College campus - 37 in Gujarati Love Stories by Jasmina Shah books and stories PDF | કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 37

Featured Books
  • રેડ સુરત - 6

    વનિતા વિશ્રામ   “રાજકોટનો મેળો” એવા ટાઇટલ સાથે મોટું હોર્ડીં...

  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

Categories
Share

કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 37

" કૉલેજ કેમ્પસ "ભાગ-37
કવિશા બોલી રહી હતી અને ક્લાસના બધાજ સ્ટુડન્ટ્સ સાંભળી રહ્યા હતા, " સ્કુલમાં મારી સાથે એક છોકરી ભણતી હતી તેને પગે થોડી તકલીફ હતી, એ દિવસે અમે સ્કુલના સમય કરતાં થોડા વહેલા જ છૂટી ગયા હતા તો એ છોકરીને ઘરેથી લેવા માટે કોઈ આવ્યું ન હતું તો હું તેને ઉંચકીને તેના ઘર સુધી લઈ ગઈ પછી ત્યાંથી મને મારા ઘરનો રસ્તો મળ્યો નહીં હું ભૂલી પડી ગઈ. આ બાજુ મારા પપ્પા મને સ્કુલમાં લેવા માટે ગયા તો સ્કુલમાં પણ હું ન હતી તેથી મારા ઘરેથી મને શોધવા માટે મમ્મી-પપ્પા બંને નીકળી ગયા. સ્કુલનો સમય પૂરો થતાં સ્કુલ તો લોક થઈ ગઈ હતી. અચાનક એક ભાઈને રસ્તામાં મારા પપ્પાએ મારા વિશે પૂછતાં, તેમણે મને મારી ફ્રેન્ડને લઈને જતાં જોઈ હતી તે જણાવ્યું અને તેથી હું જે દિશામાં ગઈ હતી તે દિશામાં મારા મમ્મી-પપ્પા આવ્યા ત્યારે હું રસ્તામાં જ તેમને મળી ગઈ. મારા આ પરાક્રમ માટે મને શાબાશી તો મળી જ હતી પરંતુ સાથે સાથે મેથીપાક પણ મળ્યો હતો. "

કવિશાની આ વાત સાંભળીને દેવાંશને થયું કે, ઉપરથી કઠોર દેખાતી આ છોકરી અંદરથી ખૂબજ નાજુક છે અને તેણે ઉભા થઈને તાળીઓ પાડવાની શરૂ કરી પછી તો આખાય ક્લાસે કવિશાને તાળીઓના ગડગડાટથી વધાવી લીધી.

આમ કવિશાનો કોલેજમાં પહેલો દિવસ ખૂબજ સરસ ગયો ઘરે ગઈ તો મમ્મીએ તેનું ફેવરિટ જમવાનું ઉંધિયુ અને પુરી બનાવીને રાખ્યું હતું
તે ખાધું અને પછી મમ્મીને પોતાની ફેવરિટ ડિશ બનાવવા બદલ થેંક્સ કહેતાં તેનાં ગળામાં પોતાના બંને હાથ પરોવીને વળગી પડી અને તેના ગાલ ઉપર એક મીઠી પપ્પી કરીને મનમાં કંઈક ગણગણતાં ગણગણતાં પોતાના રૂમમાં ચાલી ગઈ અને ક્રીશા પણ પોતાના રૂમમાં આરામ કરવા માટે ગઈ.

આજે કવિશાને 'કોલેજ' એ શું હોય તેની પાક્કી ખબર પડી ગઈ હતી..!!

થોડી વાર પછી પરી પોતાની
કોલેજથી આવી પણ તે આજે થોડી ચિંતિત હોય તેમ લાગ્યું.. અને કંઈજ બોલ્યા ચાલ્યા વગર ચૂપચાપ પોતાના રૂમમાં ચાલી ગઈ.

સાંજે ડાઈનીંગ ટેબલ ઉપર ઘરના બધા જ સભ્યો ડિનર માટે ભેગા થયા એટલે પરી કવિશાને પૂછવા લાગી કે, " શું થયું આજે, કેવો રહ્યો મારી ચુટકીનો કોલેજનો પહેલો દિવસ ? "

અને ચુટકી પણ પોતાનો કોલેજનો પહેલો દિવસ ખૂબજ સરસ ગયો છે તેવા અહેસાસ સાથે પરીને તેમજ પોતાના મમ્મી-પપ્પાને કોલેજમાં તેની સાથે શું શું બન્યું તે બધીજ વાત કરવા લાગી અને ત્યારબાદ પરી આજે થોડી ચિંતિત દેખાઈ રહી હતી એટલે નક્કી કંઈ કોલેજમાં તેની સાથે ખોટું બન્યું હશે તેવા વિચાર સાથે તેનો આજનો દિવસ કેવો ગયો તે પણ કવિશા તેને પૂછવા લાગી.

પરીને કોલેજમાં ઈન્ટરનલ ટેસ્ટ ચાલુ થવાના હતા તેથી તે થોડી ચિંતિત હતી અને પોતાના પપ્પાને પૂછવા લાગી કે, " ડેડ, નાનાની પૂજાવિધિ માટે હું અમદાવાદ ન આવું તો ન ચાલે..? "

મોહિત ભાઈની પુણ્ય તિથિ નિમિત્તે પ્રતિમા બેને ગાયત્રી મંદિરમાં ગાયત્રી માતાના હવનનું એક સુંદર આયોજન કર્યું હતું અને તેમની ઈચ્છા હતી કે આ હવનમાં પોતાની દીકરીની દીકરી પરી જ બેસે તેથી તેમણે ક્રીશાને, શિવાંગને અને બંને દીકરીઓને અમદાવાદ બોલાવી હતી પરંતુ કવિશાની કોલેજ હજી હમણાં જ સ્ટાર્ટ થઈ હોવાથી તે અને ક્રીશા બંને અહીં બેંગ્લોરમાં જ રોકાઈ જશે અને શિવાંગ પરીને લઈને આ પૂજા વિધિ માટે અમદાવાદ જશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ પરી પોતાની સ્ટડીને લઈને ખૂબજ ચિંતિત હતી તેથી તે અમદાવાદ જવા માટે "ના" પાડી રહી છે અને મમ્મી-પપ્પા તેને આ પૂજા વિધિ માટે તેનું જવું આવશ્યક છે તેમ સમજાવી રહ્યા છે.

હવે પરી અમદાવાદ જવા માટે તૈયાર થાય છે કે નહિ અને થાય છે તો ત્યાં ગયા પછી તેની સાથે શું બને છે ?
જાણવા માટે વાંચો આગળનું પ્રકરણ...

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
5/8/2022