One unique biodata - 2 - 12 in Gujarati Motivational Stories by Priyanka Patel books and stories PDF | એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૧૨

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૧૨

નિત્યાએ ઘડિયાળ સામે જોયું તો સાડા પાંચ વાગી ગયા હતા.નિત્યાએ દેવની પર્સનલ સેક્રેટરીને ફોન કરવાનું વિચાર્યું.પછી તરત એણે થોડી વાર રાહ જોવાનું નક્કી કર્યું.છ વાગી ગયા હતા છતાં પણ દેવનો કોલબેક નહોતો આવ્યો.નિત્યાને થોડું અજુગતું લાગવા લાગ્યું હતું અને ટેનશન પણ થતું હતું તેથી નિત્યાએ સીધો જ દેવને ફોન કર્યો.એક વાર રીંગ પુરી થઈ ગઈ છતાં દેવે ફોન ન ઉપાડ્યો એટલે નિત્યાએ બીજી વાર ફોન કર્યો.

"હેલો મેમ"દેવનો ફોન કોઈ છોકરીએ ઉપાડ્યો.

"હેલો,હૂ ઇસ ધીસ?"નિત્યાએ પૂછ્યું.

"હેલો મેમ,હું સરની પર્સનલ સેક્રેટરી બોલું છું"

દેવે પોતાની પી.એ ઇન્ડિયન રાખી હતી જેથી દેવની બધી જ જરૂરિયાત સારી રીતે સમજી શકે.

"ઓહ!,જાનકી તું....."

(જાનકી:-દેવની પર્સનલ સેક્રેટરી.જાનકી ઇન્ડિયાથી આવી ત્યારે એક સ્કૂલમાં એસ અ રિસેપ્શનિસ્ટ જોબ કરતી હતી.ત્યારે એની મુલાકાત નિત્યા સાથે થઈ હતી.નિત્યાને જાનકીનું કામ અને મહેનત ગમ્યું એટલે નિત્યાએ જ દેવને જાનકીને પી.એ તરીકે જોબ પર રાખવાનું સજેસ્ટ કર્યું હતું.દેવ પણ એનું કામ,કામ પ્રત્યેની ઈમાનદારીથી ઈમ્પ્રેસ હતો.)

"હા મેમ.કેમ છો તમે?"

"બસ મજામાં,તું કેમ છે?"

"હું પણ મજામાં"

"દેવનો ફોન તારી પાસે......"

"હા મેમ,દેવ સર એમનો ફોન મારા ટેબલ પર ભૂલી ગયા છે.એક્ચ્યુઅલી મને પણ નહોતી ખબર કે એમનો ફોન અહીંયા છે.ફાઈલમાં પેપર્સ વચ્ચે હતો.તમારો ફોન આવ્યો એટલે ખબર પડી"

"દેવ ક્યાં છે?"

"એ કેબિનમાં જ હશે"

"પ્લીઝ,એમની સાથે વાત કરાવ ને"

"સ્યોર મેમ,વેઇટ અ મિનિટ"

જાનકી ફોન લઈને દેવના કેબીન તરફ ગઈ.દેવના કેબિનના દરવાજા પર ટકોર માર્યા પણ કંઈ અવાજ આવ્યો નહીં.જાનકીએ ફરીવાર ખખડાવ્યું,"ટકકકકકક........ટકકકકક"પણ અંદરથી કોઈ જ જવાબ મળ્યો નહીં એટલે જાનકીએ કેબિનનો દરવાજો ખોલ્યો.જાનકી કેબિનમાં ગઈ.ચેર ખાલી હતી.કેબિનમાં કોઈ જ હતું નહીં.

"જાનકી શું થયું?"

"સર કેબિનમાં નથી"

"ઓહહ"

"પણ આજ તો સરની કોઈ મિટિંગ પણ નથી,તો ક્યાં ગયા હશે"

"જાનકી,ઓફિસમાં બીજે ક્યાંક હશે ચેક કરીને મને જાણ કરને"

"હા મેમ.હું ચેક કરીને તમને કોલબેક કરું"

"હા,થોડું અરજન્ટ છે તો જલ્દી કરજે હો"

"ચોક્કસ"

"થેંક્યું"

"નો વરીસ મેમ.ઇટ્સ માય ડ્યુટી"

જાનકી ફોન મૂકીને જેવી જ કેબિનમાંથી બહાર નીકળતી હતી ત્યાં કેબિનની અંદર પણ દેવનો એક પર્સનલ રૂમ હતો ત્યાંથી કંઈક અવાજ આવ્યો.જાનકી અવાજ સાંભળી એ રૂમ તરફ ગઈ.જાનકીએ નોક કર્યા વગર જ સીધો જ દરવાજો ખોલી દીધો.જેવો દરવાજો ખોલ્યો કે તરત જ બંધ કરી દીધો અને ફટાફટ એના ટેબલ પર જતી રહી.આ બાજુ નિત્યા જાનકીના ફોનની રાહ જોઈ રહી હતી.હવે તો નિત્યાને ખૂબ ટેન્શન થવા લાગ્યું હતું.નિત્યાએ પોતાનું બેગ લીધું અને બહાર જવા નીકળતી હતી ત્યાં મારિયાએ નિત્યાને જોઈ.

"મેમ,વેર આર યૂ ગોઈંગ?"મારિયાએ નિત્યાને બહાર જતા જોઈ પૂછ્યું.

"હું જલ્દી આવી જઈશ.તું મમ્મી અને કાવ્યાને કહેતી નહીં કે હું બહાર જાઉં છું"આટલું કહીને નિત્યા નીકળી ગઈ.રસ્તામાં નિત્યા વિચારોથી ઘેરાયેલી હતી,"આઈ હોપ દેવ ઠીક હોય.મને કેમ આમ અજીબ ફીલ થઈ રહ્યું છે"નિત્યા દેવની ઓફીસ પહોંચીને સીધી જ જાનકીના ટેબલ પાસે પહોંચી.

"સ્ક્યુઝ મી,વેર ઇસ જાનકી?"જાનકી ટેબલ પર ના દેખાઈ હોવાથી એના બાજુના ટેબલમાં જે ઇમ્પ્લોય બેસી હતી એને પૂછ્યું.

"હેલો મેમ,આઈ થિંક વોશરૂમ"

"ઓકે,થેંક્યું"કહીને નિત્યા વોશરૂમમાં ગઈ.ત્યાં પહોંચી તો એને જોયું કે જાનકી ટેપ ચાલુ કરીને અરીસા સામે જોઉને ઉભી રહી હતી.જાનકી વિચારોમાં એવી ખોવાયેલી હતી કે એને નિત્યા આવી એની પણ જાણ ન રહી.નિત્યાએ જાનકીના ખભા પર હાથ મુક્યો.જાનકીએ ગભરાઈને નિત્યા તરફ જોયું અને બોલી,"આઈ એમ સોરી મેમ"

"શેના માટે?"

"મેં તમને કોલબેક ના કર્યો.સોરી તમને અહીંયા સુધી આવવું પડ્યું"

"ઇટ્સ ઓકે જાનકી.દેવ ક્યાં છે?"

જાનકી પોતે જ પોતાની સાથે મનમાં વાત કરી રહી હતી કે,"મેમ તો છેક અહીંયા સુધી પહોંચી ગયા છે.મારે એમને કોલ કરી લેવો જોઈતો હતો.હવે હું એમને શું જવાબ આપું કે સર ક્યાં છે અને શું કરી રહ્યા છે.સાચું કહીશ તો એમને ખૂબ જ તકલીફ થશે.અને જો ખોટું કહીશ તો મને એમને દગો આપ્યાનું દુઃખ થશે.અને હું મેમ સાથે ખોટું પણ કેવી રીતે બોલી શકું,આફ્ટર ઓલ હું આજે જે જગ્યાએ છું એ એમના ઉપકારથી જ છું.અને મેં જે જોયું એ સાચું છે કે ખોટું એની પણ ખાતરી નથી મારી પાસે.પણ મેં મારી સગી આંખે જોયું એને હું કેવી રીતે ઇગ્નોર કરી શકું?.જાનકી,અમુક વાર આંખે જોયેલું પણ સાચું નથી હોતું.નિત્યા મેમને વિચારીને જવાબ આપજે.એટલીસ્ટ અત્યારે તો આ વાતને અહીંયા જ પતાવી દે.પછી જે કહેવું હોય એ કહેજે"

"જાનકી,ક્યાં ખોવાઈ ગઈ તું?"નિત્યાએ જાનકીને પૂછયું.

"ક્યાંય નહીં.હું તો ક્ક.....ક્યાંય નહીં"

"મેં તને કંઈક પૂછ્યુ"

"શું મેમ?"જાનકી જાણી જોઈને વાતને બદલવાનો પ્રયત્ન કરી રહી હતી જેથી એને નિત્યાને કહેવા માટે કોઈ બહાનું સુજે.

"દેવ......."

"અચ્છા સર,હા સર તો એક મીટિંગ માટે બહાર ગયા છે.એક્ચ્યુઅલી આજ હું લેટ આવી હતી તો એક બીજા ઈમ્પ્લોયને ઈંફોર્મ કર્યું હતું એણે જ મને કહ્યું"

"ઓહહ.....થેન્ક ગોડ.હું પણ શું શું વિચારી રહી હતી"

"શું વિચારી રહ્યા હતા તમે?"નિત્યાના એવું બોલવાથી જાનકીને લાગ્યું કે કદાચ નિત્યાને પહેલેથી એ વાતની ખબર હશે કે શું.એ જાણવા જાનકીએ સવાલ કર્યો.

"ખબર નથી પણ મને મનમાં અજીબ અજીબ વિચારો આવી રહ્યા હતા.મને થયું કે દેવ ઠીક નથી.દેવ કઈક મુસીબતમાં છે"

"સર બહુ જ લકી છે કે એમણે તમે મળ્યા"

"એવું કંઈ નથી"

"તમે એમને ખૂબ પ્રેમ કરો છો ને?"

"જાનકી......"

"તમે ભલે જવાબ ના આપો પણ તમારી આ ચિંતામાં બધું જ દેખાય છે"જાનકીએ કહ્યું.

આ સાંભળી નિત્યા મનમાં બોલી,"ફક્ત દેવ સિવાય બધા જ આ પ્રેમ જોઈ શકે છે"

"શું કહ્યું મેમ તમે?"

"કઈ જ નહીં.ચાલ તું કામ કર.સોરી મેં આજે તને વધારે જ હેરાન કરી દીધી છે"

"અરે એ તો મારું કામ છે.બાય ધ વે,તમે સરને કેમ આમ શોધવા માટે અહીંયા પહોંચી ગયા.પહેલા તો આવું ક્યારેય નથી બન્યું"

"આજ દેવનો બર્થડે છે"

"ઓહહ નાઇસ.પણ ઓફિસમાં તો કોઈને ખબર જ નથી"

"એમણે ઘણા સમય પહેલા બર્થડે મનાવવાનું છોડી દીધુ છે.એટલે કદાચ........"

"હમ્મ"

"એક્ચ્યુઅલી આજ,કાવ્યા અને મમ્મીએ દેવ માટે સરપ્રાઈઝ પાર્ટી પ્લેન કરી છે"

"અચ્છા,એટલે તમે સરને બોલાવવા ફોન કરી રહ્યા હતા?"

"હા,પણ હવે શું.દેવ તો છે જ નઈ.અને કદાચ આવશે પણ લેટ.ત્યાં સુધી એમની બર્થડે પણ પુરી થઈ જશે"નિત્યા ઉદાસ થઈને બોલી.

"શું મેં જે જોયું એ મારે મેમને હમણાં જ કહેવું જોઈએ?"જાનકી પોતાની જાતને પૂછવા લાગી.

"ઓકે,ચલ બાય.સી યૂ સુન"

"હા મેમ.મારે પણ તમને મળવું છે.એક અગત્યની વાત કરવી છે"

"અગત્યની વાત?"

"હા"

"કોઈ પ્રોબ્લેમ હોય તો અત્યારે જણાવી શકે છે"

"ના ના મેમ.ફરી કોઈ વાર.સમય લઈને મળીશું આપણે.અત્યારે તમારે ઘરે જઈને કાવ્યા અને જસુમેમને દેવ સરની મીટિંગ વિશે જણાવવું જોઈએ"

"હા.તારી વાત સાચી છે .ચાલ બાય"

"બાય"

નિત્યાના ગયા પછી જાનકી ફરી દેવના કેબિનમાં ગઈ.આ વખતે પેલા રૂમનો દરવાજો પહેલેથી જ ખુલ્લો હતો.જાનકી બીકની મારી ધીમે ધીમે આગળ વધી રહી હતી.છેવટે રૂમના દરવાજા પર પહોંચી એને દરવાજો આખો ખોલી દીધો.અંદર કોઈ હતું નહીં.ટેબલ પર બે ડ્રિન્કના ગ્લાસ પડ્યા હતા જેમાનો એક આખો ખાલી અને એક અધુરો ભરાયેલો હતો.અધૂરા ભરાયેલ ગ્લાસ પર લિપસ્ટિકના નિશાન હતા.સોફામાં એક સ્ટ્રોબેરી ફ્લેવરની લિપસ્ટિક ડાર્ક રેડ લિપસ્ટિક હતી જેના નિશાન ગ્લાસ પર હતા.એ લિપસ્ટિક જાનકીએ પોતાની પાસે રાખી લીધી.ત્યારબાદ જાનકી રૂમમાંથી પાછી કેબિનમાં આવીને બહાર એના ટેબલ તરફ ગઈ.જાનકી ટેબલ પર જઈને બેસી અને આંખો બંધ કરી રૂમમાં થયેલ ઘટનાને યાદ કરવા લાગી,"(દેવ સોફામાં બેસેલો હતો અને દેવની એકદમ નજીક એક છોકરી બેસેલી હતી જે દેવમાં માથા પર,દેવના ગાલ પર,દેવના વાળમાં હાથ ફેરવી રહી હતી)"

"જાનકી......જાનકી......"જાનકીના બાજુમાં જેનું ટેબલ હતું એ બોલી.

"યસ"જાનકી આંખો ખોલીને કહ્યું.

"વોટ હેપ્પન?"

"નથિંગ"

"એવરીથિંગ ઇસ ઓકે?"

"યા....યા....ઓલ રાઈટ"

"ઓકે"

જાનકી મનમાં વિચારી રહી હતી કે,"પેલી છોકરી કોણ હશે?.શું દેવ સર સાચે જ......ના ના એવું ના હોઈ શકે.ભલે દેવ સર કહેતા નથી પણ એમની આંખોમાં મેં નિત્યા મેમ માટે રિસ્પેક્ટ જોઈ છે.સર મેમને ક્યારેય દગો આપે એવા લાગતા નથી.પણ જે મેં જોયું એ પણ ખોટું તો નથી જ ને.આ વિશે મારે નિત્યા મેમ સાથે મળીને વાત કરવી જ પડશે"

*

નિત્યાએ ઘરે પહોંચી ડોરબેલ વગાડ્યો અને દરવાજા પર ઉભી ઉભી કઈક વિચારી રહી હતી.કાવ્યાએ આવીને દરવાજો ખોલ્યો છતાં નિત્યા વિચારોમાં એટલી ડૂબેલી હતી કે એને ધ્યાન જ ન રહ્યું.

"નીતુ ચાલ અંદર"

નિત્યા જેમ ભાનમાં આવી હોય એમ બોલી,"હંહંહં.....હા....હા....ચાલ"નિત્યા અને કાવ્યા બંને અંદર ગયા.નિત્યાએ અંદર જઈને જોયું તો એ દંગ થઈ ગઈ.એની આંખો પહોળી જ રહી ગઈ.