One unique biodata - 2 - 14 in Gujarati Motivational Stories by Priyanka Patel books and stories PDF | એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૧૪

Featured Books
  • રેડ સુરત - 6

    વનિતા વિશ્રામ   “રાજકોટનો મેળો” એવા ટાઇટલ સાથે મોટું હોર્ડીં...

  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

Categories
Share

એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૧૪

જસુબેન નિત્યાના હાથમાંથી ગ્લાસ લઈ દેવના રૂમ તરફ આગળ વધ્યા.નિત્યાએ એમણે રોકવાની ઘણી કોશિશ કરી પણ બધી જ કોશિશ નાકામ રહી.નિત્યા મનમાં વિચારવા લાગી કે,"જો મમ્મી દેવને નશાની હાલતમાં જોશે તો શું થશે.મમ્મીને ખૂબ દુઃખ થશે.મારે ગમે એ કરીને એમણે રૂમમાં જતા રોકવા પડશે.પણ કરું તો શું કરું,કઈ સમજાતું નથી"જેવા જસુબેન રૂમના દરવાજાની નજીક પહોંચ્યા એવો જ રસોડામાંથી કઈક પડવાનો અવાજ આવ્યો એટલે જસુબેને પાછળ ફરીને જોયું.એ ફટાફટ નીચે આવ્યા અને રસોડામાં ગયા.ત્યાં જઈને જોયું તો નિત્યાના હાથમાંથી કોલડ્રિન્કવાળી ટ્રે પડી ગઈ હતી અને નિત્યા નીચે પડેલા કાચના ટુકડા સાફ કરી રહી હતી.નિત્યાને ખબર હતી કે જો રસોડામાં કંઈક ગડબડ હશે તો જસુબેન દોડીને આવશે એટલે એને જાણી જોઈને જ ટ્રે જમીન પર પછાડી હતી.અને ખરેખર એવું જ બન્યું.જેવો રસોડામાંથી ટ્રે ના પડવાનો અવાજ આવ્યો કે તરત જ જસુબેન રસોડામાં આવ્યા.જસુબેનને રસોડામાં જોઈને નિત્યા મનમાં વિચારવા લાગી કે,"હાશ....આજ પહેલી વાર મમ્મીના રસોડામાં આવવાથી મને ખુશી મળે છે"

"શું થયું નિત્યા?"જસુબેન રસોડામાં આવતા જ બોલ્યા.

"મમ્મી આ ટ્રે હું ગેસ્ટને સર્વ કરવા લઈ જતી હતી અને અચાનક નીચે પડી ગઈ"

"શું થયું?.ક્યાંક તને ચક્કર તો નથી આવી ગયા ને,કે પછી ક્યાંય ઠેસ તો નથી વાગી ને?"જસુબેનને ખૂબ ચિંતા થઈ રહી હોવાથી એમને પૂછ્યું.

જસુબેનની ચિંતા જોઈ નિત્યા મનોમન વિચારવા લાગી,"આઈ એમ સોરી મમ્મી.મારે તમને ખોટું બોલવું પડે છે.પણ જો તમે દેવને નશાની હાલતમાં જોઈ લીધા હોત તો તમને વધારે દુઃખ થાત.એટલા માટે જ મારે તમારી આગળ આ બધું નાટક કરવું પડે છે.મને માફ કરી દેજો મમ્મી"

નિત્યાને વિચારોમાં ખોવાયેલી જોઈને જસુબેને ફરી પૂછ્યું,"નિત્યા,તારી તબિયત તો બરાબર છે ને?"

"હ...હા મમ્મી,હું ઠીક છું.બસ થોડો થાક લાગ્યો છે"

"લાગે જ ને,સવારની આમતેમ દોડધામ કરે છે.એક કામ કર,તું પણ જા દેવ પાસે જઈને આરામ કર"

"પણ મમ્મી ગેસ્ટ........"

"એમને હું હેન્ડલ કરી લઈશ"બહારથી આવતી કાવ્યા બોલી.

"સાચે?"

"હા નીતુ,આફ્ટરઓલ હવે હું મોટી થઈ ગઈ છું"

આ સાંભળી જસુબેન અને નિત્યા બંને બોલ્યા,"ઓઓ ઓઓઓ..........."

"તમે બંને મને ચીડાવવાનું બંધ કરો"

(કાવ્યાની એક આદત હતી.એ વાત વાતમાં "ઓઓઓ....."શબ્દનો ઉપયોગ વધારે પડતો કરતી હતી જેથી જસુબેન અને નિત્યા એને ક્યારેક ક્યારેક આમ ચીડવતાં હતા.)

"ઓકે માય બ્યુટીફૂલ ડોટર.બટ યૂ નો,આઈ એમ પ્રાઉડ ઓફ યૂ"

"યસ આઈ નો મોમ"

"શું કહ્યું ફરીથી બોલ એક વાર?"જસુબેને પૂછ્યું.

"આઈ નો"

"એના પછી"

"એના પછી કઈ નથી કહ્યું"

"મોમ......મોમ કહ્યું તે"

"ઓહહ જસુ,પ્લીઝ યાર.ડોન્ટ ઇરીટેટ મી"આટલું કહીને કાવ્યા ત્યાંથી જતી રહી.

(કાવ્યા નિત્યાને ક્યારેક જ મોમ કે મમ્મી કહીને બોલાવતી.એના માટે પણ જસુબેન એને ચીડવતાં હતા.એવું ન હતું કે કાવ્યાને નિત્યાને મોમ નહોતું કહેવું.પણ પરદેશનો થોડો રંગ એને પણ લાગ્યો હતો.જેમ એણે નાનપણથી પરદેશમાં વસતા બાળકોને એમના મમ્મી-પપ્પાને શોર્ટ નામથી બોલાવેલા જોઈને એ પણ એમ જ શીખી હતી અને એ બાબત પર નિત્યા પણ એને ટોકવા નહોતી માંગતી.કારણ કે કાવ્યા નાનપણથી એને નીતુ કહીને જ બોલાવતી હતી.)

જસુબેન પણ કાવ્યાની પાછળ પાછળ ગયા.નિત્યા લેમન જ્યુસ લઈને દેવ પાસે ગઈ.રૂમમાં એન્ટર થતા જ એ ચોંકી ગઈ.દેવે બધા જ કપડાં રૂમમાં વેર-વિખેર કરીને મુક્યા હતા અને દેવ પોતે કપબર્ડનો દરવાજો ખુલ્લો રાખીને કઈક શોધી રહ્યો હતો.

"દેવ,આ બધું શું છે દેવ?"નિત્યાએ રૂમમાં આમ તેમ ફેંકેલા કપડાં તરફ ઈશારો કરીને પૂછ્યું.

"અરે તું આવી ગઈ?"

"હા પણ આ બધું શું છે દેવ"

"કેમ,તને નથી દેખાતું.લાગે છે તને રિપોટર્સ બનતા બનતા આંખોમાં કમજોરી આવી ગઈ છે.ચશ્માના નમ્બર્સ ચેન્જ કરાય"

"મને ખબર છે એ કપડાં છે પણ તમે આમ બધું કપબર્ડમાંથી બહાર કેમ નીકાળો છો?"

"પહેલા તું મને એમ કહે કે તે મને જૂઠું શું કામ કહ્યું"નિત્યાનો હાથ પકડી એને પોતાની સાથે જમીન પર બેસાડતા દેવ બોલ્યો.

નિત્યા વિચારવા લાગી કે,"દેવ શેની વાત કરતા હશે.હું તો એમને કઈ જૂઠું બોલી નથી.શું દેવને મમ્મી અને ચકલીનું પ્લેન ખબર પડી ગઈ હશે કે શું?.પણ ખબર કેવી રીતે પડે.એમના કઈ પણ કહ્યા પહેલા તો દેવ ઘરે આવી ગયા હતા.વાત કઈક બીજી છે"

"ક્યાં ખોવાઈ ગઈ તું.હજી પણ વાત-વાતમાં ખોવાઈ જવાની તારી આદત ગઈ નથી.તું ન્યુઝ ડિસ્કસ કરતી વખતે પણ આમ જ ખોવાઈ જાય છે.સારું છે તારા ન્યુઝ ચેનલવાળાએ આ નોટિસ નથી કર્યું નહીં તો એ બ્રેકીંગ ન્યુઝ કરીને મૂકે કે,'નિત્યા ઇસ લોસ્ટ એવરી ટાઈમ'.સાચી વાત છે ને"

"એ એવું ન કરે"

"એ બધું મુક પણ તું મને એમ કે તે મને જૂઠું કેમ કહ્યું?"

"દેવ તમે શેની વાત કરો છો.મેં તમને ક્યારેય જૂઠું નથી કહ્યું"

"કહ્યું છે"દેવ નશાની હાલતમાં નાના છોકરાની જેમ બોલતો હતો.

"ઓકે,એવું તો શું જૂઠું કહ્યું છે મેં.મને જણાવશો પ્લીઝ"

"તે મને કહ્યું....."દેવ માસૂમ બનતા બોલ્યો.

"હા બોલો"

"તે મને કહ્યું હું હમણાં જ આવું છું અને અડધો કલાક લગાવી દીધો.તે મને પ્રોમિસ આપ્યું હતું કે તું જલ્દી આવી જઈશ.છતાં તે લેટ કર્યું.હું ક્યારનો તારી રાહ જોતો હતો.મને તારી કેટલી જરૂર છે ખબર છે"દેવ એકી શ્વાસે બધું બોલી ગયો.

નિત્યા આ સાંભળી પહેલા તો આશ્ચર્યથી દેવની સામે જોઈ રહી અને પછી જોર જોરથી હસવા લાગી.નિત્યાને હસતી જોઈ દેવ પણ હસવા લાગ્યો.હસતા હસતા નિત્યાના ચહેરા પરના વાળ કાનની પાછળ કરતા દેવ બોલ્યો,"વાવ,સો બ્યુટીફૂલ સ્માઈલ"

દેવના આટલું બોલતા જ નિત્યાની હસી શરમમાં ફેરવાઈ ગઈ.દેવ અને નિત્યા થોડી વાર સુધી એક બીજાની આંખોમાં આંખો પરોવી બેસી રહ્યા.પછી અચાનક દેવે નિત્યાનો એક હાથ પોતાના હાથમાં લીધો અને બીજા હાથથી ચપટી વગાડી અને બોલ્યો,"જો તું ફરી ખોવાઈ ગઈ"

આ સાંભળી નિત્યા ફરીથી જોર જોરથી હસવા લાગી.નિત્યા ઘણા સમય પછી આટલું ખુલીને હસી હશે.અને એ પણ દેવ સાથે.અને આ વાત દેવ નશાની હાલતમાં પણ જાણતો હોવાથી બોલ્યો,"બસ આમ જ હસતી રે,બહુ જ સારી લાગે છે"

નિત્યા શરમાઈને નીચે જોવા લાગી અને પછી દેવના હાથ પર હાથ મુક્ત કહ્યું,"મેં તમને જૂઠું નથી કહ્યું અને ના ક્યારે કહીશ.નીચે ગેસ્ટ છે તો મારે થોડું લેટ થઈ ગયું.આઈ એમ સોરી ફોર ધેટ"

"ઇટ્સ ઓકે,ડોન્ટ બી સોરી.સોરી તો મારે તને કહેવું જોઈએ"

"શેના માટે.આ કપડાં વેર-વિખેર કર્યા છે એના માટે?"

"ના"

"તો પછી?"

"તે મારા માટે સરપ્રાઈઝ પાર્ટી રાખી છે અને હું આમ ડ્રિન્ક......દેવ આગળ કઈ બોલે એ પહેલાં નિત્યા બોલી,"ઇટ્સ ઓકે દેવ.સમ ટાઈમ ઇટ્સ હેપ્પન"

"મારે ડ્રિન્ક નહોતી કરવી પણ શું કરું હું મજબૂર હતો"

"મજબૂર??"

"હા"

"કેમ?"

"મને આજના દિવસની કડવી યાદોમાંથી બહાર નીકળવું હતું"

"કેવી કડવી યાદો?"

"એ હું તને ના કહી શકું"

"કેમ?"

"બસ..નથી કહી શકતો.તને નહીં પણ કોઈને નથી કહી શકતો"દેવ આટલું બોલતા બોલતા ખૂબ જ દુઃખી થઈ ગયો.

"અચ્છા ઓકે,ના કહેશો.પણ તમે આખા રૂમને આમ કપડાનો શો-રૂમ કેમ બનાવી દીધો છે?"

"હું કંઈક શોધું છું"

"પણ શું?"

"બસ એ કડવી યાદોને"

"દેવ,તમે પહેલા ઉભા થાવ"

"ના"

"દેવ પ્લીઝ,તમે મારી વાત નહીં માનો"

"માનું જ છું ને બધી વાતો"

આ સાંભળી નિત્યાને પહેલાવાળા દેવની યાદ આવી ગઈ.દેવે પહેલા પણ નિત્યાને આમ જ કહ્યું હતું એ પૂરો કિસ્સો નિત્યાને ફરી યાદ આવી ગયો.નિત્યાએ દેવને ઉભો કર્યો અને સોફા પર બેસાડ્યો અને કહ્યું,"દેવ,હું નિત્યા તમારી ફ્રેન્ડ.તમે એક પત્નીને નહીં પણ એક ફ્રેન્ડને તો તમારા મનની વાત કરી શકો છો ને?"

શું દેવ પહેલાંની જેમ નિત્યા સાથે પોતાના મનની વાત શેર કરશે?

જાણવા માટે વાંચતા રહો "એક અનોખો બાયોડેટા".
અને હા.તમારા અમૂલ્ય પ્રતિભાવ આપવાનું ચૂકતા નહીં.

ધન્યવાદ,
જય શ્રી ક્રિષ્ના🙏🏻