Vasudha - Vasuma - 87 in Gujarati Motivational Stories by Dakshesh Inamdar books and stories PDF | વસુધા - વસુમાં - પ્રકરણ-87

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

Categories
Share

વસુધા - વસુમાં - પ્રકરણ-87

વસુધાનાં વખાણનાં પુલ બંધાઇ રહ્યાં હતાં ત્યારે કોઇ બે આંખો વસુધા તરફ ખૂબ તિરસ્કારથી ક્રૂર રીતે જોઇ રહી હતી. વસુધાને એ અંગે કંઇજ ખબર નહોતી. પશુદવાખાના અંગે સરપંચ ત્થા પ્રાંત અધિકારીની હાજરીમાં જગ્યા નક્કી થઇ ગઇ એ અંગે સ્ટાફને સૂચના અપાઇ ગઇ અને સરપંચને કહેવામાં આવ્યું તેમ જે સમયગાળો નક્કી થયો છે ત્યાં સુધીમાં પશુદવાખાનું અવશ્ય ઉભું થઇ જશે.

પ્રવિણભાઇ જૈન સાથે આવેલા દાતા લક્ષ્મીકાંત સોનીએ કહ્યું “ગામમાં હોસ્પીટલ ઉભી કરવા માટે મારું ટ્રસ્ટ પૈસા પુરા પાડશે અને એ પણ ઝડપથી ઉભું થઇ જશે”. બધાએ તાળીઓનાં ગડગડાટ સાથે વાતને વધાવી લીધી આમંત્રિત તથા ગામનાં લોકોને વસુધાનાં ડેરીનાં સ્ટાફે ચા-કોફી, કેસર દુધ, નાસ્તો પુરુ પાડ્યું આખો પ્રસંગ રંગે ચંગે પુરો થયો. બધાને હવે આશા અને શ્રદ્ધા બેસી ગઇ હતી કે વસુધા જે કામ હાથમાં લે છે એ પુરુ કરીને જંપે છે. આખાં ગામમાં બધે વસુધાના વખાણ થઇ રહ્યાં હતાં.

*************

વસુધા સવારથી પરવારી આકુને સરલાને સોંપીને કાર લઇને ડેરીએ આવવા નીકળી સરલાને હવે સુવાવડ નજીક હતી એને આરામ કરવાનો હતો વસુધાએ જોર કરીને ઘરે આરામ કરવા સમજાવી હતી... ભાવેશકુમાર કોઇ કામ અંગે સિધ્ધપુર ગયાં હતાં.

વસુધાએ એનો થેલો લીધો સાથે પશુદવાખાનાની ફાઇલ લીધી અને કાર ચલાવી સરપંચ પાસે ગ્રામ પંચાયત પહોંચી.. સરપંચે કહ્યું “દીકરા સારુ થયું આવી.. અત્યાર સુધી પશુદવાખાનામાં જે કામ થયું એના રીપોર્ટ દાતાઓને આપવાનો છે એમનાં તરફથી ભંડોળ નિયમિત મળતું રહે છે હવે બહુ બહુ તો 15 દિવસમાં પશુદવાખાનું ઉભુ થઇ જશે એની ચારો તરફ ફેન્સીંગનું કામ ચાલે છે ડબલ ફેન્સીંગ અને ઊંચાઇ પણ વધારે રાખવામાં આવી છે કોઇ નુકશાન ના પહોચાડી શકે બીજુ કે ગાય ભેશ અને અન્ય પશુઓને રાખવાની ગમાણ વગેરે તૈયાર થઇ ગયાં છે બિમાર પશુઓનાં માટે અલગ વિભાગ છે. સારવાર માટેનાં સાધનો દવાઓ આ મહીનાનાં અંત સુધીમાં આવી જશે.”

વસુધાએ કહ્યું “લખુકાકા તમારી મહેનત સાથ... સરકારી અધિકારી પાસેથી તમે જે રીતે કામ કઢાવ્યા છે ગામ લોકો ઉપર તમારો ઉપકાર રહેશે વળી ગામલોકો માટે જે દવાખાનું બની રહ્યું છે એનો રીપોર્ટ પણ મેં તૈયાર કર્યો છે આમતો ત્યાંનાં એન્જીનીયર અને માણસો દાતાને નિયમિત રીતે સમાચાર આપે છે પણ આ ફાઇલ એની છે જેથી તમે જો શહેરમાં જાવ તો એમને આપી શકો.”

લખુકાકાએ કહ્યું “હું બેટા હમણાં શહેરમાં જવાજ નીકળુ છું એટલેજ ઘરેથી બાઇક લઇને આવ્યો છું હમણાં અડધો કલાકમાં તો એમની ઓફીસ પહોચી જવાનો..”

વસુધાએ કહ્યું “ભલે...” એમ કહી ફાઇલો આપી અને જે રીતે કામ ચાલી રહ્યું છે એનાં અંગે ખુશી વ્યક્તિ કરી વસુધાએ કહ્યું “કાકા હવે હું ડેરીએ જઊં છું મારાં અંગે કંઇ કામ હોય તો જણાવજો.”

લખુકાકાએ કહ્યું “દીકરા રાજલ મને ડેરી અંગે બધી માહિતી આપે છે. તારો વહીવટ, ત્યાંની સ્વચ્છતાં કામ અને ઉત્પાદન માટે ચીવટ.. કહેવું પડે ડેરીતો એક બે વર્ષમાં એવી પ્રગતિ કરશે કે...”

વસુધાએ વચમાં બોલી પડતાં કહ્યું “કાકા એ બધાં કામ તમારાં આશીર્વાદથી થાય છે. રાજલ પણ ખૂબ ધ્યાનપૂર્વક કામ કરે છે ગામની બધી બહેન દીકરીઓ આનંદ સાથે કામ કરે છે. પોતાનું સમજીને કરે છે”.

લખુકાકાએ કહ્યું “સારું છે. હું બધુ જાણુ છું ગુણવંતભાઇ શું કરે છે ? બે દિવસથી દેખાતાં નથી. તબીયતો સારી છે ને ?” વસુધાએ કહ્યું “કાકા બે દિવસથી એમને તાવ છે ભાવેશકુમાર પણ નથી હમણાં ગામમાં વૈદ્ય છે એમની દવા લાવી છું આજે સાંજ સુધીમાં સારું નહીં થાય તો મારે સવારે શહેરમાં બતાવવા લઇ જવા પડશે એ તો કહે આ તો સામાન્ય તાવ છે એમાં ચિંતા શું કરવાની ? કાલે ઉભો થઇ જઇશ.”

લખુકાકા કહે “ખૂબ મહેનતી માણસ છે હું એમનો સ્વભાવ જાણુ છું જરૂર પડે મને બોલવજો હું સાથે આવીશ”. વસુધાએ કહ્યું “ભલે.. તો કાકા હું ડેરીએ જઊં છું. રીપોર્ટ અંગે કંઇ પૂછપરછ થાય તો જણાવાં હું પ્રવીણભાઇ શેઠ સાથે વાત કરી લઇશ”. લખુકાકાએ કહ્યું ‘કંઇ જરૂર નથી હું વાત કરી લઇશ.”

વસુધા ડેરી ઉપર આવી.. આવી બધાંજ વિભાગમાં એણે ફરીને જોઇ લીધું કામ બરાબર ચાલી રહેલું. એણે ડેરીનાં પટાવાળાને પૂછ્યું “પ્રવિણભાઇ એકાઉન્ટન્ટ આવી ગયાં છે ?” પટાવાળાએ કહ્યું “હાં ઓફીસમાંજ બેઠાં છે ચોપડા લખે છે.”

વસુધા ઓફીસમાં પહોચીને પ્રવિણભાઇ સાથે એકાઉન્ટ અંગે ચર્ચા કરી અને 6 મહિનાનું સરવૈયું કાઢીને તૈયાર કરવા જણાવ્યું પછી કરસનને બોલાવવા કહ્યું. પટાવાળો કહે “કરસનભાઇ વહેલી સવારે આવેલાં પછી શહેરમાં થોડું કામ છે પતાવીને આવું છું એવું બહેનને કહી દેજે એવો સંદેશ આપી નીકળી ગયાં હતાં.”

આખો દિવસ કામ કર્યા પછી વસુધાએ કહ્યું ‘પ્રવિણભાઈ સરવૈયુ તૈયાર છે ? મારે કાલે મોટી ડેરીએ જઇને એનું કામ છે આગળ અમારે નિર્ણય લેવાનાં છે.” પ્રવિણભાઇએ કહ્યું “પાંચ મીનીટમાં આપું છું” ત્યાં વસુધાની ઓફીસનો ફોન રણક્યો.

એણે ફોન ઉઠાવ્યો સામેથી રણોલી ગામનાં સરપંચ બોલી રહેલાં એમણે કહ્યું “વસુધા દીકરી અમારાં ગામમાં સહકારી ડેરી ઉભી કરવાની વ્યવસ્થા થઇ ગઇ બધાનો સહકાર મળી ગયો છે બધીજ છોકરીઓ બહેનો તને યાદ કરી અહીં કામ કરી રહી છે આગળ હવે..”. વસુધાએ એમને અટકાવીને કહ્યું “આગળ તમે સુરેશભાઇને મળી લો એ બધી વ્યવસ્થા કરી આપશે. ક્યાંય, અટકો તો મારો સંપર્ક કરજો.. એ ભલે..”. એમ કહી ફોન મૂકાયો.

સાંજ પડી ગઇ હતી.. ગામની બહેનો ઘરે જવા નીકળી ગઇ હતી એકાઉન્ટન્ટ સરવૈયુ આપીને નીકળવાની તૈયારી કરી રહેલાં વસુધાએ એનાં પર નજર નાંખી લીધી હતી. એ પણ ઘરે જવાની તૈયારી કરી રહી હતી ડેરીની બહારની લાઇટો ચાલુ કરી દીધી હતી કરસનભાઇ હજી આવ્યા નહોતાં.

વસુધા કારમાં બેઠી અને ડેરી સામે જોઇ ઘરે જવા નીકળી અને હજી પાદર પહોંચે પહેલાં......

વધુ આવતા અંકે - પ્રકરણ-88