Chapti - 1 in Gujarati Short Stories by Dipti books and stories PDF | ચપટી - 1

The Author
Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

ચપટી - 1

ચપટીના એક ધીમા અવાજ સાથે જ રામુએ ટેબલ નંબર 2 પર રીતસરની દોટ મૂકી. વહેલી સવારે તેના હસ્તે ઝબકોડાઇ ને ધોવાયેલા લાલ કલરના ગમછા એ ટેબલ પર ઢોળાયેલી ચાંહ નુ રેસાકરષણ કર્યું અને પોતાની સુસ્તી દૂર કરી લીધી.



નેશનલ હાઇવે નંબર 48 વડોદરા- અમદાવાદ એક્સપ્રેસ હાઈવે ની શરૂઆતના કિનારે આવેલી શ્રીનાથ ટી સ્ટોલ પર કામ કરતા રામપ્રસાદ ઉર્ફે રામુ માટે ચપટી સાઇરન સમાન હતી અને તેનો વહાલસોયો ગમછો જાણે આઇડેન્ટિટી કાર્ડ.



વડોદરા થી અમદાવાદ જતા દરેક નાના મોટા વેપારીઓ અને નોકરિયાત વર્ગ માટે ટી સ્ટોલ સૌથી જૂનું , જાણીતું અને પ્રખ્યાત કહી શકાય તેમ છે.



આગળ જતા કોઈ જ્યોતિષ હવે એમ કહી દે કે ચા વેચવાવાળા ના ગ્રહ મંડળોમાંથી મંગળ અને શનિ નો પ્રકોપ નસ્તીનાબૂદ થઈ થઈ જાય છે, તો વિશ્વાસ કરવો અઘરો નહીં હોય. ઉદાહરણના સરવાળામાં એક વધારો કરતા એવા શ્રીનાથ ટી સ્ટોલના માલિકે ચપટી ના અવાજ સાથે પોતાની સમ્યાંતરે વધતી જતી કાયા નું આગમન કરાવ્યું. શેઠની ચપટી અને રામુ સાવધાન......



સામેના વ્યક્તિની મુખાકૃતિ કે હાવભાવ કરતા વધારે મહત્વ , આજે પણ તેમની શરીર નો બાંધો વડ જેવો વિકસિત છે કે બાવળ જેવો સુકાયેલો તે જોઈને તેઓ ને સુખી અથવા દુઃખી ના તફાવત માં મૂકવામાં આવે છે.



શેઠ આવતા હતા તો સુખની શાખામાં પરંતુ તેમની મુખાકૃતિ ની રેખાઓ હંમેશા અજાણ નિરાશાઓના ભાર થી ધડતી દેખાતી હતી. શ્રીનાથ ટી સ્ટોલ નું પાટિયું પણ વર્ષોથી શેઠના હર્ષિત મુખ આગમન માટે ખડા પગે તપસ્યામાં લીન છે.



પોતાની SOP પ્રમાણે રામુએ સ્થિર હાવ ભાવ સાથે ચાની ગરમ પ્યાલી શેઠના ચાર પગવાળા ટેબલ પર સરકાવીને બને એટલી ઝડપી પલાયન કરી લીધું. શેઠના આ કાષ્ઠના ટેબલ- ખુરશી સ્વરૂપ સિંહાસન તરફ ભાગ્યે જ કોઈ ભટકતું.




અંતર્મુખી સ્વભાવને દોષ આપો કે શેઠ હોવાના ઠસ્સાને, પરંતુ પરિણામ સ્વરૂપ શેઠ અને નોકરોના સંબંધમાં નરમાશ આર્યભટ્ટ ના શૂન્યની શોધને આભારી હતી. દેશની વર્તમાન અમીર- ગરીબ જનતાની પરિસ્થિતિના પ્રતિબિંબ સમાન જ અહિ શેઠ વધુ શેઠ બનતા જતા હતા અને નોકર વધુ નોકર.




રાજાશાહી ત્યારબાદ ગુલામ શાહી અને હવે લોકશાહી ત્રણે કાળમાં સેવક કે નોકરિયાત વર્ગ હંમેશા દરેકના મને સૂર્ય ભાતી રહ્યો છે. જે કામના સમયે વહાલો અને બાકીના સમયમાં નકામો લાગે પરંતુ તેના વગર બધું અટકી જાય.




આપણે તો ગુલામ બનવાની ટ્રેનીંગ 200 વર્ષ વગર સ્ટાયફંડે એવી લીધી છે, જે એટલી કારગાર નીવડી કે આજે પણ આપણા વારસામાં તેના લક્ષણો અચૂક જોવા મળે છે અને મળતા રહેશે. રામાપ્રસાદ ને પણ આ લક્ષણો હેઠળ જ રામુ બનીને પણ લેશ માત્ર ફરિયાદ નથી. તેનું મન-મસ્તિક તો જાણે બાળપણથી જ હુકમનું પાલન કરવા માટે ઘડાયેલું છે.




ચોમાસાની રીમઝીમ સરગમ અને શિયાળાના ઠંડા સૂકા પવનો ચા તરફ દોરી જાય એમાં કોઈ નવાઈ નથી પરંતુ ગુજરાતીઓ માટે તો ચા જાણે દહીં-મિસરી સમાન છે. ઉનાળાનું પ્રગતિ કરતું તાપમાન પણ તેમને ચા પીવાથી રોકી નથી શકતું.



એટલે જ તો, ભર ઉનાળાની એક વહેલી સવારથી જ સુરજ દાદાએ એક ધુઆ-ધાર ઓપનિંગ સાથે મેદાન પર પોતાની પકડ જમાવી લીધી છે, તેમ છતાં તે સ્ટોલના કામદારો એક ટેબલ પરથી બીજા ટેબલ પર ફિલ્ડિંગ ભરી રહ્યા છે.



નજરે ઉડીને દેખાતી ગ્રાહકોની ભીડ હોવા છતાં, શેઠ નિશબ્દ બની માત્ર ચા પીવાની ફરજ પૂરી કરી રહ્યા છે. ત્યાં જ બહાર થી ઘોંઘાટના સુર રેલાયા.... શેઠની દિશા સૂચક નજર રામુ ઉપર પડી અને રામુએ સુરેખ ગતિથી બહારની તરફ દોટ મૂકી.


હવે શેઠે થોડું ઝૂકીને જોવાની કોશિશ કરી પરંતુ શેઠ હોવાને કારણે કદાચ ઊઠીને બહાર જવાની તસ્દી ન લઈ શક્યા. થોડી વારે પણ જ્યારે રામુ પાછો ન આવ્યો ત્યારે શેઠની અકડામણે હદ વટાવી દીધી. જે તેમના હાવ ભાવ પરથી સ્પષ્ટ જણાતું હતું...



ક્રમશ