Vasudha - Vasuma - 107 in Gujarati Motivational Stories by Dakshesh Inamdar books and stories PDF | વસુધા - વસુમાં - પ્રકરણ-107

Featured Books
  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

  • ભાગવત રહસ્ય - 118

    ભાગવત રહસ્ય-૧૧૮   શિવજી સમાધિમાંથી જાગ્યા-પૂછે છે-દેવી,આજે બ...

Categories
Share

વસુધા - વસુમાં - પ્રકરણ-107

વસુધા ભાનુબહેનનાં ટોણાને કારણે એનાં પિયરીયા ગામ જતી રહી જાણીને સરલાને આઘાત લાગ્યો. એણે કહ્યું “માં મને દીકરો આવ્યો છે એનો હું આનંદ લૂટૂં એ પહેલાંજ તે આવા સમાચાર મને આપી દુઃખી કરી નાંખી.. વસુધા વિના મને ચેન નહી પડે.” પછી ભાવેશ સામે જોઇને કહ્યું "ભાવેશ મારી તબીયત સારીજ છે ડોક્ટર રજા આપે તો આપણે પણ દીકરાને લઇને સિધ્ધપુર જતા રહીએ. મારું મન અહીં નહી લાગે.”

ભાનુબહેને સાંભળીને કહ્યું "તારી બુધ્ધી ભ્રષ્ટ થઇ ગઇ છે ? કેટલાય સમયે દીકરાનું સુખ મળ્યું છે ને તું પારકી જણી માટે ઘર મૂકી સિધ્ધપુર જવાની વાત કરે છે ? તારાં માવતર નથી અમે ? તને તો દીકરો જન્મ્યો છે દીકરી નહીં અમનેય એનો લ્હાવો મળવો જોઇએ.”

“સિધ્ધપુર કોનાં માટે જવું છે ? ત્યાંય તારાં નામનાં અત્યાર સુધી છાજીયાજ લેવાતાં હતાં ને ? ત્યાં તે ક્યું સુખ જોયું છે ? આમ બાલીશ વાતો ના કરીશ.”

દિવાળીફોઇથી ના રહેવાયુ એમણે કહ્યું “ભાનુ સરલા શું ખોટું કહે છે ? એનું સાચું ઘર તો સિધ્ધપુરજ છે ને ? અને જે પારકી જણીનો દાખલો આપે છે તેણે તારું કુટુંબ સાચવી લીધુ છે બધુ કામકાજ સાચવી લીધુ છે એણે અહીં કયું સુખ જોયું છે ?”

“ભાનુ મને તો નવાઇ લાગે છે કે ભ્રષ્ટતો તારી બુધ્ધી થઇ ગઇ છે. દિકરીને ત્યાં દીકરો આવ્યો છે એનો ખૂબ આનંદ છે આપણાં માટે ખોટનોજ છે ઇશ્વર એને જીવનમાં ખૂબ સુખી રાખે પણ તારાં કુટુંબ માટે દીકરીજ દીકરો બનીને આવી છે એ કોકની પારકી દીકરીએ તને તારાં દીકરાની ખોટ પડવા નથી દીધી એવી સેવા કરી છે. “

“સરલા બેટા તને જોઇ તારાં દીકરાને જોયો એનાં અનેક ઓવારણા લઊ ખૂબ આશીર્વાદ આપુ છું ખૂબ સુખી થાવ પણ ગુણવંતભાઇ મને તમે વસુધા પાસે મૂકી આવો મારે પણ એની પાસે જવું છે એ આવશે ત્યારે તમારી ઇચ્છા હશે તો અહી પાછી આવીશ નહીંતર મારું યે ઘર છે ત્યાં જઇશ.”

દિવાળીફોઇની વાતો સાંભળી સરલાની આંખમાં આંસુ આવી ગયાં બોલી “મારો બધો આનંદ લૂંટાઇ ગયો.”

***********

વસુધા પિયરનાં આંગણે આવી. ઉઠી ગયેલી આકુને તેડીને કહ્યું “તારાં નાનાનું ઘર આવી ગયું દીકરા...” અને દુષ્યંત દોડી આવ્યો અને આકુને વ્હાલથી ઊંચકી લીધી. અને આજીબા અંદરથી આવ્યાં. વસુધાને જોઇને બોલ્યાં “કેટલાં સમયે આવી મારી દીકરી”. એમણે વસુધાનાં ઓવારણાં લીધાં આશિષ આપ્યાં.

વસુધા એની નાના આજીબાને વળગીને રડી પડી. આજીબા જમાનાનાં ખાધેલાં હતાં એમણે વસુધાને વ્હાલ કરતાં કહ્યું “દીકરી મારી.. બધુ સમજું છું જાણુ છું તારાં જેવી હિંમતવાળી બીજી છોકરીજ ક્યાં છે ? બધુ જાણુ છું બધી ખબર મળી છે મને.. દીકરા તને કોઇ શું કરી શકે ? મહાદેવ હાજરા હજૂર છે. તારો વાળ વાંકો ના થવા દે..”

વસુધા આજીબાને વળગીને “આજી.. આજી” કરતી રડી રહી હતી. આજીબાનો હાથ એનાં બરડે ફરી રહેલો. વસુધા રડીને સાવ હળવી થઇ ગઇ હતી. પાર્વતીબેનની આંખો પણ ભીંજાઇ ગઇ હતી એમણે કહ્યું “બા કેમ છે ? બધું બરાબર ? આ વખતે તું આવી તો હું ત્યાં જઇ શકી. ગયા વિના ચાલે એવું નહોતું એટલે દુષ્યંતને મૂકીને ગઇ તારી પાસે.”

બધાં અંદર ઘરમાં આવ્યાં. વસુધાએ માં ની સામે જોઇને કહ્યું “આ ઘર મારું હતું અહીંનો એક એક ખૂણો મારો જાણીતો આ ધરતી મારું સ્વર્ગ હતું અને એક ક્ષણ એવી આવી બધુ પરાયું કરી દીધું. “

પુરષોત્તમભાઇએ કહ્યું “બસ દીકરા. તારુંજ છે આ ઘર તારી યાદો બધી અહીં સચવાયેલી છે આ ઘર તારું પારકું નથી ભલે દીકરી પારકી થાપણ કહેવાય. દુષ્યંત તારાં વિના સાવ એકલો પડી ગયો છે. “

ત્યાં દુષ્યંત આકુને લઇને ત્યાં આવ્યો એણે બધાની વચ્ચે આકુને બેસાડી દીધી. આકુ રમવા માંડી હવે એ મોટી થઇ ગઇ હતી એણે ઘરમાં દોડાદોડ કરવા માંડી...

પાર્વતીબેને બધો સામાન મૂકી કપડાં બદલી રસોઇની તૈયારી કરવા માંડી ત્યાં આજીબાએ કહ્યું “પાર્વતી બધુ તૈયાર છે હવે રાત પડે કંઇ કામ કરવા ના રહીશ તું પણ થાકીને આવી છે આરામ કર.” આજીબાએ કહ્યું “વસુધા તું પણ કપડાં બદલી જમીને સૂઇ જા સવારે વાતો કરીશું. આકુને જમાડી લે. “

વસુધા એનાં રૂમમાં ગઇ. રૂમમાં આવી એનાં પલંગ પર આડી પડી લગ્ન પહેલાંની યાદો એને આવી ગઇ. મનોમન વિચારવા માંડી કે હું કુંવારી હતી કેવું સારું હતું બધુ સુખ હતું પાપાને દુધનાં હિસાબમાં મદદ કરતી. લાલી અને બીજી ગાયોને પાળતી રમાડતી વાતો કરતી...

લગ્ન થયાં સાસરે ગઇ. પીતાંબર સાથે સંસાર માંડ્યો. એ હજી ભોગવ્યો ના ભોગવ્યો અને નંદવાઇ ગયો. એનાં આંખનાં ખૂણા ભીંજાયા.. આકુ એક યાદગીરીમાં સાથે રહી પીતાંબર જાણે વિસરાઇ ગયાં ત્યાં દુષ્યંત આકુને લઇને રૂમમાં આવ્યો.

વસુધાએ કહ્યું “એને કપડાં બદલાવીને જમાડી લે હું કપડાં બદલીને આવું છું” દુષ્યંતે કહ્યું “ભલે હું કરી લઊં છું બધુ..” એ આકુનાં કપડાં લઇને બહાર ગયો.

વસુધાને ક્ષણમાં બધી પળો યાદ આવી ગઇ એણે કપડાં બદલ્યાં અને બહાર ગઇ.

આજીબા, પાર્વતીબેન, પુરષોત્તમભાઇ, દુષ્યંત આકુને લઇને બેઠાં હતાં. આકુને નીંદર આવી રહી હતી વસુધાએ એને એનાં ખોળામાં સૂવાડી દીધી.

બધાં સૂવાની તૈયારી કરી વાતો કરી રહેલાં. વસુધાએ કહ્યું “માં સરલાબેનને થશે મને મળી બાબાને જોઇને જતી રહી ફરી મળવાજ ના આવી. સારુ છે એમની અને બાબાની તબીયત સારી છે.”

પાર્વતીબેને કહ્યું “અહીં આવીનેય તને વિચાર ત્યાંનાંજ આવે છે. હવે હમણાં થોડાં દિવસ બધુ ભૂલીને અહીં આરામ કર.... “

વસુધાએ કહ્યું “આરામ થાય તો સારું માં ત્યાં બધુ ઉભુ કરી અધુરુ મૂકીને આવી છું વિચાર તો આવેજ ને... છેવટે ઘર તો એજ નિભાવવાનું છે મારે કોઇ બીજો વિકલ્પ નથી”.

ત્યાં વસુધાનો મોબાઇલ રણક્યો. દુષ્યંતે વસુધાને આપ્યો રાજલનો ફોન હતો.... એણે.....



વધુ આવતા અંકે - પ્રકરણ-108