One unique biodata - 2 - 21 in Gujarati Motivational Stories by Priyanka Patel books and stories PDF | એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૨૧

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૨૧

"આઈ ડોન્ટ લવ નિત્યા મમ્મી.પ્રેમ એક જ વાર થાય અને મેં એ કરી લીધો છે.મને નથી લાગતું કે હવે જીવનમાં હું બીજી વાર કોઈને પ્રેમ કરી શકીશ.અને એટલે જ હું નિત્યાને મારાથી દૂર રાખું છું.એ મને સાચો પ્રેમ કરે છે.એ મારા માટે કઈ પણ કરી શકે છે.અને આજ એ વાત સાબિત થઈ ચૂકી છે.મેં એના પ્રેમનું અપમાન કર્યું છતાં પણ નિત્યા મારી ચિંતામાં મને શોધતા શોધતા રેસ્ટોરન્ટ આવી પહોંચી હતી.પણ હું હવે એને વધારે દુઃખી કરવા નથી માંગતો.એટલે જ મેં રેસ્ટોરન્ટમાં એની સાથે એવો બીહેવ કર્યો હતો જેથી મને દુઃખી જોઈને એ મારી પાછળ ના આવે.જો એ મારી પાસે આવશે એમાં એનો જ ટાઈમ વેસ્ટ થશે કેમ કે હું એની ચિંતા,એના પ્રેમ અને એની મિત્રતાના લાયક જ નથી"

હવે આગળ..........

("મને ખબર નથી પડતી કે હું ખુશ થાવ કે દુઃખી.પણ હું તારી વાતથી સહેમત છું.નિત્યા ફક્ત ખુશીની હકદાર છે અને જો તું એને પ્રેમ જ નથી કરતો તો એને ખુશ કેમનો રાખીશ"જસુબેન દેવની વાતમાં સહમતી આપતા બોલ્યા.

"થેંક્યું મમ્મી,મને સમજવા માટે"

"સુઈ જા બેટા.ભગવાન બધું જ સારું કરી દેશે"

"હા"

"જય શ્રી કૃષ્ણ"

"જય શ્રી કૃષ્ણ")

"પછી શું થયું?"કાવ્યાએ જસુબેનને આગળની વાત જણાવવા કહ્યું.

"પછી કઈ નઈ દેવ સુઈ ગયો"

"એમ નઈ.પછી પપ્પાએ નીતુ સાથે શું વાત કરી?.એમના મેરેજ કેવી રીતે થયા?"

"એમના વચ્ચે શું વાત થઈ એ તો એ બંનેને ખબર,મને કેવી રીતે ખબર હોય"

"એમના મેરેજ કેવી રીતે થયા એ તો તમને ખબર હશેને.પપ્પા અને નીતુ એકબીજા સાથે મેરેજ કરવા માટે કેવી રીતે માની ગયા?"

કાવ્યાનો આ પ્રશ્ન સાંભળી જસુબેન થોડા થોભી ગયા.એ ઊંડા વિચારોમાં ખોવાઈ ગયા.એ વિચારવા લાગ્યા કે,"આ મેં શું કર્યું?.મારે કાવ્યાને ફક્ત દેવ,નિત્યા અને સલોનીની જ વાત કરવાની હતી.પણ હું એ કેવી રીતે ભૂલી ગઈ કે એની સાથે એવા કેટલાક સત્યો એવા છે જે કાવ્યા ના જાણે તો જ સારું.હવે કાવ્યાને કેવી રીતે કહું કે દેવ અને નિત્યા કેવા સંજોગોમાં અને કોના માટે એકબીજા સાથે લગ્ન કરવા તૈયાર થયા હતા?.મારે કાવ્યા સાથે કશું જ ડિસ્કસ નહોતું કરવું જોઈતું.હવે એને બહાનું આપીને આ વાત અહીંયા જ ખતમ કરવી પડશે નહિ તો જો નિત્યાને આ વાતની જાણ થશે તો મારું આવી બનશે.નિત્યા કાવ્યાને લઈને એ વાતની ખૂબ જ કાળજી રાખે છે કે કાવ્યાને એનું પાસ્ટ ક્યારેય ખબર ના પડે.મારે એની મહેનત પર પાણી ના ફેરવવું જોઈએ"

"નાની,શું વિચારો છો?"

"કશું જ નહીં"

"તો બોલોને આગળ"

"ના"

"પણ કેમ?"

"આજ માટે આટલું બહુ થઈ ગયું.ચલ સુવા જા અને મને પણ સુવા દે નહિ તો હું નિત્યાને બોલાવીશ અને કહીશ કે,'કાવ્યા મને સુવા નથી દેતી'.તો નિત્યાને બોલાવું એ પહેલાં તારા રૂમમાં જઈને સુઈ જા અને હા એક વાતનું ધ્યાન રાખજે કે......"

"હા હા મને ખબર છે કે આ વાત કોઈને નથી કહેવાની"

"સરસ,ચલ જા હવે"

"ઓકે,ફાઇન"કાવ્યા જસુબેન સામે મોઢું ચઢાવતા બોલી અને પછી એના રૂમમાં જવા માટે નીકળી.કાવ્યા જસુબેનના રૂમની બહાર નીકળીને ડાઇનિંગ ટેબલ પર પડેલ પાણીની બોટલમાંથી પાણી પીતી હતી ત્યાં એણે કોઈનો પડછાયો દેખાયો.કાવ્યાએ તરત જ પાછળ ફરીને જોયું તો એને કોઈ દેખાયું નહીં.કાવ્યા ડરતા ડરતા થોડી આગળ મંદિર અને ગેસ્ટરૂમ તરફ ગઈ.એના હાથ ધ્રુજવાને કારણે હાથમાં રહેલ પાણીની બોટલમાંથી થોડું થોડું પાણી નીચે ઢળી રહ્યું હતું.ગેસ્ટરૂમ પાસે જઈને ઉભી રહી.એને દરવાજો ખોલતા ડર લાગી રહ્યો હતો.કેનેડાની માઇનસ ડીગ્રી ટેમ્પરેચરવાળી ઠંડીમાં પણ કાવ્યાને ડરના કારણે માથા પર પરસેવો વળી રહ્યો હતો.કાવ્યાએ ફટાક કરતો ગેસ્ટરૂમનો દરવાજો ખોલ્યો.ધીમે ધીમે અંદર ગઈ પણ ત્યાં કોઈ જ હતું નહીં.એને થોડી શાંતિ અનુભવી.એના કપાળ પર વળેલો પરસેલો હાથ ઊંચો કરી એની ટી-શર્ટની સ્લીવથી લૂછી કાઢ્યો.પછી ગેસ્ટરૂમમાંથી નીકળી કાવ્યા જલ્દી જલ્દી પોતાના રૂમમાં જતી હતી ત્યાં એનો પગ આવતી વખતે બોટલમાંથી ઢોળાયેલ પાણીમાં પડ્યો અને એ લપસીને પડી ગઈ.એના પડવાનો અવાજ એટલો જોરથી આવ્યો કે ઘરના બધા જાગી ગયા અને વિચારવા લાગ્યા કે,"આવો શેનો અવાજ હતો?"એ જાણવા માટે જસુબેન પોતાના રૂમમાંથી અને નિત્યા અને દેવ એમના રૂમમાંથી બહાર આવવા નીકળ્યા.

કાવ્યાએ ઘણો ટ્રાય કર્યો કે એ ચીસ ના પાડે અને ચૂપચાપ પોતાના રૂમમાં જતી રહે પણ એને પગમાં દુખાવો થવા લાગ્યો એટલે એનાથી મોઢેથી ચીસ નીકળી ગઈ અને જોરથી રડવા લાગી.એને પોતાની જાતે ઉભું પણ નહોતું થવાતું એટલે એને બૂમ મારી,"નીતુ,પપ્પા,જસુ....પ્લીઝ જલ્દી આવો,મને બહુ જ દુખે છે"

જસુબેનનો રૂમ નીચે હોવાથી જસુબેન પહેલા કાવ્યા પાસે પહોંચ્યા,"શું થયું દિકરા,તું કેવી રીતે પડી ગઈ"

"નાની મને બહુ જ પેઈન થાય છે"કાવ્યા રડતા રડતા બોલી.

એટલામાં દેવ અને નિત્યા પણ ત્યાં આવી પહોંચ્યા.નિત્યાએ કાવ્યાને એના બાહુપાશમાં લીધી અને ગભરાઈને કાવ્યાને આશ્વાસન આપતા બોલી,"કશું જ નહીં થાય મારી ચકી,તું ચિંતા ના કર"

"મમ્મી મને બહુ દુખે છે"

"દેવ પ્લીઝ ડૉક્ટરને કોલ કરો ને"નિત્યાએ કહ્યું.

"પહેલા કાવ્યાને હું રૂમમાં લઈ જાવ પછી કોલ કરું"દેવ કાવ્યાને ઉપાડીને એના રૂમમાં લઈ ગયો.નિત્યા અને જસુબેન પણ કાવ્યાના રૂમમાં ગયા.દેવે ડૉક્ટરને ફોન કર્યો.

"શું કહ્યું ડૉકટરે?"જસુબેને દેવને પૂછ્યું.

"એ આવે જ છે"દેવે જવાબ આપ્યો.

"કેટલી વાર લાગશે?"નિત્યાએ પૂછ્યું.

"અડધો કલાક તો મિનિમમ થશે.કારણ કે એમના ઘરથી આપણું ઘર ૩૦કિમીના અંતરે છે"

"પપ્પા બહુ જ દુખે છે.કંઈક કરો ને"

દેવ કાવ્યાના પગ બાજુના ભાગમાં બેસ્યો.કાવ્યાને જે પગે દુખાવો થતો હતો એ પગને અડકવાનો પ્રયત્ન કર્યો.થોડું અડકતા જ કાવ્યાએ જોરથી ચીસ પાડી,"ના પપ્પા રહેવા દો,મને દુખશે"

"બેટા જોવા તો દે કે ઇન્ટરનલ પેઈન છે કે બહાર ક્યાંય વાગ્યું છે"

"ધીમે રહીને જોજો"

"સારું"

દેવે ફરી કાવ્યાનો પગ પોતાના હાથમાં લીધો.આમ તો જોયું પણ બહારથી વાગેલું નહોતું.પગને થોડો મરડીને આમ-તેમ મૂવમેન્ટ કરાવવાનો પ્રયત્ન કર્યો પણ કાવ્યાને દુખાવો થતો હોવાથી નિત્યા બોલી,"રહેવા દો ને દેવ,ડૉક્ટર આવીને જોશે.એને બહુ જ દુખે છે"

"હા"

"પગમાં મચકોડ આવી લાગે છે"જસુબેને અંદાજો લગાવતા કહ્યું.

"હું હળદરનો લેપ બનાવી લાવું.એ લગાવીશું તો આરામ થશે"નિત્યા બોલી.

"ના,તું મારી પાસે જ બેસ"કાવ્યાએ નિત્યાનો હાથ પકડી રાખતા કહ્યું.

"તમે બંને કાવ્યા પાસે જ બેસો,હું લેપ બનાવીને લાવું છું"

"ના મમ્મી,તું કિચનમાં નઈ"દેવ બોલ્યો.

"અરે હું રસોઈ બનાવવા થોડી જાઉં છું.હું હમણાં જ આવું"એમ કહીને જસુબેન રસોડામાં લેપ બનાવવા ગયા.

"બેટા તું લપસી કેવી રીતે?"દેવે કાવ્યાને પૂછ્યું.

"ત્યાં પાણી ઢોળાયેલું હતું એમાં......."કાવ્યા આગળ કઈ બોલે એ પહેલાં જસુબેન અને ડોક્ટર બંને એકસાથે કાવ્યાના રૂમમાં આવ્યા.

"વેલકમ સર,પ્લીઝ ચેક માય ડોટર"દેવે ડૉક્ટર કહ્યું.

"વોટ હેપ્પન માય ડીયર?"ડૉક્ટરે કાવ્યાને પૂછ્યું.

"સર એક્ચ્યુઅલી,શી વોસ સ્લિપડ ઓન ધ ફ્લોર"નિત્યાએ જવાબ આપ્યો.

"ઓહહ,લેટ મી ચેક"ડૉક્ટરે એક હાથથી પગની પાનીને પકડી અને બીજા હાથથી પગની આંગળીઓવાળો ભાગ પકડીને દેવ અને નિત્યાને ઈશારાથી કહ્યું કે કાવ્યાને પકડી રાખજો.નિત્યા અને દેવે કાવ્યાનો હાથ પકડી લીધો.પછી એક જાટકાથી કાવ્યાના પગને મરોડી નાખ્યો.કાવ્યાએ જોરથી ચીસ પાડી,"મમ્મા............."અને રડવા લાગી.કાવ્યાને આમ જોઈને નિત્યાના આંખમાંથી પણ આંસુ સરી પડ્યા.થોડી વાર બધા જ શાંત રહ્યા.કાવ્યા ડુસકા ભરીને રડતી હતી.નિત્યા કાવ્યાને એના બાહુપાશમાં રાખીને એના માથા પર અને એની પીઠ પર સતત હાથ ફેરવતી હતી.

પાંચેક મિનિટની શાંતિ પછી ડૉક્ટરે કાવ્યાને પૂછ્યું,"ઇફ યૂ મુવ યોર લેગ લિટલ વન્સ પ્લીઝ"

"નો ડૉક્ટર અંકલ,આઈ કાન્ટ"

"પ્લીઝ ટ્રાય માય ચાઈલ્ડ"

"ઓકે,આઈ વિલ"કાવ્યાએ એના પગને થોડી મૂવમેન્ટ કરાવવાનો ટ્રાય કર્યો.આ વખતે એને ખૂબ જ ઓછો પેઈન થયો.કાવ્યા ખુશ થઈને બોલી,"પપ્પા,મને મટી ગયું"કહીને ખુશ થઈને ઉભી થવા જતી હતી ત્યાં એને થોડું દુખાયું અને એ બેસી ગઈ.

"ઇટ જસ્ટ સ્મોલ સ્પ્રેઇન્ડ.નો નીડ ટૂ વરી.શી વિલ બી ફાઇન વેરી સુન"

"ઓકે ડોક્ટર,થેંક્યું સો મચ ફોર કમીંગ એટ લેટ નાઈટ"

"ઇટ્સ ઓલ રાઈટ ડીપી સર.ઇટ્સ માય ડ્યુટી.બાય સર"

"ફાઇન,થેંક્યું ડૉક્ટર"

"ટેક કેર ડીયર"

"યસ અંકલ.થેંક્યું"

"યૂ આર વેલકમ"કહીને ડૉક્ટર સાહેબ રવાના થયા.

કાવ્યાએ જસુબેનને હળદરવાળો લેપ લગાડવાની ના પાડી કારણ કે હવે કાવ્યાને સારું લાગી રહ્યું હતું.નિત્યાએ દેવ અને જસુબેનને પોતપોતાના રૂમમાં સુવા માટે મોકલ્યા અને પોતે કાવ્યા પાસે સુઈ ગઈ.