College campus - 72 in Gujarati Love Stories by Jasmina Shah books and stories PDF | કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 72

Featured Books
  • રેડ સુરત - 6

    વનિતા વિશ્રામ   “રાજકોટનો મેળો” એવા ટાઇટલ સાથે મોટું હોર્ડીં...

  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

Categories
Share

કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 72

"કૉલેજ કેમ્પસ"ભાગ-72
દેવાંશ કવિશાની સામે જોઈને કવિશાને કહી રહ્યો હતો કે, "બોલ હવે તો બરાબર ને, બોલ તારે બીજું શું જોઈએ?"
કવિશા ખૂબ ખુશ હતી એક તો દેવાંશ જેવા છોકરા સાથે દોસ્તી થઈ અને પોતાનું મૂંઝવણ ભર્યું કામ પૂરું કરવામાં તેની મદદ મળશે બંને વાતથી.. "બસ, કંઈ નહીં થેન્કસ યાર.."
"લે એક તો ફ્રેન્ડ બનાવે છે અને થેન્કસ કહે છે. નહીં કરું તારું કામ હોં.." અને દેવાંશ કવિશાની સામે જોઈને હસી રહ્યો હતો.
કવિશાના મોંમાંથી જીભ બહાર નીકળી ગઈ અને તે દેવાંશને સોરી કહેવા લાગી, "સોરી યાર, નહીં કહું થેન્કસ બસ. ઓકે હવે તો ખુશ ને?"
દેવાંશ જરાક ઉતાવળો આગળ ચાલે છે અને કવિશાને પણ ટોકતો હોય તેમ બોલે છે, "ચાલ હવે બહુ વાતો કરી લેક્ચરમાં જઈએ. મીનળમેમનું લેક્ચર છે."
"હા, ચાલ.."
અને બંને પોતાના ક્લાસ તરફ આગળ વધે છે...
છૂટતી વખતે ફરીથી એક વખત કવિશાએ દેવાંશને યાદ કરાવ્યું કે, "કાલે આપણે કેટલા વાગે તારા બ્રધરને મળવા માટે જઈએ છીએ?"
કવિશાએ દેવાંશને પૂછ્યું એટલે દેવાંશને એકદમ યાદ આવી ગયું કે, હા કાલે તો મારે કવિશા સાથે સમીરને મળવા જવાનું છે, "હા, સ્યોર તું કોલેજમાં આવી જાય પછી આપણે જઈશું."
"ઓકે તો મળીએ કાલે.."
અને બંને વાતો કરતાં કરતાં કોલેજમાંથી બહાર નીકળ્યા. કવિશા ઘરે પહોંચી એટલે પરીની રાહ જોઈ રહી હતી પરીને આજે કોલેજમાં પ્રેક્ટિકલ હતું એટલે થોડું મોડું થઈ ગયું હતું. પરી પણ પ્રેક્ટિકલ કરતાં કરતાં વિચારી રહી હતી કે, "આકાશ ખરેખર આવો છોકરો હશે મેં તો તેને આવો ધાર્યો પણ નહોતો, બાપ રે બાપ ડ્રગ્સની હેરાફેરી.. એટલે બહુ કહેવાય..!" અને તેના સેલફોનમાં રીંગ વાગી જોયું તો આકાશનો જ ફોન અને તે બબડી, "લો નામ લિયા ઔર સૈતાન હાજીર" તેણે ફોન ન ઉપાડ્યો આજે આકાશ પણ જાણે પરીની સાથે વાત કરવા માટે હચમચી રહ્યો હોય તેમ ફોન ઉપર ફોન કર્યા કરતો હતો, પરીને થયું કે, ફોન સ્વીચ ઓફ કરી દઉં પછી થયું કે તેના કારણે મારે શું કામ ફોન સ્વીચ ઓફ કરવો પડે..અને દશમી વખત જેવી રીંગ વાગી કે તરત જ તેણે ફોન ઉપાડી લીધો અને જરા મોટા અવાજે જ તે બોલી કે, "ફોન ન રીસીવ કરું તો ખબર નથી પડતી કે કામમાં હોઉં તો જ ન ઉપાડુ.. ફોન ઉપર ફોન કર્યે રાખે છે.." "અરે દી હું બોલું છું, છુટકી કેમ શું થયું, કોણ તને ફોન કરીને હેરાન કરે છે"
"અરે એ તો આકાશ યાર, ફોન ઉપર ફોન કર્યા કરે છે બોલ તે કેમ ફોન કર્યો હતો?"
"અરે દી તું કેટલા વાગે ઘરે આવે છે તેમ પૂછવા માટે"
"બસ, હાફ એન અવરમાં અહીંથી નીકળું જ છું એટલે વન અવરમાં ઘરે કેમ કંઈ કામ હતું?"
"હા, તું આવે એટલે વાત કરું"
"ઓકે ચલ" અને પરીએ ફોન મૂક્યો. જેવો ફોન મૂક્યો કે તરતજ ફરીથી આકાશનો ફોન આવ્યો આ વખતે તેણે ફોન ઉપાડી લીધો અને તેને જવાબ પણ આપી દીધો કે, "હજુ તો કોલેજમાં છું ઘરે પહોંચતા થોડી વાર લાગશે અને ઘરે જઈને પણ કામ છે એટલે વાત નહીં કરી શકું, સોરી" અને પરીએ ફોન મૂકી દીધો. સામેથી આકાશનો અવાજ આવી રહ્યો હતો કે, "પણ સાંભળ તો ખરી મારી વાત... પરંતુ પરી હવે આકાશ સાથે વાત કરવા માટે બિલકુલ તૈયાર નહોતી તેણે ફોન તો કટ કરી દીધો પણ સાથે સાથે આકાશનો નંબર પણ બ્લોક કરી દીધો.
આકાશ ખૂબજ નિરાશ થઈ ગયો હતો પરંતુ તેની પાસે બીજું કોઈ ઓપ્શન પણ નહોતું.

લગભગ એકાદ કલાકમાં જ પરી ઘરે પહોંચી ગઈ કવિશા તેની રાહ જોઈને જ બેઠી હતી. પરી જેવી પોતાના રૂમમાં ગઈ કે તરતજ કવિશાએ તેને આજે પોતાને દેવાંશ સાથે થયેલી બધીજ વાત કરી. પરીને લાગ્યું કે હવે બરાબર લાઈન પકડાઈ છે "સાપ પણ મરી જશે અને લાકડી પણ નહીં તૂટે.." આકાશ અને આ ડ્રગ્સની હેરાફેરીવાળા અને વેચાણવાળા અને બધા જ પકડાઈ જશે અને મારું ક્યાંય નામ પણ નહીં આવે.

બીજે દિવસે સવારે કવિશા કોલેજ જવા માટે તૈયાર થઈ રહી હતી તો મીરર સામે ઉભી રહીને આમ બરાબર સજીધજી રહી હતી કારણ કે આજે તેને દેવાંશ સાથે તેના બુલેટ પાછળ બેસીને બહાર જવાનું હતું...!!
એક પછી એક એમ બે ત્રણ ટી શર્ટ તેણે બદલી કાઢી પછી થયું ડ્રેસ પહેરી લઉં દેવાંશના કઝીન બ્રધર આગળ વ્યવસ્થિત લાગશે પણ તરતજ યાદ આવ્યું કે ના ના મારે તો દેવાંશના બુલેટ પાછળ બેસવાનું છે અને બાપ રે એ તો બુલેટ જાણે હવામાં ઉડાડે છે ડ્રેસ પહેરીને નહીં ફાવે...હે ભગવાન હું શું પહેરું..?? એક પણ નવી ટી શર્ટ નથી અને પેન્ટ પણ કયું પહેરું?? કંઈ સમજમાં નથી આવતું??
પછી એક એક કરીને બધા ટ્રાય કરી જુએ છે.. પહેલા બ્લ્યુ જીન્સ પછી ક્રીમ કલરનું પેન્ટ પછી પાછું બ્લેક જીન્સ છેલ્લે બ્લેક જીન્સ અને લાઈટ ગ્રીન કલરની ટીશર્ટ ફાઈનલી તેણે પહેરી અને સ્ટ્રેટનીંગ કરાવેલા વોશ કરેલા વાળ ખુલ્લા કરી દીધા..અને પોતાની જાતને મન ભરીને દર્પણમાં જોઈ રહી હતી..હં હવે કંઈક બરાબર લાગ્યું... અને એટલામાં પરી સાવરબાથ લઈને વોશરૂમમાંથી બહાર આવી એટલે કવિશાની મનની વાત જાણે તેનાં મન સુધી પહોંચી ગઈ હોય તેમ કવિશાની મજાક ઉડાડતાં તે તરતજ બોલી કે, "મેડમ મીરરમાં જોવાની જરૂર નથી 'યુ આર લુકીંગ સો બ્યુટીફુલ' આજે કંઈક સ્પેશિયલ લાગી રહ્યા છો તમે..
કવિશા પણ ખાતરી કરવા માંગતી હોય તેમ બોલી, "ખરેખર.."
અને લાંબા મોટા મીરર આગળ પરી કવિશાની પાછળ આવીને ઉભી રહી અને પોતાની નાની બહેનને વળગી પડી.. તેનાં ભીનાં વાળ કવિશાના ગાલને સ્પર્શ કરી રહ્યા હતા અને જાણે તેનાં મનને અનેરી શીતળતા આપી રહ્યા હતા અને તેનું આમ વળગવું બંને વચ્ચેનો અખૂટ પ્રેમ દર્શાવી રહ્યો હતો પરીએ પોતાના વાળ પાછળ હટાવ્યા અને કવિશાને પ્રેમથી એક કીસ કરી અને બોલી, "ખરેખર.." બંનેની આ પ્રેમભરી મીઠી ગપસપ ચાલી રહી હતી અને ક્રીશા બૂમ પાડતી પાડતી તે રૂમમાં દાખલ થઈ, "છોટી, પરી શું કરો છો બેટા, ચાલો જલ્દી બ્રેકફાસ્ટ માટે કોલેજ જવાનું લેઈટ થઈ જશે.." અને બંને બહેનો વચ્ચેનો પ્રેમ જોઈ તે ખુશ થઈ ગઈ. બંનેની નજીક આવી અને પોતાની બંને દીકરીઓને તેણે બાથમાં ભીડી લીધી અને બોલી કે, "મારી બંને દીકરીઓમાંથી એકેયને કોઈની નજર ન લાગે, હિરોઈન લાગે છે.. હિરોઈન.." અને છુટકી વચ્ચે જ બોલી કે, "શું મમ્મી તું પણ..અને ક્રીશાની આંખો જરા ભરાઈ આવી..."એય, મોમ આમ રડવાનું નહીં.. કેમ રડે છે તું.." પરી પોતાની મોમના આંસુ લુછતાં લુછતાં બોલી, "કંઈ નહીં એમ જ બેટા, દીકરી તો પારકા ઘરની વસ્તી કહેવાય..મારી દીકરીઓ જતી રહેશે પછી હું એકલી પડી જઈશ."
"કોણ તને છોડીને જવાનું છે, અમે તો અહીં જ રહેવાના છીએ તારી પાસે તને હેરાન કરવા.. તને છોડીને ક્યાંય નથી જવાના, તને કોણે કહ્યું અમે જવાના છીએ?? અને હવે સ્માઈલ કર તો અમારો દિવસ જરા સારો જાય... કેમ દી"
"હા મોમ, અમે તને અને ડેડને છોડીને ક્યાંય નથી જવાના.. જેને લગ્ન કરવા હોય અમારી સાથે તે અહીંયા આવે કેમ છુટકી? અને વહુની જેમ રહે અને પરીએ માથે ઓઢીને વહુની એક્શન કરી બતાવી એટલે બધા હસવા લાગ્યા અને તે બોલી કે "અને બાય ધ વે મોમ ફોર યોર કાઈન્ડ ઇન્ફર્મેશન હું તો લગ્ન જ નથી કરવાની..."
ક્રીશા પોતાની વ્હાલી દીકરીઓ સાથે મીઠી મીઠી વાતો કરી રહી હતી ને શિવાંગ તેમને ત્રણેયને શોધતો શોધતો છોકરીઓના રૂમમાં આવ્યો, "ચાલો ભાઈ બ્રેકફાસ્ટ માટે બધાં ક્યાં ગયા.." અને તેણે આવીને જોયું તો ફેમિલી સીન ચાલી રહ્યો હતો એટલે તે બોલ્યો, "આજે કોલેજમાં રજા છે કે શું?"
"ના ડેડ" "હા તો ચાલો લેઈટ થઈ જશે" હવે આ ફેમિલી ફંક્શન જરા આવીને કરજો.. અને ક્રીશા, કવિશા અને પરી બધા હસતાં હસતાં ડાઈનીંગ ટેબલ ઉપર બ્રેકફાસ્ટ માટે ગોઠવાઈ ગયા.

કવિશા ફટાફટ કોલેજમાં પહોંચી..તો પણ સમય કરતાં તેને થોડું લેઈટ જ થઈ ગયું હતું..અને પોતાનું એક્ટિવા લઇને સીધી પાર્કિંગમાં પહોંચી જ્યાં દેવાંશ તેની રાહ જોતો હાથમાં ચાવી ગોળ ગોળ ફેરવતો પોતાના બુલેટ ઉપર બેઠો હતો....
વધુ આગળના ભાગમાં...
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
13/4/23