Bhayanak Ghar - 3 in Gujarati Horror Stories by Jaydeepsinh Vaghela books and stories PDF | ભયાનક ઘર - 3

Featured Books
  • Mindset

    Mindset - a small storyPart 1 - The introduction :કોઈ પણ માણ...

  • એકાંત - 44

    પ્રવિણના કોલેજમાં સ્વાતંત્ર્ય દિનનો ઉત્સવ ખૂબ સુંદર રીતે ઊજવ...

  • રેડહેટ-સ્ટોરી એક હેકરની - 43

            રેડ હેટ:સ્ટોરી એક હેકરની        પ્રકરણ:43     સૂર્યા...

  • અંધારાની ગલીઓમાં લાગણીઓ - 3

    શીર્ષક: અંધારા ની ગલીઓમાં લાગણીઓ - 3- હિરેન પરમાર જીનલના મનમ...

  • sayari

    सपनों को हक़ीक़त बनाने से पहले, हिम्मत को साथी बनाना पड़ता ह...

Categories
Share

ભયાનક ઘર - 3

( પછી આશા અને તેના મમ્મી દવા લેવા ગયા અને દવા લઈને ઘરે આવ્યા )
ત્યાર પછી રાતે જ્યારે તેના પપ્પા આવ્યા ત્યારે આશા ની મમ્મી એ બધી વાત કરી. તેના પપ્પા કેહવા લાગ્યા કે કઈ ની એતો મટી જશે, એને અલગ લાગતું હસે એટલે એને એવું થયું હસે,
આશા ની મમ્મી બોલ્યા " હું શું કહું છું, કદાચ આશા રાત્રે સપનું ખરાબ જોઉં , એના. વિશે તો વિચારી ને તેને તાવ નાઈ આવ્યો હોય ને ?"
( ના ના એવું કઈ ના હોય, તું ખોટી વાતો ના કરીશ )
સારું
( તું હવે સૂઈ જા, કઈ નાઈ થાય, એતો વહેમ છે )
પછી રાત્રે બધા સુવા લાગ્યા અને એજ રાત્રે કઈક અલગ એજ થયું
રાત્રે સપના માં રીટા બેન નેજ સપનું આવ્યું, સપના માં એમને જોઉં કે, કોઈક એમના પલંગ બાજુ માં બેઠુ હતું એવો ભાસ થવા લાગ્યો, અને એવા માજ એ ઊભા થઈ ગયા અને, તરતજ રડવા લાગ્યા, અને તરતજ કિશન ભાઈ ને કહેવા લાગ્યા કે મને પણ સપનું આવ્યું,
કિશન ભાઈ એ પાણી પાવ્યું અને શાંત પડયા, પછી થોડી વાર પછી બંને ની આંખ ફરી મીચાઈ ગઈ, પણ રીટા બેન તો એ રાતે ઊંગ્યજ નહિ
સવાર પડતાં જ તે નીચે બા અને દાદા ને મળવા ચાલ્યા ગયા અને આ બધી વાત દાદા અને દાદી ને જણાવી કે એવું થાય છે,
પછી દાદા અને દાદી કેહવ લાગ્યા કે એવું કંઈ ન હોય, તમે જે દિવસે યાદ કરો એ સપના માં આવવા નું જ છે.
પછી નીચે આશા આવી અને બોલવા લાગી કે તમને પણ મમ્મી સપનું આવ્યું કે સુ?
"હા બેટા, તું સાચું કેહતી હતી, મને પણ ભયાનક સપનું આવ્યું,"
પછી આશા તૈયાર થઈ કોલેજ જવા નીકળી, એ જેવી ઘરની બહાર નીકળી તો તેને જોયું કે ઉપર અગાસી ના રૂમ ની લાઈટ ચાલુ હતી ,
આશા એ વિચાર યુ કે ઉપર કોઈ ગયું નથી અને આ લાઈટ ચાલુ કઈ રીતે થઈ જાય છે, પાપા ને કહેવું પડશે કે સરખું કરાવે
એને ઘર ની બહાર થી તેના પપ્પા ને ફોન કર્યો મને કીધું કે લાઈટ સરખી કરવો કાતો બંધ કરી આવો ....
( પછી આશા વિચારે ચડી કે લાઈટ હંમેશા ચાલુ કેમ થઈ જાય છે ? )
( પછી આશા કોલેજ જવા નીકળી પડી, પરંતુ તેને એકજ સવાલ મનમાં આવતો હતો કે કે ઉપરના માળની લાઈટ કેમ ઓટોમેટિક ચાલુ થઈ જાય છે હવે સમજાતું નથી હવે મારે જ કંઈક કરવું પડશે )
આશા જ્યારે કોલેજ થી ઘરે આવી ત્યારે તેણે પાણી પીધા પહેલા ઉપર લાઈટ ચાલુ છે કે બંધ તે જોવા જવાનું વિચાર્યું, ત્યાર પછી તે સીડીઓ માં તે ચડી અગાસી તરફ જવા લાગી તો તેને જોયું કે એના પપ્પા વાયરમેન ને બોલાવીને રીપેર કરાવી રહ્યા હતા,
( તો એવું તો શું હશે એ ઘર માં જે બધા ને કોઈક ને કોઈક વાતે હેરાન કરેછે? તો એની માટે વાંચતા રહો હોરર હાઉસ નો આગળ નો ભાગ, તમને જો સ્ટોરી સારી લાગે તો એક કૉમેન્ટ કરવા નું ભૂલતા નઈ કારણ કે તમારી એક કૉમેન્ટ અને રેટિંગ ખુબજ મોટિવેટ કરે છે . )
( મારી બીજી 2 વાર્તા પણ ચાલી રહી છે તો એને પણ સપોર્ટ આપવા નું ભૂલતા નહિ, અને કૉમેન્ટ જરૂર કરજો . . ) આભાર.....