Atitrag - 27 in Gujarati Film Reviews by Vijay Raval books and stories PDF | અતીતરાગ - 27

Featured Books
  • I Hate Love - 11

    दिव्या की बात सुनाने नहीं नहीं मैं ठीक हूं ,,,इसकी कोई जरूरी...

  • My Devil CEO

    तो चलिए शुरू करते है लखनऊ जिसको आप सभी उत्तर प्रदेश की राजधा...

  • प्यार तो होना ही था

    रूचि  .. रूचि  ... मेरी बात तो सुनो बेटा , मैं तुम्हारे भले...

  • आशा की किरण - भाग 2

    अरे, कौफी कहां है, मां?’’ रचना ने आवाज लगा कर पूछा, ‘‘यहां त...

  • शक्तिपुंज

    पृथ्वी से बहुत दूर,क्रॉडियम - पृथ्वी से अलग एक खूबसूरत दुनिय...

Categories
Share

અતીતરાગ - 27

અતીતરાગ-૨૭

આપ શત્રુઘન સિંહાની પહેલી બે ફિલ્મો જોશો તો તેમાં આપને ફિલ્મી પરદા પર શત્રુઘન સિંહા નામ વાંચવા નહીં મળે.

કારણ કે, તે બંને પ્રારંભિક ફિલ્મોમાં તેમનું નામ શત્રુઘન સિંહા નહતું.
તેમણે જે નામ રાખ્યું હતું તે નામ અને તેમની ઈમેજ સાથે કોઇપણ તાલમેળ નહતો બેસતો.

શું નામ હતું શત્રુઘન સિંહાનું ? અને એ બે ફિલ્મોના શું નામ હતાં ?

વર્ષ ૧૯૬૭માં શત્રુઘન સિંહા પુનાની ફિલ્મ એન્ડ ટેલીવિઝન ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડિયા (FTII ) માંથી એક્ટિંગનું પ્રશિક્ષણ લઈને આવેલાં.

સામાન્ય રીતે કોઇપણ ગ્રેજ્યુએટ તેમના ગ્રેજ્યુએશન પછી જોબની તલાશમાં હોય એમ શત્રુઘન સિંહા પણ ચક્કર લાગવવા લાગ્યાં ડાયરેક્ટર અને પ્રોડ્યુસરની ઓફીસની આસપાસ.

શત્રુઘન સિંહા પાસે ડીગ્રી તો હતી પણ તે ડીગ્રી કરતાં તેમને મદદમાં આવ્યાં તેમના ઇન્સ્ટીટયુટના એક સીનીયર. જેમણે શત્રુઘન સિંહાની પહેચાન કરાવી ગોગી આનંદ સાથે.

ગોગી આનંદ મતલબ દેવ આનંદના નેફ્યુ. આગળ જતાં તે ડાયરેક્ટર પણ બન્યાં.
દેવ આનંદની ફિલ્મ ‘ડાર્લિગ ડાર્લિંગ’ નું ડીરેક્શન પણ તેમણે કર્યું હતું.

પણ તે સમયે ગોગી આનંદ એક ફિલ્મમાં આસિસ્ટ કરી રહ્યાં હતાં દેવસાબને.

જે ફિલ્મનું ડીરેક્શન દેવ આનંદ ખુદ કરી રહ્યાં હતાં.
ફિલ્મનું નામ હતું, ‘પ્રેમ પુજારી.’
એ ‘પ્રેમ પુજારી’ જે અમરીશ પુરીની પ્રથમ ફિલ્મ હતી. વર્ષ ૧૯૭૦નું.

શત્રુઘન સિંહા પાસે FTIIનું પ્રમાણપત્ર અને ગોગી આનંદની ભલામણ હતી.એટલે તેમને દેવસાબને મળવામાં આસાની રહી.

દેવસાબ અને શત્રુઘ્ન સિંહાની મુલાકાત બાદ દેવસાબે તેમને ‘પ્રેમ પૂજારી’માં એક રોલ આપ્યો, પાકિસ્તાની કર્નલનો.

દેવ આનંદ તેમની ફિલ્મોમાં અલગ અલગ લોકેશન પર શૂટ કરવાં માટે જાણીતાં હતાં. તેમાં લંડન ખાસ હતું.
જયારે શત્રુઘન સિંહાને તેમનો રોલ ઓફર કરવામાં આવ્યો.. ત્યારે તે મનોમન મનસુબા બનાવવાં લાગ્યાં લંડન જવાં માટે.

જયારે ફિલ્મનું શૂટિંગ શરુ થયું ત્યારે શત્રુઘન સિંહાને માલૂમ પડ્યું કે તેમને તો શિરડી અને નાશિકથી આગળ જવાનું જ નથી.

અને સૌથી મોટો અપસેટ તો ત્યારે સર્જાયો કે તે ફિલ્મમાં શત્રુઘન સિંહાની ભૂમિકા એટલી નાની હતી કે. એક જ દિવસમાં તેમના ભાગનું શૂટિંગ ખત્મ થઇ ગયું.

એ પછી શત્રુઘન સિંહાએ બીજી એક ફિલ્મમાં નાનકડી ભૂમિકા સ્વીકારી. જેના ડીરેક્ટર હતાં મોહન સહેગલ. ફિલ્મના લીડ રોલમાં હતાં મનોજકુમાર અને આશા પારેખ.ફિલ્મનું નામ હતું ‘ સાજન’,

તે ફિલ્મમાં તેઓ એક પોલીસ ઇન્સ્પેકટરનો રોલ કરી રહ્યાં હતાં.

શૂટિંગ ‘પ્રેમ પૂજારી’નું પહેલાં શરુ થયું, પણ તેમની પહેલી ફિલ્મ રીલીઝ થઇ ‘સાજન’
પ્રેમ પુજારી (૧૯૭૦) સાજન (૧૯૬૯)

આ બન્ને ફિલ્મમાં પરદા પર આવતાં ક્રેડીટ કેપ્શનમાં શત્રુઘન સિંહાનું નામ કંઇક અલગ છે. જે નામથી તેમણે ઇન્સ્ટીટયુટમાં ગ્રેજ્યુએશન પાસ કર્યું.
શત્રુઘ્ન પ્રસાદ સિંહા ( SHTRUGHN )

શત્રુઘ્ન નામનું ઉચ્ચારણ સૌને અઘરું લાગતું હતું. એટલે શત્રુઘન સિંહાએ જુદું નામ વિચાર્યું. એ પછી તેમણે નામ ફાઈનલ કર્યું. ‘એસ.પી.સિંહા.’

‘પ્રેમ પુજારી’ અને ‘સાજન’ આ બન્ને ફિલ્મમાં પરદા પર તેમનું નામ છે ‘એસ.પી.સિંહા.’

એ નામ વાંચીને તેમના એક મિત્રએ કહ્યું કે, આ નામ વાંચતા તો એવું લાગે છે કે, ફિલ્મ સ્ટારના બદલે જાણે કે, તું કોઈ સરકારી ખાતાનો અધિકારી હોય એવું ફિલ થાય છે. તેમના મિત્રોએ તેમને નામ બદલવાની સલાહ આપી.

ઘણાં સ્ટાર તેમના સ્ક્રીન નેઈમ અલગથી રાખે છે. જેમ કે જતિન ખન્નાનું, રાજેશ ખન્ના અને રવિ કપૂરનું, જીતેન્દ્ર.

જયારે શત્રુ સાબે તેનું નામ બદલવાનું વિચાર્યું તો તેના સગા ભાઈ ભરત સિંહાએ તેમને નામ ન બદલાવાની ચેતવણી આપી.
શત્રુઘન સિંહા મળીને કુલ ચાર ભાઈઓ હતાં.
રામ. લખન, ભરત અને શત્રુઘ્ન.
અને આ યુનીક્નેસ અકબંધ રાખવા તેમના ભાઈએ સલાહ આપી.

હવે શત્રુઘન સિંહા ચડ્યા ચિંતનના ચકડોળે... વિચાર્યું.. ખુબ વિચાર્યું..
અંતે શત્રુઘ્ન (SHTRUGHNA ) માંથી શત્રુઘન (SHTRUGHAN ) નામ ફાઈનલ કર્યું
‘શત્રુઘન સિંહા’

હજુ પણ તેમને શંકા એ હતી કે ‘શત્રુઘન સિંહા’ નામ ભારેખમ લાગે છે, એટલે તેમણે સંપર્ક કર્યો તેમના ઇન્સ્ટીટયુટના સીનીયર મણી કૌલનો. અને પૂછ્યું કે.
‘આ નામ ચાલશે. ?
જે ખુબ જાણીતાં ડીરેક્ટર રહી ચુક્યા છે.

મણી કૌલએ શત્રુઘન સિંહાના શંકાનું સમાધાન એક જ વાક્યમાં કરી આપ્યું.
‘જો તારું કામ ચાલશે તો નામ પણ ચાલશે.’
આ રીતે શોટગન એસ.પી.સિંહા, ફાઈનલી બન્યાં શત્રુઘન સિંહા

આગામી કડી..

૧૯૭૦નો દાયકો.
તે સમયમાં રોમાન્ટિક ફિલ્મોનો દૌર ચાલતો હતો.
અને ત્યારે રોમાન્ટિક કિંગ હતાં સુપરસ્ટાર રાજેશ ખન્ના.
મોટા ગજાના પ્રોડ્યુસર્સની પહેલી પસંદ હતી રાજેશ ખન્ના.
પણ જે પ્રોડ્યુસરનું બજેટ માર્યાદિત રહેતું તે બીજા કલાકારો તરફ નજર દોડાવતાં.
અને એ કલાકારોમાં તાજો અને તરવરતો એક ચહેરો એવો હતો જેને સૌ
‘ગરીબોનો રાજેશ ખન્ના’ કહેતાં.

અને તે નવજુવાન કલાકારની પહેલી જ ફિલ્મેં બોક્સ ઓફીસ પર તરખાટ મચાવી રજત જયંતિ મનાવી..

વર્ષ હતું ૧૯૭૦નું.
ફિલ્મ હતી ‘સાવન ભાદોં’

અને જેને જોઇને પરાણે વ્હાલ ઉપજે એવાં હેન્ડસમ હીરોનું નામ હતું
નવીન નિશ્ચલ

આગામી કડીમાં વાત કરીશું એ ભુલાયેલા નામ વિષે.
વિજય રાવલ
૨૯/૦૮/૨૦૨૨