Satna Parkha in Gujarati Moral Stories by DIPAK CHITNIS. DMC books and stories PDF | સતના પારખા

Featured Books
Categories
Share

સતના પારખા


સવારના આઠ-નવ વાગ્યાનો સમય એટલે મોટેભાગે ચા-નાસ્તો કરી પેપર વાંચવાનો અને આગળાના દિવસ દરમ્યાન શહેર-રાજય-દેશમાં બની ગયેલ ખબરો વાંચવાનો સમય હોય, તે મુજબ હું પેપર વાંચવામાં બરાબર મશગુલ હતો, ત્યાં તો ઘણા વર્ષોથી વિખુટા પડેલા એવા મિત્ર પ્રદિપનો મોબાઈલ એકદમ રણકી ઉઠ્યો, થોડો સમય તો વિચારમાં પડી ગયો આટલા વર્ષો બાદ એકાઉન્ટ પ્રદિપનો ફોન કેમ આવ્યો હશે.

મિત્રતા પહેલાંથી જ હતી એટલે મોબાઈલ માં પ્રદિપના નામ અને નંબર વાંચી મને નવાઈ લાગી !

જિંદગી પણ વોહી રફતાર જેવી છે. શ્રીમંતાઇ ની બાબતે જો વાત કરવામાં આવે તો પ્રદિપ અમારા મિત્રવર્તુળમાં ઘણો આગળ નીકળી ગયો હતો. કરોડોની વાતો અને કરોડોના બિઝનેસમાં ખેલી રહ્યો હતો. તેવા સમયે મારા જેવા સામાન્ય મધ્યમ વર્ગીય એવા પગારદાર મિત્રની અચાનક યાદ કેમ આવી હશે તેને?

પણ મિત્રતા કે હજી જ, મેં તેનો ફોન રીસીવ કર્યો અને કહ્યું બોલ બોલ મારા દોસ્ત આજે આટલા વર્ષોના અંતે આ સુદામાની એકાએક કેમ યાદ આવી ? કે ભૂલથી તો નંબર ડાયલ નથી ગયો ને ?

ના ના યાર, મારે તને મળવું છે, પ્રદિપની વાતમાં થોડા ઘણા અંશે નરમાશ હતી. મેં કહ્યું મિત્ર પુછવાનું કે એપોઇન્મેનટતો મોટા માણસને મલવું હોય તેમની લેવાની જરૂર હોય. તારે તો મને એક મિત્ર તરીકે મળવાનું હોય એમાં કોઇ એપોઇમેન્ટ ન હોય. આપણા વચ્ચે તો કૃષ્ણ-સુદામા જેવો સંબંધ છે. હું તો સુદામા અને તું તો કૃ્ષ્ણ છે તારા માટે તો સુદામાના ઘરના દરવાજા બારે માસ-ચોવીસ કલાક ખુલ્લા જ છે. આવ આવ હું તો આમ પણ આજે રવિવાર અને રજાનો એટલે મોજમજા કરવાનો દિવસ છે એટલે ઘરે જ છું.

અમારા બંનેની આ મુજબની ચર્ચા ફોન પર પુરી થઇ અને તેના અડધા કલાકમાં જ પ્રદિપ મારા ઘરે આજે વર્ષો પછી આવ્યો, મેં તેને એક જીગરી મિત્ર તરીકે આવકાર્યો. થોડી અલક મલકની વાતચીત પછી મેં ધીમે રહીને વાત શરૂ કરી અને કહ્યું મિત્ર તારું અચાનક આ તરફ આવવા પાછળ કોઈ ચોકકસ કારણ તો છુપાયેલ હોવું જોઈએ..

હા, મહેશ, તારી વાત બીલકુલ સો ટકા સાચી છે, મિત્ર તરીકે તારે મારી સાથે આવવાનું છે અને હું તને ખાસ લેવા માટે જ આવ્યો જ છું. પ્રદિપ બોલ્યો ! મારે તારી સાથે આમ એકાએક અચાનક આવવાનું છે, ક્યાં ? માનસી ના ઘરે ?

પણ યાર માનસીના ઘરે જઇ ને આપણે બંનેએ શું કરવાનું ? તે તો આ દુનિયા છોડીની ગયે આજે ૧૫ વર્ષ થવા આવ્યા હવે તારે અને મારે બંનેએ તેના ઘરે જઈ તારે શું કરવું છે ?

મહેશ, મારે તેના દીકારા સાથે જૂનો હિસાબ લેવડ-દેવડનો છે તે પૂરો કરવો છે. એકદમ નરમસ અવાજે પ્રદિપ બોલ્યો, મહેશ, તેં મને ઘણા વર્ષો પહેલા કર્મના સિદ્ધાંતોના નિયમને સમજાવતા કહ્યું હતું.

મિત્ર...તરીકે શીખામણ આપી હતી. મિત્ર, હક્ક નું રાખ, બાકીનું કે જે તારુ પોતાનું નથી અને જે જેના હક્કનું છે તે તેને પાછું આપી દેવું તેજ સાચો અને ન્યાયી કર્મનો સિદ્ધાંત છે.

મેં તારી સાથે જે તે સમયે ઉગ્ર ચર્ચા પણ કરી હતી. તેં મને ચર્ચાના અંતે ફક્ત એટલું જ કહ્યું હતું, મિત્ર ન કામના ખરાબ કર્મના કુંડાળામાં પગ ભૂલથી પણ ન મુકતો. તેનાથી તને પરમાત્મા પણ નહીં બચાવી શકે. તેનું કારણ પણ એટલું હતું કે તે પોતે કર્મબંધનથી બંધાયલો હોય છે.

મેં કહ્યું, હા પ્રદિપ મને હજુ એ બધું પુરેપુરુ યાદ જ છે. માનસીનું અચાનક હ્રદયરોગના હુમલાથી દેહાવસાન થયું. તમારા બંન્ને વચ્ચે મૌખિક લાખો કરોડોની લેવદેવડ હતી. અને તેને માહીતી માનસીએ પોતાની અંગત કાચી "ડાયરી" માં આ લેવદેવડ લખેલ હતી. તેમાં તારે એ સમયે તેને મને ખ્યાલ છે ત્યાં સુધી સવા કરોડ માનસીના પરિવારને ચૂકવવાના નીકળતા હતા. એ સત્ય હકીકત તું પોતે પણ સારી રીતે જાણતો હોવા છતાં.તેં આ ડાયરીનો હિસાબ ખોટો છે કહી, અને વાતને નકારી કાઢી હતી.

માનસીનો પતિ અને દીકરો માનવ બંને માનસીની જેમ જ સંસ્કારી અને ધાર્મિક સ્વભાવના હતા તેઓએ હાથ જોડી ત્યારે તને કહ્યું હતું. તમારી અને માનસીની કાચી ચિઠ્ઠીનો હિસાબ હું જાણતો નથી પણ માનસીની ખાનગી ડાયરીમાં હિસાબ તારીખ સાથે લખવામાં આવેલ હતો.

છતાં પણ તે સમયે તેના પતિ અને દીકરાએ હતું કે, મેં માનસીનો જે કંઇ લેવડ-દેવડનો હિસાબ છે કે અમે અમારા ઠાકોરજીને સોંપ્યો છે. તમને એટલું જરૂર કહીશ. એક વખત ઘરે જઈ હિસાબ બરાબર જોઈ લેજો. પ્રદિપજી કારણ કે મારો ઠાકોરજી હિસાબ કરવા જ્યારે બેસસે ત્યારે છાતી ઉપર પગ રાખી રૂપિયા કઢાવશે.

હા તે સમયે તેમણે એમ પણ કહ્યું હતું કે, એ પણ વાત યાદ રાખજો અમારા હક્કના રૂપિયા જો તમારા ઘરમાં હશે તો તમારે જાતે મને રૂપિયા અહીં આપવા આવવું પડશે.

પ્રદિપ તને હજુ બધું યાદ છે?. પ્રદિપ ગળગળા અવાજે બોલ્યો, હા મહેશ જીવનમાં અમુક સમય સ્થળ, સંજોગ અને બનાવ જીવનના અંત સુધી કયારેય ભૂલાતા નથી. માનસી મારી બીઝનેસ ભાગીદાર હતી. તને મિત્ર તરીકે કે સમયે અમારા બન્નેની લેવદેવડ બાબત ખબર ન હતી પણ માનસીના પતિ અને દીકરા માનવની આંખની ભાષામાં સનાતન સત્ય હતું સાથે તેઓ બંનેને ભગવાન ઉપરનો પૂર્ણ વિશ્વાસ હતો.

હશે ચાલ, એ બધું જવા દે, પણ અચાનક આજે તને તેના ઘરે જવાનું કેમ સુજ્યું ? મેં પૂછ્યું જો દોસ્ત..મહેશ મારો પુત્ર દિનેશનો ગંભીર કાર અકસ્માત બે દિવસ પહેલા થયો છે. અત્યારે તે આઇસુયુ માં છે. ડોક્ટરોની ટીમ તેને બચાવવા માટે ખુબ જ પ્રયત્નો કરી રહેલ છે. જીવન મરણનો ખેલ છે. બચે તો પણ કોઈ શારિરીક ખામી આવશે તેવી બીક છે. મારી પાસે કરોડો રૂપિયા છે. સામે વારસદાર એક જ છે. મારો અંતરઆત્મામા આવા સંકટના સમયે બહુ જગભરાઈ રહેલ છે દોસ્ત....

ચાલ ઉભો થા દોસ્ત, આજે હવે મોડું ન કરતો. અને અમે તેની કારમાં માનસીના ઘરે પહોંચ્યા. માનસીના પતિ અને દીકરા માનવીની આંખો અમને ઓળખી ગઈ. તેમણે અમને મીઠો આવકાર આપ્યો. થોડી વાર પછી માનસીના પતિને બદલે તેના દીકરા માનવે સામે બે હાથ જોડી પૂછયુ. શું પ્રદિપભાઇ કંઈ હિસાબ ચૂકવવાનો અમારા તરફથી બાકી છે. ના ના, દીકરા ના તમારે કોઇ હિસાબ ચુકવવાનો કે મારે કોઇ હિસાબ તમારી પાસેથી લેવાનો નહીં પણ આજે એ જૂની ડાયરી ખોલવાનો સમય આવી ગયો છે. અને આજે હું અને મહેશ તેના માટે તમારી પાસે આવ્યા છીએ.

તમારો મતલબ હું કાંઇ ન સમજી ન શક્યો માનવ બોલ્યો. માનસીની જે કાચી અંગત ડાયરી હતી તે મને આપો,. માનવે અમને બંનેને બે હાથ જોડી સોફામાં બેઠો. પછી ધીરેથી પ્રદિપ સામે જોઈ બોલ્યો, બોલો અંકલ કેમ અચાનક આ તરફ.

બેટા પહેલા એ કહે તું અત્યારે શું કરે છે ? અંકલ એ સમય જતો રહ્યો. જ્યારે તમારે ખરેખર પૂછવાનું હતું ત્યારે તમે ન પુછી શક્યા આમ છતાં પણ તમને જણાવી દઉં, હું આપણા શહેરની મોટી ‘‘કૃષ્ણા હોસ્પિટલ" માં ડૉકટર છું. ખાસ કરીને સર્જરીમાં નિષ્ણાત ડોક્ટરોમાં મારુ નામ છે

પ્રદિપ તો સોફા ઉપરથી એકદમ જ ઉભો થઇ ગયો..બેટા ત્યાં જ મારો પુત્ર હાલ આઇસીયુ માં છે. પ્રદિપે કહ્યું નામ. દિનેશ..પ્રદિપ બોલ્યો.

માનવે કહ્યું, અંકલ હા મને ખ્યાલ છે, એ અમારા ઓબઝરવેશન હેઠળ સારવાર મેળવી રહેલ છે. પ્રદિપ બે હાથ જોડી બોલ્યો બેટા તને શું લાગે છે ?

જુઓ અંકલ કેસ બહુ જ ક્રિટિકલ તો છે. પણ હિંમત હારી જવા જેવું પણ નથી. જ્યારે દિનેશને દાખલ કરવામાં આવ્યો તેના કરતાં હાલમાં તબિયત ઘણી બધી સુધારા ઉપર છે.

ઘણી વખત એમ બનતું હોય છે કે, દવા કરતા દુઆ વધુ કામ કરે છે. ઠાકોરજી રક્ષા કરશે. ચિંતા ન કરો. અમે ડોક્ટર તો લોકોના દુઃખ દર્દ દૂર કરી શકીયે. બાકી જીવનની દોર તો ઠાકોરજીના હાથમાં છે.

હવે બોલો, આપનું આજે આ બાજુ આવવાનું પ્રયોજન ?

બેટા તારા પરિવાર સાથે દગો કરનાર વ્યક્તિ સાથે પણ તું આટલી શાંતિપૂર્વક અને વિવેકપૂર્ણ વાત કરે છે. તારામાં ચોક્કસ કોઈ ખાસ વાત છે.

અરે અંકલ તમે દગો કર્યો , કે વિશ્વાસઘાત કર્યો આ કેસ મેં ઉપરવાળાની અદાલતમાં વર્ષો પહેલાં સોંપી દીધો છે. તેમાં તારીખો ન પડે સીધો ફેંસલો જ આવે. જ્યારે સમય આવશે ત્યારે એ જ નક્કી કરશે. તમને કે મને નક્કી કરવાનો કોઇ અધિકાર નથી. માનવસર્જિત અદાલત કચેરીમાંથી સતા કે રૂપિયાના જોરે એક વખત કોઈપણ વ્યક્તિ છૂટી જાય છે. પણ પરમાત્માની અદાલતમાંથી કદી કોઇ છુટી શકતો નથી તે બિલકુલ સનાતન સત્ય છે.

વાહ બેટા, મેં તમને ઓળખવામાં બહુ મોટી ભૂલ તો કરી છે. બેટા માનવ, માનસીની ડાયરી મને આપ આજે હું જૂનો હિસાબ ચૂકવવા આવ્યો છું.

માનવ બોલ્યો શું ઉતાવળ છે..?

બેટા તારા શબ્દો તું જ યાદ કર.....

મારો ઠોકરજી લેવા જ્યારે બેસશે ત્યારે છાતી ઉપર પગ રાખી કઢાવશે...

આ કોરો ચેક છે, હિસાબ પણ તારો અને વ્યાજ પણ તારું......

તેં જ કહ્યું હતું ને મારા હક્કના રૂપિયા હશે તો તમારે મારા ઘરે આપવા આવવું પડશે. લે આજે એ સમય આવી ગયો, હું તારા ઘરે તારા હક્કના રૂપિયા આપવા આવ્યો છું

અંકલ...તમે અત્યારે મુસીબત માં છો....

આ પરિસ્થિતિમાં રૂપિયાની લેવડ દેવડ મને યોગ્ય નથી લાગતી. દિનેશને સારું થઈ જાય પછી આપણે સાથે બેસી હિસાબ કરશું...

મારી પાસે કે પ્રદિપ પાસે બોલવા માટે કોઈ શબ્દો ન હતા. રૂપિયાની ભૂખ માણસને જાનવર બનાવી દે છે. સંબધોની ગહનતા અને માનવાતાને પણ ભૂલવાડી દે છે.

પણ આજે માનવને મળવાથી તેની વાતો સાંભળવાથી મને એવું લાગ્યું. ભગવાનમાં માત્ર શ્રદ્ધા નહીં વિશ્વાસ પણ રાખવો જોઈએ.......

પ્રદિપ ભીની આંખે બોલ્યો બેટા તારી ભક્તિ અને પરમાત્મા પ્રત્યેની અડગ શ્રદ્ધાની આજે જીત થઈ છે. માનવ બોલ્યો, ના અંકલ આ પ્રભુના ન્યાયની જીત છે. ગરીબ લાચાર, અશક્ત લોકો માટે સંસારમાં લડવા વાળું કોણ?

એક માત્ર પરમાત્મા જ, આવી વ્યક્તિ લાચાર થઇ જ્યારે આકાશ તરફ જુએ ત્યારે સમજી લેવું કેસ ઉપરવાળાની અદાલતમાં ફાઇલ થઈ ગયો.

અંકલ પપ્પા અને મમ્મી મને કહેતા આવ્યા છે કે કરેલા ખોટા કર્મો ક્યારેક સમય આવ્યે દઝાડે છે.

આનંદ કિલ્લોલ કરતાં પરિવાર ઉપર અચાનક આફત આવે તો. સમજી લેવું કે ખોટા રૂપિયા ઘરમાં આવ્યા છે. અથવા કર્મનો હિસાબ ચૂકવવાનો સમય થયો છે. અમારા પણ ગત જન્મના લેણદેણ હશે જે પુરા થયા એટલે અચાનક મંમી અમને મૂકી જતી રહેલ હતી. માનવ પણ ઢીલો થઈ બોલ્યો

તમે આનંદમાં હો ત્યારે સમજી લ્યો સત્ય કર્મનું બેલેન્સ ખાલી થઈ રહયું છે, અને તમે દુઃખી અથવા કોઈ પીડા ભોગવતા હો ત્યારે સમજી લ્યો તમારા દુષ્કર્મની સજા તમે કાપી રહ્યા છો. સાચા કર્મોનું બેલેન્સ હંમેશા વધારતા રહો અને સદા આનંદમાં રહો એ જ જીવન માટે જરૂરી છે.

પ્રદિપ સોફામાંથી ઉભો થઇ માનવને ભેટી પડ્યો. તારા માતા-પિતા સંસ્કારી આટલો ધાર્મિક હતા તેના સંપર્કમાં હું હતો તો પણ તેઓને તે સમયે હું ઓળખી ન શક્યો. બેટા મને માફ કર.

આ મારી સહી કરેલો કોરો ચેક રાખ અને તારી મમ્મીની ડાયરીમાં રાખ. મારા આયુષ્યની મને પણ ખબર નથી કાલે સવારે શું થાય તે પહેલાં આપણાં લેણદેણના સબંધ મારે અહીં આ જન્મમાં જ પુરા કરવા છે કહી. પ્રદિપ એક નાના બાળકની જેમ તેના દીકરાની ઉંમરના માનવને ભેટીને રડી પડ્યો.

ઉભા થતા થતા પ્રદિપે માનવને કહ્યું દીકરા લોકો ગીતાજી વાંચે છે તેનો એક મહત્વપૂર્ણ સંદેશ પણ વાંચે છે. "મારા ભાગ્યમાં લખેલ હશે તો દુનિયાની કોઈ પણ તાકાત ઝૂંટવી નહિ શકે, અને જો મારા ભાગ્યમાં નહિ હોય તો દુનિયાની કોઈ પણ તાકાત એ મને અપાવી નહિ શકે."......

Dipak Chitnis(DMC)

dchitnis3@gmail.com