Gorbapa - 1 in Gujarati Short Stories by Shakti Pandya books and stories PDF | ગોરબાપા - પરોઠા શાકનું જમણ - 1

Featured Books
  • सर्द हवाएं

    लेख-सर्द हवाएं*******""       यूं तो सर्दियों के मौसम में जब...

  • इश्क दा मारा - 45

    यूवी गीतिका का हाथ पकड़ कर ले जा रहा होता है तभी गीतिका बोलत...

  • लल्लन जी की अद्भुत नौकरी

    गाँव के एक छोटे से कस्बे में रहते थे लल्लन जी। उनका नाम ही उ...

  • चुप्पी - भाग - 2

    क्रांति की हॉकी खेलने की चाह को महसूस करके और उसकी ज़िद को हद...

  • छिनार

    बसंत बाबू, ये ही बोलते थे लोग, 23 साल का खूबसूरत युवक, 6 फिट...

Categories
Share

ગોરબાપા - પરોઠા શાકનું જમણ - 1

સરસ મજાનું નાનકડું શિવગઢ નામનું નું ગામ હતું.ગામ ની ચારે તરફ લીલાછમ ડુંગરો, નિર્મણ વેહતી દુધ જેવી સફેદ નદી, નદીના કિનારે સુંદર મજાનું મન ને પવિત્ર કરતુ શિવ નું મંદિર!


આ ગામ માં ત્રણ ચીજો પ્રખ્યાત હતી. એક ત્યાંના કેસર આંબા, બીજું ભીખા પટેલ ની ગૌશાળા (જેનું શુદ્ધ ઘી અને દુધ ની ખ્યાતિ ઠેર ઠેર હતી) અને ત્રીજા શિવમંદિર ના પુજારી ગોરબાપા! હવે તમને એ થશે પહેલી બે વાત તો સમજ્યા પણ આ ગોરબાપા માં વળી એવી શું વિશેષતા ?



આપણી ત્રીજી વિશેષતા વાળા ગોરબાપા નું પુરુ નામ ભોગીલાલ જટાશંકર ગોર.શિવ મંદિર ના પુજારી અને પ્રખર કર્મકાંડી! આસપાસ ના ગામમાં કોઈ કથા હોય , જન્મ હોય કે પછી મરણ! તેમા ગોરબાપા તો હોય જ ! આ એમનો પરીચય હવે વાત તેમની ખાસીયત ની તો આપણા ગોરબાપા ને ખાવાથી ખુબ પ્રેમ હતો.અરે...ખાવના એટલે હદ સુધી શોખીન કે ભલભલા ના જમણવાર ના એસટીમેટ ફેરવી નાખે ! ગામ માં કોઈને ત્યા જમણ હોય તો તેમને નોતરુ હોય કે ના હોય બાપા ખમ્ભે ગમચું નાખી પોગી જ જાય.ગામ માં જમણ હોય અને બાપા નું નામ પડે એટલે ભલભલા ના ટાટીયા ધ્રુજે. પરંતુ ગામના ગોરબાપા અને એમા પાછા વડીલ એટલે કોઈ એમનો અનાદર ના કરતું.

ગામ માં પાંચ - છ યુવાનીયાઓનું એક ગ્રુપ હતું.મંગલ,પ્રવિણ, ભીખો,લાખો, ઘીરજ અને જયસુખ. આ ગ્રુપ ની ખાસ વાત એ હતી કે ગામ માં કોઈ સામુહીક પ્રસંગ હોય કે પછી કોઈ તહેવાર હોય કે પછી હોય લગ્ન કે કોઈને ત્યા મરણ! આ યુવાનીઆઓ હંમેશા ત્યાં સેવા માં તત્પર હોયં. આ ગ્રુપ નો મુખીયો મંગલ. મંગલ એટલે એકદમ સેવાભાવી પણ જો અને કોઈ આડુ આવે તો તેના જેવો ખરાબ કોઈ નહી.


એક દિવસ યુવાનીઓના આ ગ્રુપે રવજી પટેલની સરસ મજા ની આંબા ની વાડીએ રાત્રી ના પરોઠા શાક નો પ્રોગ્રામ કર્યો.દાવત નું કારણ હતું કે મંગલે લીધેલી નવી બાઈક! આમે ગામમાં આવી મોજ કરવા માટે ગમે તે કારણ ગોતી જ લેવાતુ હોય.હોંશી યુવાનીઓએ કર્યુ બધુ નક્કી અને જમણ ના પુર્વ કામો એક બીજા ને સોપી દેવામાં આવ્યા. ખર્ચા ના યજમાન હતા આપણા મંગલભાઈ. પણ પણ ....આ જમણ કરવું લાગે એટલું સહેલું નહોતું.કારણ કે જો આ વાત ગોરબાપા સુધી પહોચે... તો તો દાવત થી રહેવાય એટલે દાવત ની વાત ગુપ્ત મિશન ની જેમ ગોરબાપા થી સંતાડી ને રાખવામાં આવી. રાત્રીના આઠ વાગ્યે વાડીએ પ્રોગ્રામ કરવાનો થયો નક્કી અને પડયા બધા છુટા !


આ યોજના ના હિસ્સા રુપે રાત્રી ના આઠ ના ટકોરે એક-એક યુવાન વાડીએ દાવત ની સામગ્રી લઈને એકાંત માં જવા રવાના થયા. બધાં જ નક્કી કરેલ જગ્યા પર પહોચ્યા અને એકબીજા ને પૂછવા લાગ્યા,"કોઈ ને ખબર નથી પડી ને?"

ને સામે સામે જવાબ આપે,"ના ના ભાઈ! કોઈ ને જાણ સુધા નથી થઈ!

એક મેક ને બધાએ આશ્વાસન આપી ને કર્યા જમણ ના શ્રી ગણેશ !

બધા મિત્રો એક ધટાદાર લીમડા ના વૃક્ષ નીચે જઈને જોડે લાવેલી બધી જ સામગ્રી રાખી. વાડી ના ધણી રવજીકાકા નો છોકરો "ધીરજ" ચાર ખાટલા લાવીને આસપાસ ગોઠવી, તેના પર ગોદડા ને ઓશીકા રાખી દિધા. લાખો આસપાસ જઈને લાકડા અને ઈંટો લઇ આવ્યો. ઈંટો ને વ્યવસ્થિત ગોઠવી લાખા એ ચુલો બનાવ્યો અને એમાં લાકડા નાખી તેને અગ્નિ આપી, થઈ ગયો ચુલ્લો પ્રજ્વલિત.

ચુલ્લા ઉપર મોટો ટોપ રાખવામાં આવ્યો.ખાટલે બેઠેલા અન્ય યુવાનો બટેટા, ટામેટા, કોથમીર,મરચાનું કટીંગ કરતા થયા.કટીગ થઈ ગયેલા શાકભાજી ની ડીશો મંગલ ભાઈ ને આપી ને કીધું,"મંગલ! આજે એવું શાક બનાવ કે ટોપ લુછી લુછી ને ખાવાનુ મન થાય!"

"ભાઈ, તમે બસ જોયા રાખો આજે તો આ અગ્નિ ની સાક્ષીએ અને આ ટોપ ના હમ ખાઈને કહુ છુ કે એવું બટેટા નું શાક બનાવીશ કે મોં માથી બે દિવસ સુધી સ્વાદ નહી જાય!"...મંગલે જવાબ આપ્યો!

લાખો :- "તો કરી નાખો વઘાર!"

મંગલે ટોપ માં તેલ ની ઘાર કરી અને નાખ્યુ તેલ...તેલ ગરમ થયુ ને તેમા હોમી રાઈ! રાઈ નો તડ તડ તડ અવાજ આવ્યો. મંગલે હાથ માં ચમચો લઈને તેમા ગરમ મસાલા, સુકા મરચાં ,હીંગ,મીઠા લીમડા નો વઘાર જેવો નાખ્યો અને એ...ને... ચમચા થી મંડયો હલાવા!


ખાટલે બેઠેલા અન્ય મિત્રો વાહ...ભાઈ...વાહ બોલતા જાય!


મંગલભાઈએ લીધી બીજી ડીશ જેમા હતો લીલો વઘાર.... ટમેટા,લીલાં મરચા આદુ ની પેસ્ટ અને એ...ને.... ડીશ ઉંધી કરી ટોપ માં! લીલો વઘાર કરતા જ ને આસપાસ નાં વાતાવરણ માં વઘાર ની અનહદ મહેક આવવા લાગી.


"અરે...વાહ મંગલભાઈ આજે તો પરોઠા શાક નો જામો પઠશે! અવી સુગંધ છે!"...ટોપ ની બાજુ માં બેઠેલો જયસુખે સુંગધને માણતા માણતા બોલ્યો!"

મંગલ :- "એ બધુ તો ઠીક પણ હવે તમે પરોઠાનો લોટ બાંધતા થાવ, નહીંતર મોડું થશે!"

હરખપદુડો લાખો બોલ્યો, "હા ભાઈ હમણા જ બાંધી નાખીએ તમે શાક પર ધ્યાન કેન્દ્રીત કરો!"

યુવાનીઆઓ મંડયા લોટ બાંધવા.

વાડી ની થોડે જ દુર ગોરબાપા નું ઘર હતુ. સાંજ નું વાળુ કરીને ખાટલે પડેલા ગોરબાપા ના ખુંખાર નાક માં મંગલે દિધેલા વઘાર ની સુગંધ નો પ્રવેશ થયો ને બાપા થયા એક જાટકે ઉભા. જીભ માં લાણ ટપકાવતા ટપકાવતા બાપા બોલ્યા, "ઓહ...મારા રામ ! કેટલી સુંદર ખુશ્બુ છે વઘાર ની! નક્કી આજે ક્યાંક જમણ નો પ્રોગ્રામ લાગે છે!"
ને બાપા થયા એક જાટકે ઉભા...ખમ્ભે નાખ્યુ ગમચું ને લાગ્યા ચાલવા ! કોઈ યુવાનની ચાલ ને લજાવે એવી વેગવાન ચાલે બાપા આવતી સુંગધ તરફ જવા રવાના થયા!

આ બાજુ જેમ જેમ પરોઠા નો લોટ બંધાય તેમ તેમ બાપા વાડી ની નજીક ને નજીક પહોચતા હતા.

મંગલે શાક ના ટોપ નું ઢાંકણ ખોલી ને જોયું તો તરત જ ગરમ મસાલા ની ભુખ લગાડે તેવી મહેક આવવા લાગી. બટેટા ના નાના નાના ટુકડા લાલ કલર ના રસ્સા થી શોભતા હતા ને માથે વળી તેલ ની તરી શાક ને વધુ સુંદરતા આપતી હતી.

મંગલે શાક ની મહેક નો આંનદ લઈને ઉપર લીલા ધાણા નો સણગાર કર્યા. ટોપ ને અકદમ ચીવટ પુર્વક કપડા ના સહારે ચુલા પરથી નીચે ઉતારયુ અને ચુલ્લા પર ચડાવી ભીમકાય લોખંડની તાવડી!

ધીરજ અને જયસુખે દહીં ને મોટા જગમાં નાખી તેમાં પાણી ઉમેરી ને વલોણા ના સહારે દહીં ને મંડયા જગવા. પાંચ દસ મીનીટ નો સમય વીતતા થઇ ગઇ ઠંડી છાસ તૈયાર...તૈયાર છાશ માં જયસુખે પીસેલું જીરુ પાવડર અને મીઠું નાખી મીઠી અને ઠંડી છાશ ને વધું સ્વાદિષ્ટ બનાવી દિધી.


લાખો અને ભીખો ટમેટા,ડુંગળી અને કાકડી નાં ધારદાર ચપ્પુ થી નાના નાના ટુકડા કરવા લાગ્યા. સુધારેલા શાક ને મોટી તપેલી માં નાખી તેના પર મીઠું, મરચું ,સંચર અને લીંબુ નો રસ નાખી કચુંબર ને ચટપટું બનાવ્યુ.

હવે વાત હતી પરોઠા ની! મંગલે બાંધેલા લોટને લઈને ભીખાકાકા ની ગૌશાળા ના દેશી ઘી નો ડબ્બો ખોલ્યો.પાટલા પર ત્રીકોણ આકાર માં પરોઠા ને મંડયો વણવા.પહેલા પરોઠા ને તવાડા પર ચડાવી ને તેના પર ધી નો ચમચો રેડી પરોઠા ને શેકવામાં આવ્યા. સોનેરી કલર ના પરોઠા ને તવીથા થી ઉપાડી તાંબા ની થાળી માં મંગલે રાખ્યો અને ત્યાંજ ગોરબાપા ને સામે આવતા જોઈને મંગલ ના તો હોશ ઉડી ગયા અને મંગલ ના મોઢે નિકડી ગયુ,""અરે બાપ રે...ગોરબાપા !" આટલુ બોલતા જ ને ખાટલે બેઠેલા ભુખ્યા યુવાનો ના મોંઢા નિરાશા માં ડુબી ગયા!"

બાપા ધોતીયા ને એક હાથ પકડી ને મુખે મલકાતા મલકાતા પાસે આવીને ઉભા રહ્યા અને બોલ્યા,"અરે વાહ રે યુવાનીઆઓ હદ કરી! પરોઠા શાક નું જમણ અને એ પણ આ રુડી વાડી માં...અને મને નોતરું ના આપ્યું? આમ તે કાંઈ ચાલતુ હોય? છેટ મારા ઘેર સુધી વઘાર ની મહેક આવવા લાગી એ સુંઘી ને મારા પેટ થી રેહવાળુ નહી ને હું આવી ગયો.

ઇચ્છા વગર વડીલ ગોરબાપા ની શરમ માં યુવાનો બોલ્યા," અરે ગોરબાપા ! આયોજન જ ઓચિંતુ થયુ ને એમાં ભુલાઈ ગયુ.કાઈ વાંધો નહી, બેસો બેસો...પહેલા ગોરબાપા તમે ભોજન ગ્રહણ કરો!"

ગોરબાપા શરમ કર્યા વગર બોલ્યા "એ..સારું સારું! લાવો ત્યારે તમે ક્યો છો તો તમને ક્યા ના પાડવી? એ આ બેઠો !"

મંગલ નો ઇશારો કરતા જ લાખો ઇચ્છા વગર ઉભો થયો અને ગોરબાપા ને પાથરણુ પાથરી બેસવા માટે કહ્યુ! થાળી માં ઘી થી લથબથ પરોઠા , શાક, કચુંબર, અને લીલા મરચાં અને જોડે ઠંડી છાસ નો ગ્લાસ ભરી ભાણું પીરસી દેવામાં આવ્યું.


ગોરબાપાએ અન્ન ને પગે લાગી ગ્લાસ માંથી થોડું પાણી લઈને થાળી ની ફરતે છંટકાવ કરી મંત્રો બોલીને પગે લાગ્યા અને પછી તો ગોરબાપાએ ગાડી નાખી ગેરમાં અને થયા ચાલુ.

પહેલા જ કોળીયા માં આખું પરોઠું મોઢા માં નાખી ઉપર ઠંડી છાશ નો ગુટડો ભરીને બોલ્યા, "આહ....ખુબ જ સ્વાદિષ્ટ! મન અને પેટ ને પ્રસન્ન કરનારુ ભોજન! એક પછી એક લાખાએ પીરસેલા પાંચ પરોઠા બાપા પાંચ જ મીનીટ માં કોળીયો કરી ગયા.

મંગલ પરોઠા શેકતો જાય ,લાખો બાપા ને પીરસતો જાય અને બાપા એક જ જાટકે કોળીયો કરતા જાય.
કયારેક શાક તો કયારેક છાશ , પરોઠા તો વગર કીધે લાખો પીરસતો જતો હતો. આ બાજું ખાટલે બેઠેલા બીજા યુવાનો બાપા સામું જોય કરે!

બાપા ને જમતે જમતે અડધો કલાક થયો! શાક ના ટોપ ખાલી થયા, છાશ ના બોગણ ખાલી થયા અને ખુટયો પરોઠા નો લોટ!

મંગલ છેલ્લુ પરોઠું શેકતો હતો અને ત્યાં બાપા બોલ્યા, "એ મંગલ ! બસ હો! હવે હું ધરાણો...! પરોઠા શાક એટલા સ્વાદ હતા ને કે વાત ના પુછો...મોજ પડી ગઇ મોજ! આ તો તારી કાકી ના હાથ નું વાળુ કરી આવ્યો હતો નહીંતર હજી ત્રણ ચાર પરોઠા ચાલ્યા જાત. કાંઈ વાંધો નહી, હવે તમે જમો...હવે હું ચાલ્યો ઘેર ! ખવાઈ ઘણું ગયું છે એટલે હું તો ઘેર જઈને આંગણા માં રાખેલા ખાટલા ઉપર જાતા વેત ઉંઘી જઈશ.

બાપા ની વાતો સાંભળતા સાંભળતા યુવાનો પરોઠા શાક ના જાગેલા અરમાનો ને ખુણે દાબી દઈને બોલ્યા, "એ ભલે ભલે ગોરબાપા! તમે જમ્યા એ અમે જમ્યા!"

ગોરબાપા ઉભા થઈને ગમચું ખમ્ભે રાખી થયા ઢચુક ઢચુક ચાલતા.

ખાટલે બેઠેલા યુવાનો હવે વધેલું એક પરોઠુ થાળી માં લઈને બેઠા! જાણે કોઈ આતંકવાદી ને ચારેતરફ થી આર્મી એ ઘેરયો હોય તેવું દ્રશ્ય હતુ.

"લ્યા...ગોરબાપાએ હદ કરી. જેટલું આપણે બનાવયુ હતુ એ બધું જ ધબેડી ગયા. હદ છે બાપ! આ તો હદ છે!"..."ગુસ્સે થી લાલચોળ મંગલ બોલ્યો!

બીજાઓએ હુકાર ભરી,"હા...મંગલ સાચું! આજે તો હદ પાર થઈ ગઈ. કેટલા અરમાન થી અને કેટલી બધી મહેનત થી આપણે પરોઠા શાક નું આયોજન કર્યુ હતું પણ નસીબ માં આ એક જ પરોઠું આવ્યુ અને એ પણ શાક વગરનું....મંગલ હવે આ ગોરબાપા નું કાંઈક કરવું જ પડશે. નહીંતર આમ ને આમ આપણી યોજનાઓનો સત્યનાશ થતો રહેશે!"

મંગલે વધેલા છેલ્લા પરોઠા ને હાથ માં લઈને બોલ્યો, "ગુસ્સો તો મને ઘણો આવે છે પણ વડીલ સમજીને ભુલી જતો હતો પણ હવે નહી! હવે તો મને આ પરોઠા નાં સોગંદ.... હવે જો ગોરબાપા ની ભુખ નો ભાંગુ તો તો મારુ નામ મંગલ નહી....અબ મંગલ જુકેગા નહી સાલા!"


ક્રમશ: