માતૃભાષા એટલે આપણા દિલ ની ભાષા,
આપણી લાગણી, આપણો અહેસાસ..
જેવી રીતે લાગણી આપણે માતૃભાષા માં સમજાવી શકીએ તેવી રીતે આપણે અન્ય કોઈ ભાષામાં સમજાવી શકતાં નથી અને જો સમજાવીએ તો પણ કંઈ ખુટતુ હોય તેવું લાગે..
આપણી માતૃભાષા માં એક લહેકો છે એક વળાંક છે જે માનવીના હૃદય માં એક મીઠીમીઠાશ લાવે છે, તેનાં વ્યકિતત્વ માં એક ઉભાર લાવે છે.. જ્યારે આપણા ઘરે કોઈ મહેમાન આવે ત્યારે આપણે welcome ની બદલે આવો.. આવો.. કહીને બોલાવીએ તો તેમને મન પણ એક સંતોષ થશે અને આપણે મન પણ..
હવે વાત કરીએ આજની પેઢીની ... એટલે કે આજ ના generation ની .. અત્યારે મોટા ભાગ ના માતા - પિતા તેમના બાળકો ને english મીડીયમ વાળી શાળા ઓમાં મુકવા લાગ્યા છે...
તે વાત ખરાબ નથી .. જો આજ ના યુવાનો દુનિયા ની સાથે નઇ ચાલે તો તેમના પરિવાર, સમાજ અને દેશ ને પણ નુકસાન થશે... અને પાછળ રહી જશે.
અત્યારે હું જોવ છું કે અત્યાર ના અમુક વિદ્યાર્થીઓ ને ગુજરાતી પણ નથી આવડતું...
આપણે એક ઉદાહરણ લઈએ કે વિચારો કે કોઈ ડાયરો કે કોઈ હાસ્ય કલાકાર નો પ્રોગ્રામ ગુજરાતીમાં ચાલતો હોય તો કેવી મજા આવે .. હવે વિચારો કે તે પ્રોગ્રામ english માં બોલાય તો કેવું લાગે... વિચારી ને જ મજા આવે 😅😅😅...
હા, હું એમ નથી કહેતી કે બીજી ભાષા ઓ ન બોલવી જોઈએ..કે ન શીખવી જોઈએ.. બોલવી જોઈએ પણ જ્યાં જરૂર હોય ત્યાં..
આપણે કંઈક જતાં હોઈએ અને અચાનક આપણને કંઈ વાગે તો મોઢાં માંથી "ઓ.. માઁ.." જ નીકળશે નહીં કે "Oh Mom"..
આજના સમયમાં લોકો ને આપણી માતૃભાષા બોલવા માં શરમ આવે છે, સંકોચ થાય છે કે જો હું માતૃભાષા બોલીશ તો આ બધાં મારાં પર હસશે કે મને નીચો દેખાડશે..
જી ના, આ બધો તમારાં મનનો વહેમ છે અને વહેમ જ્યાં થી ઘર કરવાં નું શરૂ કરે ને તેને ત્યાં થી જ કાપી નાખવો જોઈએ..
તમે ક્યારેય એવું સાંભળીયુ છે કે કોઈ ને સપનાં અંગ્રેજીમાં આવે છે કે કોઈ ને વિચાર.. ના, આપણે સપનાં ઓ પણ માતૃભાષા માં જોઈએ છીએ અને આપણને વિચાર પણ આપણી માતૃભાષા માં જ આવે છે.. એટલે જ્યારે તમારા પર કોઈ હસે કે માતૃભાષા પર હસે ત્યારે આપણે બસ એક જ કામ કરવા નું આપણે આપણા ગરબા ગાવાનું શરૂ કરવાનું પછી જોવો માત્ર પાંચ મિનિટમાં તે પણ ગરબાનાં તાલે થીરકવા લાગે ત્યારે તમારે બસ એટલું જ કહેવાનું કે જે માતૃભાષા ની તું હાંસી ઉડાવતો હતો આજે તું જ તેનાં પર થીરકતો થઈ ગયો..
આટલું જ નહીં, આજે ટોચ પર આપણાં ગુજરાતીઓ છે.. વિવિધ ક્ષેત્રોમાં, વિવિધ દેશોમાં.. જ્યાં જોવો ત્યાં આપણા ગુજરાતી..
દેશના પ્રધાનમંત્રી ગુજરાતી, દેશમાં ઉધોગપતિ ગુજરાતી, દેશ નાં ખુણે ખુણે ગુજરાતી.. એટલે જ કવિ કહે છે..
"જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ..પરંતુ, જ્યાં ન પહોંચે કવિ, ત્યાં પહોંચે ગુજરાતી."
આજે દુનિયાના દરેક ખુણે આપણાં ગુજરાતી ઓ વસે છે. અંતરિક્ષમાં પણ આપણાં ગુજરાતીઓ છે જે આપણા માટે ગર્વ ની વાત છે.. અને હા,જયાં ગુજરાતી ઓ હોય ત્યાં આપણું મીની ઈન્ડિયા ના હોય એવું ના બને.. એટલે જ આપણાં ગુજરાતી કવિ એ સરસ કહ્યું છે કે,
"જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત..જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત..!"
એટલે જ માતૃભાષા ને આપણે માતૃ-ભાષા કહીએ છીએ.