Atitrag - 47 in Gujarati Film Reviews by Vijay Raval books and stories PDF | અતીતરાગ - 47

Featured Books
  • I Hate Love - 11

    दिव्या की बात सुनाने नहीं नहीं मैं ठीक हूं ,,,इसकी कोई जरूरी...

  • My Devil CEO

    तो चलिए शुरू करते है लखनऊ जिसको आप सभी उत्तर प्रदेश की राजधा...

  • प्यार तो होना ही था

    रूचि  .. रूचि  ... मेरी बात तो सुनो बेटा , मैं तुम्हारे भले...

  • आशा की किरण - भाग 2

    अरे, कौफी कहां है, मां?’’ रचना ने आवाज लगा कर पूछा, ‘‘यहां त...

  • शक्तिपुंज

    पृथ्वी से बहुत दूर,क्रॉडियम - पृथ्वी से अलग एक खूबसूरत दुनिय...

Categories
Share

અતીતરાગ - 47

અતીતરાગ-૪૭

કિશોરકુમારના ગીતો પર પ્રતિબંધ.

ભારતની આઝાદીના અઢી દાયકા બાદ એટલે કે, ૨૫ વર્ષ પછી રેડીઓ અથવા દૂરદર્શન જેવાં સરકારી જાહેર માધ્યમો પર ગાયક કિશોરકુમારના ગીતો પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો.

તે સમયગાળો હતો વર્ષ ૧૯૭૫થી ૧૯૭૭ સુધીનો.

અને આ હિટલર શાહી જેવી સરમુખત્યાર રંજાડની બાગડોર હતી. તે સમયના ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટીંગ મીનીસ્ટર વિધા ચરણ શુક્લાના હાથમાં.

વિદ્યા ચરણ શુક્લાના તઘલખી ફરમાનના આદેશથી કિશોરકુમારના સોંગ્સ પર પાબંદી મુકવામાં આવી હતી.

શું હતો એ પૂરો માજારો ?

ચર્ચા કરીશું આજના એપિસોડમાં.

વર્ષ ૧૯૭૫માં તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ તે સમયના રાષ્ટ્રપતિ ફખરૂદ્દીન અલી અહેમદને એવું કહ્યું કે, ‘દેશમાં અચનાક ઊભાં થયેલાં આંતરિક વિઘ્નોને અંકુશમાં લાવવાં માટે દેશભરમાં કટોકટી લાદવી જરૂરી છે. ડીકલેર ટુ ઈમરજન્સી.

તેનો મતલબ એ કે, સરકારને કોઇપણ સમયે કોઇપણ વટહુકમ જારી કરવાના પાવરનો પરવાનો.

૨૫ જૂન ૧૯૭૫ના દિવસે કટોકટી જાહેર કરી દેવાઈ. જે ૨૧ મહિના સુધી ચાલી.

હિન્દી ફિલ્મ જગતમાં સૌથી પહેલું નુકશાન વેઠવું પડ્યું ગુલઝાર સાબને, કારણ કે, તે અરસામાં તેમની ફિલ્મ ‘આંધી’ રીલીઝ થઇ હતી.

તે સમયે વિદ્યા ચરણ શુક્લાએ કોલ કરીને ફિલ્મ ‘આંધી’ના નિર્માતા જે.ઓમ.પ્રકાશ (રાકેશ રોશનના સસરા અને રિતિક રોશનના નાના) ને એવું કહ્યું કે. ફિલ્મના અમૂક વાંધા જનક દ્રશ્યોના અંશો ઇન્દિરા ગાંધીના અંગત જીવન સાથે મળતાં આવે છે,

તેથી મજબુરીમાં જે.ઓમ,પ્રકાશે તે ફિલ્મના અમૂક દ્રશ્યો ફરી શૂટ કરવા પડ્યા.

ઈમરજન્સીના થોડા સમય બાદ જનતા ત્રાહિમામ પોકારી ગઈ. દેશવાસીઓની હાડમારી વધવા લાગી.

એટલે સરકારે એવું નક્કી કર્યું કે, રેડીઓ અને દૂરદર્શન જેવાં માધ્યમો થકી જાહેર જનતાને એ સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવે કે, કટોકટી મુકવાનો ખરો ઉદ્દેશ શું છે. સરકારને તેની ઉજળી બાજુ પબ્લિક સમક્ષ લાવવી હતી.

અને મુંબઈમાં કોંગ્રેસ સરકારનું એક અધિવેશન મળ્યું. અને તેમાં નક્કી થયું કે,
ફિલ્મોના માધ્યમથી મહત્તમ લોકો સુધી તેમનો સંદેશો પહોંચાડવો આસાન રહેશે.

એટલે વિદ્યા ચરણ શુક્લાના સેક્રેટરીએ કિશોરકુમારને કોલ કરીને કહ્યું કે, તમે કોંગ્રેસના અધિવેશનમાં આવો અને દેશભરમાં આપવામાં આવનાર અમારાં સંદેશાની બાગડોર સંભાળો અને મનોરંજન સાથે લોકોને માહિતી પણ આપો.

વિદ્યા ચરણ શુક્લાના સેક્રેટરીની વાતને કિશોરકુમારે હસવામાં ઉડાડી દીધી.અને સાફ શબ્દોમાં ના સંભળાવી દીધી.

અને આ વાત પહોંચી વિદ્યા ચરણ શુક્લાના કાન સુધી.

૪ મે ૧૯૭૬ના દીવસે એક ફરમાન જારી કર્યું, કિશોરકુમારની વિરુદ્ધમાં.

જેમાં ત્રણ અગત્યના મુદ્દા હતાં.

ઓલ ઇન્ડિયા રેડીઓ અને દૂરદર્શન પર કિશોરકુમારના ગીતો પર પાબંદી મુકવામાં આવે.

માર્કેટમાં ઉપલબ્ધ કિશોરકુમારની તમામ એલ.પી રેકર્ડના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવે.

જે ફિલ્મોમાં કિશોરકુમારના ગીતો છે તે હટાવી દેવામાં આવે.
તાત્કાલિક ધોરણે.
આ ઉડતી આવેલી ઉપાધિમાંથી કિશોરકુમારને છેક ત્યારે રાહત મળી જયારે ૧૯૭૭માં ઇન્દિરા ગાંધીની સરકાર પડી ભાંગી.અને ઈમરજન્સી હટાવી દેવામાં આવી ત્યારે.

નવી સરકારના ગઠન બાદ કટોકટી દરમિયાન થયેલાં અન્યાયની ભરપાઈ માટે જસ્ટીસ જે,સી,શાહની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવામાં આવી. તમામ તપાસ બાદ જસ્ટીસ શાહે ‘કિશોરકુમાર સાથે ભારોભાર અન્યાય થયો છે’, એવું
વિદ્યા ચરણ શુક્લાની હાજરીમાં આવું નિવેદન આપતાં તેમના રીપોર્ટમાં ટાંકેલું,

આગામી કડી...

એ સમયની વાત કરીશું જયારે ફિલ્મોમાં પાર્શ્વગાયકોની ભૂમિકા નહતી.
તે સમયમાં ફિલ્મના કલાકારો જ પરદા પર ગીતો ગાતા હતાં.
તે સમયે કરોડો દિલો પર રાજ કરતાં હતાં. કુંદનલાલ સાયગલ.

અને એ કરોડો દિલોમાં એક દિલ હતું. મુકેશચંદ્ર માથુરનું.

જેને આપણે ગાયક મુકેશના નામથી ઓળખીએ છીએ.

તે સમયમાં મુકેશજી તરુણાવસ્થામાં હતાં અને કે.એલ.સાયગલના ડાઈ હાર્ડ ફેન હતાં.

નેક્સ્ટ એપિસોડમાં ચર્ચા કરીશું... મહાન ગાયક મુકેશ વિષે,

વિજય રાવલ
૦૯/૦૯/૨૦૨૨