Mitra aetle sukh-dukhno Padchhayo - 1 in Gujarati Motivational Stories by Milan Mehta books and stories PDF | મિત્ર એટલે સુખ-દુ:ખનો પડછાયો - 1

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

Categories
Share

મિત્ર એટલે સુખ-દુ:ખનો પડછાયો - 1

આપણાં મૌન પાછળનું કારણ અને સ્માઇલ પાછળનું ભેદી મૌન શું હોય છે એ આપણો મિત્ર જ સમજી શકે છે. કુદરત જ્યાં લોહીના સંબંધ આપવાનું ભૂલી જાય છે ત્યારે તે મિત્રરૂપે એક વ્યક્તિને આપણાં જીવનમાં આપી દેતો હોય છે. એટલે જ એના ખોળામાં માથું રાખીને મન ભરીને રડી શકાય છે. વાત કરવા માટે વિચારવાની જરૂર પડતી નથી.ઘરના સભ્યો કે સગા ભાઈને કોઈ વાત કરી શકાય નહિ અને જીવનમાં બનતી સારી કે ખરાબ ઘટના સૌથી પહેલા કોઈને કહેવાતી હોય તો એ આપણા મિત્રને જ કહેવાતી હોય છે.મિત્ર એટલે સુખ-દુ:ખનો પડછાયો. મિત્ર ચોક્કસ નારાજ થઈ શકે પણ ચોક્કસ સમય સુધી જ અને એ નારાજગીના સમયે એને મનાવો નહિ તો કઈ વાત પર નારાજ થયો છે એ પણ ભૂલી જાય અને મને મનાવ્યો કેમ નહિ તેના પર ઝગડવા લાગે એટલે એવો મિત્ર હોય તો તે તમારો પાક્કો અને સાચો મિત્ર છે એ વાત સમજી લેજો પણ અત્યારના સમયમાં આવો મિત્ર મળવો બહું જ મુશ્કેલ છે. સોશ્યલ મીડિયામાં લાઈક કરવા વાળા મિત્રો કરતાં લાઈવ સાથે રહેવાવાળા મિત્રો બહું જ ઓછા મળે છે. ભલે તમને જન્મદિવાસની શુભકામનાઓ ના પાઠવે પણ જ્યારે તમારા પર કોઈ આફત આવે કે કોઈ મુશ્કેલીમાં ફસાઈ જાવ ત્યારે સૌથી પહેલા તમારા ઘરે પહોંચી જાય એ જ સાચો મિત્ર.તમે ખોટા રસ્તે જઇ રહ્યા હો ત્યારે સાચો મિત્ર તમારો સાથ છોડીને તમારી સાથે ઝગડો કરે અને જરૂર પડે તમારી સાથે બોલવાનું પણ બંધ કરી દે પણ તમને એ ખોટા રસ્તે જતાં અટકાવે એ જ મિત્ર. ચાલો આજે આવા જ બે મિત્રની વાત કરીએ.

અવની અને મોહિત ગાંધીનગરની સોફ્ટ્વેર કંપનીમાં સાથે કામ કરતાં કર્મચારી હતા તેઓ એકબીજાના ખાસ મિત્રો હતાં. બંને વચ્ચે ગાઢ અને અતુટ મિત્રતા. હંમેશા એકબીજા પોતાના સુખ દુઃખની વાત એકબીજાને ન માત્ર કહે પણ એના પર મુક્ત મને ચર્ચા કરે અને જો ખોટી અને અયોગ્ય વાત હોય તો બંને એકબીજાની વાતનો જોરદાર વિરોધ પણ કરે. એકબીજાના પ્રશ્ન ન માત્ર સાંભળતા પણ સમજતા અને એ પ્રશ્નનું નિરાકરણ લાવતાં.સમય જતાં ખૂબ જ અંગત અને ખાસ મિત્રો કે જે ઓફિસમાં કે ઓફિસના કામ સિવાયના સમયમાં કે લંચ કે બ્રેકમાં સાથે ચા અને નાસ્તો કરતાં હતા. કદાચ એકને મોડુ થાય તો લંચમાં જમવા માટે બીજી વ્યક્તિ 2 ક્લાક જેટલો લાંબો સમય રાહ જોતી હતી અને આટલી રાહ જોયા પછી પણ બે માંથી કોઈને લેશમાત્ર ફરિયાદ રહેતી ન હતી. અવની આ વાત ખોટી છે અને આ ખોટું જ કહેવાય આમ ના થવું જોઈએ તેવું કહેતી હતી તો મોહિત એની પાછળનું કારણ શું લાગે છે અને સાચું શું છે એને એમ કરવાથી શું ફેર પડશે તેવું અવનિને પૂછી જ લેતો, . મોહિત કોઈ પણને ખીજાય કે એટલે અવની તરત જ તેને અટકાવે કે તમે આજે જે ખીજાયા પહેલા ભાઈને તેને એમ ખીજાવાના બદલે એકબાજુ બોલાવીને શાંતિથી સમજાવો કોઈ પણને શાંતિથી સમજાવો એટલે તે સમજી જ જશે અને ભવિષ્યમાં ભૂલ પણ ઓછી જ કરશે. અવની અને મોહિતને એકબીજાની પસંદગી પણ સારી રીતે ખબર રહેતી.નોકરીના પાંચ વર્ષ થવા છતાં બંનેમાથી કોઈ પણ એક વ્યક્તિએ હિસાબ નથી રાખ્યો. ક્યારેય એકબીજા સાથે ખોટું પણ નથી બોલ્યા કે વાત પણ છુપાવી ન હતી.


મોહિત બોલવાનું ઓછું કરે એટલે અવની તરત સમજી જાય કે નક્કી મોહિતના મનમાં કંઈક ગડમથલ ચાલી રહી છે એટલે તરત ફોન કરીને પૂછી જ લે કે શું થયું છે આજે કોઈ ખીજાયું ? કોઈ કશું બોલ્યું ? મોહિત જવાબ ના આપે એટલે તરત અવની હસતાં હસતાં કહે તો પછી કેમ તગારા જેવુ મોઢું લઈને ફરો છો એમ કહીને મોહિતના મુખ પર હાસ્ય લાવી જ દે. સામે મોહિતને પણ અવનીના દરેક વાતની જાણ ના હોય એમ તે તેવી રીતે અવની ખીજાતી હોય ત્યારે મોહિત નાના છોકરાની જેમ શાંતિથી નીચે મોઢું રાખીને સાંભળે મોહિત સારી રીતે જાણતો કે અત્યારે કશું જ સામે બોલાય એમ નથી જ. અને એ પણ હતું જ કે કોઈ કંઈ પણ કહે કે ના કહે પણ અવની ખીજાતી તેનું મોહિતને ભારોભાર લાગી આવતું હતું અને પછી તે બધા સાથે વાત કરવાનું ઓછું કરી દે એટલે મને પણ ખબર પડી જતી કે આજે અવનીએ મોહિતને કંઈક કહ્યું લાગે છે. અવનીને ખાવાનો અને ખવડાવવાનો ગજબનો શોખ એ પણ છે જ કે જે ખાઇ શકે એ જ ખવડાવી શકે. અવની મોહિત માટે આટલી કામની વ્યસ્તતા વચ્ચે પણ મોહિત માટે પોતાના હાથે બનાવીને મોહિતને ભાવતી વાનગી ચોક્કસ લઈ આવે. સામે મોહિતને પણ ખબર જ હોય કે અવનીને આ સમયે જમવામાં શું ચાલશે એટલે એ પણ તૈયાર જ હોય. મોહિત હંમેશા અવનીને ચીડવતો કે કોઈને ખાવાનો શોખ હોય પણ તને તો ખાવાનો ભડભડિયો છે.


મોહિત હંમેશા અવનિને કહેતો કે તને તારા પર વિશ્વાસ છે અને મને તારા પર શ્રધ્ધા કારણ કે જ્યારે પણ કોઈ પારિવારિક કે નોકરી માટે નિર્ણય લેવાનો હોય ત્યારે મોહિત અવનિને જ પૂછતો અને અવની જેમ કહે એમ જ તે કરતો હતો કારણ કે મોહિતને પોતાના કરતાં પણ અવની પર વધારે વિશ્વાસ હતો. મોહિત હંમેશા કહેતો કે કુદરતનો જેટલો આભાર માનું એટલો ઓછો છે કારણ કે તું એક મિત્ર તરીકે આવી એનાથી વધારે શું હોય વધારે હોઈ શકે કારણ કે અવનીનું મન મંદિર જેવુ પવિત્ર હતું અને દિલ આકાશ જેવુ સ્વચ્છ હતું.
અવનીને કોઈ છોકરો જોવા આવે એટલે તે મોહિતને પહેલા જ જાણ કરી દે કે એક છોકરો જોવા આવવાનો છે તેને આ કર્યું છે અને મને નથી લાગતું કે આમાં મેળ બેસે એટલે મોહિત તરત કહે કે તું જોયા વગર કેમ કહી શકે કે આમાં મેળ નહીં બેસે ? તું મળીશ તો ખબર પડશે કે છોકરો કેવો છે. મોહિતને હંમેશા એક વાતની ચિંતા રહેતી કે આ છોકરીને કોઈ સારો છોકરો મળી જાય એટલે બસ. કારણ કે અવની નિર્દોષ અને નિખાલસ હતી અને એટલે મોહિતે અવનીને સારો છોકરો મળી રહે તે માટે માનતા પણ રાખેલી. અવનીને મોહિત હંમેશા કહેતો કે જો તારા જેવી દીકરી દરેકના ઘરમાં હોઈ તો ક્યારેય કોઈ માતા – પિતાને પોતાની દીકરીની ચિંતા જ ના રહે કારણ કે આટલી સ્વતંત્રતા હોવા છતાં હમેશાં પોતાના માતા પિતા વિશે જ વિચારતી હોય છે કે ઘરમાં માતા પિતાને કેમ મદદ કરી શકું અને મારા કારણે ક્યારેય કોઈ મારા માતા પિતાને સંભળાવી ના જાય.
મોહિત જ્યારે પણ અવનિને ચીડવતો કે સાસરે જઈને પછી ભૂલી ના જતી અને ફોન નંબર ડિલીટ મારી ના દેતી અને હા ફોન ઉપાડજે એટલે અવની ગુસ્સામાં કહેતી કે આવા ફાલતુના ડાયલોગ ના મારો અને ત્યાંથી એ જતી રહેતી.

બંને એકબીજાને માન- સન્માન અને આદર એકબીજા થી વઘારે આપતા હતા એટલે જ ત્યાં એકબીજા માટે ફરિયાદ રહેતી ના હતી એનાથી વિપરીત આંનદની હરેક શણ ઉજવાતા હતા.

વિશ્વાસના પાયા પર જેની ઇમારત ઊભી છે અને એકના સુખે સુખી અને દુખે દુઃખી એવા આ બંને મિત્રોને કોટી કોટી વંદન. એ બંનેની મિત્રતા ગંગાના પવિત્ર પાણીના પ્રવાહની જેમ અવિરત વહેતી રહે તેવી પ્રભુને પ્રાથના.

મિલન મહેતા બુ ઢ ણા
9824350942