MY soft corner personality in Gujarati Biography by vansh Prajapati ......vishesh ️ books and stories PDF | મારું સોફ્ટ કોર્નર વ્યક્તિત્વ

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

Categories
Share

મારું સોફ્ટ કોર્નર વ્યક્તિત્વ

soft corner personality આટલુ મને મારો મિત્ર હમણાંથી કહેવા લાગ્યો, એ મને કહે ક્યારસુધી તું કોલેજમાં લોકોમાંટે સમાજ સેવા કરીશ, સ્ટડી મટેરીયલથી લઈને યુનિવર્સિટીના ફોર્મ સુધી ક્યાર શુધી મદદ કરીશ તારા ક્લાસમેંટ લોકોની...



જેમાંથી 50%ઉપર તો સ્વાર્થી છે, આવું માનવું મારાં પ્રિય મિત્રનું છે કારણકે એને ખોટું લાગે હું મારું ફોર્મ ભર્યા પછી પણ જયારે બીજાની હેલ્પ કરતો હોઉં, એમને કોડ અને એડ્રેશ કઈ જગ્યાએ લખવો એ શીખવતો હોઉં એટલે ઘણીવાર ધ્યાન નથી રહેતું કે મારો મિત્ર મારી માટે wait કરી રહ્યો છે અને હું મારાં બીજા મિત્રોને ફોર્મ ભરવાની મદદ કરતો હોઉં અને જયારે ભરાઈ જય ત્યારે એ લોકો exam સુધી કોલેજમાં ન આવે ઘરે રહેવા વાળા મિત્રો, એક જ દિવસ પરીક્ષામાં જ આવવાનું બસ,



હા બીજા નિયમિત આવવા વાળા મિત્રો પણ છે જે મટેરીયલ માંગે તો હું ખુશીથી આપું કારણકે એ પોતાની ફેમિલીનું સમ્માન કરવા વાળા મિત્રો હોય છે સીધા કોલેજ આવવું અને સીધા ઘરે જવું ખોટી બાબતમાં ધ્યાન આપ્યા વિના સ્ટડી ઉપર ફોકસ આપવું એવા લોકોની સામેથી હેલ્પ કરવાનું મન થાય એવા હોય છે



અને એકબાજુ સ્વાર્થી મિત્રો, મારે 1st યરમાં સારા માર્ક્સ આવ્યા, મારી રિસર્ચ જે પાલનપુરના ઇતિહાસ ઉપર હતી એને મેગેજીનમાં સ્થાન મળવાનું છે એ પ્રક્રિયા ચાલી રહી છે, એટલામાં જેમને હું પહેલા મિત્ર માનતો હતો એ લોકોએ પાછળથી અટેક કરવાનું શરુ કરેલું, મારી ઉપર પર્સનલ અટેક અને ફેમિલી ઉપર પણ અભદ્ર ભાષાઓના ઉપયોગ કરેલા પણ આ વાત મારાં ઘર સુધી આવેલી, અને માત્ર એમને ઇગ્નોર કરીને મેં સ્ટડી ઉપર જ ફોકસ કરવામાં ધ્યાન આપ્યું જેનો મને ફાયદો પણ ખુબ થયો નેફેટીવીટીથી દૂર રહેવા મળ્યું અને ઘણું શીખવા મળ્યું




હું એટલું જ કહીશ મારાં મિત્રની વાત સાચી છે પણ મારો સ્વભાવ સોફ્ટ છે એને હું બદલવા નથી માંગતો દુનિયા છે આજે પગ ખેંચે તો કાલે એજ હાથે તાળીઓ વાગડશે, પણ ફેમિલી તો આપણું હૃદય છે એમની ઉપર અભદ્ર ટિપ્પણી કરનારને ગણેશા માફ ન કરે એવી જ આશા રાખીશ



સાચા મિત્રો માટે એક ખાસ 😇

મિત્રતા એટલે એક અલગ જ આભાસ કરાવતો શબ્દ છે ,મિત્ર સાથે વિતાવેલા એ અણમોલ પળો ને આપણે ક્યારેય ન ભૂલી શકીએ ,

મિત્ર એટલે આપણા કઈ બોલ્યા વિના આપણા મનની બધી જ વાત જાણી લે અને આપણને ટોકી ટોકી ને કહે ના તું કંઇક તો છૂપાવે છે બોલ શું છે તારી ઉદાસી નું કારણ , આપણી દરેક સ્થિતિ માં આપણી સાથે રહે અને આપણને સાથ અને સહકાર આપે , એજ મિત્ર

મિત્ર નો આં સબંધ ખૂબ જ અનેરો છે ,ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામા જ્યારે સાંદિપની ઋષિના આશ્રમ માં વિદ્યા ગ્રહણ કરતા હતા ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ અને સુદામા સાથે મળીને બધાજ કામો કરતા જેમકે પશું પાલન ,જંગલ ના લાકડા વીણવા આં બધી જ પ્રવુતિ ઓ ,સમય બદલાતા ભગવાન શ્રીકૃષ્ણ દ્વારિકાના રાજા બન્યા અને સુદામા માત્ર એક ભ્રમણ તરીકે ભક્તિ ભાવ પૂર્ણ જીવન પસાર કરતા હતા તોપણ બંને મિત્રો ની મિત્રતા બેજોડ હતી ,ભગવાનને બધી જ વાતની ખબર હતી , જ્યારે સુદામા દ્વારિકા માં પધારે છે ત્યારે ,ભગવાન શ્રીકૃષ્ણ પોતાના મિત્ર સુદામા ના પગ ને પોતાના હાથ ના સ્પર્શથી કાંટા દૂર કરી તેમના પગ પખાળે છે અને તે સમયે તેમની આંખો માં આંસુ પણ આવી જાય છે એજ તો છે સાચી મિત્રતા ,

મિત્રો મરા મતે તો મિત્રતા કોઈપણ માણસથી થઈ શકે ,મિત્રતામાં કોઈ ભેદભાવ હોવો જોઈએ નહિ , વિચારો મળવા જરૂરી છે,એજ સાચી મિત્રતા



Vishesh ✍️

Happy holi &dhuleti 💗