identity in Gujarati Short Stories by palash patel books and stories PDF | પરખ

Featured Books
  • सर्द हवाएं

    लेख-सर्द हवाएं*******""       यूं तो सर्दियों के मौसम में जब...

  • इश्क दा मारा - 45

    यूवी गीतिका का हाथ पकड़ कर ले जा रहा होता है तभी गीतिका बोलत...

  • लल्लन जी की अद्भुत नौकरी

    गाँव के एक छोटे से कस्बे में रहते थे लल्लन जी। उनका नाम ही उ...

  • चुप्पी - भाग - 2

    क्रांति की हॉकी खेलने की चाह को महसूस करके और उसकी ज़िद को हद...

  • छिनार

    बसंत बाबू, ये ही बोलते थे लोग, 23 साल का खूबसूरत युवक, 6 फिट...

Categories
Share

પરખ

સાગર ચિત્રોડા એનું નામ. દિલનો દરિયો . દોસ્તોનો દોસ્ત. એકદમ મોજીલો માણસ. કોલેજમાં પણ એનું મોટું ગ્રુપ. કોલેજની કોઈ પણ મોટી ઇવેન્ટમાં એ દર વખતે ભાગ લે જ. "ભણવા" નામ ના વિષય ને બાદ કરતા લગભગ દરેક "ટોપિક" મા એક્સપર્ટ. સાગરના પિતાજી શ્યામજીભાઈ મોટા બિઝનેસમેન.અમદાવાદમાં જ એમની મોટી કંપની. કંપનીમાં નાના મોટા થઈને આશરે કુલ બસો પચાસ માણસો. ટર્નઓવર પણ ખૂબ મોટું. ખૂબ જ રૂપિયા ભેગા કર્યા હતા.પણ રાતોરાત કરોડપતિ બન્યા ન હતા. એના માટે શ્યામજીભાઈ એ જીવનના અમૂલ્ય વર્ષો આપ્યા હતા.પોતાની આગવી સૂઝબૂઝ ,ધગશ અને મેહનતથી આ મુકામ પર પહોંચ્યા હતા. પણ તેમણે ક્યારેય સાગરના સંસ્કાર ને પૈસાથી તોલ્યા ન હતા.

શ્યામજીભાઈને શાહીબાગ વિસ્તાર મા ખૂબ મોટો બંગલો. શ્યામજીભાઈ ઉત્તર ગુજરાતના એક ગામડામાંથી શહેર ગયા હતા અને ત્યાં જઈને આજે એક પોતાનું ચોક્કસ સ્થાન ઉભું કર્યું હતું. એમણે એમના કુટુંબના ભાઈઓને પણ ખૂબ મદદ કરી હતી. સાગર ના મમ્મી એટલે કે શ્યામજીભાઈના ધર્મપત્ની સુશીલાબેન પણ ખૂબ પરોપકારી. દર રવિવારે નજીકના મંદિરે જઈ ત્યાં દાન પુણ્ય કરતા. ઘણી વખત ઘરે થી નાસ્તો બનાવી ને ત્યાં ઘણા જ ભૂખ્યા ગરીબ બાળકોનું પેટ ઠારતા . શ્યામજીભાઈ પણ વખતોવખત ઘણી જગ્યાએ પોતાની ઓળખાણ આપ્યા વગર અનામી વેશ માં દાન કરતા. પણ કોઈ દિવસ પોતાનું નામ છતું ના કરતા. આવા પરોપકારી દંપતી નું સંતાન પણ એમના જેવું જ હોય ને. ! સાગરમાં પણ આ તમામ ગુણ હતા. તે પણ કોલેજમાં જરૂરિયાત મંદ મિત્રો અને સહપાઠીઓ ની મદદ કરતો. પણ એ વાત નો કોઈ દિવસ જશ લેતો નઈ.

આજે રવિવાર હતો. કોલેજમાં રજા હોવાથી સાગર ઘરે જ હતો. શ્યામજીભાઈ પણ આજે ઘરે હતા. બધા એ સવારમાં સાથે ચા નાસ્તો કર્યો. સાગરને કોલેજની પરીક્ષા આવતી હોવાથી પોતાના મિત્રના ઘરે જવા બાઈક લઈને નીકળ્યો. રાસ્તમાં ટ્રાફિક સિગ્નલ આગળ રેડ લાઈટ હોવાથી તે ત્યાં ઉભો રહયો. જેવું સિગ્નલ ગ્રીન થયું અને ચાર રસ્તા ક્રોસ કરીને તે સામેની બાજુ ગયો તો તેની નજર ડાબી સાઈડ પર ઉભેલા એક માણસ પર પડી. આમ તો આવા કેટલાય માણસો હોય એટલે નજર મારીને કોઈ પણ માણસ આગળ નીકળી જાય પણ સાગર ની નજર એટલા માટે પડી હતી કે એ માણસ કોઈ સાઠ વર્ષ ના વડીલ હતા અને એક રિક્ષાવાળા જોડે બોલા ચાલી થઈ રહી હતી. આમ તો શહેરમાં રોજબરોજ આવા બનાવ બને એટલે કોઈ ખાસ ધ્યાન ના આપે.પણ અનાયાસે જ સાગરની નજર પડી ગઈ.
રિક્ષાવાળો એ કાકાની ઉમરની મર્યાદા ભૂલી ને જેમતેમ બોલી રહ્યો હતો.
સાગરે બાઈક એ બાજુ લીધી અને સાઈડમાં પાર્ક કરી અને એ વડીલ જોડે ગયો અને પૂછ્યું કે," અંકલ શુ થયું ??" ત્યારે એ કાકાએ કહ્યું ,બેટા ! આ રિક્ષાવાળા ભાઈ એ મને બેસાડતી વખતે દસ રૂપિયા કહ્યા તા અને હવે વીસ રૂપિયા માગે છે."ત્યારે રિક્ષાવાળો બોલ્યો ,""એ ડોસા !!!!!મીટર પ્રમાણે વીસ રૂપિયા થયા અને આજે જે રસ્તા પર જવાનું હતું એ બાજુ રસ્તાનું સમારકામ ચાલતું હતું તેથી આપણે બીજે રસ્તે થી આવ્યા એટલે વીસ થયા."

સાગરે ધ્યાનથી જોયું. કાકા એ સાદા પણ સ્વચ્છ કપડા પહેર્યા હતા. ચહેરા પર ચશ્મા હતા. માથાના સફેદ વાળ એમની ઉમર ની ચાડી ખાતા હતા. રિક્ષાવાળા એ ફરી તોછડાઈ શરૂ કરી ,,"એ ડોસલા !,ઈજ્જત થી પૈસા આપી દે."
સાગરથી રહેવાયું નહીં અને બોલ્યો," એ ભાઈ માપમાં રહે. અને બોલવામાં સભ્યતા રાખ. આ વડીલની ઉમરની તો ગરિમા જાળવ. આ પકડ તારા વીસ રૂપિયા અને ચાલતો થા." કાકાએ કહ્યું ,"બેટા રહેવા દે, હું આપુ છું. સાગરે કહ્યું ,"કાકા તમે રહેવા દો ." સાગર માન્યો નહીં . અને પૈસા ચૂકવી દીધા. રિક્ષાવાળાએ એના પૈસા લીધા અને જતો રહ્યો.

એના ગયા પછી સાગરે કાકા ને પૂછ્યું, "કાકા ક્યાં જવાનું છે મને કહો ,હું મૂકી જાઉં. "ત્યારે કાકા એ કહ્યું," હું તો અહી આજે તારી કાકી ની દવા લેવા જાઉં છું. " સાગરે કહ્યું ,"ચાલો તમે દવા લઈ લો ,પછી હું તમને તમારા ઘરે ઉતારી જાઉં. "કાકા એ કહ્યું ,"બેટા ! એક તો તે મારા રિક્ષાના પૈસા આપ્યા અને પાછો મને ઘરે મૂકી જવાનું કહે છે. હું જતો રહીશ." છતાં પણ સાગરે ખૂબ જ આગ્રહ કર્યો એટલે કાકાથી ના ન પાડી શકાયું. દવા લઈ ને કાકા પાછળ બેસી ગયા. સાગરે પૂછ્યું ,"ક્યાં જવાનું છે? તો કાકા એ કહ્યું કે ,"હું નવા વાડજ રહું છું."

થોડી બીજી વાતો થયા બાદ સાગરને કાકા વિશે વધુ જાણવાની જિજ્ઞાસા થતા સાગરે ફરી પૂછ્યું," કાકા ઘરે કોણ કોણ છે ??. "ત્યારે કાકા એ અત થી ઇતિ સુધીનો ઇતિહાસ કહ્યો. ,"અમારું નાનું ઘર . મારું નામ પ્રેમજી .હું તારી કાકી અને અમારો એક પુત્ર અખિલ. હું શરૂઆતથી વટવા જીઆઇડીસીના એક કારખાનામાં કામ કરતો. અખિલ મોટો થયો પણ મિત્રોની સોબતમા દારૂ અને જુગારના રવાડે ચડ્યો. એ કમાઈને લાવતો એ પૈસા પણ જતા રહેતા. બે વર્ષ પહેલા લીવર ફેઈલ થતા મૃત્યુ પામ્યો. સાગર આ વાત સાંભળી ગમ ખાઈ ગયો. કાકાની આંખો ભીની થઇ ગયી હતી એ વાત સાગર ને ખબર પડી ગઈ કેમ કે તેમના આંસુ નું એક ટીપું સાગર ની ટીશર્ટ પર પડ્યું હતું. કાકાએ કહ્યું ,"હવે ઘર ચલાવવા માટે એક નાની કંપનીમાં વોચમેન ની પોસ્ટ પર કામ કરૂં છું. છ હજાર પગાર છે. એમાં ઘર નું ભાડુ બે હજાર અને આવવા જવાના આશરે પાંચસો થઈ જાય છે.તારી કાકીને બીજા સ્ટેજનું કેન્સર છે. એની દવાઓના પૈસા અલગ . માંડ બે હજાર મા ઘર ચલાવવું પડે છે.બેન્કમાંથી પણ થોડી લૉન લીધી છે જે પણ પૂરી થવા આવી. હવેતો ઉપરવાળાના ભરોસે જીવીએ છીએ. " આ સાંભળી ને સાગર ને દુઃખ થયું.તેણે પ્રેમજીકાકાને કાકીના સમ આપીને એક પણ શબ્દ બોલવા ન કહ્યું. અને બાઈક સીધી પોતાના ઘરે લઈ ગયો.

બંને સાગરના ઘરે જ ગયા. શ્યામજીભાઈ એ કહ્યું," સાગર ! આ વડીલ કોણ છે??.ત્યારે સાગરે બધી વાત કરી અને નોકરી અપાવવા કહ્યું. શ્યામજીભાઈ એ કહ્યું," સાગર બેટા !!આઈ એમ વેરી પ્રાઉડ ઓફ યુ. તે એક અસહાય નિરાધાર વડીલ ને મદદ કરી છે. કાલથી કાકા ને આપણી કંપની માં સિક્યોરિટી ઓફિસ માં નોકરી આપું છું અને પગાર પણ પંદર હજાર આપીશ.અને હાલ કાકી ની દવાઓ માટે દસ હજાર આપું છું."

કાકા તો આ સાંભળીને ચોંકી ગયા. શું પ્રતિક્રિયા આપવી એ સમજ ન પડી અને શ્યામજી ભાઈના પગમાં પડવા ગયા ત્યારે શ્યામજી ભાઈ એ એમના ખભા પકડી ઊભો કર્યો અને ગળે લગાવ્યો અને કહ્યું તમે તો વડીલ કહેવાઓ.આવું ના કરાય. ત્યારબાદ પ્રેમજીભાઇને જમાડ્યા, દસ હજાર રૂપિયાનું કવર આપ્યું અને સાગર એમને ઘરે મૂકી ગયો. રસ્તા મા કાકા વિચારતા રહ્યા કે એમને કયા જન્મનું પુણ્ય મળ્યું કે સાગર નામનો દેવદૂત રસ્તામાં મળ્યો અને લોટરી લાગી ગઈ.

સાગર પ્રેમજીભાઇને તેમની સોસાયટીના ગેટ આગળ મૂકીને વળતો થયો ત્યારે સામા છેડે એક પાનની દુકાન પર પાણીની બોટલ લેવા ઉભો રહ્યો,ત્યારે દુકાન વાળા ભાઈ એ પૂછ્યું ,"પ્રેમજીભાઈ ને મુકવા ગયા હતા.? સાગરે હા કહ્યું. ત્યારે પાનવાળા ફરી પૂછ્યું ," કેટલા પડાવ્યા? " સાગરને કાઈ ખબર ના પડી એટલે કહ્યું શુ વાત છે ? ત્યારે પાનવાળા એ ફોડ પાડ્યો ," પ્રેમ પોટલીનું એજ કામ છે. અરે રોજ નું કામ છે એમનું. બાપ દીકરો કઇ કમાતા નથી.બસ આમ જ તમારા જેવાને ધુતે છે. મહીનામાં તમારા જેવા બે ચાર મળી જાય એટલે એમને તો મહિનો નીકળી જાય.બંને બાપ દીકરો સાંજે જોડે બેસીને દારૂ ઢીન્ચે.આજે તમારો નંબર આવી ગયો લાગે છે."

સાગર તો સાંભળી જ રહ્યો અને પૂછ્યું," અને એમનો પુત્ર ,,,???એ તો મૃત્યુ પામ્યો છે ને બે વર્ષ પહેલા? અને એમની પત્ની ને તો કેન્સર છે ને???

ત્યારે પાનવાળો ખંધુ હસ્યો અને કહ્યું,"કોનું મૃત્યુ ને શેનું કેન્સર? એમનો પુત્ર એના બાપા સાથે મળી ને તાગડધિન્ના કરે છે.અને એમની પત્નીના નખમાં ય રોગ નથી. કેન્સરની બીમારી તો અકસીર ઉપાય છે સામાવાળા ને બાટલીમાં ઉતારવા.કોઈ પોલીસ કેસ કરે તો પણ કઈ નથી પડી.કેટલીય વખત જેલ જઇઆવ્યા છે બાપ દીકરો. છૂટી ને આવે એટલે ફરી શરૂ."

આ સાંભળી ને સાગર ના કાન સુન્ન થઈ ગયા. પાણી નો ઘુંટડો ગળામાં જ રહી ગયો.,,,,,,,,,,,સાગર ને દુઃખ એ વાત નું ન હતું કે દસ હજાર ગયા પણ દુઃખ એ વાતનું હતું કે કોઈએ એના પિતા જેવા દયાળુ અને ધંધાદારી માણસને છેતર્યો હતો. સાગરે પણ માણસ પારખવામાં ભૂલ કરી હતી. સાગરે ઘરે જઈને શ્યામજીભાઈને વાત કરી તો શ્યામજીભાઈ એ ગુસ્સો કરવાના બદલે પ્રેમ થી કહ્યું," કઈ વાંધો નઈ બેટા,,જિંદગીમાં આવો પણ પાઠ ભણવો જરૂરી હતો. વિશ્વાસઘાત"....માણસ ને ઓળખવામાં હવે તારે બીજી વાર ભૂલ નઈ પડે.,,,,,"