Andhari Raatna Ochhaya - 29 in Gujarati Detective stories by Nayana Viradiya books and stories PDF | અંધારી રાતના ઓછાયા. - (ભાગ -૨૯)

Featured Books
  • ચંદ્ર પર રોમાંચક પ્રવાસ - 1

    ​પ્રકરણ ૧: રહસ્યમય ટાપુ​પ્રવેશ: આરવ, એક સાહસિક યુવાન, પોતાના...

  • નિર્દોષ - 2

    ​અધ્યાય ૩: શંકાનું બીજ અને બુદ્ધિનો અજવાળ​૩.૧. તર્કની લડાઈ​ઇ...

  • સૂર્યકવચ

    ​સૂર્યકવચ: કેદીનું સત્ય – તપાસનો નાટ્યાત્મક વળાંક​પ્રકરણ ૧:...

  • ટેલિપોર્ટેશન - 1

    ટેલિપોર્ટેશન: પહેલું સંકટ​આરવની ગાથા (Aarav Ni Gatha)​પાત્ર...

  • એકાંત - 56

    કુલદીપ અને ગીતા એમનાં ઘરેથી ભાગી ગયાં હતાં. ગીતાનાં પપ્પાએ એ...

Categories
Share

અંધારી રાતના ઓછાયા. - (ભાગ -૨૯)


ગતાંકથી....


રાજશેખર સાહેબ વિશ્વનાથ બાબુ ના હાથ પર હાથ મૂકી કહેવા લાગ્યા બાબુ, હવે એ ચીનો તમને કોઈ પણ રીતે ઇજા કરી શકશે નહીં થોડા દિવસમાં તેને ફાંસી ને માંચડે લટકવું પડશે આપ એ બધી બાબતો માં નચિંત થાઓ.

હવે આગળ.....


આ તરફ ધીરે ધીરે પ્રશાંતે આંખો ઉઘાડી તે શું ખરેખર જાગતો હતો કે હજુ સ્વપ્ન સૃષ્ટિમાં આવી વિહરતો હતો અંધકારમય પગથિયાંની હાર.... કદરૂપા ચીના ઓની ટોળી તેને ઉપાડી ઉપરના રૂમમાં લાવે છે........એક માણસ અંધારામાં ઉભો ઉભો આદેશ આપે છે......શણગારમાં બધાઓ અદ્રશ્ય થઈ જાય છે......શું આ બધું સાચું! છે એ બધું સ્વપ્નમાં જોયું હશે?
ચોમેર નજર ફેરવતાં લાગ્યું કે જે દ્શ્ય તેણે થોડીવાર પહેલા જોયું હતું તે ખરેખર સાચું હતું .એક અજાણ્યા રૂમમાં એક ચિત્ર બનાવટના ટેબલ પર હાથ પગ બાંધેલી સ્થિતિમાં તે સૂતો છે.
ઓ!ઓ મા !!
શું આ પણ સાચું ! સોનાક્ષી નો અવાજ ! માથું ફેરવી તેને જોયું. સામે એક ખુરશી પર તેની જેમ જ બંધન સ્થિતિમાં સોનાક્ષી બેઠી છે તેને ડોકું ફેરવતો જોઈ સોનાક્ષી બોલી ઉઠી : "શું તમે જાગ્યા ?"
પ્રશાંત એ જવાબ આપવાનો પ્રયત્ન કર્યો. પરંતુ તેનું ગળું જાણે કે લાકડા જેવું બની ગયું હોય તેમ તેના ગળામાંથી અવાજ નીકળ્યો નહીં. સોનાક્ષી..... થોડે જ દૂર હાથ પગ બાંધેલા જેવી સ્થિતિમાં અરેરાટી કરી રહી છે...... પ્રશાંતના કપાળ પરની નસો એકદમ સંકોચાવા લાગી.
તરત જ બાજુનું બારણું ખુલ્યું .રૂમમાં ડૉ. મિશ્રાએ પ્રવેશ કર્યો. તેણે હજુ કાળોકોટ પહેર્યો હતો. પરંતુ બુરખો કાઢી નાખ્યો હતો. તેના મુખ પર ઝેરીલું , લુચ્ચું હાસ્ય ફરકી રહ્યું હતું.
એક ક્ષણ વાર પ્રશાંતે તેના મોં તરફ જોયું તેના શરીરમાં સખત ધ્રુજારી વ્યાપી ગઈ .જાણે કોઈ યમરાજ તેની પાસે આવી ઉભો ન હોય તેવો તેને ભાસ થયો.

બારણું બંધ કરી ડૉક્ટર તેની પાસે આવ્યો અને કહેવા લાગ્યો : " હવે આ મકાનમાં કેવળ તમે બે અને હું એકલો જ રહ્યા છીએ .મેં બીજા બધાને આ મકાન છોડી ચાલ્યા જવાનો હુકમ આપ્યો છે. મારે તમારી સાથે કેટલીક વાત કરવી છે."
પ્રશાંતે કોઈપણ જાતનો જવાબ આપ્યો નહીં તે મૂંગો મૂંગો ચોમેર જોવાં લાગ્યો. તેને લાગ્યું કે હવે મૃત્યુને શરણે થવાને બહુ વાર નથી .પિશાચ પ્રકૃતિનો ડૉ.મિશ્રા તેને જીવતો બહાર જવા દેશે એવી આશા તે રાખે તો પણ એ નકામી હતી.
ડૉ. મિશ્રાનો આ રૂમ જોતાં જ વિચિત્ર લાગતો હતો . તેમાં ગોઠવેલી ચીજો પણ અદ્ભુત અને ડર ઉપજાવી રહી હતી. થોડે દૂર એક ખુણામાં એક પ્રકારનું નાની સરખી લેબોરેટરી સમાન વિભાગ બનાવેલો જણાતો હતો. ત્યાં અનેક પ્રકારની બોટલો ગોઠવેલ એક કબાટ પડેલ હતો.તેની સાથે અભેરાઈ પર કાચની નળીઓ તથા ઘડિયાળ ગોઠવેલા હતા.... એક બીજી અભેરાઈ અનેક પ્રકારના હથિયારોથી ઉભરાય રહી હતી. આ બધું જોતા જ પ્રશાંત ડર થી અધમૂઓ બની ગયો .તે સમજી ગયો હતો કે આ એક રાસાયણિક લેબોરેટરી છે .અને તેમાં મનુષ્યને નિષ્ઠુર રીતે મારી નાખવાના તમામ સાધનો મોજુદ છે.

થોડીવાર પછી તેને સમજાયું કે તે જે ટેબલ પર સૂતો છે તે ઓપરેશન ટેબલ જ છે. કદાચ પોતાના પર ડૉક્ટર કોઈ ભયંકર ઓપરેશન કરશે.... પ્રશાંતના શરીરમાં લોહી ફરતું બંધ પડવા લાગ્યું !
જાણે કે તેમના મનના વિચારો જાણી ગયો હોય તેમ ડૉ. મિશ્રા બોલ્યો : " તું મારી લેબોરેટરી તરફ આકર્ષાય છે એ જોઈને હું બહુ જ ખુશ થાવ છું. હું તને આ રૂમમાં ની વિશેષતા ની કેટલીક નવાઈ જેવી વાતો સંભળાવીશ .આ રૂમમાં એકાંતમાં હું નાના મોટાં અનેક પ્રકારના પ્રયોગો કરું છું .હું કોના પર પ્રયોગો કરું છું એ જાણે છે ? માણસની શિરા-ઉપશિરા અને તેના હૃદય અને સ્નાયુની ગોઠવણીની ખાસ તપાસ આ લેબોરેટરીમાં થાય છે .સમજ્યો ? માણસને હું માણસ તરીકે માનતો જ નથી. કુંભારના ચાકડા સમક્ષ જેમ માટીનો પિંડ, તેમ મારી સમક્ષ માણસ !
આ શું!સોનાક્ષી તું ચીસો કેમ પાડે છે ?મારે તારું મોઢું બંધ કરવું જ પડશે એમ લાગે છે !"
ડૉ.મિશ્રાએ સોનાક્ષી પાસે જઈને રેશમી રૂમાલ વડે તેનું મોં સજ્જડ રીતે બાંધી દીધું .આ જોઈને પ્રશાંત ગુસ્સે થતો બોલી ઉઠયો : " ડૉક્ટર જો હું એકવાર છૂટું તો તારું ખૂન કરી નાખીશ."
ડૉ. મિશ્રા વિકૃત હાસ્ય કરતો બોલ્યો : "મિત્ર, પરંતુ તારી એવી આશા ફળીભૂત થશે નહીં. હવે તું છૂટી શકે તેમ નથી. તારી શરીરની નાડીઓ ચીરી ને હું આ દુનિયાને કીંમતી જ્ઞાનનો ભંડાર આપીશ.તારૂ અમુલ્ય જીવન વ્યર્થ નહીં જાય.તુ તારું જીવન અપૅણ કરી વિજ્ઞાન ની સેવા કરીશ ને દેશ, દુનિયા માટે તું તારી જાતને ન્યોછાવર કરીશ એ શું નાનીસૂની વાત છે ! તું ખરેખર નસીબદાર છે ‌!"લુચ્ચું હાસ્ય કરતો ડૉ.મિશ્રા પાસેની અભેરાઈ પર થી વાઢકાપ ના જરૂરી સાધનો લેવા લાગ્યો.....

*****************************

ઘોર અંધારી રાત હતી. મુનશી અલી રોડ ના નાકે એક પહેરેદાર ઉભો ઉભો ઝોકાં ખાઈ રહ્યો હતો .અચાનક ઉતર દિશામાંથી વાયુવેગે એક કાર તેની પાસે આવી ઊભી તેમાં ફક્ત એક જ માણસ હતો. પહેલા પહેરેદારને જોઈ પેલા માણસે ગાડી પરથી નીચે ઊતરી પ્રશ્ન પૂછ્યો : "શું આ મુનશી અલી રોડ ?"

પહેરેદારની ઊંઘ ઊડી ગઈ હતી .તેણે કહ્યું : "જી હજુર !આ એ જ રસ્તો. કોના ઘેર જવું છે ?"
આ પ્રશ્નનો કંઈ પણ જવાબ ના આવતા દિવાકરે કહ્યું : "સાંભળ, હું પાછો ન આવું ત્યાં સુધી આ ગાડી સાચવજે. હું પાછો આવી તને ખુશ કરીશ."
જવાબ ની રાહ ન જોતા તે ઉતાવળે પગલે ગલીમાં અદ્રશ્ય થઈ ગયો. પહેરેદાર શંકાશીલ નજરે તેના તરફ જોઈ રહ્યો.
બારીક નજરે દરેક મકાનની અગાસી તપાસતો તપાસતો તે આગળ વધવા લાગ્યો. અચાનક જ ઠોકર ખાતો તે પડતો પડતો રહી ગયો. મ્યુનિસિપાલટી ની બેદરકારી થી રસ્તા પર ઠેર ઠેર ઊંડાં ખાડા પડ્યા હતા એ ખાડામાં પગ પડતા દિવાકર પડતો પડતો રહી ગયો .પરંતુ આ મુશ્કેલીથી તે જરીક પણ થડકયો કે અટક્યો નહીં. પ્રશાંત અને સોનાક્ષીને બચાવવા તે મૃત્યુ સાથે બાથ ભીડવા પણ તૈયાર હતો.
આગળ વધતાં વધતાં છેવટે તેની નજર એક નાનકડાં ને જુના પુરાણા મકાનની અગાસી પર પડી. તેના પર પાણીની ટાંકી હતી .ટાંકી પર મયંકે વર્ણવ્યું હતું તેવું જ ચિહ્ન હતું . દિવાકર એકીટશે એ મકાન ને નિહાળવા લાગ્યો . તેના શરીરમાં લોહી ઝડપથી ફરવા લાગ્યું.

એક જ માળનું મકાન હતું મુખ્ય બારણું અને બધી જ બારીઓ સજજડ રીતે લ બંધ હતી કેવળ અંદરથી ઝાંખો પ્રકાશ વ વેન્ટિલેટરમાંથી બહાર આવતો હતો. છાપરા પરની ટાંકી પાસેથી એક મોટો પાઈપ જમીન સુધી નીચે ઉતારવામાં આવ્યો હતો. આ પાઈપની તપાસ કરતા તેના શરીરમાં આનંદની લહેર પ્રસરી ગઇ.તે પાઈપ ની મદદ થી તે ઉપર ચડવાનો વિચાર કરવા લાગ્યો.પાઈપથી ઉપર ચડ્યા પછી નીચે ઉતરવાનું પણ તેને મુશ્કેલ લાગ્યું નહીં.
મુત્યુ ને શરણે થયેલ મયંકની મદદથી તેમને જે પિસ્તોલ મેળવી હતી તે તેના ખિસ્સામાં જ હતી. એ પિસ્તોલ નો સ્પર્શ તેના દિલમાં સો હાથી જેટલું બળ પૂરતો હતો.એકદમ ચુપકીદીથી આમતેમ નજર ફેરવી તે સાવચેતીથી પાઈપ ઉપર ચઢવા લાગ્યો.
ઉપર પહોંચતા જ અચાનક ઉપર પ્રકાશ પડતો જોઈ તેને ડર લાગ્યો કે કદાચ ડૉ.મિશ્રાએ ત્યાં એકાદ માણસ ગોઠવ્યો હશે તો !!!

શું ખરેખર દિવાકર પ્રશાંત અને સોનાક્ષી ને બચાવી શકશે?
ડૉ.મિશ્રા તેના પ્લાન માં સફળ થશે?
શું પ્રશાંત ને સોનાક્ષી બચી જશે? આ તમામ પ્રકારના પ્રશ્નો ના જવાબ માટે વાંચો આગળ નો ભાગ....
ક્રમશઃ.......