Kaliyugna Yodhaa - 9 in Gujarati Fiction Stories by Parthiv Patel books and stories PDF | કળિયુગના યોદ્ધા - 9

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

Categories
Share

કળિયુગના યોદ્ધા - 9

ફ્લેશબેક :- પાછળના ભાગમાં જોયુ કે કુમાર અને પાટીલ ફરી પૂછપરછ કરવા વસંતવિલામાં જાય છે જ્યાં ફરી પોલીસની હાજરીમાં મયુર પર બુકાનીધારીનો ફોન આવે છે જે પોલીસ પાસ જૂઠુ બોલવા જણાવે છે . હવે આગળ ..


ભાગ ૯


મખ્ખનસીંગ જીપ લઈને પોલીસ સ્ટેશન જવા નીકળ્યા .બીજી તરફ કુમાર અને પાટીલ સેરખાનને લઈને વસંતવિલા માંથી નીકળી ગયા . મુંબઈની ગરમીમાં તપી રહેલા રસ્તા પર દોડી રહેલુ બુલેટ એક કેફે પાસે જઈને ઉભુ રહ્યુ . કુમાર અને પાટીલને સાથે આવતા જોઈને કોફીનો માલિક હાજર થયો અને ખુશી થી બોલ્યો

" અરે કુમાર પાટીલની જોડી આજે અહીંયા ...જરૂર કૈક ખાસ કારણ હશે ..."

" હા રોકી ... કૈંક એવું જ છે . કદાચ તારું પણ કામ પડશે ... કામ પડશે ત્યારે તને જણાવીશ .." કુમારે કહ્યું

" જી હા જહાંપનાહ...." પાછળ એક વેઈટર સ્પેશ્યલ પીણું લઈને આવી રહ્યો હતો એ પીરસતા રોકી બોલ્યો

" પેશ હૈ રોકી સ્પેશ્યલ વોડકા કોફી ખાસ અપને દોસ્તો કે લિયે ... !! " અને આટલું કહી નીકળી ગયો. ખરેખરમાં રોકી મુંબઇનો એક ટાઇમનો ગેંગસ્ટર હતો .

પાટીલે એકવાર એને ઝબ્બે કર્યો અને એમની વચ્ચે કૈક એવું બન્યું કે રોકીએ હંમેશા માટે એ કામ છોડી દીધું અને મલબાર હિલ્સ વિસ્તારમાં કેફે ખોલ્યો જે ધમધોકાર ચાલતો હતો .પોતાના સોર્સ હજી કાર્યરત હતા જેના દ્વારા રોકી અનેકવાર પાટીલ , કુમાર તથા અન્ય પોલીસ માટે ઘણા કામનો માણસ નીવડ્યો હતો . પરંતુ એ દિવસે કઈ વાત બની જેને રોકીનું જીવન બદલી નાખ્યું એ વાત માત્ર રોકી અને પાટીલ જાણતા હતા . પાટીલનો જીગરી કુમાર પણ નહીં.... શુ હશે એવી વાત..જેને રોકી જેવા ભયંકર ગેન્ગસ્ટરનું જીવન બદલી નાખ્યુ ?કદાચ એ વાત આગળની વાર્તા જ જણાવશે .

" તે હર્ષદ મહેતાના શરીરમાં મળેલી ઊંઘની દવાની વાત ન કરી એ ખૂબ સારું કામ કર્યું " કુમારે કહ્યું

" હું જાણતો હતો . જો હર્ષદ મહેતા અનિદ્રાથી પીડાતા નહતા તો એમને અજાણતા જ ઊંઘની દવા આપી હોવી જોઈએ તે પણ કોઈ નજીકના ... ઘરના જ કોઈ માણસે . હું જાણતો હતો કે આ વાત ત્યાં કરવાથી હર્ષદ મહેતાને એ દવા આપનાર સાવધ થઈ જશે અને એમાંથી બચવાની કોઈ યુક્તિ નીકાળી લેશે .

પરંતુ હર્ષદ મહેતાના શરીર માંથી ઊંઘની દવા મળવા વિશે મેં ત્યાં વાત ન કરી તેથી હવે એમને દવા આપનાર માણસ સ્વસ્થ થઈ ગયો હશે કે ઊંઘની દવા વિશે આપણને કંઈ જાણકારી નથી . પણ એક નાનો સબૂત મળતા જ આપડે એને એવા સમયે ઝબ્બે કરીશું જ્યારે તે પૂર્ણ પણે અસાવધ હોય " પાટીલે કહ્યું

" પણ એ સબૂત મળશે ક્યાંથી...? " કુમારે શંકા વ્યક્ત કરી

" અહીંથી ..." આટલું કહી પાટીલે પોતાના ખિસ્સામાંથી હાથરૂમાલ કાઢ્યો અને એમાં લપેટાયેલો એ કાંચનો ટુકડો કાઢ્યો અને આગળ કહ્યું " આના ઉપરથી શાયદ આપડે ને જોઈએ છે તે મળી શકે છે "

" શુ છે આ ...? " કુમારે કાચનો ટુકડો હાથમાં લેતા જણાવ્યું . અને અચાનક મોઢા પર એક સ્માઈલ આવી ગઈ . વાહ. આ તૂટેલા ગ્લાસનાં ટુકડા પરથી ... બરાબર છે ... બરાબર છે સમજી ગયો ... ચાલ જલ્દી ...બંને વોડકા કોફી એક જ ઘૂંટડે પી ગયા અને સીધા વિક્રમની લેબમાં ગયા .

"પાટીલ આજે એક વાત તે નોંધી? મયુર ફોન પર કોઈ સાથે વાત કરતો હતો ત્યારે તે ખૂબ ગભરાયેલો દેખાતો હતો મને લાગે છે તે કંઇક તો છુપાવી રહ્યો છે , કે પછી એ પોતે જ....

" હત્યારો છે એમને ?" પાટીલે વાક્ય પૂરું કરતા પૂછ્યું

" કઈ ખબર નથી પડી રહી . એક કામ કર હર્ષદ મહેતા અને એના દીકરા મયુરના કૉલ ડિટેઇલ મંગાવી લે , જોઈએ કૈક મળે છે કે કેમ

" ઓકે સર આપકી ખીદમત મેં ઔર કુછ ? "

" નહિ ઇતના કાફી હૈ " કુમારે કહ્યું .


●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●


" વિક્રમ સાહેબ ... આજ એવી વસ્તુ લાવ્યા છીએ કે જેના પરથી તમને 100% પેલી દવાના સેમ્પલ મળી જશે " કુમારે પેલો કાચનો ટુકડો આગળ કરતા કૈક ગર્વથી કહ્યું

" હા તો જાવ જતા રહો અહીંયાં મારુ શુ કામ...!!? તમારે ધારણાથી જ માની લેવું હોય તો "

" તમને તો ખોટું લાગી ગયું સાહેબ... લો મુર્ગો બનું " કુમારનું આ વાક્ય સાંભળી ત્રણે હસી પડ્યા અને વિક્રમ કાંચનો ટુકડો લઈને એમાંથી કૈક ગોતવા લાગ્યો . થોડી વાર પછી વિક્રમ ટેસ્ટટ્યુબ લઈને આવ્યો જે પર્પલ કલરના પ્રવાહી ભરેલી હતી . અને બોલ્યા .." હા એજ.... હા આજ ગ્લાસથી ઊંઘની દવા અપાઈ હતી..... દૂધ કે જ્યુસ સાથે ભેળવીને જ દવા હર્ષદ મહેતાને અપાઈ હતી. આ પર્પલ કલર દવાની હાજરી સૂચવે છે "

" એક વાત ફિક્સ છે , આ હત્યારાનો સંબંધ ઘરના જ કોઈ સભ્ય સાથે છે .. પણ એ કોણ હોઈ શકે ...!? " પાટીલે કહ્યુ પરંતુ એનો જવાબ જેટલો ધારીએ એટલો આશાન નહોતો .

હવે જ રોકી કામ લાગવાનો હતો . સાંજનો સમય થઈ ગયો હતો અને આકાશ લાલાશ પડતા ધુમાડાના વાદળોથી ભરાઈ ગયુ હતુ. પાટીલ અને કુમાર પોતાની આગળની તપાસ માટે ફરી કાફે બોમ્બે તરફ જવા નીકળી પડ્યા .


પ્રકરણ ૯


કાફે બોમ્બે પહોંચવામાં ખૂબ સમય લાગે એમ હતું . સાંજનો સમય એટલે મુંબઇના રસ્તાની હાલત કોઈ ગામની પાદરના રસ્તા જેવી થઈ જતી . સવારે ભરવાડ કે કોઈ ગોવાળિયો ગાયો , ભેંસો , ઘેટાં , બકરાંનું ટોળું ચરાવવા માટે ગયા હોય અને સાંજ પડ્યે ઘરે આવતા હોય એમ મુંબઇ જેવા શહેરોની હાલત પણ કંઈક આમ જ હોય છે . સવારે લગભગ બધા સુતા હોય ત્યારે નીકળી પડવાનું અને રાત્રે બધા સુઈ ગયા હોય અથવા સુઈ જવાની તૈયારી હોય ત્યારે પાછા આવવાનું .

છેલ્લો સૂર્યોદય કે સૂર્યાસ્ત એમને ક્યારે જોયો હશે એતો ભગવાન જાણે...!! સવાર પડે અને એલાર્મ વાગે એટેલ યંત્રવત જિંદગીની શરૂવાત થાય , નાહીને થેલો ઉપાડી ઓફીસ જવાનું , ઓફીસતો માત્ર ભણેલો ગણેલો શબ્દ છે ખરેખર તો તેઓ વાઇટ કોલર લેબરથી વધુ કંઈ નથી હોતા . સાંજે પડ્યે થાક્યો , હારેલો , તૂટેલો , ભટકતો માણસ પાછો આવે છે . સવાર પડ્યે શૂટ-બુટ અને શર્ટઇન કરી નોકરીએ ગયેલો માણસ સાંજે કપાસ ના કોથળા જેવો થઈને પાછો આવે છે .

ખરેખર તો એની જિંદગી એક મજૂરથી કમ નથી હોતી , અરે એનાથી વધુ ખુશ તો પેલો ઢોર ચરાવતો ભરવાડ હોય છે ... એ પણ સવારે ઉઠે છે ..પરંતુ પોતાની ઈચ્છાથી..... ઠોર લઈને પ્રભાતિયાં ગણ ગણાવતો ચાલ્યો જાય , સૂર્યોદય જોવે અને સુરજ દાદાને પ્રણામ કરી દિવસ ચાલુ કરે અને સાંજે સૂર્યને વિદાય કરી ઘરે પાછો ફરે . ભરપેટ જમે જ્યારે પેલા ' ઓફીસ જનાર મજૂરીયા ' ઘણીવાર ભરપેટ ભોજન પણ નથી કરી શકતા . જે પણ હોય આ બધી મગજમારી અંતે તો પેટ માટે જ છેને ... તો આવી મજૂરી શાને માટે ?

આકાશમાં રહેલા બે વાદળો એક સફેદ દૂધ જેવું અને બીજું કાળું ડિબાંગ વાદળ જાણે એકબીજા સાથે ઉપર મુજબ કૈક વાત કરી રહ્યા હતા .

સફેદ વાદળ પેલા ગામડિયા ગોવાળનું પ્રતિનિધિત્વ કરે છે જયારે કાળું વાદળ પેલા ભણેલા ગણેલા એજ્યુકેટેડ મજૂરનું . એમની વાત અધૂરી રહી અને સૂર્ય ક્ષિતિજની પેલે પાર જતો રહ્યો . બીજી તરફ કુમાર અને પાટીલે શેરખાનનુ ઇગ્નિસન બંધ કર્યું અને કાફે બોમ્બેમાં એન્ટ્રી મારી .

બપોરની સરખામણીએ સાંજે બોમ્બે કેફેએ કૈક અલગ જ રૂપ ધારણ કર્યું હોય એવું લાગતું હતું . બપોરની સરખામણીમાં અત્યારે આ કેફમાં વધારે ચહલપહલ હતી . આખો દિવસ કામ કરીને થાકેલા માણસો ઠંડી બિયર પીવા માટે , ઘણા નવયુવાનો પોતાના મિત્રો સાથે પાર્ટી કરવા કે પછી પોતાની પ્રિય વ્યક્તિ પાસે પોતાનો વટ પડે એ હેતુથી આવા ભવ્ય વિસ્તારમાં આવેલા અતિભવ્ય ' બોમ્બે કેફે ' માં લઇ આવતા .

કેફની અંદર ધીમુંધીમું સંગીત વાગી રહ્યું હતું અને રંગબેરંગી ડીમ લાઈટો થઈ રહી હતી . એક ખૂણામાં થોડા જ સમયમાં ' ઓપન માઈક ' પ્રોગ્રામ શરૂ થવાનો હતો જેમાં કોઈ પણ વ્યક્તિ પોતાની ભડાસને શબ્દોથી રજુ કરીને ગુસ્સો નીકાળી શકતુ . આખા કેફમાં હાલ ભાગ્યે જ ક્યાંય જગ્યા દેખાતી હતી.

કેફમાં એન્ટર થતા જ કુમાર અને પાટીલ બે ક્ષણ રોકાઈને આંખોને ચારે બાજુ ફેરવી જોઈ પણ ક્યાંય કોઈ જગ્યા ન દેખાઇ . ત્યાં એક શિસ્તબદ્ધ કપડામાં સજ્જ એક વેઈટરે નજીક આવીને નમ્ર અવાજે બોલ્યો

" સર , તમારી માટે અંદર વ્યવસ્થા કરેલી છે . રોકી સર થોડી જ વારમાં તમને મળશે "

" ઠીક છે , થેન્ક યુ .."

આટલું કહીને કુમાર અને પાટીલ પેલા વેઈટરને અનુસરી આગળ વધી રહ્યા હતા . ત્યાં ખુણામાં એક ટેબલ પર બેઠેલા કપલ પર કુમારની નજર પડી . એમાંની સ્ત્રીની અને કુમારની આંખ એક થઈ . બીજી જ ક્ષણે એને મોઢું ફેરવી લીધું , જાણે એ પોતાને કુમારની નજરોથી છુપાવવા માંગતી હોય .

કુમારે આ વાત નોંધી અને વિચાર્યું કે કદાચ આ ઘટના યોગાનુયોગ પણ હોઈ શકે પરંતુ પોલીસનું દિમાગ છેને ..?? કૂતરું ભશે એને પણ શંકાની નજરે જોવે એનું નામ પોલીસ . કુમાર પોતાના દિમાગ પર જોર આપે એ પહેલાં જ રોકી સામેથી આવ્યો અને કહ્યું

" હેય બ્રો.... તમે અંદર વેઇટ કરો હું હમણાં જ આવ્યો . " અને વેઈટરને ઈશારાથી જ કહ્યું " સ્પેશ્યલ ડ્રિન્ક સર્વ કરો " અને ફરી એ વેઈટર આગળ ચાલવા લાગ્યો અને બંને ઇન્સ્પેક્ટર એને અનુસરીને આગળ વધવા લાગ્યા .

આ દરમિયાન કેફમાં બેઠેલી પેલી સ્ત્રી વાળી વાત કુમારના દિમાગ માંથી નીકળી ગઈ . અને અંદર ઓફીસ જેવા બનાવવા માં આવેલ કમરામાં દાખલ થયા અને પેલા વેઈટરે કહ્યું

" તમે અહીંયા આરામ થી બેસો સર , રોકી સર અહીંયા જ તમને મળશે . તમારી બીજી કોઈ હેલ્પ કરી શકું ..? "

" બે સ્પેશિયલ ડ્રિંક્સ...."

" ઓલ રેડી ઓર્ડરડ .... બીજુ કોઈ પણ કામ પડે તો બેલ દબાવી દેજો સર . "

" ઠીક છે , ધન્યવાદ "

વેઈટર બહાર ગયો અને બંને ઇન્સપેક્ટર ત્યાં પડેલા સોફા પર આડા પડ્યા આખા દિવસ ના થાક ને લીધે અને ACની ઠંડક ના લીધે બંને ને ક્યારે ઊંઘ આવી ગઈ એ ખબર ના પડી .


( ક્રમશ )


વાર્તામાં જે રોકીની વાત થઈ એ કોણ હશે ?

તે દિવસે પાટીલ અને રોકી વચ્ચે એવુ તે શુ બન્યુ હશે જેના લીધી રોકી જેવા ગેંગસ્ટરનુ જીવન પરિવર્તન કરી નાખ્યું ?

કેફમાં કુમારને જોઈને મોઢુ ફેરવી નાખ્યુ હતું એ સ્ત્રી કોણ હશે ? શુ એને હર્ષદ મહેતાની હત્યા સાથે કોઈ સંબંધ હશે ?

જાણવા માટે વાંચતા રહો " કળિયુગના યોદ્ધા "