Bhayanak Ghar - 24 in Gujarati Horror Stories by Jaydeepsinh Vaghela books and stories PDF | ભયાનક ઘર - 24

Featured Books
  • જીંદગી - એક આઇસક્રીમ - 3

    Recap : કામિની અને નરીયાની પ્રેમ કહાનીમાં કામિનીની મા એ આવીન...

  • રહસ્ય - 4

    અધ્યાય ૯ – “સજા”કાવ્યા ના શબ્દો મારા કાનમાં ગૂંજી રહ્યા હતા—...

  • Mindset

    Mindset - a small storyPart 1 - The introduction :કોઈ પણ માણ...

  • એકાંત - 44

    પ્રવિણના કોલેજમાં સ્વાતંત્ર્ય દિનનો ઉત્સવ ખૂબ સુંદર રીતે ઊજવ...

  • રેડહેટ-સ્ટોરી એક હેકરની - 43

            રેડ હેટ:સ્ટોરી એક હેકરની        પ્રકરણ:43     સૂર્યા...

Categories
Share

ભયાનક ઘર - 24

જીગર એ દરવાજા બંધ કરી દીધા અને એ મારા તરફ આવવા લાગ્યો.અને એને મને કમર મા હાથ ફેવારવા માટે તેને હાથ આગળ કર્યો..મને ખબર પડી ગઈ કે જીગર એની હદ પાર કરી રહ્યો છે..એટલે મે એને ધક્કો માર્યો અને કહ્યું કે ..."મે તને કીધું ને જીગર કે મોડું થઈ ગયું છે એને આ બધું અત્યારે નાં શોભે..મને અહી ઉતારી દે હું ચાલતી હતી રહીશ.
એને મને કીધું કે " પણ તમે થયું છે શું તને પ્રોબ્લેમ શું છે? હું તારો થવા વડો પતિ છું.. તો તને શું પ્રોબ્લેમ છે?
મે કીધું પતિ થવા નો છે.. થયો તો નથી ને ...અને મે તારા જોડે આવી ઉમ્મીદ નતી રાખી કે તું આ હદ સુધી ઉતરી જઈશ..
હવે દરવાજો ખોલ અને મને અહી ઉતરી દે.
જીગર એ કહ્યુ સોરી સોરી..મારી ભૂલ થઈ ગઈ..મને એમ કે આપડે બંને રિલેશન માં ચાલી જશે..પણ તું તો...
મે કીધું " જીગર મારે કઈ નથી સંભાળવું તું બસ દરવાજો ખોલ..."
એને દરવાજો ખોલ્યો અને હું ઉતરી ગઈ અને એણે મને રોકવા ની કોશિશ કરી પણ હું નાં રોકાઈ..અને હું રિક્ષા માં બેસી ને ઘરે ચાલી ગઈ...
જેવી હું ઘરે ગઈ તો મામી ઘર માં જ હતા અને બોલ્યા કે મોહિની કેવો રહ્યો આજનો દિવસ ..તમે ફર્યા ને? એને જીગર ક્યાં છે? એ તને બહાર છોડી નેજ જતો રહ્યો કે શું?
મે કીધું નાં મામી એવું નથી તે આગળ છોડી ને જતાં રહ્યાં અને હું અહી રિક્ષા માં આવી ગઈ...
અમે આમ બોલી ને મારા રૂમ માં જતી રહી અને અંદર જઈ ને રડવા લાગી કે.જીગર મારા સાથે એવું કંઈ રીતે કરી શકે..પછી એ વિચારતા વિચારતા હું સૂઈ ગઈ...
સવારે જેવી ઊઠી તો મામી એ બુમ પડી કે મોહિની બેટા અહી અવ જમવા નું તૈયાર છે....હું નીચે જમવા ગઈ તો મે જોઉં કે જીગર ગરે આવ્યો હતો.અને એ પણ ટેબલ પર બેઠો હતો....
ત્યાં ટેબલ પર મામા મામી પણ હતા અને જીગર...ત્યાં હું ગઈ તો મામી એ કીધું કે "જો... બેટા જીગર આવ્યો છે"
જીગર મારા સામે જોઈ નતો શકતો કારણ કે એને રાતે જે ભૂલ કરી હતી એટલે એ શરમિંદા હતો....
હું નીચે જઈ ને જમવા બેસી ગઈ અને જીગર એ કીધુ કે " કાલે પંચર પડ્યું એટલે મે મોહિની ને રિક્ષા માં બેસાડી દીધી..શું કેવું મોહિની?"
મામી એ કીધું કઈ વાંધો નાઈ જીગર પણ હવે તો ગાડી ઠીક થઈ ગઈ ને?
જીગર એ કીધું " હા હા થઈ ગઈ"
મે કીધું કે મામી કોઈ ગાડી નતી બગડી...એમાં થયું એવું હતું કે.....
મામી અને મામા ને બધી વાત મે બતાવી દીધી..અને મામા ત્યાં થી ચાલવા લાગ્યા...પછી મે મામી ને ત્યાં બધીજ વાત કરી દીધી...અને બોલી કે મને એટલો ગુસ્સો આવ્યો હતો કે જીગર ને 1 લાફો મારી દઉં તોયે ઓછું પડે...પણ મે એ વખતે એવું નાં કર્યું..
એને મે એને એ પણ કંઈ દીધું કે મામી મારે એવા છોકરા જોડે નથી લગ્ન કરવા જે છોકરી ની રેસપેક્ટ નાં કરે..એવું કહી ને ચાલવા લાગી...અને હા હું પાપા ને પણ વાત કરી દઈશ કે લગ્ન નથી કરવાં એમ...પછી મામી અને જીગર એ મને પાપા ને નાં વાત કરવા ની સલાહ આપી અને વાત ને દબાવી રાખવા કહ્યું.... એ વખતે જીગર એ પણ મને માફી માગી....
જીગર એ એ વખતે બઉ રોકવા ની કોશિશ કરી પણ ત્યાં હું નાં રોકાઈ ...કારણ કે મારે કોલેજ જવા નું હતું...
આમ ને આમ હું કોલેજ જવા નીકળી ગઈ. જ્યારે હું બસ સ્ટેન્ડ માં બેસી હતી તો મને એ વખતે રાજ દેખાયો અને હું નક્કી નાં કરી શકી કે રાજ અત્યારે ત્યાં હોય...
પણ રિયલ માં રાજ અજ હતો...અને મારા બાજુમાં આવી ને બેસી ગયો અને બોલ્યો કે કેમ છો મોહિની મજામાં ને? હમણાં થી દેખાતા નથી...