The Author वात्सल्य Follow Current Read અશ્ક.... - નિષ્ઠા By वात्सल्य Gujarati Short Stories Share Facebook Twitter Whatsapp Featured Books नफ़रत-ए-इश्क - 21 तपस्या विराट के यादों में खोई हुई रिमोट उठा कर म्यूजिक सिस्ट... मेरी गुड़िया सयानी हो गई ..... 'तेरी मेरी बने नहीं और तेरे बिना कटे नहीं' कुछ ऐसा ह... सर्द हवाएं लेख-सर्द हवाएं*******"" यूं तो सर्दियों के मौसम में जब... इश्क दा मारा - 45 यूवी गीतिका का हाथ पकड़ कर ले जा रहा होता है तभी गीतिका बोलत... लल्लन जी की अद्भुत नौकरी गाँव के एक छोटे से कस्बे में रहते थे लल्लन जी। उनका नाम ही उ... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Share અશ્ક.... - નિષ્ઠા (4) 886 2.3k નિષ્ઠા તારે માટે ......!!ત્રીસ ત્રીસ વરસ પહેલાં ખળખળતી સરસ્વતી નદીના પટમાં તું આજે રાખ બનીને ઉડ્યા કરે છે,નિષ્ઠા! જયારે જયારે એ નગર એ નદીના પટમાં પગ મારો પડે છે ત્યારે પગને પોચી લાગતી તારી રેતમાં મારાં પગલાં પાડી હું તારા અતીતમાં ખોવાઈ જાઉં છું.તું નવી નવો ચણીયો પહેરીને જયારે મળતી ત્યારે કેટલી ખુશ થતી... કે જુઓ હું કેવી લાગુ છું? આ જુઓ સિદ્ધપુરના મેળામાં મારા માટે તમેં લીધેલી બંગડી આજે જ પહેરવા કાઢી કેમકે મારી મમ્મીએ મને આજે પચાસ રૂપિયાનનો ડ્રેસ મને મનગમતા રંગ અને પીળા ફૂલડાંમાં શોભતો ખરીદી પહેરીને ઉતાવળી ઉતાવળી તમને મળવા આવી છું.તમેં મને ક્યાં કીધું'તું કે હું આવું છું..!હું હસીને એને જવાબ આપતો કે પાગલ તારો ટેલિફોન તો કપાયેલો પડેલો છે.... બિલ ભર્યું નથી લાગતું તેં!એટલે હું તને કઈ રીતે કહું કે હું તને મળવા આવું છું?પણ તને ખબર જ છે કે હું દર માસની પ્રથમ પૂનમે આ મંદિરે આવવાનું નેમ લીધેલું છે.એટલે મને તું મળીશ એવી પાકી ખાત્રી હતી..વિચારમાં બે પગલાં આગળ ચાલુ અને પગ મારા થાંભલા જેમ રેતમાં ખુપે એમ ઉભો ઉભો હસ્યા કરું અને તું ગરીબાઈમાં જન્મી છે તેનું રડવું પણ આવી જતું નિષ્ઠા!તું પચાસ રૂપિયાની સાડીમાં ખુશ લાગતીતી તે સ્મશાને એક ખૂણે ઉભો ઉભો પાંચસો રૂપિયાનું ખરીદેલું ઓઢણું મારા માટે હવે તને ઓઢાડવા તુચ્છ હતું.કેમકે પચાસની ચણીયા ચોળી પહેરી ખુશ થતી'તી તે દિવસે આ પાંચસો રૂપિયાનો ઓઢણું ખરીદી આપ્યું હોત તો તું દસ ગણી રાજીના રેડ થાત! કાશ! મને શું ખબર કે તું નજીવું જીવવા આવી હતી..! તારા માટે અને તને પરણીને તને લઇ જવા માટે હું પરદેશ કમાવા ગયો કેમકે તને રાજી કરું તેટલો હું સુખી નહોતો એટલે તને મેળવવી હોય તો કમાવા પરદેશ જવુ પડે.આ મનોમનની ઝંખના અને મારા પરદેશ જવા પછીના તારા કોઈજ વાવડ ન મળતાં મારી પાસે તે આપેલી એક નાનકડી તસવીર જોઈ જોઈ દિવસો કાઢી કમાઇનો એક એક પૈસો બચત કરતો'તો!ક્યારેક તો નિષ્ઠા! તને પરણી લઇ આવવાની લ્હાયમાં એક એક ટંક જાતે બનાવી જમવાનું જ઼મી ને તને ખુબ યાદ કરતો....!! ખુબ બધા રૂપિયા કમાઈ મારી નિષ્ઠાને હું ધામધૂમથી પરણી મારા હૈયાની રાણી બનાવું!આજે સરસ્વતીના પટમાં ભટકતો ભટકતો તને શોધું છું પરંતુ રેતમાં છુપાયેલી રાખ પણ હવે નથી નજરે પડતી નિષ્ઠા!નિષ્ઠા.... પરદેશી રૂપિયાનાં બંડલોનો કોથળો ભરી મારા ગામ લોકલ બસમાં મુસાફરી કરતો કરતો જયારે ગામ આવ્યો ત્યારે કોઈએ કીધું ને મને ખબર પડી કે નિષ્ઠા નિષ્ઠા કરે છે ને એની રાખ પણ તને નહીં જડે!!એને એના પપ્પાએ રૂપિયા લઇ વેચી નાખી હતી..તેને જયારે દુલહનમાં શણગારી ત્યારે તેની પાસે માત્ર એક જોડી કપડાં સિવાય આપવા જેવું કાંઈજ નહોતું કેમકે તેના બાપે બધું દારૂ અને જુગારમાં હોમી દીધું હતું.હવે તે બાપને હોમવા માટે સંસ્કારી છોકરી ને ફાટેલી ઘાઘરી અને કબજામાં બે ત્રણ કાણા પડેલી હાલતમાં એ બાપે વળાવતા જોનારાની આંખમાં આસું હતાં પણ દારૂડિયા બાપ પાસે દીકરીને દાયજાની પેટીમાં સારાં કપડાં પણ નહોતા આપ્યાં ! એ જેવી સાસરે રડતી કકડતી આવી ત્યારે તેની રાત સુહાની થવાનાં સોણલાં જ રહ્યાં.પીધેલા બાપે પીધેલાને જ વળાવી ત્યારે આખુ ગામ કહેતું હતું કે આ કુમળી નાજુક નમણી છોકરીને હાથે કરીને એનો બાપ ગાંડા હાથીના પગમાં કચડવા જ મોકલે છે અને કરુણતા પણ એ કે નિષ્ઠા! તું તે વખતે ભાગીને મને ભેટી પડી હોત તો મારે આ રાખના રતનને શોધવા વારેવારે નદીએ ના આવવું પડત...! કાશ!મારા કોથળો ભરેલા રૂપિયાનો ફળીયા વચ્ચે ઢગલો કરી હું બધાંને આજીજી કરતો હતો કે હેં! ગામવાસીઓ મારી નિષ્ઠાને લઇ આવો આ બધાં રૂપિયા તમારા! પરંતુ નિષ્ઠા હવે ક્યાં આવવાની હતી? કારણકે નિષ્ઠાની નિષ્ઠાએ જ એને પતાવી દીધી.તે દારૂડિયા જુગારીયા પતિ એ તેને રૂપિયા લઇ અન્યને વેચી દીધી હતી અને એ એના પંજામાંથી ભાગવા જતાં તેના પતિએ છરીના ઘા ઝીંકી ને કાયમ માટે નિષ્ઠાનું કાસળ કાઢી નાખ્યું હતું.કોઈએ એ રૂપિયાનો ઢગલો પાછો કોથળામાં ભરી સજ્જન લોકોએ તેના જર્જરિત ઘરમાં એક ખૂણે મૂકી સૌએ એને શાંત્વના આપી! નિસર્ગ! આમ સાવ ગાંડો ન થા!તારા પ્યારની અમને ક્યાં કોઇ ખબર હતી? બાકી એ પીધેલા બાપને અમેં પણ રૂપિયા આપી તારી નિષ્ઠા અમારી પાસે સુરક્ષિત રાખત, પણ હવે ખુબ મોડું થઇ ગયું છે...નિષ્ઠા! આજે ત્રણ ત્રણ વરસના વાણાં વહી ગયાં છતાં તારી યાદ મને છોડતી નથી.તારી અનેક ઠેકાણે યાદ આંસુ બની ને મારા વદનને કૃષ કરી રહી છે.હું તને સપને શોધું પણ ઊંઘ આવતી નથી,ઝાડે ચડું તો પંખી રૂપે તું બેસતી નથી,સાઇકલની આગળની પાઇપ પર બેઠી હોય ત્યારે એ પડી.....એ ધીમે...નિસર્ગ ધીમે હું તો પડીશ પણ તારો ટાંટિયો પણ ભાગશે.મસ્તી મને ગમે છે,પણ આ રીતે બેસી મસ્તી નાં કર..તેવાં વેણ એ રસ્તે જતાં યાદ આવે છે.સાઇકલ પર નીકળું ત્યારે સાઇકલ પરથી ઉતરી હું ચાલતો જાઉં છું કેમકે તું હજુ પણ મને કહીં રહી છે નિસર્ગ ધીમે ચલાવ !એ કહેતી કે પાટણ શહેરમાં લઇ જાઓ છો તો એ કહે કે તમેં મને ફિલમ જોવા ના લઇ જતા મારે રાણીની વાવે બેઠાં બેઠાં તમારી જોડે,તમારા ખોળામાં માથું નાખી તમને નીરખવા છે.નિસર્ગ! ખોટાં ફિલ્મમાં રૂપિયા નાખી દઈ હું જ ફિલમ છુંતેમ મને જોયા કરો... હું તમારી હિરોઈન અને તમેં મારા હીરો! એ કચકડાની કંડારેલી વાર્તા કરતાં મને તમારી આ જીવતી વાર્તામાં જીવવું છે.. નિસર્ગ!અને સાચે જ એ ફિલમ જોવાને બદલે રાણીની વાવે ત્રણ ત્રણ કલાક સુધી મને નિહાળ્યા કરે.તે હું કેમ ભૂલું નિષ્ઠા!તને તારો પ્રેમ વ્હાલો હતો કે તારી નિષ્ઠા વ્હાલી હતી? ક્યાંક તો વિચાર કરવો હતો નિષ્ઠા તું એક ન્હોતી હું તારી સાથે જ હતો.તને મફતમાં તારો બાપ મને નહોતો પરણાવે તેમ એટલે મારે રૂપિયા રડવા જવુ પડ્યું.તારી રાખ આ સિદ્ધપુરના સ્મશાનમાં શોધું છું,આ સૂકી ભઠ નદીના પટમાં ચાલુ છું.... હવે તો પગે નહીં શરીરે કાંટા વાગે છે....કેમકે નદીના પટમાં ગાંડા બાવળાનું જોર વધ્યું છે.નિસર્ગ પણ નિષ્ઠા! નિષ્ઠા કરતો તડપી તડપી ત્યાંજ પ્રાણ ત્યાગ કરી ગયો.કહેવાય છે કે એ નિસર્ગ ત્યાંની ભૂમિમાં ખાધા પીધા વિના નિષ્ઠા પાછળ કાયમ માટે નિશ્ચેતન બની ગયો. - વાત્ત્સલ્ય Download Our App