Har fikar ko dhuve main utata chala goa in Gujarati Philosophy by Mital Patel books and stories PDF | હર ફિકર કો ધૂવે મેં ઉડાતા ચલા ગયા

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

Categories
Share

હર ફિકર કો ધૂવે મેં ઉડાતા ચલા ગયા

હર ફિકર કો ધૂવે મેં ઉડાતા ચલા ગયા



ખાખરનાં પાને એ... કોતરણી કોણે કરી હશે.....
તે શુષ્ક જીવતરને ..‌આકૃતિ કોણે જડી હશે...!!
તૂટી ગયેલ પાંદડામાંથી ચળાતો.. કિરણ પુંજ....
તે જીજીવિષા ને ઉપવનમાં કોણે ઢાળી હશે...!!

ખાખરાનાં પર્ણમાં રચાતી કોતરણી જેવી મસ્ત રચના નો વૈભવ માન્યો છે..!! જે જીર્ણ થાય છે કે જીવંત થાય છે તેને કળવું પણ અઘરું થઈ પડે... એવું લાગે....!! જે જીવનની જીર્ણતા માં, તકલીફમાં પણ ખડિયામાં પ્રગટાવેલા દિપક ની ભાતી ઝળહળતું રહે , તરવરતુ રહે.... ખોળિયું છોડે નહીં ત્યાં સુધી ખોબે ખોબે ભરી જીવન રસ ને પીતો રહે... તે રસવાઈ દીર્ઘઈ વગરના મૂળાક્ષરની જેમ કોઈપણ તકલીફ નો ભાર પોતાનાં પર હાવી થવા દીધા વગર સાચા અર્થમાં જીવી જતો હોય છે.

"હર ફિક્ર કો ધુએ મે ઉડાતા ચલા ગયાં....
મેં જિંદગી કા સાથ નિભાતા ચલા ગયા...."

" હમ દોનો "મુવી નું મહમદ રફી દ્વારા ગવાયેલ આ ગીત... કયા મનને ઝંઝોળી ને નહીં મૂકી દેતું હોય...!! તકલીફને તક આપીએ તરત જ તે આપણને લીફ ની જેમ પોતાનાં પવનમાં આમથી ફંગોળાતુ કરી દે.... પણ જો આ તક જ તેને ન આપીએ તો!!... ખૂદેશ્વરને ખુદને જીવાડવાની તક આપીએ તો... તોતિંગ લાગતી મુશ્કેલીને ધૂમાડાની જેમ ઉડાવી નિજાનંદમાં જીવવાની ક્ષમતા આપણે કેળવી શકીએ છે...

" નેવર ગિવ અપ"નો એટીટ્યુડ કઈ રીતે કેળવી શકાય??

"અભિપ્રેરણા" એ બહાર થી મળતી પ્રેરણા છે જે નાનામા નાની કેટકેટલીય વસ્તુઓ માંથી સતત મેળવી શકીએ... છે.. દ્રષ્ટિકોણ હોય તો. ઘરમાં ભીંત પર લગાવેલ ખીંટી તેનાં પર ભેરવેલ વસ્તુઓ જેવીકે ઘડિયાળ, કપડાં, ફોટો ફ્રેમ વગેરેને પોતાના પર ટેકવે છે પણ પોતે તો નિર્લેપ પોતાના સ્વ ને આતમ રુપી ભીંત જોડે ટેકવી સ્થિર રહે છે. જો તે પોતાના "મૂળ" ભીતમાંથી ઉખેડી.. ટેકવેલ વસ્તુઓ જોડે જોડાઈ જાય તો સ્વ સાથેનું જોડાણ તૂટી જાય છે આવું જ કંઈક આપણા જીવનમાં આવતી મુશ્કેલી તકલીફ સામે મક્કમ ઊભા રહી... આપણે માત્ર ટેકવીને રવાના કરી દેવાની છે. પોતાના મજબુત મનોબળને પોતાના સ્વ જોડે, આતમ જોડે.. જડી રાખી ટીંગવેલ તકલીફને પોતાના પર હાવી થવા દેવાની નથી. જો તમે તેનાથી ડગી ગયા તો પોતાના સ્વતંત્ર વ્યક્તિત્વ ને ગુમાવી દેતાં જરીકે વાર લાગશે નહીં.

કોઈ રસ્તો ન સૂઝે, નિરાશાના વાદળો ઘેરી વળે... શાંત પાણીમાં તોફાન રૂપી વમળો વલોપાત જગાવે ત્યારે.... "આત્મવિશ્વાસ".... એક એવું મહામૂલું હલેસું છે જે આ પરિસ્થિતિ સામે દઢતાથી, મક્કમતાથી ઝઝૂમી લેવાનું જોમ... મનોબળ પૂરું પાડે છે. માત્ર ને માત્ર આત્મવિશ્વાસ નાં રણકા થી તકલીફમાં પ્રસન્ન થઈ જીવી જવાનો રસ્તો આપમેળે પ્રગટે ને તકલીફ પણ આ મનોબળ આગળ પાણી ભરતી સજળ આંખે જોઈ શકીએ. મુશ્કેલ સમયને "સ્વ"ને મજબૂત કરવાનો... હકારાત્મક દૃષ્ટિકોણ ની પરીક્ષારુપી.. સમય તરીકે લઈએ.. અને આત્મવિશ્વાસને હોકાયંત્ર બનાવી અંતરાત્માના અવાજ ને અનુસરી ઝળહળીએ તો તકલીફને ઉત્સવ બનાવી જીવી જવાનો સ્વભાવ બની જાય...

સ્તવનમાં એક વનરાજીની ટાઢક જો વરતાય.....
તાપણામાં હુંફની એક તરુવર છલકાય...઼
રસ્તો કાપતા શરીર જીર્ણ થાય તો થતું રહેશે...
મનડામાં ગમતું "જીવ"..ડું ... ઉર ભરી હરખાય....








અવસાદ આવે કે વરસાદ તમે સમભાવ કેળવી શકો હરેક સિચ્યુએશનને આવકારી શકો તેને આનંદમાં પામી શકો ફેરવી શકો તો જ તમને આ ગીતનો મર્મ સમજાય આજીવન નો મર્મ સમજાય. સુખમાં તો સૌ કોઈ સુખી રહે દુઃખમાં પણ હિંમત હાર્યા વગર જ ઝઝુમી શકે તે જ સાચો યોદ્ધા અને સાહસી વીર કહેવાય

મિત્તલ પટેલ
"પરિભાષા "
અમદાવાદ
Mitalparibhasha.blogspot.com