The generation gap in Gujarati Short Stories by Jatin Bhatt... NIJ books and stories PDF | જનરેશન ગેપ

Featured Books
  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

  • આ મોબાઇલે તો ભારે કરી!

         જેના વગર આપણો દિવસ પૂરો નથી થતો અને જે આપણી આંખોથી થોડો...

Categories
Share

જનરેશન ગેપ

' નિજ ' રચિત આજના પ્રવાહ ને અનુરૂપ વાર્તા :

જનરેશન ગેપ

' બસ બહુ થયું હવે, તારો બાપ છું હું, બહુ સામે ના બોલીશ, હદ માં રહે, ક્યારનો ય જોઉં છું ,તું ક્યારનોય અમને ખખડાવ્યા કરો છો,શું સમજો છો તમારા મગજ માં, બસ બહુ શાંતિ રાખી, ચાલ શાંતા, હવે તો આપણે જતા જ રહીએ આ ઘર છોડીને, બીજું ઘર ભાડે લઈ લઈશું, મારું હજુ તગડું પેન્શન આવે જ છે, '
' અરે રમણીક રહેવા દો, આટલા સારા દીકરા વહુ છે, તમારી કેર રાખે છે, એક નાની વાત માં શું કામ માઠું લગાડો છો?'
' હવે તો નહીં જ રહું, સવારે મને ચા નાસ્તો ગરમાગરમ જોઇએ એટલે જોઈએ જ,એ તો એ લોકો ને ભાન પડતું નથી '
કહી સવારમાં બોલતા બોલતા કાયમી મહા જિદ્દી ,ગરમ મગજવાળા રમણીકલાલ બહાર નીકળી ગયા, શાંતાબેન એમની પાછળ પાછળ દોડી ,
દીકરા વહુ સડપ દઈને ઉભાજ રહ્યા, એમને ખબર જ ન પડી કે શું થયું, કેમ થયું, અમારો શું વાંક?
થોડા દિવસ માં રમણીકલાલે મકાન ભાડે લઈ લીધું,
' શાંતા તારે મારી સાથે રહેવું છે કે છોકરા ને એની વાઈફ સાથે?'
' તમારી સાથે જ સ્તો રમણીક, છુટકો છે હવે? એકચુઅલી મારી જરૂર અહીંયા જ છે, દીકરા વહુ બન્ને નોકરી કરે છે, મારી જરૂર એમને વધારે હોય, પણ તમારી જોડે લગન કર્યા એટલે છૂટકો છે?',
રમણીકલાલ નો ઇગો સંતોષાયો, મનોમન ખુશ થઈ ગયા,
સવાર પડી, ફ્રેશ તો થઈ ગયા પણ સ્નાન માટે ટુવાલ ન મળ્યો, ત્યાં તો દીકરી જેવી વહુ ટુવાલ તો શું, મેચિંગ કપડાં, મોજા બઘુ તૈયાર રાખતી, એટલું જ નહીં, અત્તર નો બહુ શોખ તો એ પણ કપડાં ની સાથે રાખતી,
ટુવાલ તો મળી ગયો, પણ કપડાંમાં મેચિંગ ના થયુ, મેચિંગ શોધવાનો ટ્રાય કરયો પણ મેળ ના પડ્યો ,
' શાંતા, મેચિંગમાં મદદ કરી આપને?'
' ટાઈમ નથી, હજુ તો ચા બનાવવાની બાકી છે, પછી નાસ્તો, ભાઈસાબ તમારે તો ઓર્ડર ફાડવો છે, કશી મદદ તો થતી નથી, હું પણ હવે એકલું કેટલું કરી શકીશ , મનેય વા છે, તમને ખબર તો છે,'
ઢંગધડા વગરના કપડાં પહેરી ચા નાસ્તો કરી રમણીકલાલ મંદિરે ગયા, જમવાના ટાઈમે ઘરે આવ્યા, શાંતા સુતેલી હતી,
' શાંતા,ખાવાનું પિરસ' : સત્તાવાહી અવાજે રમણીકલાલ બૂમ પાડી,
' જાતે લેવું પડશે, મને દુઃખાવો વધી ગયો છે, '
જખ મારીને જાતે જેમતેમ પીરસી ને ખાધું, પાછી દિકરી જેવી વહુ યાદ આવી, વિચાર વમળ ચાલુ થઈ ગયા, ના પણ, એ ઘરમાં મારી અવહેલના થાય છે, હું આટલું બધું પેન્શન લાવું ઘરમાં અને મને જરાય માન નથી આપતા, વહુ તો ઠીક છે ,પારકી કહેવાય પણ દીકરો પણ?'
સાંજ પડી, જાતે ચા પિવી પડશે, શાંતા ને અસુખ છે એટલે જ સ્તો,
' શાંતા , ખાંડ ક્યાં છે ? ડબ્બો તો ખાલી છે ?'
' અભરાઈ પર મોટો ડબ્બો છે એમાંથી ભરી દો , જાળવી ને લેજો, આખો ભરેલો છે '
રમણીકલાલ ટેબલ પર ચડી ડબ્બો લેવા ગયા ને બેલેન્સ ચૂક્યા, ડબ્બો એમના માથા પર , ટેબલનું પણ બેલેન્સ ગયું ને ધબ્બ દઈને નીચે પછડાયા, આંખે અંધારા છવાઈ ગયા, ભાન ગુમાવી દીધું,
મોડી રાતે ભાન આવ્યું ત્યારે જોયું તો પોતે ICU માં હતા, આજુબાજુ નજર ફેરવી, બેડના સામેના ટેબલ પર રેડિલોજિસ્ટ ની ફાઈલ દેખાતી હતી, કદાચ MRI કરાવ્યો હશે?
શું થયું, કેવી રીતે થયું, બઘુ શાંત ચિત્તે યાદ કર્યું, આંખની સામે ફિલ્મના કોઈ સીન ની જેમ ફ્લેશબેક પસાર થવા માંડ્યું, એકલા હતા એટલે આત્મમંથન ચાલુ કર્યું, પોતાના સ્વભાવ ને સૂક્ષ્મદર્શક કાચ થી જોવા લાગ્યા, પારખવા લાગ્યા અને પોતાની જાતને કોસવા લાગ્યા, મનોમન વલોપાત કરવા લાગ્યા,...
સવાર પડી, ICU માંથી સ્પેશિયલ રૂમ માં ટ્રાન્સફર થયા , હજુ થોડું ઘેન તો હતું જ,...
થોડી વાર પછી રમણીકલાલે આંખો ખોલી, બાજુમાં શાંતા, દીકરાની વહુ ચિંતાતુર ચહેરે ઉભેલા હતા, ઉત્કંઠ નજરે શાંતા સામે જોયું,
શાંતાબેન નજરની ભાષા સમજી ગયા, દરવાજા બહાર થી દીકરાને લઈ આવી, દીકરો નતમસ્તકે રમણીકલાલ પાસે ઊભો રહ્યો,
' હું જ્યારે ઘરની બહાર નીકળી ગયો ત્યારે તેં મને કેમ ના રોક્યો ? '
' તમારો જ દીકરો છે રમણીક, જિદ્દી અને શોર્ટ ટેમ્પર '
' સોરી પપ્પા, મારી ભૂલ થઈ ગઈ '
' મને મારા ,સોરી , આપણા ઘરે લઈ જઈશ , બેટા?'
ને આઠેય આંખો માં આંસુના મોજા ઉછળ્યા ...
.
.
.. જતીન ભટ્ટ (નિજ)
94268 61995