Keys to success in human life in Gujarati Philosophy by Ashish books and stories PDF | માનવ જીવન ની સફળતાની ચાવીઓ

The Author
Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

માનવ જીવન ની સફળતાની ચાવીઓ

માનવ જીવન ની સફળતા ની ચાવીઓ :
_______________________________

*શું ભગવાન આપણી સાથે જબરદસ્તી કરે છે?*
ભગવાન કદિ આપણા માથા પર બંદૂક રાખીને નથી કહેતા કે , આજથી તમારે મારી ભક્તિ કરવી પડશે , મારી વાત માનવી પડશે. ભગવાન આપણી અંદર કોમ્પ્યુટરની જેમ કોઈ પ્રોગ્રામ નથી ભરી દેતા કે, "આપણે માત્ર ભગવાનને જ પ્રેમ કરવો પડશે." *ભગવાન આપણને સંપૂર્ણ સ્વતંત્રતા આપે છે.* કોમ્પ્યુટર પાસે સ્વતંત્રતા હોતી નથી. એ પોતાના પ્રોગ્રામીંગ પ્રમાણે જ ચાલે છે. ભગવાને આપણને સ્વતંત્રતા એટલા માટે આપી છે કે ભગવાન કોમ્પ્યુટર સાથે રહેવા માગતા નથી. તે મનુષ્ય સાથે રહેવા માગે છે , જે પોતાની ઇચ્છા પ્રમાણે ભગવાન સાથે પ્રેમનું આદાન-પ્રદાન કરે.
ભગવાને આપણને પુરી સ્વતંત્રતા આપી છે કે *આપણે તેમની સાથે લાડ લડાવી શકીએ. આપણે ભગવાનની નફરત પણ કરી શકીએ છીએ. આપણે ભગવાનને છેતરી પણ શકીએ છીએ. આપણે ભગવાનનો કે સંતનો દ્રોહ કરી શકીએ છીએ. કારણ કે આપણે પુરેપુરા સ્વતંત્ર છીએ. આપણે મનફાવે તેમ કરી શકીએ છીએ. . આપણે કોઈનું નુકશાન કરી શકીએ છીએ. આપણે કોઈના જીવનને મુશ્કેલ બનાવી શકીએ છીએ. આપણે મંદિરમાં જઈ શકીએ છીએ. અથવા હોટલમાં જઈને દારૂ-માંસનું સેવન કરી શકીએ છીએ.*
ભગવાને આપણને એટલા માટે સ્વતંત્ર અને આઝાદ બનાવ્યા છે કે આપણે સ્વેચ્છાએ પસંદગી કરી શકીએ. ભગવાને કોઈ જબરદસ્તી નથી કરી. કેમ કે પ્રેમમાં જબરદસ્તી હોય નહી. આપણે શું પસંદ કરવું એ આપણી ઉપર નીર્ભ૨ કરે છે. ભગવાનની પ્રસન્નતા માટે કર્મ કરવા છે કે ભોગ મનોરંજન માટે કર્મ કરવા છે? આપણે જે પસંદ કરીશું તે કર્મના ફળ પણ આપણે જ ભોગવવાના છે.
_______________________________
*🔔👉🏻ભય👈🏻🔔*
ભય એક એવો ભાવ છે જે માત્ર મનુષ્યમાં જ નહિ , પરંતુ સર્વ જીવોના મનમાં આવનારો પ્રભાવશાળી ભાવ છે. ભય આપણા મન અને શરીર પર ઉંડો પ્રભાવ છોડે છે. ગમે તેટલા બહાદૂર કે બાહોશ વ્યકિત કોઈ ને કોઈ ચીજથી જરૂર ડરે છે. આગથી, ઊંચાઈથી, પાણીથી, નિષ્ફળતાથી, પરિવર્તનથી લોકો ડરે છે. અથવા તો તો એવી ચીજથી ડરે છે જેને કોઈ નામ આપી શકતા નથી. આ બધાથી પર મૃત્યુથી તો દરેક જીવ ડરે છે. ડરામણા વિચારોવાળા મનને અનેક રસ્સી રૂપી સર્પ ભયભીત કરતા રહે છે. ભય વ્યક્તિને પીછેહઠ કરાવે છે. ભય બુદ્ધિને જડ બનાવે છે. પરિણામે આપણે આપણાં કાર્યોમાં નિષ્ફળ થઈ જઈએ છીએ.
___________________________
સવારનો માત્ર એક નાનો સકારાત્મક વિચાર તમારો આખો દિવસ બદલી શકે છે.

જો તમે તમારા મનને સકારાત્મકતા પર કેન્દ્રિત કરો છો , તો તે તમારું જીવન અદ્ભૂત બનાવી દેશે.

પર્વતની જેમ સ્થિર રહો અને એક વિરાટ નદીની જેમ વહેતા રહો.
બસ આ જ શ્રેષ્ઠ જીવન...!!_______________________
*આજ ના સમયમાં કોઈની સાથે એક*
*સરખો અને એક ધારો સંબંધ જાળવી રાખવો,*
*એ તમારા જીવનની સૌથી મોટી સફળતા છે..*

'*સાથ' અને 'ખભા પર હાથ' કદી બોજ નથી બનતા.*
*પણ, એવા માણસો,*
*જિંદગીમાં રોજ નથી મળતા માણસો.
----
*"નસીબ"*

*માણસ આ શબ્દ નો ઉપયોગ જાતને છેતરવામાં કરે છે...*

*"પરિસ્થિતિ બદલવી"*
*જ્યારે* *"અશક્ય"* *હોય તો,*
*"મનની સ્થિતિ" બદલી નાંખો*
*જીવનમાં બધું જ આપોઆપ બદલાઈ જશે.*
====
*કોઈપણ કાર્ય માટે વખાણ થવા જરૂરી નથી,*
*પરંતુ કદર થવી જરૂરી છે...*

*આપણે*
*એવો સમાજ રચી બેઠા છીએ કે..*

*જેમાં "ભોળપણ"*
*હાસ્યાસ્પદ ગણાય છે.*
*અને*
*"કપટ"*
*સ્માર્ટનેસ માં ગણાય છે.*
-----
*અહંકાર* ની * આરી* અને *કપટ* ની * કુહાડી* સંબંધોને કાપી નાખે છે...*

કેટલાંક *સંબંધો* તમે ...એમજ ન મેળવી શકો ... ...

એના માટે તો *ઈશ્વર નું ... પ્રિસ્ક્રિપ્શન* જોઈએ ... ... !!!
--
*જીવન એનું જ મસ્ત છે જે પોતાના કાર્યમાં વ્યસ્ત છે..*

*પરેશાન એ જ છે જે બીજાની*
*ખુશીઓથી ત્રસ્ત છે...*

*જે તમે પોતાના માટે કરશો તે તમારા જવા સાથે ખતમ થશે,*

*પણ બીજાઓ માટે કંઈ કરશો તે તમારી વિરાસત બની રહેશે..!*
: અંત માં બધાં મને personal માં mail કરી શકે છે , જેથી મને લખતા રેહવાની પ્રેણણા મળતી રહે. આશિષ, concept.shah@gmail.com