Humdard Tara prem thaki - 37 in Gujarati Love Stories by Fatema Chauhan Farm books and stories PDF | હમદર્દ..... તારા પ્રેમ થકી... - 37. વજીર ની ચાલ

Featured Books
  • मेरी साहित्यिक यात्रा

    संस्मरण मेरी साहित्यिक यात्रा - सुधीर श्रीवास्तव से यमराज मि...

  • अंश, कार्तिक, आर्यन - 10

    मल्होत्रा का महलमल्होत्रा का महल…घर कम, ऐलान ज़्यादा था।ऊँचे...

  • VORTX - 3

    — "ब्रह्मांड की दरार: 5वीं सदी का वो खौफनाक सफर"दृश्य 1: भवि...

  • Agent Tara - 5

    फाइनल टेस्ट पास करने के बाद तारा की भूमिका सहयोग फाउंडेशन मे...

  • लिव-इन

    लिव-इन                           कमल चोपड़ा                ...

Categories
Share

હમદર્દ..... તારા પ્રેમ થકી... - 37. વજીર ની ચાલ

નીતા કપૂર તો લગ્ન ની વાત સાંભળતા જ ઉછળી પડી, આખરે વર્ષો થી તે આ દિવસ ની તે રાહ જોતી હતી તે તરત જ બધા ને આ ન્યુઝ આપવા માંડી, બધા ને કામે પણ લગાડી દીધા પણ અર્જુન અને અંવેશા ની વાતોમાં હજી ગોળીબાર હતો, તેમનો પ્લેન પણ આ જ હતો, અફવા ફેલાવવા નો કારણ કે એક વખત જો યશ અને નીતા કપૂર ની શાદી ની વાત મીડિયા માં આવી જાય અને સ્વરા સુધી પોહચી જાય પછી તો બસ અડધું કામ તો આમ જ થઈ ગયું..... તેને તકલીફ આપવાનું, બસ પછીતો શું તેનો યશ ની જિંદગી માં આવવાનો અને તેની પ્રોપર્ટી હાસલ કરવા નું જે મકસદ છે તે ત્યાં જ અટકી જાય.

પણ.....તેઓ ક્યાં જાણતા હતા કે આ બદલો સ્વરા એકલી નો નથી , તેમની સામે માત્ર સ્વરા જ ઊભી નથી , પરંતુ યશ પણ છે. અને યશ ની સામે ઊભું રેહવું એટલે પોતાનો ભૂતકાળ ખોલવો, બદલા નો રિવેંજ અને પશ્યાતાપ નો કોઈ મોકો પણ નહી પરંતુ આ બધા વિચાર ની બહાર તેઓ બન્ને પોતાના પ્લેન નો એક ભાગ સફળ રીતે પૂર્ણ કરી ઘણા જ ખુશ હતા.

🩸🩸🩸🩸🩸🩸🩸🩸🩸🩸🩸🩸🩸🩸🩸

યશ કામ પતાવી મોડી રાત્રે ઘરે આવ્યો, ત્યાં તેની નજર સોફા ઉપર બેઠેલી સ્વરા ઉપર પડી, સ્વરા આજે કઈક અલગ વિચાર માં હોય એવું સમજતા યશ ને વાર ના લાગી. યશ તેની બાજુ માં આવી ગોઠવાયો, ટીવી ઉપર ચાલતી ન્યુઝ થી બન્ને અજાણ ન હતા અને ચકિત પણ ન હતા. આ તો થવાનું જ હતું એ બન્ને જાણતા જ હતા .અને કોણ કરી શકે તે પણ જાણતા અને અનુમાન કરતા તેમને વાર ન લાગી.



થોડી વાર પછી.....

તો, શું વિચાર્યું છે હવે યશ ?? સ્વરા એ મૌન તોડ્યો..

કઈ ખાસ નહિ, આ જો ( ફાઈલ તેના હાથ માં આપતા )

સ્વરા ફાઈલ લઈ જાણકારી વાચે છે, જેમાં એક ફેમસ કસિનો ની સાથે પાર્ટનરશીપ કરવાની વાત હતી.

હું...?? સ્વરા અચંબિત થઈ ને યશ ને પુછે છે

હા , તું જ

પણ મને ક્યાં રમતા આવડે છે, કે કાસિનો ચલાવતા આવડે છે આ હું નો કરી શકું

તું કરી જ શકે સ્વરા...અને તારે રમવાનું નથી તારે માત્ર ઓનર ર્શિપ લેવાની છે. મારી બધી વાત ડીલર સાથે થઈ ગઈ છે,બાકીનું બધું જ રોનિત કરી લેશે, તારી મિટિંગ પણ અરેંજ થઈ ગઈ છે. તારે બસ એકાદ બે વખત મળવાનું થશે ...

ઓકે....પણ જ્યાં સુધી મને જાણકારી છે ત્યાં સુધી તો આ કસીનો અર્જુન ખરીદવાની તૈયારીમાં હતો. તો શું એટલે જ હું...સ્વરા એ પ્રશ્ન કર્યો

સ્વરા નો પ્રશ્ન સાંભળી યશ ને આશ્ચર્ય થયું ,

શું તે મારા અને નીતા ના લગ્ન ની વાત ખૂબ ગંભીરતા થી લઇ લીધી છે ?? મારે શું સમજવાનું છે આ વિશે?? યશે સ્વરા ની ટાંગ ખેંચતા પુછ્યું..

સ્વરા ને હસવું આવી ગયું ,

જોકે યશ અને સ્વરા વચ્ચે કશી સ્પષ્ટતા ની જરૂર ન હતી. પરંતુ આ કાસીનો ની ઓનાર્શિપ ની વાત ખરેખર નવી જ હતી .એક નવો બિઝનેસ અને નવી બિઝનેસ ટાયકૂન .....

હા, તો ગંભીર જ છું, સ્વરા એ વળતો જવાબ આપ્યો, અને યશે માત્ર આના જવાબ માં પોતાના આઈબ્રો ઉચા કરી તેની સામે એક પ્યાર ભર્યા અંદાજ માં જોયું, હજી તો બન્ને વચ્ચે વાતો ચાલુ થઈ જ હતી કે યશ ના ફોન માં રોનિત નો ફોન આવ્યો, હંમેશ ની જેમ તેનો કોલ આજ રીતે આવતો , બન્ને સાથે હોય ત્યારે.....

આ કિસ્સા માં યશ વધુ અકળાતો અને સ્વરા તેને જોઈ ખૂબ હસતી...પરંતુ રોનિત આ વખતે યશ ને ડરેલો લાગ્યો,

શું થયું ?? રોનિત , ઓલ ઓકે

"સર, સુમિત્રા મેમ ના પી.એ એ મલિક એમપાયાર ના શેર વિશે જણાવવા કહ્યું છે અને ખાસ તો એ શેર વિશે જે સ્વરા ના નામે હતા.

આ સાંભળી યશ થોડો ગંભીર બન્યો. શું જાણવા માંગતા હતા દાદી??