict of a girl towar... Wings of Tomorrow - 12 Chapter 12:- School day 1Part 1The morning sun streamed brig... THE BOY WHO LOVED IN SILENCE - 7 The First Look, The First StepShe stood near her classroom,... BACKROOMS : THE ORIGIN - 3 "Sir i can explain that atleast please hear me for a second... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Novel by Violet in Gujarati Fiction Stories Total Episodes : 20 Share એ છોકરી - 17 (4.4k) 2.5k 4.7k એ છોકરી - ભાગ-17 (ભાગ-16માં આપણે જોયું કે રૂપાલીને શાળામાં એડમીશન મળી ગયુ હતું અને હવે તેની શાળા શરૂ થવાની હતી) જુઓ આગળ રૂપાલીને શાળામાં એડમીશન મળી ગયુ હોવાથી તે બહુ ખુશ હતી. રૂપાલીની શાળા શરૂ થવાને એક અઠવાડીયાની વાર હોવાથી અમે બંન્ને તેના માટે શાળાનો સ્કૂલ ડ્રેસ અને બીજી જોઈતી વસ્તુઓનું શોપીંગ કરી આવ્યા હતા. રૂપાલી ઘરે પણ અભ્યાસ કર્યા જ કરતી હતી. સમય મળે અમે બંન્ને અવનવી વાતો પણ કરી લેતા હતા. ખરૂ કહું તો રૂપાલી હવે શહેરના રંગમાં રંગાવા લાગી હતી. સોમવારથી રૂપાલીની શાળા શરૂ થવાની હતી અને આજે પહેલો દિવસ હોવાથી તેને મૂકવા માટે હું જવાની હતી. તેની શાળાનો સમય પણ સવારનો હોવાથી રૂપાલી નિત્યક્રમ મુજબ વહેલી ઊઠીને પરવારીને ડાઈનીંગ ટેબલ પાસે આવી ગઈ હતી. તેના શાળાના ડ્રેસમાં તે ખુબ જ સુંદર લાગતી હતી. રૂપાલીને બે ધોરણ સાથે ભણવાના હોવાથી આ બાબત ચોક્કસ તેના માટે અઘરી રહેવાની હતી પણ રૂપાલીની કુશાગ્રતા જોતા એમ લાગતુ હતું કે તેને વાંધો આવશે નહીં રોનક પણ આજે વહેલા નીચે આવી ગયા હતા. રૂપાલીને તેમણે પણ અભિનંદન આપ્યા. હું અને રૂપાલી શાળાએ જવા નીકળ્યા. તેને મૂકીને હું ડાયરેક્ટ કોલેજ જવાની હતી. રૂપાલીને મૂકવા અને લાવવા માટે મેં વાનની પણ વ્યવસ્થા કરી દીધી હતી. શહેરના રસ્તાઓથી હજુ તે અજાણ હોવાથી મારે આ વ્યવસ્થા કરવી જરૂરી હતી. અડધા કલાકમાં અમે શાળાએ પહોંચી ગયા. રૂપાલીને ઊતારીને હું કોલેજ જવા નીકળી. રૂપાલી જાતે જ બધુ હેન્ડલ કરી શકે માટે હું તેને છેક અંદર સુધી મૂકવા ગઈ ન હતી, અને તે હોંશિયાર હતી તેથી મને વિશ્વાસ હતો કે ચોક્કસ તે બધુ મેનેજ કરી જ લેશે. છૂટવાનો સમય 1.30 ના હતો તેથી હું તેને જણાવીને જ આવી હતી કે મારા આવવા સુધી તેણે રાહ જોઈને બેસવું. આમ આજથી રૂપાલીની શાળા લાઈફ શરૂ થઈ ગઈ હતી. હું પણ ખૂબ જ આનંદિત હતી. આ બધા વિચારોમાં હું કોલેજ ક્યારે પહોંચી ખ્યાલ જ ના આવ્યો. લગભગ 2 વાગ્યે હું રૂપાલીની શાળાએ તેને લેવા પહોંચી, મને જોઈને દોડતી દોડતી તે આવી અને કારમાં બેસી ગઈ. હજુ તો હું કાંઈ પૂછુ એ પહેલા જ એ બોલવા લાગી. વીણાબહેન ખરેખર મારી લાઈફમાં આ દિવસ હું કદી ભૂલીશ નહીં. પછી આજે ક્લાસમાં શું ભણી, કોની સાથે ઓળખાણ થઈ વગેરે બાબતો તે મને કહેવા લાગી. તે બોલતી જ ગઈ અને હું સાંભળતી રહી. બસ મારી મહેનત સફળ થઈ રહી હતી તેનો આનંદ કંઈક ઓર જ હતો. ઘરે આવીને ચા નાસ્તો કર્યા બાદ તેના બાપુજીને પણ ફોન પર સમાચાર આપી દીધા હતા. આમ રૂપાલીનો અભ્યાસ શરૂ થઈ ગયો હતો. હવે તે દરરોજ જાતે જ શાળાએ વાનમાં આવ-જા કરવા લાગી હતી. નિયમિતપણે અભ્યાસ પણ કરી રહી હતી. અને ઘરના કામમાં પણ ધ્યાન આપવા લાગી હતી. તેની ભાષા, પહેરવેશ, બોલ ચાલ બધુ બદલાઈ ગયુ હતું, તેનું ભવિષ્ય ઉજ્જવળ હતુ તે નક્કી હતુ. બસ હવે રૂપાલીનો અભ્યાસ પૂરો થાય બારમા ધોરણ સુધીનો પછી એને કઈ લાઈન લેવી તે નક્કી કરીને આગળ વધવાનું હતું. (હવે જોવાનું હતું રૂપાલી કઈ લાઈન પસંદ કરે છે) જુઓ આગળ ભાગ-18 એ છોકરી - ભાગ-17 (ભાગ-16માં આપણે જોયું કે રૂપાલીને શાળામાં એડમીશન મળી ગયુ હતું અને હવે તેની શાળા શરૂ થવાની હતી) જુઓ આગળ રૂપાલીને શાળામાં એડમીશન મળી ગયુ હોવાથી તે બહુ ખુશ હતી. રૂપાલીની શાળા શરૂ થવાને એક અઠવાડીયાની વાર હોવાથી અમે બંન્ને તેના માટે શાળાનો સ્કૂલ ડ્રેસ અને બીજી જોઈતી વસ્તુઓનું શોપીંગ કરી આવ્યા હતા. રૂપાલી ઘરે પણ અભ્યાસ કર્યા જ કરતી હતી. સમય મળે અમે બંન્ને અવનવી વાતો પણ કરી લેતા હતા. ખરૂ કહું તો રૂપાલી હવે શહેરના રંગમાં રંગાવા લાગી હતી. સોમવારથી રૂપાલીની શાળા શરૂ થવાની હતી અને આજે પહેલો દિવસ હોવાથી તેને મૂકવા માટે હું જવાની હતી. તેની શાળાનો સમય પણ સવારનો હોવાથી રૂપાલી નિત્યક્રમ મુજબ વહેલી ઊઠીને પરવારીને ડાઈનીંગ ટેબલ પાસે આવી ગઈ હતી. તેના શાળાના ડ્રેસમાં તે ખુબ જ સુંદર લાગતી હતી. રૂપાલીને બે ધોરણ સાથે ભણવાના હોવાથી આ બાબત ચોક્કસ તેના માટે અઘરી રહેવાની હતી પણ રૂપાલીની કુશાગ્રતા જોતા એમ લાગતુ હતું કે તેને વાંધો આવશે નહીં રોનક પણ આજે વહેલા નીચે આવી ગયા હતા. રૂપાલીને તેમણે પણ અભિનંદન આપ્યા. હું અને રૂપાલી શાળાએ જવા નીકળ્યા. તેને મૂકીને હું ડાયરેક્ટ કોલેજ જવાની હતી. રૂપાલીને મૂકવા અને લાવવા માટે મેં વાનની પણ વ્યવસ્થા કરી દીધી હતી. શહેરના રસ્તાઓથી હજુ તે અજાણ હોવાથી મારે આ વ્યવસ્થા કરવી જરૂરી હતી. અડધા કલાકમાં અમે શાળાએ પહોંચી ગયા. રૂપાલીને ઊતારીને હું કોલેજ જવા નીકળી. રૂપાલી જાતે જ બધુ હેન્ડલ કરી શકે માટે હું તેને છેક અંદર સુધી મૂકવા ગઈ ન હતી, અને તે હોંશિયાર હતી તેથી મને વિશ્વાસ હતો કે ચોક્કસ તે બધુ મેનેજ કરી જ લેશે. છૂટવાનો સમય 1.30 ના હતો તેથી હું તેને જણાવીને જ આવી હતી કે મારા આવવા સુધી તેણે રાહ જોઈને બેસવું. આમ આજથી રૂપાલીની શાળા લાઈફ શરૂ થઈ ગઈ હતી. હું પણ ખૂબ જ આનંદિત હતી. આ બધા વિચારોમાં હું કોલેજ ક્યારે પહોંચી ખ્યાલ જ ના આવ્યો. લગભગ 2 વાગ્યે હું રૂપાલીની શાળાએ તેને લેવા પહોંચી, મને જોઈને દોડતી દોડતી તે આવી અને કારમાં બેસી ગઈ. હજુ તો હું કાંઈ પૂછુ એ પહેલા જ એ બોલવા લાગી. વીણાબહેન ખરેખર મારી લાઈફમાં આ દિવસ હું કદી ભૂલીશ નહીં. પછી આજે ક્લાસમાં શું ભણી, કોની સાથે ઓળખાણ થઈ વગેરે બાબતો તે મને કહેવા લાગી. તે બોલતી જ ગઈ અને હું સાંભળતી રહી. બસ મારી મહેનત સફળ થઈ રહી હતી તેનો આનંદ કંઈક ઓર જ હતો. ઘરે આવીને ચા નાસ્તો કર્યા બાદ તેના બાપુજીને પણ ફોન પર સમાચાર આપી દીધા હતા. આમ રૂપાલીનો અભ્યાસ શરૂ થઈ ગયો હતો. હવે તે દરરોજ જાતે જ શાળાએ વાનમાં આવ-જા કરવા લાગી હતી. નિયમિતપણે અભ્યાસ પણ કરી રહી હતી. અને ઘરના કામમાં પણ ધ્યાન આપવા લાગી હતી. તેની ભાષા, પહેરવેશ, બોલ ચાલ બધુ બદલાઈ ગયુ હતું, તેનું ભવિષ્ય ઉજ્જવળ હતુ તે નક્કી હતુ. બસ હવે રૂપાલીનો અભ્યાસ પૂરો થાય બારમા ધોરણ સુધીનો પછી એને કઈ લાઈન લેવી તે નક્કી કરીને આગળ વધવાનું હતું. (હવે જોવાનું હતું રૂપાલી કઈ લાઈન પસંદ કરે છે) જુઓ આગળ ભાગ-18 ‹ Previous Chapterએ છોકરી - 16 › Next Chapter એ છોકરી - 18 Download Our App