MANAS NAME BARF NO GOLO in Gujarati Comedy stories by Ramesh Champaneri books and stories PDF | હાસ્ય લહરી - ૨૫

Featured Books
  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

  • मंजिले - भाग 14

     ---------मनहूस " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ कहानी है।...

Categories
Share

હાસ્ય લહરી - ૨૫

 માણસ નામે બરફનો ગોળો..!

                                     માણસ એટલે બરફનો ગોળો..! ટેસ્ટી બરફ ગોળો..! પીગળે પણ જલ્દી, ને પાણી-પાણી થઇ જાય પણ જલ્દી..! શિયાળામાં શોધવો પડે, ને ઉનાળામાં ‘જ્યાં જ્યાં નજર મારી ઠરે, ઠેર ઠેર રેંકડીમાં મળે..!’ એ રંગીન હોય, ટાઢો હોય, નરમ હોય, સ્વાદિષ્ટ હોય, ને હવામાન પ્રમાણે આકાર બદલતો હોય..! પણ ગોળામાં ખોસેલી સળીને ખબર હોય કે, ખતમ થયા પછી જાલિમ મને ફેંકી જ દેવાનો, છતાં ‘ફાઈટ ટુ ફીનીશ’ સુધી સૈનિકની માફક ઝઝૂમે. ગોળાને ખરવા નહિ દે..! સાચો મિત્ર પણ માણસને પડવા નહિ દે, બરફ ગોળાની સળી જેવો જ હોય. બરફ ગોળાની માફક મિત્રોના પણ પ્રકાર આવે.  સ્વાર્થી મિત્રોના મિજાજ થોડાં અલગ, એ GOOD MORNING અને GOOD NIGHAT માં જ પાવરધા. ખપપૂરતા ખેપિયા જેવાં..! ઘન ચક્કર ક્યારે ‘ટકલુ’ બનાવીને રફુચક્કર થઇ જાય, ભરોસો નહિ..! એના કરતાં તો પક્ષી સારા. પક્ષી સળી લાવીને માળો બનાવે, અને માણસ સળી કરીને લોકોના માળા ભંગાવે..! જીગરજાન મિત્રોનો વાસો તો જીગરમાં હોય. જે ટેસ્ટી હોય, તોફાની હોય, અળવીતરો હોય, અને મિસકોલ જેવાં લુખ્ખા પણ હોય, છતાં વફાદારીમાં એક્ક્કો..! દેડકાની સ્ટાઈલમાં ભલે કૂદાકૂદ કરતો હોય, પણ સમય આવે હવાલદારની માફક આખો હવાલો સંભાળી લે..! ફેણીયા ખરાં, પણ જરૂર પડે ત્યારે જ ફેણ કાઢે. આવાં મિત્રો પાસે ના હોય તો પણ, દુરથી વાઈબ્રેશન આપે. ભલે બોરીબંદરમાં બેઠાં હોય, પણ પોરબંદરમાં એનું વાઈફાઈ પકડાય..! જથ્થાબંધ લોકો અમસ્તા કહી ગયા કે, “સગા હોય એ વહાલાં નહિ, ને વહાલાં હોય એ સગા નહિ..!” આ કહેવત જ્યારથી કૂતરા સાંભળી ગયા, ત્યારથી કુતરાનું નામ પણ વફાદારીમાં આવતું થઇ ગયું.
                          મિત્ર એટલે માનવીનું બીજું હૃદય. ઢગલાબંધ સગા-સંબંધીઓ ભલે હોય, પણ બે-ચાર નિસ્પૃહ મિત્રોનું બેલેન્સ હોય તો માનવી અમીર બની જાય. મિત્ર સળી પણ કરે, હસવામાંથી ખસવું પણ કરે, ને ખસવામાંથી હસવું કરીને બાવળિયામાંથી બાગ-બગીચા પણ કરે..! સાચો મિત્ર ૧૦૦ સગાની ગરજ સારે, ને બગડ્યો તો ૧૦૦ એ ૧૦૦ ની પથારી પણ ફેરવે..! એવાં નહિ કે, ગરજ પૂરી એટલે વાર્તા પૂરી..! આ લોકોની ભાષા ઉપર નહિ જવાય, ભાવના જ ચાખવાની..! બોલવા બેઠો તો પફબચમ થી શરુ થતાં શબ્દોની ધાણી ફોડવા માંડે..! અને નહિ બોલે તો, બજાર બંધ થઇ ગઈ હોય એવું લાગે.  એની ભાષામાં જ આલાપ-વિલાપ કરવો પડે, તો જ વાર્તાલાપ ઝામે, ને સંબંધમાં મજબૂતાઈ આવે..! બધું મારી પાસે શું બોલાવો છો વ્હાલીડાઓ..!
                             નિસિધ, સુગ્રીવ, કેવટ, સુદામા વગેરેનું નામ તો સાંભળ્યું હશે. એમના જેવાં મિત્રો મેળવવા તો ભગવાન શ્રી રામ બનવું પડે, કે ભગવાન  શ્રી કૃષણ બનવું પડે. આપણે રહ્યાં ઉઠી બજારના ભગવાનદાસ જેવાં..! ભગવાનદાસના નસીબમાં  સાચાં અને સારાં મિત્રો મળે તો ભયો ભયો..! આખી શેરીમાં ફટાકડા ફોડી નાંખવાના. ગીતામાં કહ્યું છે કે,
                                नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावक:
                                न क्गैनं क्लेदयन्त्यापो न शोषयति मारुत:

                           અર્થાત, (આત્મા)ને શસ્ત્રો છેદતાં નથી અગ્નિ બાળતો નથી, પાણી ભીંજવતું નથી અને પવન સૂકવતો નથી..! મિત્રાદારી માટે પણ આવું જ છે. મિત્રને પણ પાણી ભીંજવતું નથી, પવન સુકવતો નથી, અગ્નિ બાળતો નથી..! મિત્ર નફફટ પણ રહેવાનો, ને અક્કડ પણ રહેવાનો..! જેનો આત્મા સાથે  સીધો લગાવ હોય, પછી ક્વોલીટી નહિ જોવાની. સાચાં મિત્રોની પ્રાપ્તિ માટે ભાગ્યની બરકતી જોઈએ. નહિ મળે તો કુતરા પાળેલા સારાં..! મારાં મિત્રોની ફોજ એટલે, ચમન ચક્કી, ચંચી, ચંપુ, શ્રીશ્રી ભગો, ભગી અને રતનજી વગેરે..! આ બધાં પોતીકા જીગરજાન હાસ્યમીત્રો. પાનના ગલ્લેથી ભેટમાં મળેલા..! નહિ કોઈના મા-બાપ, નહિ કોઈના મોસાળ. નહિ કોઈના સાસરા. એક માત્ર લેખકના આશરા..!  ભગવાનને કોઈએ જોયા નથી, એમ આ પ્રગટેશ્વરોને મેં પણ જોયા નથી.  અનેક લેખકોએ, આવાં પાત્રોનું સર્જન કરીને કાલ્પનિક વસ્તી વધારેલી, એમ મેં પણ વધારી. બાકી એકેયનું નામ  રેશનકાર્ડમાં નથી. પૂછવાવાળા પૂછે પણ ખરા કે, આ બધાં સાથે સ્નાનસૂતકના સંબંધ નહિ, છતાં તમારી સાથે વળગેલા કેમ? સાચું કહું તો, આ બધાંને હું મારાં ગયાં જનમના લેણિયાત માનું છું. લગન હોય કે જનોઈ હોય, રીસેપ્શન હોય કે વરસી હોય, બારમાનું જમણ હોય કે તેરમાનું, આમંત્રણ હોય કે ના હોય, પણ પ્રતિષ્ઠિત એવાં કે સૌથી પહેલાંપહોંચી જવાના અને પહેલી જ પંગતમાં જમવાના..! હાથમાં કલમ પકડી એટલે, શિવ પરિવારની જેમ હાજરા-હજૂર..!

                                    શ્રી રામ જાણે આ બધાંને મારામાં શું JUCE (રસ) છે?  જુના ભાડુઆતની જેમ વરસોથી મઝા લઈને મસ્તીખોર છે.  દીવો પ્રગટે એટલે, જીવડાંઓ ફોજ લઈને તૂટી પડે, એમ હાસ્યલેખ લખવા બેસું, એટલે ‘અલખ નિરંજન‘ ની જેમ  આક્રમણ જ કરે..! અત્યાર સુધીમાં એકેય પાત્રની  શોક્સભા હજુ મળી નથી, બધાં જ જીવંત..! શ્રીશ્રી ભગો, ભગી ને રતનજી તો બોનસમાં મળેલા. એક-એક નંગ ચોથ-ચૌદશ-નોમ અને નબળા ચોઘડિયા જેવો..! રેશનકાર્ડના મેમ્બર જેવાં લાગે ખરાં, પણ ચાન્સ મળે તો આપણું રાશન પણ ખૂંચવી લે. મારાં આ બધાં જ પાત્રો પરણેલા, પણ વાઈફનો સ્ટોક એકેય પાસે નહિ. બધાંની વાઈફ રેઢાં મુકીને ચાલી ગયેલી. એકેયની વાઈફે અત્યારસુધી  ખબર શુદ્ધાં નથી પૂછી કે, ‘અપનેવાલે કિસ હાલમે હૈ..!’  સવારે છાપું આવે ત્યારે ‘શ્રધ્ધાંજલિ’ નું પાનું જ જોઈ લે, કે આપણાવાળાનો ફોટો છપાયો તો નથી ને ? પછી જ ચાંદલો કરે,  બંગડી ચઢાવે, સિંદુર લગાવે ને મંગળસૂત્ર પણ પહેરે..! ને આ ઢીંચાક લોકોની એક જ પ્રકૃતિ, નહિ આકાર, નહિ, વિકાર, નહિ આવિષ્કાર..! દોસ્તોના ઓટલા ઘસવાના ને જીન્સ ફાડવાના.! જેટલાં જીન્સ ફાટે એટલા મગજ ફાટે..!

હાલત પર છોડી દો બે-ચાર કણસ ખાયને જીવી જઈશ

હથેળીમાં ચાંદ શોભતો નથી વગર સુરજે ખીલી જઈશ   

                                          (રસમંજન)

                            રતનજી કાયમ કહે કે. ‘ઈશ્વર જેને લોહીના સંબંધથી જોડવાનું ભૂલી ગયા હોય, એને મિત્રનું સ્વરૂપ આપીને ભગવાન પણ ભૂલ સુધારી લેતા હોય છે.’  એમાં કોઈ પાણીદાર હોય, તો કોઈ ઝાંઝવાના પાણી જેવો  હોય. જોતાંવેંત પાણી-પાણી થઇ જવાય એટલું જ બાકી સંપૂર્ણ પાણી વગરના..! કદર કરવાની વાતને તો કાંદો ફોડે, આપણી સામે જ આપણી કબર ખોદતાં હોય..! બિલકુલ નવા નકોર જોડાં જેવાં. પહેર્યા પછી જ ડંખે.  એવાં ડંખે કે નહિ પહેરાય નહિ કઢાય, ઘસડવા જ પડે. રતનજીની જય હો..! 

                                                                                     લાસ્ટ ધ બોલ

      અલ્યા, સવાર-સવારમાં  લાઠી લઈને ક્યાં ચાલ્યા?

        ધીંગાણું થયું, ત્યાં લાઠીચાર્જ કરવા જાઉં છું..!

        ઓકે....! લાઠી-ચાર્જ કરવા જાય તો, ચાર્જર લઈને જજે..! નહિ તો લાઠીચાર્જ લાંબો વખત નહિ ચાલે..!

       તારા કપાળમાં કાંદા ફોડું..!  

----------------------------------------------------------------------------------------------------------------------------------