Desire of love, way of crime - 2 in Gujarati Crime Stories by Hitesh Parmar books and stories PDF | ઈશ્કની ચાહ, ગુનાની રાહ - 2

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

ઈશ્કની ચાહ, ગુનાની રાહ - 2


કહાની અબ તક: સપના ચેર પર બંધાયેલી છે અને માધવી સાથે વાત કરે છે. સપના માધવીને સમજાવવા માગે છે કે અમર તો બસ એને ખુદની બેસ્ટ ફ્રેન્ડ જ માને છે, પણ માધવી સમજવા જ નહોતી માગતી. આ બાજુ નરેશ સાથે અમર સપનાને શોધે છે, માધવીની વાત કે જો સપનાએ ભૂલથી પણ અમરની આંખોમાં આંસુઓ લાવ્યા તો એવું યાદ કરે છે તો એને ખ્યાલ આવે છે કે ખુદ માધવી પણ તો ગાયબ છે! અને હવે એટલે જ એ નરેશ ને બીજી જગ્યા પર નરેશને મોકલીને ખુદ માધવીના ઘરે જવાનું કહે છે.

હવે આગળ: જ્યારે માધવીના ઘરે પહોંચ્યો એણે જોરનો ઝટકો લાગ્યો! એના મમ્મી પપ્પા એણે એના રૂમમાં જવા નહોતા દેતા! તો અમરે જબરદસ્તી કરીને જવા કર્યું અને ગયો જ તો ત્યાંનું દૃશ્ય જોઈને એણે જોરનો ઝટકો લાગ્યો.

એના રૂમની એક એક દિવાલ પર બસ એક જ વાક્ય લખેલું હતું, "આઈ લવ યુ, અમર!"

"પ્યાર કરીએ એવું કહીએ એવું જરૂરી જ તો નથી ને! બસ તું ખુશ રહે, માય જાન અમર!" એક ડાયરીના પાના પર સુંદર અને મોટા અક્ષરમાં લખેલું હતું. અને એ પાનું દીવાલની સેન્ટરમાં હતું.

સ્ટડી ટેબલની ઉપર જ અમર અને માધવીના સાથેના આનેક ફોટોઝ કલાત્મક રીતે ચોંટાડેલા હતા!

"અરે, હું મારી બેસ્ટીને જ ના જાણી શક્યો!" અમરને કોઈએ ઊંડી ખીણમાં ધક્કો મારી દીધો હોય એવો ઝટકો લાગ્યો.

"મતલબ, સપનાનું કિડનેપિગ માધવીએ જ કર્યું છે!" અમર આખી વાત સમજી ગયો.

"અરે, અરે, અરે! પણ હું મારી સપુને બચાવું કેવી રીતે?! એ ક્યાં છે! મારી સપૂને કઈ કરે ના તો સારું!" અમર રડતો રઝળતો બોલતો જ હતો.

🔵🔵🔵🔵🔵

"માય ડીઅર, મધુ! ક્યાં છું, તું?! પ્લીઝ પાછી આવી જા! હું તારો અમર તારો વેટ કરું છું! જો તું પણ મને લવ કરતી જ હોય તો આજે સાંજે ગાર્ડનમાં આવી જજે! આઈ મીસ યુ, બાબા!" એક વીડિયોમાં અમર બહુ જ પ્યારથી મધુને જ્યાં પણ હોય એની પાસે આવી જવા માટે બોલાવી રહ્યો હતો! હા, આ વીડિયો કેટલાક સમયથી સોશીયલ મીડીયા પર અપલોડ કરવામાં આવ્યો હતો! હેલ્પ કરવા માટે જ ટીવી માં પણ આજે બતાવવામાં આવ્યો.

ટીવીમાં એક જ સાથે સપનાં અને માધવી જોઈ રહ્યા હતા!

"જોયું, અમર મને લવ કરે છે!" માધવી ગાંડાની જેમ સપનાંને ચીડવવા લાગી.

સપનાએ જવાબમાં બસ એના ગાલને અનેક આંસુની ધારથી ભીંજવી દીધા!

"અમર, યુ લાયર!" એ માંડ બોલી શકી.

🔵🔵🔵🔵🔵

"આઈ લવ યુ, મધુ!" અમર મધુને જોઈને એણે ગળે જ લગાવી બેઠો! એ બંને નિયત સમય પ્રમાણે ગાર્ડનમાં હતા.

"જો તુંયે મારી સપુ ક્યાં છે એ ના કહ્યું ને તો હું અહીં જ તારી સાથે મરી જઇશ!" અમરે એક બ્લેડ કાઢી અને નસ કાપવા કર્યું.

આવતા અંકે ફિનિશ..
____________________
એપિસોડ 3(અંતિમ ભાગ - કલાઈમેક્સ)માં જોશો: "એકચ્યુઅલી, તો આ અમારો પ્લાન બી હતો!" નરેશ અને અમરે એક બીજાને તાળી આપી. અમરે જ નરેશને માધવીના ઘરની વિઝિટ કરવા કહેલું! જો માધવી સપનાને છોડવા તૈયાર ના થઈ તો નરેશે જ એણે ત્યાંથી લઈ આવવવી! અને બાકીનું પણ પ્લાનનો જ ભાગ હતો! ઈન ફેકટ, નરેશ તો માધવીને બહુ જ ચાહતો હતો!

"ઓહ, અમર તુયે તો એક પ્લાન ફેલ થાય તો પ્લાન બી રેડી જ રાખ્યો હતો એમ!" સપનાને આશ્ચર્ય થયો.

"એ બધું તો ઠીક, પણ તમને કેવી રીતે ખબર પડી કે મેં સપનાંને ક્યાં રાખી છે, એમ?!" માધવીએ પૂછ્યું.