Varasdaar - 65 in Gujarati Fiction Stories by Ashwin Rawal books and stories PDF | વારસદાર - 65

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

વારસદાર - 65

વારસદાર પ્રકરણ 65

ઝવેરી શેઠ અંદર જઈને મેટલર નો વજન કાંટો, એક આઈ ગ્લાસ અને બીજી એક બ્લુ રંગની ખાલી પ્લેટ પણ લેતા આવ્યા.

" સૌથી પહેલાં તો આપણે આ ડાયમંડ ગણી લઈએ. ડાયમંડ ઘણા બધા છે એટલે વેલ્યુએશન કરવામાં મને ઘણો સમય લાગશે. મુનશી સાહેબને જવું હોય તો જઈ શકે છે. " ઝવેરી શેઠ બોલ્યા.

" ભલે તો હું નીકળી જાઉં છું. આ મંથનભાઈ ગડાશેઠના ખાસ માણસ હતા એટલે મારા પોતાના ડાયમંડ હોય એ રીતે જ એનું વેલ્યુએશન કરજો અને ખરીદવાના પણ તમારે જ છે. " મુનશી સાહેબ બોલ્યા અને ઊભા થયા.

"મંથનભાઈ તમે અત્યારે અહીં જ જમી લેજો. કારણ કે ત્રણથી ચાર કલાકનો સમય વેલ્યુએશનમાં લાગશે. હું મહારાજને તમારી રસોઈ માટે કહી દઉં છું." મુનશી સાહેબ ગયા પછી ઝવેરી શેઠ બોલ્યા.

એમણે મહારાજને બૂમ પાડી અને એને મંથનની પણ રસોઈ બનાવવાની સૂચના આપી.

એ પછી ઝવેરી શેઠે એક પછી એક ડાયમંડ ગણી ગણીને પ્લેટમાં મૂકયા. ગડાશેઠના બોક્સમાંથી કુલ નાના મોટા થઈને ૧૦૩ હીરા નીકળ્યા. દરેક હીરાનું વેલ્યુએશન કરી કરીને ફરી પાછા બોક્સમાં મૂકતા ગયા અને વજન તેમ જ કિંમતની નોંધ કરતા ગયા.

બે કલાક પછી મહારાજે બૂમ પાડી એટલે કામને બાજુમાં મૂકીને ઝવેર શેઠ મંથનને લઈને ડાઇનિંગ ટેબલ ઉપર ગયા. તલકચંદનાં ધર્મપત્ની સ્વર્ગવાસ થઈ ગયાં હતાં. દીકરો ડાયમંડના ધંધામાં હતો એટલે અત્યારે ઘરે ન હતો. દીકરાની વહુ એના બેડરૂમમાં હતી. રસોઈના તમામ બાઉલ ટેબલ ઉપર જ ગોઠવેલા હતા. બધાએ જાતે જ પ્લેટમાં લેવાનું હતું. બંનેએ જમી લીધું.

જમ્યા પછી ફરી પાછા ઝવેરી શેઠ મંથનને લઈને પોતાની રૂમમાં આવી ગયા.

"ત્રણ મોટા ડાયમંડ ૧૩ થી ૧૫ કરોડની આસપાસના છે. ૭ નાના ડાયમંડ ૨ થી ૩ કરોડ ના છે. બાકીના બધા ડાયમંડની વેલ્યુ ૫ થી ૬ કરોડ આસપાસ છે. મેં દરેક ડાયમંડનું વજન અને વેલ્યુ આ કાગળમાં લખેલી છે. ૧૦૩ ડાયમંડની ટોટલ કિંમત ૭૮૨ કરોડ થાય છે. " ઝવેરી શેઠે લગભગ ચાર કલાકની મહેનત પછી ફાઇનલ કિંમત કહી દીધી.

" મારે આ ડાયમંડનું કોઈ જ કામ નથી શેઠ. મુનશી સાહેબે આપને કહ્યું છે તેમ તમારે જ આ ડાયમંડ રાખી લેવાના છે." મંથન બોલ્યો.

" એક સાથે તો આટલી બધી રકમ મારી પાસે તૈયાર ના હોય. એક બે મહિનામાં હું તમને ટુકડે ટુકડે હવાલો કરી આપું. હું તમને ૧૦૦ ૨૦૦ તો વાઈટના પણ આપી શકું છું પરંતુ તમે ચોપડા ઉપર બતાવશો કઈ રીતે ? તમને ઇન્કમટેક્સમાં તકલીફ પડશે. એના કરતાં બે નંબરનો વ્યવહાર જ બરાબર રહેશે. " ઝવેરી શેઠ બોલ્યા.

"સાચી વાત છે મારે રોકડા જ લેવા છે. બે મહિનામાં કરી આપશો તો પણ મને કોઈ જ પ્રોબ્લેમ નથી. મુનશી સાહેબ દ્વારા તમારી ઓળખાણ થઈ છે એટલે મને કોઈ ચિંતા નથી. ડાયમંડ તમારી પાસે જ રાખો." મંથન બોલ્યો.

" અરે મંથન ભાઈ. આટલો બધો વિશ્વાસ કોઈના ઉપર પણ ના રખાય. કાલ ઊઠીને મને કદાચ કંઈ થઈ જાય તો ડાયમંડ તમારે ગુમાવી દેવા પડે. જેમ જેમ હું તમને પૈસા આપતો જાઉં એ પ્રમાણે તમારી પાસેથી હું ડાયમંડ લેતો જઈશ. આ બોક્સ તમારી ઓફિસમાં જ સલામત જગ્યાએ રાખજો. " કહીને ઝવેરી શેઠે હીરાનું બોક્સ મંથનના હાથમાં પાછું આપ્યું.

ઝવેરી શેઠ ખૂબ જ પ્રમાણિક અને વ્યવહારુ હતા. ૭૫ ની ઉંમરે પહોંચી ગયેલા અનુભવી ઝવેરી હતા. આટલા મોંઘા ડાયમંડ પોતાના ઘરમાં રાખવાનું જોખમ એ લેવા માગતા ન હતા.

" ઠીક છે અંકલ. આપનો ખૂબ ખૂબ આભાર. આટલો બધો સમય મારા માટે ફાળવ્યો એ બદલ હું તમારો ઋણી છું હવે હું રજા લઉં. હવાલો મોકલવા માટે મારું આ કાર્ડ રાખો." કહીને મંથને પોતાનું કાર્ડ ઝવેરી શેઠને આપ્યું અને બે હાથ જોડીને ઉભો થયો.

બોક્સ હાથમાં લઈને મંથન બહાર નીકળી ગયો. ગાડીમાં બેસી ગાડી ઓફિસે લેવાની સદાશિવને સૂચના આપી. રસ્તામાં જ એણે મુનશી સાહેબ સાથે વાત પણ કરી લીધી.

ત્રણ મહિનાનો સમય પસાર થઈ ગયો. જાન્યુઆરી પૂરો થવા આવ્યો. લોઅર પરેલની સ્કીમ ધમધોકાર આગળ વધી રહી હતી. તલકચંદ ઝવેરીએ પોતાના વચન પ્રમાણે દોઢ મહિનામાં જ ૭૮૨ કરોડની તમામ રકમ મંથનની ઓફિસમાં પહોંચતી કરી દીધી હતી અને તમામ ડાયમંડ ખરીદી લીધા હતા.

ગડાશેઠના ગોડાઉનમાંથી જે બોક્સ મંથન લઈ આવ્યો હતો તેમાં સાડા નવ કિલો ગોલ્ડની લગડીઓ નીકળી હતી અને ૩ મોટા કોથળામાં થઈને ટોટલ ૨૬ કરોડનાં બંડલો નીકળ્યાં હતાં.

ધાર્યા કરતાં સંપત્તિ ઘણી બધી વધી ગઈ હતી એટલે હવે ગુરુજીની સુચના મુજબ લોક કલ્યાણ માટે કંઈક કરવાનો સમય પાકી ગયો હતો.

કોઈ ટ્રસ્ટ કે એનજીઓ કરવાના બદલે પોતાની જ એક સંસ્થા રજીસ્ટર કરવાનું મંથને વિચાર્યું. ' મંથન મહેતા સેવા મિશન' નામ એણે નક્કી કર્યું.

એ માટે ચર્ચા કરવા માટે એણે ઝાલા સાહેબને ફોન કર્યો

" પપ્પા આજે સમય હોય તો તમારી અનુકૂળતાએ ઓફિસે આવી જજો ને ? મારે થોડી ચર્ચા કરવી છે." મંથન બોલ્યો.

ઝાલા સાહેબ લગભગ પોણા પાંચ વાગે મંથનની ઓફિસે પહોંચી ગયા.

" પપ્પા ઈશ્વર કૃપાથી ઘણી બધી સંપત્તિ મારી પાસે આવી ગઈ છે અને મારો બિઝનેસ પણ ખૂબ સારો ચાલે છે એટલે ગુરુજીની આજ્ઞા પ્રમાણે મારે હવે લોક કલ્યાણ માટે કંઈક કરવું છે. મારે ટ્રસ્ટ કે એનજીઓ બનાવવાની કોઈ ઈચ્છા નથી. વ્યક્તિગત રીતે જ એક સંસ્થા સ્થાપીને હું કંઈક કરવા માગું છું. મારે કોઈ સરકારી લાભો લેવા નથી " મંથન બોલ્યો.

" હા તો એ પણ તમે ચોક્કસ કરી શકો છો. કોઈપણ સંસ્થાનું નામ રજીસ્ટર કરીને આપણે કરંટ એકાઉન્ટ ખોલાવી દઈએ. જે પણ એક નંબરના વ્યવહાર થાય એ બધા એ એકાઉન્ટમાં જમા ઉધાર થયા કરશે. બે નંબરના જે પણ તમે પૈસા વાપરો એનો હિસાબ અલગ રાખજો." ઝાલા બોલ્યા.

" હા હું એ જ વિચારું છું અને એટલા માટે જ મેં મંથન મહેતા સેવા મિશન નામ વિચાર્યું છે. મારી ઈચ્છા કોઈ હોસ્પિટલ ખોલવાની નથી કારણ કે હું ડોક્ટર નથી. ભૂખ્યાને ભોજન માટે સદાવ્રતો ખોલવાની પણ મારી ઈચ્છા નથી. કારણ કે એમાં પણ મારે સતત ધ્યાન આપવું પડે. સ્કૂલો ખોલવામાં પણ મને રસ નથી. મારે એવી પ્રવૃત્તિ કરવી છે કે જેમાં મારા પૈસાનો સદુપયોગ થયા કરે અને મારે એમાં સતત ધ્યાન આપવાની જરૂર ના પડે." મંથન બોલ્યો.

"એવી ઘણી સેવાકીય પ્રવૃત્તિઓ આપણે વિચારી શકીએ. તમે મને એક દિવસનો સમય આપો. હું મારી રીતે મનોમંથન કરીને શું શું કરી શકાય એનું એક લિસ્ટ બનાવું. એ પછી તમે એના ઉપર વિચાર કરજો. અને તમે પોતે પણ વિચારી લેજો " ઝાલા અંકલ બોલ્યા

"ઠીક છે પપ્પા. પરમ દિવસે ફરી આપણે મળીએ છીએ." મંથન બોલ્યો. એ પછી થોડી આડી અવળી વાતો કરીને ઝાલાએ વિદાય લીધી.

બે દિવસ પછી ઝાલા સાહેબ મંથનની ઓફિસે ચાર વાગે આવી ગયા અને એક કાગળ મંથનના હાથમાં આપ્યો. એમાં ઝાલા સાહેબે જુદા જુદા વિચારો રજૂ કર્યા હતા.

* આપણે એક મેડિકલ ફંડ અલગ રાખીએ જે અત્યંત ગરીબ દર્દીઓ માટે હોય. જેમને કેન્સરની ટ્રીટમેન્ટ કે પછી રેડીએશન લેવાના હોય અથવા તો કિડનીમાં ડાયાલિસિસ કરવાનું હોય એવા ગરીબ દર્દીઓને આપણે તમામ ખર્ચો આપીએ. એ માટે આપણે હોસ્પિટલો સાથે ટાઈ અપ કરવું પડે. જેમને મેડિકલ ઇન્સ્યોરન્સ નો કોઈ જ લાભ નથી મળતો એવા ગરીબ દર્દીઓ માટે જ આ વ્યવસ્થા આપણે રાખીએ.

* આપણે દરેક વૃદ્ધાશ્રમોમાં અને દરેક અનાથ આશ્રમમાં ડોનેશન આપીએ જેમાંથી અનાથ બાળકોને અને વૃદ્ધોને સારામાં સારો ખોરાક મળે અને એમની બીમારીમાં સારામાં સારી ટ્રીટમેન્ટ પણ મળે.

* મુંબઈ જેવા શહેરમાં અનેક એવાં વૃદ્ધ દંપતિઓ છે જેઓ એકલવાયું જીવન જીવે છે અને ઘડપણમાં કે એમની બીમારીમાં સેવા કરનારું કોઈ જ નથી હોતું. આપણે જાહેરાત આપીને જુદા જુદા એરિયા માટે એક મોટો નર્સિંગ સ્ટાફ ઉભો કરી શકીએ જે આવાં વૃદ્ધ લોકોના ઘરે જઈને સેવા કરે, અને નાની મોટી એક્સરસાઇઝ પણ કરાવે.

* ગુજરાતમાં કોટા સિસ્ટમના કારણે ઘણા હોશિયાર વિદ્યાર્થીઓને સારી મેડિકલ કોલેજોમાં પ્રવેશ નથી મળતો અને પોસ્ટ ગ્રેજ્યુએશન માટે પણ મનપસંદ લાઈન મળતી નથી. શ્રીમંત લોકો તો ડોનેશન આપીને કે પછી પૈસા ખર્ચીને પેમેન્ટ સીટ મેળવી લે છે પરંતુ ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થી માટે આ શક્ય નથી તો આપણે એવા હોશિયાર વિદ્યાર્થીઓને ઘણી મદદ કરી શકીએ. દરેક વિદ્યાર્થીને સારી કોલેજમાં એડમિશન મળે અને મનપસંદ લાઈન પસંદ કરી શકે.

*દ્વારકા જુનાગઢ સોમનાથ હરિદ્વાર જેવા તીર્થો કે જ્યાં સાધુ સંતો આવતા હોય એમના માટે સંન્યાસ આશ્રમ બનાવીએ. તેથી ત્યાં એ વિસામો લઈ શકે અને એમની ખાવા પીવાની વ્યવસ્થા પણ થાય.

* આપણે ગુજરાતના દરેક જિલ્લામાં એવી જાહેરાત આપીએ કે નાના નાના ગામડામાં જ્યાં સ્કૂલની વ્યવસ્થા નથી અને બાળકો બહાર ખુલ્લામાં ભણે છે ત્યાં સ્કૂલનું મકાન બનાવી આપીએ.

પત્રનું લખાણ પૂરું થયું. એટલે મંથને ઝાલા અંકલની સામે જોયું.

"અત્યારે હાલ પૂરતા તો આટલા મુદ્દા મને યાદ આવ્યા છે હજુ પણ ઘણું થઈ શકે એમ છે પરંતુ શરૂઆત કરવા માટે આમાંથી તમને જે યોગ્ય લાગે તે સેવા માટે તમે વિચાર કરી શકો." ઝાલા બોલ્યા.

" તમે ઘણું મનોમંથન કર્યું છે અને એમાંની બે ત્રણ સેવાઓમાં તો મને પોતાને પણ બહુ જ રસ છે. ધીમે ધીમે આપણે આ તમામ કાર્યો ઉપર ફોકસ કરીશું. ગ્રામ્ય વિસ્તારો ઉપર જે પણ તમે વિચાર્યું છે એના માટે ઘણું રિસર્ચ કરવું પડે એમ છે કારણ કે આપણને અત્યારે આવા કોઈ વિસ્તારો યાદ નથી કે કયા ગામોમાં કે વિસ્તારોમાં બાળકો ખુલ્લામાં ભણે છે. એટલે એને છેલ્લે રાખીએ. " મંથન બોલ્યો.

" તમારી વાત સાચી છે. આપણે તો સેવા જ કરવી છે એટલે સમયનું કોઈ જ બંધન નથી. આપણે આ બધી બાબતો ઉપર એક કાચો ડ્રાફ્ટ બનાવીએ." ઝાલા બોલ્યા

" આપણે એના માટે કેટલાક એક્સપર્ટ માણસોને રાખવા પડશે. એના માટે એક નવી ઓફિસ પણ ખોલવી પડશે જ્યાં આપણા આ મિશનનું કામ થઈ શકે. " મંથન બોલતો હતો.

" ગુજરાતનાં તીર્થસ્થાનોમાં સંન્યાસ આશ્રમ બનાવવાની જે યોજના છે એ કામ રાજન દેસાઈ સારી રીતે કરી શકશે. બધાં તીર્થસ્થાનોમાં એણે ભ્રમણ કરેલું છે અને એ પોતે પાછો મારી જેમ સિવિલ એન્જિનિયર છે. " મંથન બોલ્યો.

" નર્સિંગ સ્ટાફની ભરતી કરવા માટે કોઈ અનુભવી ડોક્ટરને જ પકડવા પડશે. કારણ કે એ આપણું કામ નથી." મંથને પોતાની વાત પૂરી કરી.

" નર્સિંગ સ્ટાફની ભરતી કરવા માટે ડોક્ટરની જરૂર નથી. હું એક વ્યક્તિને ઓળખું છું. રમેશભાઈ ઠક્કર નામ છે એમનું. હોસ્પિટલ મેનેજમેન્ટનો એમને સારો અનુભવ છે. ૩૦ વર્ષ સુધી એમણે હોસ્પિટલનું સંચાલન કરેલું છે એટલે નર્સિંગ સ્ટાફની ભરતી એ કરી શકશે. " ઝાલા બોલ્યા.

" તો તો પછી આપણી અડધી ચિંતા ઓછી થઈ ગઈ. તમે એમને એક વાર મળી લો. એક જાહેરાત આપીને મુંબઈના જુદા જુદા એરિયામાં સેવાભાવી યુવકો અને યુવતીઓને આપણે પસંદ કરીને સ્ટેન્ડ બાય રાખી શકીએ. નર્સિંગનો કોર્સ કર્યો હોય એમને પ્રથમ પસંદગી આપીશું. " મંથન બોલ્યો.

" ભલે એના માટે હું ત્રણ ચાર દિવસમાં રમેશભાઈનો કોન્ટેક્ટ કરી લઉં છું. એ અનુભવી છે એટલે એમનાં સલાહ સૂચન પણ આપણે લઈશું. " ઝાલા બોલ્યા.

" મારી ઈચ્છા મુંબઈમાં એક મોટું ગેસ્ટ હાઉસ બનાવવાની છે કે જ્યાં બહારગામથી આવતા મુસાફરોને વિસામો મળે. ચાર પાંચ માળનું વિશાળ ગેસ્ટ હાઉસ હોય કે જેમાં ૧૦૦૦ મુસાફરો રહી શકે. જમવાની પણ એમાં વ્યવસ્થા કરી દઈએ. રહેવા અને જમવાનો ટોકન ચાર્જ માત્ર ૫૦ રૂપિયા રાખીએ. " મંથન બોલ્યો.

" આ તો તમને બહુ સરસ વિચાર આવ્યો. કહેવત છે ને કે મુંબઈમાં રોટલો મળે પણ ઓટલો ના મળે. જે લોકો નવા નવા મુંબઈમાં પહેલીવાર આવતા હોય એમના માટે આવું ગેસ્ટ હાઉસ આશીર્વાદરૂપ બનશે. એ ઉપરાંત મુંબઈની હોસ્પિટલોમાં ટ્રીટમેન્ટ કરાવવા માટે બહારગામથી આવેલા દર્દીઓનાં સગાઓને ઉતરવા માટે પણ એક વિસામો મળશે. " ઝાલા બોલ્યા.

" હા, જો સારો રિસ્પોન્સ મળશે તો બીજાં બે ત્રણ ગેસ્ટ હાઉસ પણ મુંબઈના જુદા જુદા એરિયામાં આપણે બનાવીશું. " મંથન બોલ્યો.

" તમે તો પોતે જ બિલ્ડર છો. મુંબઈ તો વિશાળ નગરી છે. મુંબઈમાં રહેવાનો મોટો પ્રોબ્લેમ છે. હું તો માનું છું કે લોકોની સગવડ માટે જુદા જુદા વિસ્તારોમાં અતિથિ ગૃહનો આ આઈડિયા અતિ ઉત્તમ છે. મુંબઈ જેવા શહેરમાં રહેવા જમવા સાથે એક દિવસના માત્ર ૫૦ રૂપિયા એ તો કંઈ જ ના કહેવાય. " ઝાલા બોલ્યા.

" હા પપ્પા. એનો અમલ તો વહેલી તકે હું કરી જ દઉં છું કારણ કે એ મારા જ હાથમાં છે. દેશના કોઈપણ ખૂણામાંથી આવતા નાગરિકો માટે આ વિસામો એ સર્વશ્રેષ્ઠ સેવા હશે. અને મારો વિચાર તો એવો પણ છે કે ભારતના જુદા જુદા રાજ્યોમાંથી મુંબઈ આવતા લોકોને રહેવા માટે એક વિશાળ કોલોની પણ ઉભી કરી દઉં. જ્યાં સાવ ટોકન ભાડાથી લોકો રહી શકે." મંથન બોલ્યો.

" શુભશ્ય શીઘ્રમ્ ...સારા વિચારને તરત અમલમાં મૂકી દેવો. આ કોલોની નો વિચાર મને બહુ જ ગમ્યો. મુંબઈમાં ફ્લેટ કે મકાન લેવું એ એક દુર્લભ કામ છે ત્યારે લોકો માટે રહેણાંકની આવી વ્યવસ્થા થઈ જાય તો તમારું દાન લેખે લાગે. ગડાશેઠના આત્માને પણ શાંતિ મળે. " ઝાલા બોલ્યા.

" બસ તો પછી મંથન મહેતા સેવા મિશન સંસ્થા રજીસ્ટર કરાવી દો એટલે આપણે આ બધા જ પ્રોજેક્ટો ઉપર કામ ચાલુ કરી દઈએ. " મંથન બોલ્યો.

" એ તો થઈ જશે. તમે ગેસ્ટ હાઉસ અથવા અતિથિગૃહ માટે વિશાળ પ્લોટ સારા એરિયામાં શોધી કાઢો. ૫૦૦૦ વાર નો પ્લોટ મળી જાય તો સારામાં સારું ચાર પાંચ માળનું ગેસ્ટ હાઉસ બની જાય. " ઝાલા સાહેબ બોલ્યા.

"દાદરમાં એક પ્લોટ મારા ધ્યાનમાં જ છે. હું ત્યાં એક કોમ્પ્લેક્સ બનાવવાનું વિચારતો હતો પરંતુ હવે ગેસ્ટ હાઉસ માટે એ એકદમ બેસ્ટ લોકેશન છે. મુંબઈના કોઈપણ એરિયામાં જવા માટે એ સ્થળ લોકોને અનુકૂળ પણ રહેશે." મંથન બોલ્યો.

" દાદરમાં કઈ જગ્યાએ છે ? " ઝાલાએ પૂછ્યું.

" ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે ઉપર જ છે. દાદર ટીટી સર્કલ થી એકદમ નજીક. " મંથન બોલ્યો.

" તો તો એ એકદમ પ્રાઈમ લોકેશન છે. તમે એ દિશામાં કામ ચાલુ જ કરી દો. તમારી સંસ્થાનું રજીસ્ટ્રેશન હું કરાવી દઉં છું. " ઝાલા બોલ્યા.

આ વાતચીત ચાલુ હતી ત્યાં જ મંથનને પરફ્યુમની એક અલગ સુગંધ આવી. સુગંધ એકદમ પરિચિત હતી.

" પપ્પા તમને કોઈ સુગંધ આવે છે ? " મંથને ઝાલા સાહેબને પૂછ્યું.

" ના મને તો અત્યારે કોઈ સુગંધ નથી આવતી." ઝાલા સાહેબે કહ્યું.

"મને આવે છે. તીવ્ર સુગંધ આવે છે. અને એ ગડાશેઠ જે પર્ફ્યુમ હંમેશા વાપરતા હતા એની જ આવે છે. નક્કી એમનો આત્મા અહીં આસપાસ છે અને મને કદાચ કંઈક કહેવા માગે છે. "
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)