Urmione Umbare - 7 in Gujarati Fiction Stories by Bhanuben Prajapati books and stories PDF | ઊર્મિઓને ઉંબરે - ભાગ-7

Featured Books
  • નિતુ - પ્રકરણ 75

    નિતુ : ૭૫ (નવીન તુક્કા) નિતુએ નવીનની વાતને અવગણતા પોતાની કેબ...

  • ભાગવત રહસ્ય - 179

    ભાગવત રહસ્ય-૧૭૯   કશ્યપ ઋષિ મધ્યાહ્ન સમયે ગંગા કિનારે સંધ્યા...

  • ફરે તે ફરફરે - 67

    ફરે તે ફરફરે - ૬૭   હું  મારા ધરવાળા સાથે આંખ મિલા...

  • રાય કરણ ઘેલો - ભાગ 16

    ૧૬ પૃથ્વીદેવ   અરધી રાત થઇ ત્યાં ઉદા મહેતાના પ્રખ્યાત વ...

  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

Categories
Share

ઊર્મિઓને ઉંબરે - ભાગ-7

રચના,બેલાની આપવીતી સાંભળીને ખૂબ જ દુઃખી થઈ ગઈ હતી પરંતુ હવે એ વાતને યાદ કરવા માગતી નહોતી હવે તો એમને સ્કૂલમાં એડમિશન લઈ લીધું હતું ,એટલે શિક્ષણ પૂરું કરવા માંગતી હતી રચના અને બેલા દરરોજ સ્કૂલે જતા અને શાળા સમય દરમિયાન તેઓ દુકાને કામ બાંધેલું હતું, ત્યાં કરવા જતા આજુબાજુમાં ઘરકામ પણ કરી લેતા હતા ,કારણ કે એમની પાસે પૈસા તો હતા નહીં એટલે આખો દિવસ એમને ઘરકામ અને શિક્ષણમાં જતો હતો. રાત્રે ડોક્ટર સાહેબના ત્યાં ઘરકામ કરવા જતા અને જે ટાઇમ મળે ત્યાં એમની જોડેથી એ શિક્ષણમાં જે કંઈ પણ મુશ્કેલી હોય એમની પાસેથી શીખતા હતા. રચનાના માતા-પિતા પણ થોડું ઘણું ઘરકામ ઘરે કરી લેતા એટલે એમને પણ થોડોક ટાઈમ મળતો હતો સમય ધીમે ધીમે પસાર થતો રહ્યો રચના અને પહેલાં શિક્ષણમાં આગળ વધતા જ રહ્યા અભ્યાસમાં તેઓ ગ્રેજ્યુએટ થઈ ગયા.

રચના અને બેલા ડોક્ટર સાહેબના ઘરે કામ કરતા હતા ત્યાં ડૉક્ટર સાહેબે કહ્યું કે; હવે તમે ગ્રેજ્યુએટ થઈ ગયા છો હવે તમે સરકારી પરીક્ષાઓ આપો જેથી તમને સારી એવી નોકરી મળી જાય ત્યારે રચના કહ્યું હું હજુ આગળ વકીલાતનો અભ્યાસ કરવા માગું છું. બેલાએ કહ્યું ;હવે પણ મને અભ્યાસમાં રસ છે,એટલે ડોક્ટર સાહેબ હું પણ આગળ બી.એડ કરવા માગું છું .ડોક્ટર સાહેબ ને એટલો બધો આનંદ હતો કે ખરેખર બંને દીકરીઓ એ મારી જે અંદરની શિક્ષણ પ્રત્યેની એમને આગળ વધારવાની ઉર્મિઓ હતી તે બંને દીકરીઓ એ પૂરી કરી છે ડોકટરસાહેબ ઘણો બધો ખર્ચ શિક્ષણનો ઉપાડી લીધો હતો એટલે એમને વધારે ચિંતા જેવું હતું નહીં અને ડોક્ટર સાહેબને પણ વિદ્યા દાન કરવાથી મોટામાં મોટો સંતોષ થતો હતો .ખરેખર પોતાની પાસે પૈસા હોય તો પ્રથમ દાન વિદ્યાદાન કરવું જોઈએ "વિદ્યાદાન" જેવો મોટામાં મોટું દાન કોઈ પણ નથી જ્યારે તમે પૈસાનું દાન કરો છો ત્યારે પૈસા તો ટૂંક સમયમાં વપરાઈ જાય છે જ્યારે વિદ્યાદાનમાં બાળક આગળ આવે છે અને તેનાથી તે પોતાના જીવનનો સંપૂર્ણ ભાર પોતાની રીતે ઉપાડી શકે છે. ડોક્ટર સાહેબ એવું કામ કરી રહ્યા હતા કે બંને દીકરીઓ પોતાના જીવનમાં આગળ વધી રહી હતી. રચનાના માતા-પિતા પણ હવે ખુશ હતા એમને થયું કે ખરેખર ડોક્ટર જેવા બધા જ લોકોના વિચારો હોય તો ગરીબ ના હોશિયાર બાળકો આવી રીતે ગરીબીમાં ટળવળે નહીં .

સમય વીતતો ગયો અને રચના વકીલાતનો અભ્યાસ પૂરો કરી દીધો,અને વકીલની જોબ મળી ગઈ જ્યારે બેલાએ એક સ્કૂલમાં શિક્ષક તરીકેની નોકરી સ્વીકારી લીધી.બંને સખીઓ હવે પોળમાં ખૂબ જાણીતી થયી ગઈ હતી.જે બેલા આજે લોકોના કામ કરતી હતી તે બેલા હવે લોકોના બાળકોને ઘેર બેઠા અભ્યાસ કરાવતી.એને રચનાનો આભાર માન્યો કે તે મને પ્રોત્સાહન આપી હોત તો આજે હું આ જગ્યાએ ન હોત હજુ પણ લોકોના ઘર કામ જ કરતી હોત. આજે મને પણ મારા દિલથી સંતોષ થયો છે કે ખરેખર હું આજે મારા પગ પર ઊભી છું. હવે મને કોઈની પણ સામે હાથ લંબાવી શકું એવી નિર્બળ નથી રહી. દરેકને તારા જેવી સખી મળે તો ખરેખર એના જીવનમાં એક ખૂબ જ આગળ વધી જાય. દરેકની અંદર ઘણી બધી શક્તિઓ ભરેલી હોય છે પરંતુ એને બહાર લાવનાર કોઈ તારા જેવી સખી હોય તો બહાર આવે છે, કારણ કે આપણી અંદરની શક્તિઓ કેટલી હોય છે તે આપણે જાણતા નથી. પણ જ્યારે બીજી વ્યક્તિ પ્રોત્સાહન આપી આપણી અંદર રહેલી શક્તિઓને જાગૃત કરે છે ત્યારે આપણને અહેસાસ થાય છે કે ખરેખર આપણી અંદર ઘણી બધી શક્તિઓ પડેલી છે પરંતુ તેનો ઉપયોગ આપણે કરતા નથી. મારામાં ભણવાની ઊર્જાશક્તિ હતી એ હું જાણતી નહોતી એને બહાર લાવવાનો પ્રયત્ન રચના તે કર્યો છે. જો તે એ પ્રયત્ન ન કર્યો હોત તો હું અહીં જ રહી જાત પરંતુ જ્યારે તે મારી અંદરની વિદ્યા શક્તિના દર્શન કરાવ્યા ત્યારે મને થયું કે હું પણ શિક્ષણ મેળવીને આગળ વધી શકું છું.
દરેક સ્ત્રીમાં ઘણી બધી શક્તિઓ પડેલી હોય છે ,સ્ત્રીએ પોતાની જાતને અબળા ન માનવી જોઈએ અંદર પડેલી શક્તિનો ઉપયોગ કરવો જોઈએ અને આગળ વધવું જોઈએ.રચના જેવી વિચારશક્તિ દરેકમાં હોવી જોઈએ ,તેમજ રચનાની જેમ બીજાને પણ આગળ વધવામાં પ્રયત્ન કરવો જોઈએ.

રચના અને બેલા બંને જણા ભેગા થઈને ડોક્ટર સાહેબને મળવા ગયા અને ડૉક્ટર સાહેબે કહ્યું ; બેલા અને રચના તમે બંને ખૂબ જ આગળ વધી ગયા અને મારું સપનું પૂરું કર્યું પરંતુ "બેટા" ;હવે મારી એક જ ઈચ્છા છે કે તમે લગ્ન કરી દો. રચના માતા-પિતા ની પણ ઇચ્છા હતી કે રચના લગ્ન કરી દે પરંતુ તેઓ રચનાને કહી શકતા ન હતા પરંતુ તેમને ડોક્ટર સાહેબને કહ્યું હતું કે ;તમને જ્યારે રચના અને બેલા મળવા આવે ત્યારે લગ્નની વાત કરજો એટલા માટે ડૉક્ટર સાહેબે કહ્યું કે તમે બંને જણા લગ્ન કરી લો.

રચના એ કહ્યું; ડોક્ટર સાહેબ લગ્ન કરવાની ના નથી કરતી, પરંતુ જ્યારે મને મારા લાયક પાત્ર મળશે ત્યારે હું ચોક્કસ લગ્ન કરીશ .
બેલા કહે; મારા તો લગ્ન થઈ ગયા છે હવે બીજી વખત લગ્ન કેવી રીતે કરાય. સમાજ અને લોકો કેવી વાતો કરે. તમને તો ખબર જ છે કે અમારા સમાજમાં દીકરીના એક જ વખત લગ્ન થાય છે બીજી વખત લગ્ન ક્યારેય થતા નથી.

ડૉક્ટર સાહેબે કહ્યું કે; તમે કયા જમાનામાં જીવો છો. તમારા સમાજમાં જે નિયમ હોય તે પરંતુ અહીં અમદાવાદમાં રહો છો તમે પણ અમદાવાદના વિચારો પ્રમાણે જીવો. લગ્ન જો પુરુષ બે વખત કરી શકતો હોય તો સ્ત્રી કેમ નહીં પુન: લગ્ન કરી શકાય છે તું તારી રીતે તારા જીવન સાથીને પસંદ કર અને હું તારા લગ્ન કરાવી આપીશ હું પણ જોવું છે કે કોણ તને લગ્ન કરવામાં રોકે છે.

બેલા કહે; ડોક્ટર સાહેબ જીવનમાં સુખ મળવાનું હોય તો પ્રથમ લગ્નમાં જ મને મળી હોત અને હવે મને ઈચ્છા નથી કે હું લગ્ન કરુ કારણકે મારા નસીબમાં સુખ જ નથી જો સુખ જ હોત તો મારા પ્રથમ પતિથી મને સુખ મળ્યું હોત તો મને મારા લગ્નમાં વિશ્વાસઘાત અને બેવફાઈ મળી છે. મને લગ્ન પ્રત્યે ખૂબ જ નફરત થઈ ગઈ છે, હું હવે લગ્ન કરવા માગતી નથી ,કારણ કે લગ્ન કરીને હું મારા જીવનમાં એક પણ સુખ મેળવી શકી નથી એટલા માટે હું બિલકુલ લગ્ન કરવા માગતી નથી.

ડોક્ટર સાહેબ ,બેલા એવું ક્યારેય બેટા લગ્નમાં એક વખત સુખ ન મળે એટલે બીજા લગ્નમાં સુખ ન મળે એવું ક્યારેય વિચારવું નહીં . તને મન ગમતું પાત્ર મળે તો તને જિંદગી જીવવાની ખૂબ જ મજા આવશે. અને તારી જિંદગી સહેલાઈથી નીકળી જશે તારા માતા-પિતા કે તારી આગળ પાછળ કોઈ નથી અને જો તારું કોઈ હોય તો તારો સમય પણ નીકળી જાય અને તારે એકબીજાની હૂંફ અને સહકાર પણ રહે.

હવે વધુ આગળ ભાગ/8

આગળના ભાગમાં જોઈએ બેલા લગ્ન માટે શું નિર્ણય લેશે.રચના વકીલાત શરૂ કરી ક્યાં પહોંચશે?....