A deep wound in Gujarati Moral Stories by Bindu books and stories PDF | એક ઊંડો ઘા

The Author
Featured Books
Categories
Share

એક ઊંડો ઘા

એક ઊંડો ઘા
ઘાવ હવે ખૂબ જ વધારે ઊંડો થઈ રહ્યો હતો ...અને રૂઝાવાનું કોઈ કારણ કે ઉપચાર પણ જણાતા ન હતા નિયતિ સમજી નહોતી શકતી કે આ ઘાવ નું હવે શું કરવું ? કારણ કે આ ઘાવ હવે નાસુર બનીને તેને વધારે પીડા આપી રહ્યો હતો. નિયતિ માનસિક રીતે વિચલિત થઈ રહી હતી અને તેના માટે તે કોઈને કંઈ પણ નથી શકતી કારણ કે તેણે આ બધું જ પોતાના જીવનમાં પોતાની ભૂલના કારણે જ ભોગવવાનું હતું નિયતિએ વિચારી લીધું હતું કે હવે તે કંઈક કરવા માટે પ્રતિબદ્ધ થશે અને આ ઘાવ ઓછો કરશે એ ધાવની શરૂઆત ક્યાંથી થઈ એ યાદ કરતા નિયતિ ને એ પેલો ઓફિસ નો એ દિવસ યાદ આવી જાય છે....
કે નિયતિ પ્રથમવાર જ નિરવને મળી હતી અને પ્રથમ નજરે તેને નીરવથી પ્રેમ થઈ ગયો હતો પ્રેમ કે કંઈક એવી લાગણી તે એ સમજી ન શકી નીરવને જોઈને જાણે તેના માટે તે બની હોય તેવું એ મહેસુસ કરવા લાગી હતી. ઓફિસ નો પહેલો દિવસ થોડું લેટ થઈ ગયું તેને નિરવ આવીને સમજાવે છે કે વેલકમ નિયતિ મેડમ એન્ડ ડોન્ટ વરી હા બોસ થોડા ગુસ્સાવાળા છે પણ તમે ચિંતા નહીં કરશો કારણ કે ઓફિસે મોડું થવાથી નિયતિ રીતસર ની ધ્રુજી રહી હતી અને હાથમાંથી એક પછી એક વસ્તુ પડી રહી હતી એ જોઈને નિરવ તેની નર્વસનેસ સમજી જાય છે અને તેને સમજાવવા પ્રયત્ન કરે છે અને નિયતિને પણ સારું લાગે છે તે થોડા સ્ટ્રેસ થી શાંતિ અનુભવે છે આમ તે પહેલી જ મુલાકાતમાં જાણે જીવનભર માટે તેને યાદ રહી જશે અને પછી તો બોસ ઉપર કે મિસિસ બ્રિગેન્સા ઉપર કે પછી સ્ટાફના અન્ય સભ્યો ઉપર કે whatsapp ની ચર્ચા ઉપર કે લંચ પર કે કોફી પર કે નીરવને ભાવતી વસ્તુઓ કે પોતાના ટિફિન બોક્સમાં લાવતી કે મનગમતી મુવી જોવા સિનેમા ઘરમાં દોડી જવું બંને સાથે જ હોય,, નિયતિના જીવનમાં નીરવ જાણે એક નવી ઉર્જા ભરીને આવે છે નિયતિ ક્યારેય નિરવ કે તેના પરિવારના અન્ય સભ્યો કે મિત્રો વિશે પૂછતી નથી કારણ કે તેને એવું કશું જ જાણવામાં ઇન્ટરેસ્ટ જ નથી હોતો બસ એને તો માત્ર રસ હોય છે એક નીરવમાં હા ક્યારેક ક્યારેક પોતાની સેલેરીમાંથી બચત કરીને નીરવ માટે ઘણું ખરું લાવે છે આજે મેં આ ટોપ લીધું જો નીરવ આજે જો આ ઓફિસે પહેરવા માટે તારા માટે મેં શર્ટ લીધો છે આ એકદમ સરસ છે તારા માટે તારો મનગમતો સ્પ્રે લીધો છે આ જો નીરવ મેં તારા માટે એક સ્માર્ટ વોચ લીધી છે નિરવ પણ ક્યારેક કશું જ કહેતો નહીં સહર્ષ સ્વીકારી લેતો અને પોતાના આ ગમતા પાત્રને આપવા માટે નિયતિ પણ હંમેશા ઉત્સુક રેતી અને ધીરે ધીરે બંને વચ્ચે એટલી આત્મીયતા બંધાઈ જાય છે કે નિયતિને એ પ્રશ્ન પૂછવામાં શરમ અને સંકોચ અનુભવે છે કે નીરવ પણ તેના માટે એવી જ લાગણી ધરાવે છે ધીરે ધીરે નીયતીનો આ લગાવ તેને પોતાની જાત કે પોતાના લક્ષ્યથી દૂર કરવા લાગે છે નિયતિને કોઈ ભાનસુધા નથી રહેતી નિયતિ બસ નીરવ ને જ પ્રાધાન્ય આપવા લાગે છે ઘરમાં નિયતિને કહેનાર કોઈ હતું નહીં એવું ન હતું પણ તેના ઘરના સભ્યો તેને જીવન જીવવાની સ્વતંત્રતા આપતા હતા. માટે નિયતિના જીવનમાં આગળ વધવાનું એટલે એના જીવનમાં યોગ્ય સૌથી યોગ્ય જીવનસાથી માટે પણ તેણે વિચારી લીધું હતું. ત્યારે નિયતિને થતું કે તેના પહેલા નીરવ એને કહેશે પછી ઘરમાં પોતાના સંબંધ વિશે તે બધાને વાત કરશે અને એક સરસ મજાના કપડાની જોડ સ્પ્રે ચોકલેટ લઈને તેને મળવા બોલાવે છે નિરવ દર વખતની જેમ બધી વસ્તુઓ સહર્ષ સ્વીકારી લે છે હવે જ્યારે નિયતિ પોતાના પ્રસ્તાવ રાખે છે કે જીવનમાં આગળ વધવા માટેની ત્યારે નિરવ હશે છે અને ખડખડાટ હસતા કહે છે કે સોરી પણ મેં તો આ બાબતે ક્યારે વિચાર્યું નથી અને મેં તો તને એ રીતે ક્યારે જોઈ જ નથી અને મારી લાઇફમાં ઘણાં પાત્રો છે માટે હું તને ચોખવટ કરું છું કે હું તને છોડીશ પણ નહીં અને હા હું તને અપનાવીશ પણ નહીં બસ આ સાંભળી અને નિયતિ દંગ રહી જાય છે કે આસપાસ એના સુનકાર વ્યાપી જાય છે તે શું કશું જ બોલી નથી શકતી અને તેના મન પર એક ગહેરો ઘાવ અસર કરે છે તે હવે ઘાવમાંથી બહાર નીકળવા માટે પ્રયત્ન કરે છે પણ રોજ ઓફિસે નીરવને જુએ છે અને એ ઘાવ ફરીથી તરો તાજા થતો જાય છે.... પણ મક્કામ મનની નિયતિ હવે એ ઓફિસમાંથી કંઈક આગળ કરવા માટે થઈને પોતે ફરીથી પોતાનું ધ્યાન પોતાની કારકિર્દીમાં લગાવવા નું શરૂ કરે છે... એક ઘાવ માંથી બહાર નીકળવા માટે પ્રયત્નશીલ બને છે..