Shankhnad - 3 in Gujarati Classic Stories by Mrugesh desai books and stories PDF | શંખનાદ - 3

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

Categories
Share

શંખનાદ - 3

રૃપરામ ની એ આલીશાન કેબીન માં બંને પાર્ટીઓ ભેગી થઇ હતી ..પેલી ૩ કરોડ ની સાડી માં સૌ કોઈ ને રસ હતો .." તો મી.કમલશ પાટીલ તમારી કેશ તૈયાર છે ? " રૂપરામે કમલેશ પાટીલ ને સંબોધી ને કહ્યું ..કારણ કે રૂપરમે જોયું તો કમલેશપતીલ કે અનિલ કે શ્વેતા ના હાથ માં કેશ હોય એવી કોઈ બેગ ન હતી !! અને ૫ કરોડ જેટલી માતબર રકમ કોઈ ખીસા માં રાખે નહિ ..એટલે રૂપરામે શક ની નજરે પૂછ્યું
કમલેશ પાટીલ પણ જમાના નો ખાધેલો બિઝનેસમેન હતો ..એ રૃપરામ ના સવાલને સમજી ગયો .." મી.સુપરમ સિંધી ..હું સમજી શકું છું કે તમે અમારા ખાલી હાથ જોઈને કેશ ની વાત કરો છો .." એ થોડીવાર અટક્યો અને ચહેરા પર સ્મિત કર્યું .. " તમારી કેશ રેડી છે " પછી કમલેશે તેમના પુત્ર અનિલ સનિલ સામે જોયું .અબીનાશ ચેટ્ટર્જી શાંત બેઠો બેઠો આ બધી હિલચાલ જોઈ રહ્યો હતો .. " મી રૃપરામ તમે તમારા કોઈ વિશ્વાસુ માણસ ને બોલાવો કે જે નીચે જઈને અમારી ગાડી માંથી કેશ લઇ આવે .." અનિલ રૃપરામ ને સંબોધીને બોલ્યો .." જી હમણાંજ બોલાવી " રૃપરામ ના જીવ માં જીવ આવ્યો ..રૂપરમે તેની સ્માર્ટ વચ્છ માં ડાબી બાજુનું બટન દબાવ્યું એટલે વચ્છ માં ઘણા બધા રંગ ના બટન દેખાવા લાગ્યા ..એમાંથી રૂપરામે ગ્રેન કલર નું બટન દબાવ્યું જે રૂપેશ ને બોલવા માટે નું હતું ..અબીનાશ ચેટ્ટર્જી અને કમલેશ પાટીલ રૃપરામ ની આ બધી ગતિવિધિ જોઈ રહ્યા હતા ..અને બંને ના મનમાં એક જ પ્રશ્ન રમતો હતો કે સદીના શોરૂમ માં રૃપરામ સિંધી આટલી જડબેસલાક સિક્યુરિટી નો ઉપયોગ કેમ કરે છે ..એની પાછળ નું રહસ્ય શું છે ? રૂપરમે પોતાની સ્માર્ટ વોચ થી રૂપેશ ને બોલાવ્યો એટલે રૂપેશ તરત આવી ગયો .." મી અનિલ તમે રૂપેશ દ્વારા કેશ મંગાવી શકો છો " રૂપરમે કહ્યું .. " ઓક " અનિલ એટલું બોલ્યો અને તરત જ પોતાના પોકેટ માંથી એક પાતળી પટ્ટી જેવો મોબાઈલ બહાર કાઢ્યો ..આ મોબાઈલ અડધા ફૂટ ની ફૂટપટ્ટી જેવી જ હતો ..!! " મી . રૂપેશ પ્લીઝ તમે આમ જુવો " અનિલે આટલું કહી એ પેટ્ટી જેવા મોબાઈલ માં રૂપેશ નો ફોટો પાડ્યો " મી રૂપેશ હવે તમે નીચે જઈ ને અમારી કાર ના ડરાઇવર બાજુ ના બહારના સાઈડ મિરર માં જોજો એટલે ડરાઇવર બાજુ નો દરવાજો ખુલી જશે ..અને ડરાઈવર સીટ ઉંચી થશે એ સીટ ની નીચે ગ્રે કલર ની બેગ પડી છે એ લઇ આવો " અનિલે રૂપેશ ને આદેશ આપ્યો ..રૃપરામ આ આખી વ્યવસ્થા આશ્ચર્ય ચકિત થઈને સાંભળી રહ્યો હતો ! રૂપેશે રૃપરામ સામે જોયું ..રૂપરમે હકાર માં ડોકું ગણાવ્યું ..અને રૂપેશ પૈસા લેવા ગયો ..રૂપેશ ના ગયા પછી રૃપરામ સમજી ગયો કે હવે સોદો પાક્કઓ ..! " મી કમલેશ પાટીલ તમે શું લેશો અલબત્ત અહીં નાસ્તા ની પ્લૅટ્સ તો પડી છે પણ આ ઉપરાંત તમારે કઈ લેવું હોય તો .." રૂપરમે હાથે કરીને પોતાનું વાક્ય અધૂરી છોડી દીધું

કમલેશ પાટીલ અને અનિલ પાટીલ બહાર થી જ નક્કી કરીને આવ્યા હતા કે જેમ બને તેમ વધુ સમય રૃપરામ ની ઓફિસ માં વીતાવવતો .." મી રૃપરામ લંચ નો સમય થઇ ગયો છે ...તો બેટર છે કે આઓને સાથે લંચ કરીયે " કમલેશ પાટીલે કહ્યું .." તમારી જેવી ઈચ્છા ..આપણે પ્રથમ વખત સાથે ધંધો કરી રહ્યા છીએ ..આ રૃપરામ તમને દિલ્હી ની સારામાં સારી હોટેલ માં લંચ કરાવશે " રૂપરમે સોદો પતિ જવાનો હતો એ ખુશી માં કહ્યું .." મી રૃપરામ આપણી પાસે હોટેલ માં જવાનો સમય નથી બેટર છે કે આપણે લંચ અહીં જ મંગાવી લૈયે " કમલેશ પાટીલે કહ્યું .." જેવી તમારી મરજી મી.પાટીલ હું હમણાં જ ઓર્ડર કરી દઉં છું ..અને મી અબીનાશ ચેટર્જી તમારે પણ જમયાવગર જવાનું નથી " રૂપરમે અબીનાશ ને સંબોધતા કહ્યું " વેલ મી રૃપરામ ..આઈ હેવ નો ટાઈમ ..અને મારી ફ્લાઈટ નો ટાઈમ પણ છે સો ટ્રેડ થયા પછી હું નીકળીશ થૅન્ક્સ ફોર યોર કોમ્પ્લીમેન્ટ મારુ લાંચ તમારા પર ઉધાર રહ્યું " અબિનાધે સીધા સપાટ સ્વર માં કહ્યું .
રૃપરામ પોતાના વી.આઈ .પી કસ્ટમર્સ ના જમવાની ગોઠવણ કરતો હતો ત્યારે જ રૂપેશ ચાવલા કમલેશ પાટીલ ની ગાડી માંથી પૈસા ની બેગ લઇ ને આવ્યો .કમલેશ પાટીલ રૂપેશ ચાવલા ની સામે જોઈ ને બોલ્યો .." લો તમારું પેમેન્ટ આવી ગયું " ..અબીનાશ જાણે કમલેશ નો ઈશારો સમજી ગયો હોય તેમ જ તેને પોતાની પાસે લાવેલી પેલી ૩ કરોડ રૂપિયા ની સાડીવાળી બેગ ટેબલ પર મૂકી ..હવે ત્યાં બેઠા દરેક ની નજર સાડી પાર હતી ..ખાસ કરીને રૃપરામ એ સાડીંઉં જોવા વધારે ઉત્સુક હતો .અભિનાશે બેગ માં કિડ નાખ્યો અને બીપ જેવો અવાજ થયો અને એ બેગ નું ઉપર નું ઓટોમેટિક હાઇડ્રોલિક ઇ'વે આપોઆપ ખુલી ગયું ..અને બધાની નજર એ સાડી પર જડાઈ ગઈ. ત્યાં બેથેલસ તમામે એ સાડી ફોટા માં તો જોઈ હતી પણ આજે એ સાડી ને રૂબરૂ જીવની લાગબો કૈક અલગ જ હતો લીલા , સફેદ અને કેસરી રંગો ની ડિઝાઇન તેમાં આબેહૂબ રીતે દોરી હતી ..ઉપરાંત તેમાં સોના ના ટાર જાડેક હતા અને તેની બોર્ડર હીરા જડિત હતી... ! કમલેશ પાટીલ ની પુત્રવધુ તો ફાટી આંખે એ સાડી ને જોઈ રહી .." વાવ ..આવી સાડી તો મુંબઈ ના એક પણ પેજ થ્રી પાર્ટી માં ક્યારેય નથી પહેરી .." સ્વેતા પાટીલે પોતાની પ્રતિ ક્રિયા આપી .." તમને વાંધો ના હોય તો આપડે સાડી આખી ખોલીને જોઈએ " કમલેશ પાટીલ અબીનાશ ચક્રવર્તી ને સંબોધી ને બોલ્યો .." શ્યોર " અભિનાશે યુકો જવાબ આપ્યો . રૂપરમે , અભિનાશે અને રૂપેશે સાડી ના ચારી છેડા પકડી ને લાંબી કરી ..અને જાણે આખા રમ માં પ્રકાશ ફેલાયો ..એ અંશતઃ અંધારી કેવી ન માં ઉજાસ ફેલાઈ ગયો .." માર્વેલસ વર્ક " અનિલ સહજ બોલી ગયો .કમલેશ પાટીલે સાડી પર હાથ ફેરવી ને અમુક વસ્તુ ચકાસી ..આ દરમ્યાન કમલેશ પાટીલ અને અબીનાશ ચેટર્જી ની નજર સામ સામે મળી જાણે એકબીજાને કહેતા હોય કે બધું બરાબર છે !!!!! " મારી આખી કેરિયર માં મેં સારામાં સારી સાડી જોઈ હોય તો જયપુર ની મહારાણી કૌશલ્ય દેવી ની ..પણ આતો એના થી પણ લાજવાબ છે " રૃપરામ બોલ્યો ..અને ત્રણેવ જન એ સાડી વાલ્વની શરુ કરી ..સાડી પછી બેગ માં મુકાઈ ગઈ ..પણ. કોને ખબર હતી કે સાડી ની બેગ બંધ થવાનું સાથે ટૂંકસમય માં હિન્દૂસ્તાન નું નસીબ ખુલી જવાનું હતું !!!
****
વાંચી મિત્રો ..૩ કરોડ ની સાડી ..એક અદભુત શબ્દ છે ..અને એમાં પણ જો કોઈ સાડી માં રહસ્ય છુપાયું હોય તો એ શું હશે એની ઉત્કંઠા તમને હશે જ.. તો આગળ બચત રહો શંખનાદ અને એક વિનંતી કે આપણા પ્રતિભા ચોક્કસ મોકલજો તો સદાય આપણી ઋણી રહીશ ..તમે તમારા પ્રતિભાવ મારા વોટ્સએપ નંબર ૯૯૦૪૨૮૯૮૧૯ પર જરૂર થી મોકલજો
MRUGESH DESAI