Raanavghan - 3 in Gujarati Fiction Stories by Shivrajsinh‘Sneh’ books and stories PDF | સોરઠની ધરતીની શૌર્યવંતી ગાથા - રા'નવઘણ - 3

Featured Books
  • پاپا کی سیٹی

    پاپا کی سیٹییہ کہانی میں نے اُس لمحے شروع کی تھی،جب ایک ورکش...

  • Khak O Khwab

    خاک و خواب"(خواب جو خاک میں ملے، اور خاک سے جنم لینے والی نئ...

  • پھٹے کپڑے

    زندگی بس یہی ہے۔   جینا تو یہی ہے، یہ نصیحت بھی لکھی ہے...

  • رنگین

    سفر کا مزہ سفر سے لطف اندوز ہوتے رہیں۔ اپنے دل کے مواد سے لط...

  • ادھورے رشتے، مکمل سچ

      .ادھورے رشتے، مکمل سچ اوصاف، ایک متمول بزنس مین ارمان کا ا...

Categories
Share

સોરઠની ધરતીની શૌર્યવંતી ગાથા - રા'નવઘણ - 3

સોરઠની ધરતીની શૌર્યવંતિ ગાથા - રા'નવઘણ

ભાગ - ૩ સોરઠ વિજય

- નવલકથા અંતગર્ત આપણે ગયા અંકમાં આહિર દેવાયત બોદર અને તમના પત્ની સોનબાઈ ના બલિદાનની વાત જોઈ કે, કેવીરીતે પોતાના રાજાના વંશને બચાવવા પોતાના સગા દિકરાનું બલિદાન આપતા પણ આહિર કે આહિરાણી ખચકાતા નથી,
દેવાયતબાપુ પોતાના જ હાથે પંડના દિકરાનુ મસ્તક ઉતારી લે છે, અને એનાથીય કપરી કસોટી આહિરાણી સાનબાઈમાં માથે... જે આંખોમા લાડથી આંજણ આંજતા એ જ આંખોને પોતાના પગ નીચે કચળવી પડે છે..
છતાંય એ આહિર કે આહિરાણી મુખ પર સહેજ પણ દુઃખની રેખા અવતરવા દેતા નથી, પોતાના દિકરા ઉગાના મોતનુ દુઃખ મનાવતા નથી કેમકે જો દુઃખનો અણસાર સુધ્ધાં આવે તો સોલંકી સરદારોને ખબર પડી જાય કે મર્યો એ રા'નો વંશ નહિ પણ દેવાયત આહિર નો દિકરો હતો.... પરંતુ આ બધું શેના માટે...!!
પોતાના રાજાનો વંશ બચાવવા પોતાના વંશનુ બલિદાન આપનાર એ દેવાયતબાપુ અને સોનબાઈમાં જેવી રાષ્ટ્રભક્તિ, વફાદારી કે બલિદાન સૌરાષ્ટ્ર સિવાય ભાગ્યે જ જોવા મળે...!

ત્યારથી આહિરાણી સોનબાઈ મનોમન પ્રતિજ્ઞા કરે છે કે...
જ્યાં સુધી નવઘણ જુનાગઢની ગાદી પર ન બેસે ત્યાંસુધી પોતે પોતાના દિકરા ઉગાના મોતનુ દુઃખ નઈ મનાવે...!!”
અને કહેવાય છે કે, આઈસોનબાઈ ગાય દોહતા હોય છે ને, ખબર આવે છે કે નવઘણે જુનાગઢ પર જીત મેળવી સોરઠની ગાદી પર બેઠો...!! ત્યારે સોનબાઈ દુધ ભરેલા વાસણનો ઘા કરે છે ને આટલા વર્ષોથી હ્રદયમાં દબાવી રાખેલા ઉગાના મોતના દુઃખ સંભાળે છે ને મરશિયા ગાય છે ત્યારે આખુંયે આહિરવાડ હિબકે ચઢે છે...!!
પ્રસિધ્ધ સંત રાવલ ભગત ના શબ્દોમાં.....
ઉગાના મરસીયા:

તોરણ જાતાં તને, અમે પ્રેમે પોંખ્યો નૈ,
જમના હાથે જઈ, તને આપી દીધો ઉગલા.
આંખે આંજણ આંજતા માને હૈયે હરખ હોય;
પગ તળિયે કચરી તોય, અમી ઝરતાં ઉગલા..
છેડા હાથેથી છૂટિયા મારી મોંઘી મૂડીના,
અડાભીડ આહીર તું આવે ક્યાંથી ઉગલા.
ઉગા તું ઉગીયો મારે તો ઉગતાં આથમિયો,
તારા ગોકીરે ગજબ થ્યો,અંધારા કાયમ ઉગલા.
મળી તુંને મા, કઠણ હૈયાની કોઈ,
જમ ઘેર જાતો જોઈ આંસુય પડ્યું નૈ ઉગલા.
દીકરા જેવી દેહ મેં તો જાજરમાન જાતી કરી,
એવું કઠણ હૈયું કરી, તને આપી દીધો ઉગલા.
ઉરમાં લએ અમે તને છાતી હારે ચાંપતા,
મનડું તારું માપતાં આંક વહી ગયો ઉગલા.
બીજાના માટે બાપ , તારી જનેતાએ જાતો કર્યો,
મારો ધરમ રાખવા ધર્યો આડો તને ઉગલા.
તું જાતા મૂળ મૂટિયાં મારા વંશ વેલીના,
હવે મીઠપથી કેવામાં આવે ક્યાંથી ઉગલો.
સગા બાપે જોને તારે કાંધે મેલ્યો કાપ,
તારી માનવતાનું માપ મળે નેં ઉગલા.








સોલંકીએ સોંપીયુ શાસનનું સંધાન,
ચંચૂર નામે ગઢપતિ કરે હવે ફરમાન.

‘ચંચૂર નામના એક ઝુલ્મગીર સરદારને ગુર્જરપતિ દુર્લભરાયે સોરઠનો સુબો નિમ્યો છે...’આ જાતની ગુર્જરપતિએ દાંડી પિટાવી.જે સરદાર બાળ રાજા નવઘણનું માથું (હકીકતમાં ઉગાનું માથું) દુર્લભરાજ પાસે લાવ્યો હતો,એના જ જુલમી પુત્ર ચંચૂરને સોરઠનો સુબો નિમાયો.
ચંચૂરના નેત્રોમાં કામ અને હાથ પગમાં જવાનીનો ઘમંડ અને ઝોમ તરવરતા હતા. તે નિત્ય ઘોડે સવાર થઈ જુનાગઢના જાહેર માર્ગ પર કામી નજર ફેરવતો ઘુમતો રહેતો.

દિન દિન બબ્બે સુંદરી ખોતી તેના શીલ;
સ્યે સહેવાય આ સીતમ સ્હેવું બઉ મુશ્કેલ.

પ્રજાજનોમાં ત્રાસ ફેલાવવા માંડ્યો, સૌ કહેવા લાગ્યા કે બળવો થશે અને સુબાનું પતન થશે.પણ ચંચુરના જુલમો વિરુદ્ધનો પોકાર અંગાર ન બન્યો તે નો જ બન્યો.

વર્ષો વિત્યા જુલમના સોરઠ તુજ પર સોળ;
કોણ બને સરદાર? ધરતી કરવા રાતી ચોળ.

છતાં જાહેરમાં જુલમી રાજ વિરુદ્ધ બોલવાની કોઈની પણ હિંમત ચાલતી ન હતી. સુબાની વિરુદ્ધ બોલનારા પાંચ સાત માણસોને પકડી અને તેમને જાહેર માર્ગ પર તીરથી વિનંતી નાખવામાં આવ્યા હતા.

જૂનો પણ વખત તો વ્યતીત થતો જ જાય,
કાલે કોઈ જાગશે એ આશાએ દિન જાય..

સોળ વર્ષ સુધી આમ ચાલ્યું પણ તે પછી એક નરવીરે કોઈ ગુફામાંથી ગર્જના કરી ...‘ઓ જુલ્મગીરો સોરઠ છોડી ચાલ્યા જાવ નહીં તો અમે તમને વીણી વીણીને મારી નાખશું....’
વ્યતિત થયા જેમ તેમ વરસો આખરે સોળ,
રણસિંહ ઉઠ્યો એકદી આંખકરી રાતીચોળ.


એક ખંડેરમાં ડાયરો જામ્યો હતો, ભાટ-ચારણોનો નહીં હો પોતાની જન્મ ભોમકા માટે કફન બાંધી ફરનારા શૂરવીરોનો... ખંડેર નાનું નહીં બે હજાર બહારવટિયા ભરાઈ રહે તોય મુંગુ રીયે એવું અબોલ હતું. તેમાં દેવાયત આહીર, રા'નવઘણ તથા આરબ,સિંધ, વાઘેર, રાજપુત, રિયારણ, મકરાણી, મેર, કાઠી વગેરે કોમના શૂરવીરો સોરઠ (જૂનાગઢ)ને સોલંકીઓના કબ્જામાંથી મુક્ત કરાવવા એકઠા થયા હતા, ભેદી ભોંયરામાં પણ ચંચૂરના જાસૂસો હાજર હતા. એક વાતને હવા લઈ જાય ને હવા જ એને ફેલાવી દેવાનું કામ કરે. સોલંકીઓના જાસૂસ કામનું બહાનું કાઢી વાડાઘાટના ભોંયરામાંથી સરકી બહાર જતો રહ્યો, દેવાયતબાપુએ નવઘણને કહ્યું તારે જે કહેવું હોય એ સૌને કહી દે બાપલા, સોલંકીનો જાસૂસ બહાર સરક્યો છે. એ જાશે અબ ઘડી સોલંકીઓ પાસે ને સોલંકીઓની ટુકડીઓ જોત જોતા માં આપણને ઘેરી લેશે.

કાયર જણાતો એક સોરઠી સૌને સાવચેતીથી વાડાઘાટના ભોંયરામાંથી બહાર સરકી જવાની અરજ ગુજારવા લાગ્યો.. ભાગો ભાગો બાપલા હાથે કરી મરી જાઓ... પણ નવઘણે તેને અને તેના જેવા જ સલાહ દેનારાઓને ધમકાવી નાખ્યા તમારે ભાગી છૂટવું હોય તો ભાગી છૂટો...પણ કાયરોએ કેસરીસિંહને અધમ સલાહ આપવાની મૂર્ખાઈ તો ન જ કરવી જોઈએ ....
નવઘણનો આટલી જ ચમકીથી વાડાઘાટના ભોંયરામાં ધનુષ્ય પર તીર ચઢાવ્યા, મ્યાનમાંથી તલવારો ખેંચતાણ અને જંતરડા ચકાવો દેવડાવાના નાદ ગાજી ઉઠ્યા..
આપણું સોરઠ દબાવી બેઠેલા પાખંડીઓને સોરઠની બહાર તગેડી મૂકો.....હાક પડી હથિયારોના ખડખડાટ થી મરદોની છાતી ફુલાવા લાગી,
ચંચુરના સૈનિકોએ સનસનાટી કરતી તીરોની વર્ષા શરૂ કરી. ચંચુરને ખબર પડી કે સિસોદિયા નો વંશ નવઘણ જીવતો છે અને તે બહારવટે ચડ્યો છે અને તેની મરણિયા ટોળીનો જુસ્સો ઝાલીમ છે તે ખબરથી ચંચુર સહજ પણ ડરયો નહીં અને કોઈએ ચંચૂરને સલાહ દીધી કે બહારવટે ચડેલો નવઘણ જબરુ બળ ધરાવે છે તેની સામે સોલંકીઓની કતલ થવા દેવી તે યોગ્ય ન કહેવાય,તમે સોરઠનો કબજો નવઘણને સુપરત કરી માનપાનથી વિદાય થાવ તો સારું...
પણ ચંચૂરે એ સલાહ દેનારાઓને હસી કાઢ્યા અને પોતાના સિપાહીઓને હુકમ કર્યો કે
આપણી સામે યુદ્ધે ચડેલા બળવાખોરોની કતલ કરવાની છે, એક પણ બળવાખોર જીવતો રહેવા ન પામે તે ખાસ લક્ષમાં લેજો....

સોલંકી સિપાઈઓ ચારે બાજુથી વાડાઘાટના ભોયરાને અંગાર ચાંપી ભસ્મ કરવાની ચાલબાજીમાં પડ્યા અને ભોંયરાની ચારે બાજુ આગ ભડભડ સળગી.

બળી જશું તોય રાખ થઈ લડશુ, દુશ્મનના સંગ
હવે તમારા હાથમાં દુશ્મનો ઊંચકીને એણે જ લગાવેલી આગમાં એને જ હોમવાનું કામ આવ્યું છે,તો દુશ્મનને જલાવી બુજાવી સિફતથી બહાર નીકળી જવું જોઈએ. મરણીયા સોરઠિયાઓ નવઘણના ફરમાનને વધાવી લીધું.

સોરઠીયા મરણિયા થઈ લડવા લાગ્યા જીવવું તો જસવંત મરવું તો જશવંત મરણ બાંધી મસ્ત કે લડી રહ્યા મનવંત આઠ પ્રહાર સુધી વાળાઘાટના ભોયરામાં આગ સરગતી રહી, સોરઠ વીરોનો જુસ્સો ઉભરાતો રહ્યો, સોલંકી સેના અને સોરઠ વિરો સામ સામે ઘસી ગયા, ઘડી બેઘડીમાં એમ ભાસવા લાગ્યું કે સોરઠી લડવૈયાઓ હમણાં જ જંગ માં કાયમી ઉંઘ લેતા થઈ જશે અને એમ પણ થતું કે હમણાં સોરઠ વીરો સોલંકીઓને ઘાસની માફક કાપી નાખશે...
પણ નવઘણે એવી લડાઈ આપી કે ચંચૂર અને તેના સાત સરદારો કાચના અરીસા ફૂટે એમ તૂટી પડ્યા ને સોલંકી લશ્કરમાં ઘોર નિરાશા ફેલાઈ ગઈ. ચંચૂરના ખપી જવાથી સોલંકી સૈનિકો ધીંગાણા ની આગેવાની ખોઈ બેઠા હતા, ઘણું બધું લશ્કર પણ નાશ પામ્યું હતું તેથી બાકીનું લશ્કર જીવ બચાવવા ગુર્જર ભણી નાસી છૂટ્યું.....

સૌરાષ્ટ્રપતિ નો જય...!
રા'નવઘણ નો જય...!
આવી જય ગર્જના કરતી કરતી આહિર કન્યાઓ ચોમેર હર્ષ ઉલ્લાસ ફેલાવી રહી હતી. આ આહીર કન્યાઓમાં દેવાયત આહીર ની દીકરી જાહલ (જાસલ) પણ હતી.



આવતા અંકમાં આપણે નવઘણ નો રાજ્યાભિષેક અને જાહલના લગ્નની વાત જોઈશું....


-Shivrajsinh‘Sneh’