JAN VAJAN TO TENE RE KAHIE in Gujarati Comedy stories by Ramesh Champaneri books and stories PDF | હાસ્ય લહરી - ૧૫

Featured Books
  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

  • मंजिले - भाग 14

     ---------मनहूस " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ कहानी है।...

Categories
Share

હાસ્ય લહરી - ૧૫

જન-વજન તો તેને રે કહીએ..!

                                              ટોલનાકાની માફક પૃથ્વી ઉપર વજનકાંટા પણ મુકવા જોઈએ. ખબર તો પડે કે, પૃથ્મુવી ઉપર રોજનો કેટલો ભાર વધે છે..? શું લોકોનું વજન અને ફાંદ વધે છે મામૂ..? મહેસાણાના છકડાની માફક ઠેર ઠેર ‘ઓવરલોડિંગ’ જ થાય છે..! ટેન્વશન આવી જાય યાર,  પૃથ્વી સમતોલન તો નહિ ગુમાવે ને..? જન-જન વસ્તીનો વિકાસ જોતાં એમ થાય કે, ૫૦-૫૦૦ વર્ષ સુધી આમ જ ચાલ્યું તો એક દિવસ પૃથ્વી માથા ઉપર ભટકાય તો નહિ ને..? વજનનો વિસ્ફોટ એટલો વધે છે કે,  ‘birth control’ લાવીએ તો પણ વજનનો કાંટો હલવાનો નથી..! આઝાદી પહેલાં વસ્તીનો આંકડો કરોડમાં હતો, હવે તો રોડ ઉપર લાવી દીધાં. ઘરમાં રહેવાની પણ જગ્યા જોઈએ ને..? ઓછી વસ્તીએ  ટ્રેનમાં બેસવાનો શું લ્હાવો હતો? સુતા સુતા પણ જવાતું. એટલી ખુલ્લી જગ્યા મળતી કે, બાપાએ ‘ચાર્ટર ટ્રેન’ કરી હોય એટલી ગીલીગીલી થતી. આજે તો બાપા વિમાનમાં બેસાડે તો પણ, ગલગલીયા નહિ થાય..! શ્રીશ્રી ભગો કહે એમ, લાલી આવી જતી યાર..!
                                એ સમયે ટ્રેનમાં 'આંટી' પણ એવી પરદુઃખ ભંજક આવતી કે, બાળકને જોઇને ખોળે લઇ લેતી. નાકમાં સેદરું આવતું તો  સેદરું પણ કાઢી આપતી. બાપા પણ ખુશ ને બંદા પણ ખુશ..! ફેરિયાઓ  ‘શાંતાકલોઝ’  જેવાં લાગતા. બાપા ભલે ને ડોળા કાઢે, કંઈ ને કંઈ ખવડાવી જતાં. ફેરિયાઓ કયા પ્રકારના તેલનું માલીશ કરીને ઘરથી નીકળે એ તો એનો રતનજી જાણે, પણ એના પડીકા કરતા એનામાંથી ગંધ વધારે આવતી.  ટ્રેનમાં ફરવાની જગ્યા ફેરિયાને મળે, બાકી ટીકીટવાળાએ તો ઊભાં-ઊભાં લોકોના ખભા જ ઘસવાના..! મ્યુઝીયમના ‘પીસ’ જોતાં હોય એવા મુસાફરો લાગતા. એવું લાગતું. ટ્રેનની ભીડ જોઇને તો એવું લાગે કે, ટ્રેનમાં જવા આવ્યા છે કે, મેળામાં ફરવા, એ જ નક્કી નહિ થાય..! મંદિરનો મેળો ટ્રેનમાં ઠલવાયો હોય એવું લાગે. ઘેટા-બકરાના ડબ્બામાં ચઢીને 'ફરરરફઅર કહીએ તો ઘેટાં બકરાં જગ્યા આપે,  પણ માણસ માણસને નહિ આપે..!  
                                     આવી ચકાચક ભીડમાં ખંજવાળ આવે ત્યારે તો હાલત કફોડી થઇ જાય. મોઢા નો નકશો  બદલાય જાય..! ખંજવાળવું હોય કે, વોશરૂમના દર્શને જવું હોય તો, આગલા સ્ટેશન સુધી બધું રોકી રાખવું પડે. ધારોકે ખંજવાળવાનો ‘બળાત્કાર’ કરી પાડીએ તો, બાજુ વાળો થોડીક વાર તો સહન કરે, પછી બરાડા પાડે કે, ‘ હવે તો અટકો યાર, તમે તો બધું લાલ કરી નાંખ્યું..! આપણને એમ કે, આપણો જ પગ ખંજવાળતા છીએ,  ને નીકળે બાજુમાં ઉભેલાનો..!  સીટ ઉપર બેસીને ભગવદ ગીતા વાંચતો હોય તે પણ, દયા ધરમકા મૂલ હૈ નહિ સમજે બોલ્લો..!  હરામ બરાબર જો બેસવા માટે સીટનો ખૂણો આપતો હોય તો..! પાછો આપણી જ રીઝર્વેશન સીટ ઉપર બેઠો હોય, છતાં ભિખારીને કહેતો હોય એમ બરાડે, ’ હવા આવવા દો ને યાર, અહીં થાંભલાની જેમ શું ઊભાંરહી ગયાં છો..? સાલી, ભાઈગીરી સામે આપણાથી દાદાગીરી તો થાય નહિ. કરવા જઈએ તો માંડ બચેલી શક્તિ પણ વેડફાઈ જાય..!  સમસમી જવું પડે દાદૂ..! એક કિલો ઘઉંના ડબ્બામાં બે કિલો ઘઉં ભરવાનું સાહસ કરીએ તો, ડબ્બો ક્યાંકથી ફાટી જાય. ક્યાં તો ઢાંકણું ડબ્બાથી છૂટાછેડા લઇ લે. પાડ માનો કે, રેલ્વેવાળા ડબ્બાઓ મજબુત બનાવે છે, એટલે ફાટતા જ નથી. બાકી, છાપામાં કોઈ દિવસ એવું આવ્યું કે, ટ્રેનનું વજન વધી જવાથી, ટ્રેન અડધે રસ્તેથી પાછી વળી ગઈ..? કે ડ્રાઈવરે ટ્રેનમાંથી ૨૦૦-૫૦૦ ને ઉતારી મુક્યા ત્યારે જ ટ્રેન આગળ ચાલી..?
                             મુસાફરના લાભમાં છે કે, ટ્રેન પાસે આત્મા અને જીભડી નથી. વગર આત્માએ પરમાત્મા ના ભરોસે દોડ્યા કરે.  સાસરીયાના કકળાટ થી ભાગેલી વહુ, જેમ પિયરથી પાછી નહિ વળે, એવાં ધાંધિયા ટ્રેને ક્પયારેય કર્ણયા નથી. ડબ્બાઓની માફક, ટ્રેનમાં ચઢવાના દાંડા પણ  મજબુત બનાવે છે. એટલે તો અમુક સેમ્પલ  દાંડા ઉપર જ લટકીને કિલોમીટર કાપતાં હોય..! ‘ખુલ્લમ ખુલ્લા પ્યાર કરેંગે’ ની માફક ખુલ્લી હવામાં જ લટિયા ઉડાડતા હોય..! અમારો શ્રીશ્રી ભગો કહે એમ,પોટલું ઘોડા ઉપર મુકો કે, માથે મુકીને બેસો, વજન તો ઘોડા ઉપર જ આવે. એમ દાંડા ઉપર લટકે કે ડબ્બામાં ભીંસાય, જન-જનનું વજન તો ટ્રેન ઉપર જ આવવાનું ને..?  આઝાદી પૂર્વે  ભારતની વસ્તી ૩૧,૮૬ કરોડની હતી. પણ પરણ્યા પછી જેમ ઘણા ફાટ ફાટ થાય એમ, આઝાદી પછી તો પૃથ્વીના ભારણે કમાલ કરી નાંખી. વજન અને મોંઘવારી બંને સાઢુભાઈ હોય એમ, બંને એવાં બેફામ વધે કે અટકે જ નહિ..!પૃથ્વી ફાટી નથી એ એની તંદુરસ્તી છે. ૧૯૪૭ માં ૧૦ ગ્રામ સોનાની કીમત ૮૯ રૂપિયા હતી. એટલામાં આજે બે લીટર દૂધ નહિ આવે, એનું કારણ વસ્તી અને વજનનો વિસ્ફોટ..!..! એક લીટર પેટ્રોલ ભરાવવા જઈએ તો, ૧૯૪૭ ના ભાવે ૧૦ ગ્રામ સોનાનો ભાવ ચૂકવવો પડે..! વસ્તી વધી, મોંઘવારી વધી, ઠંડી વધી, ગરમી વધી, ફેશન વધી, દાદાગીરી વધી, નેતાગીરી વધી અને મકાનોની ઊંચાઈ પણ ગગનચુંબી બની..! સારું છે કે, હરણ હાથી જેવું થયું નથી. ગધેડો ગેંડા જેવો થયો નથી. અને બકરી હિપોપોટેમસ જેવી થઇ નથી. માણસને પણ ક્યાં માપનો રાખ્યો છે..? જન્મ્યો ત્યારે ટુંટીયું વળીને ઘોડિયામાં સુઈ રહેતો, હવે છત્તર પલંગમાં પણ સમાતો નથી..! અમુક સેમ્પલને જોઇને તો યમરાજને પણ ચક્કર આવી જતાં હશે. યમરાજમાં પણ સ્વાભિમાન તો જાગે ને, કે હું યમરાજ છું, ભંગારનો વેપારી થોડો છું કે, આખું ભારખાનું ઉપાડીને ઉપર લઇ જાઉં.? ફાવે ત્યારે જન-જનનું વજન વધે, ને ફાવે ત્યારે ઘટે. આડાં-ઊભાં-વાંકા-ચુકા એવાં ફાટે કે, વજન જોઇને વજન કાંટો પણ ભડકે..! વાઈફ પણ બિચારી શું કરે..? શોધેલો તો 'સ્લીમ' પણ ક્યારે ભારખાનામાં સ્લીપ થઇ ગયો એનો અંદાજ નહિ આવ્યો..! રતનજી કહે એમ, વજન વધે ત્યારે  શરીરમાં સાયરન વાગે એવી સુવિધા હોવી જોઈએ. કુકરની માફક સીટી વાગે તો, પાડોશવાળો પણ કહેવા આવે કે,  ‘ ખાધ હવે ઓછી કરો, તમારી સીટીઓ સાંભળીને અમારી 'સ્લીપ' બગડે છે..! અમને ઊંઘવા દેતી નથી..!’ સાચી જ વાત ને..?  એક જ પીસમાંથી આખી ફેમિલીના લેંઘા થાય એટલું વજન તો નહિ જ વધારવું જોઈએ. અમુકનો તો  લગનનો શૂટ પણ ઝભલા જેવો થઇ જાય એટલો આડેધડ વધે. એમાં ફાંદ તો એવી વધે કે, ગાજ અને બટન એકબીજાનું મોંઢું શુદ્ધાં જોવા રાજી નહિ થાય..! માણસના વજન માટે પણ ટોલનાકા રાખવા જોઈએ..!
                                     લાસ્ટ ધ બોલ

                             રૂપાળી છોકરી જોઇને પેટ અંદર લેવાની કોશિશ ક્યારેય નહી કરવાની. એ સમજી જ જાય કે, ભાઈમાં હજી જેઠાલાલ જીવે છે. આ તો યાદ અપાવું કે, પહેલાંના સમયમાં ફોટો પડાવતી વખતે ફોટોગ્રાફર એવું કહેતો કે, ‘સ્માઈલ પ્લીઝ..!’  એ ભૂલાય ગયું. હવે એવું કહે કે, ‘પેટ અંદર લો સાહેબ..!’
એના કપાળમાં મંગલ-મસ્તી કરું..!

------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------