The Author Dr. Damyanti H. Bhatt Follow Current Read નારી શક્તિ - -પ્રકરણ 23 -ઋષિ વાગામ્ભૃણી દેવી (ભાગ 1) By Dr. Damyanti H. Bhatt Gujarati Women Focused Share Facebook Twitter Whatsapp Featured Books The Girl Who Came Unwillingly - 17 Chapter 17 : " A Family Torn Between Love and Future"The new... Laughter in Darkness - 13 Laughter in Darkness A suspense, romantic and psychological... King of Devas - 44 Chapter 136 Svarga's Judgment, Patala's Defiance "Worry is b... FROM AUTUMN TO SPRING - 5 It had been a week since the music competition, but to Aarav... The Angel Inside - 70 - Hollow Pit of Memories Author's POVIf the number 1 selfish individual were to b... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Novel by Dr. Damyanti H. Bhatt in Gujarati Women Focused Total Episodes : 31 Share નારી શક્તિ - -પ્રકરણ 23 -ઋષિ વાગામ્ભૃણી દેવી (ભાગ 1) (95) 1.7k 4.3k નારી શક્તિ- પ્રકરણ ૨૩,(ઋષિ વાગામ્ભૃણીદેવી- વાણીની દેવી નું સૂક્ત) ( ભાગ-૧ )હેલો ફ્રેન્ડ્સ ! નમસ્કાર ! વાંચક મિત્રો! પ્રકરણ ૨૨ માં આપણે ઋષિ અને સેવિકા મહાન માતા જબાલા ની કથા વિશે જાણ્યું હવે આ પ્રકરણમાં હું એવી જ એક મહાન ઋષિ "વાગામ્ભૃણી"ની કથા લઈને આપની સમક્ષ ઉપસ્થિત થઈ છું. વાગામ્ભૃણી ઋષિ વાણીની દેવી છે. જેમાં વાક્ એટલે કે વાણીની દેવી એટલે કે વાગામ્ભૃણી દેવીનુ સૂક્તછે. સ્વયં વાક્ દેવી પોતે અદભુત વર્ણન કરે છે.તે ખૂબ જ મધુર અને કાવ્યમય વાણીમાં લખાયેલું આ સૂક્ત છે.આપને જરૂરથી પસંદ આવશે. આપનો ખૂબ-ખૂબ આભાર, માતૃભારતી ટીમનો પણ ખૂબ ખૂબ આભાર )પ્રસ્તાવના:-વાક્ યા વાણીના મહિમાને રેખાંકિત કરવાવાળાઋગ્વેદના વાક્ સૂક્ત (10,185) ની ઋષિ છે વાગામ્ભૃણીદેવી. તેના દ્વારા આ સૂક્ત લખાયુ છે. માનવીય ભાવો અને વિચારોને અભિવ્યક્ત કરવા માટે સૌથી સરળ અને સર્વાધિક સશક્ત માધ્યમ છે વાક્ યા વાણી. આજ વિધાતાનુ દિવ્ય વરદાન છે. જેના કારણે માનવ પશુ જગતથી ભિન્ન થઈને એક શ્રેષ્ઠ સંસ્કૃતિનું નિર્માણ કરી શક્યો. વાક્ દ્વારા જ આ નામ રૂપાત્મક જગત વ્યાખ્યાયિત થયું. વાક્ દ્વારા જ ભારતીય વૈદિક જ્ઞાન ની મહાન ધરોહર એક પેઢીથી બીજી પેઢી સુધી પરંપરાગત રીતે પહોંચી અને સચવાઈ.ઋગ્વેદમાં કહેવામાં આવ્યું છે કે સૃષ્ટિની ઉત્પત્તિ સમયે જે મેઘઘ્વની થઈ, તે પ્રથમ વાણી હતી. જેમાં ચરાચર વિશ્વ અને વાણીના સહસ્ત્ર રૂપોનો વિસ્તાર થયો. તેથી બ્રાહ્મણ ગ્રંથો વાક્ને પ્રજાપતિ કહે છે. અને ઉપનિષદ ગ્રંથો વાક્ ને બ્રહ્મ કહે છે.આ આમ્ભૃણ ઋષિની પુત્રી હોવાને કારણે વાક્ ને વાગામ્ભૃણી કહેવામાં આવે છે. સાયણે એને બ્રહ્મ વિદુષી કહી છે. બ્રહ્મ વિદુષી વાણી સચ્ચિદાનંદ પરમાત્માની સાથે તેનો તાદાત્મ્ય નો અનુભવ કરતા સ્વયં પોતાને સંપૂર્ણ સૃષ્ટિનો આધાર ના રૂપમાં નિરૂપિત કરે છે. સૂક્ત નો ભાવ આ પ્રકારે છે.સ્વયં વાગામ્ભૃણી દેવી કહે છે કે-હું રુદ્રને વસુઓની સાથે વિચરણ કરું છું. હું આદિત્યો અને વિશ્વ દેવોની સાથે રહું છું. હું મિત્ર દેવ અને વરૂણને ધારણ કરું છું. હું ઇન્દ્ર,અશ્વિનદ્વય અને અગ્નિદેવ નું આલંબન કરું છું.(મંત્ર10/185/1)અહીં સૃષ્ટિ ના વિભિન્ન ના કાર્યો અને સંપાદિત કરવા વાળા ઇન્દ્ર વગેરે દેવો ની સાથે ઋષિ પોતાનું તાદાત્મ્ય સ્થાપિત કરતા સ્વયં પોતાને તેનો આધાર બનાવે છે.આગળ બીજા મંત્રમાં વાગામ્ભૃણી ઋષિ કહે છે કે-હું સોમ દેવતાને ધારણ કરું છું, તે સોમ જે લતા ના રૂપમાં અભિશુદ્ધ થાય છે અને જે શત્રુઓને હતપ્રભ બનાવીને આકાશમાં પ્રકાશમાન થાય છે. એ બંનેને હું ધારણ કરું છું. ત્વષ્ટા ,પૂષા અને ભગ નો આધાર પણ હું જ છું. ત્વષ્ટા,પૂષા અને ભગ પણ દેવો જ છે. દેવોને ઉત્તમ હવિથી તૃપ્ત કરવાવાળા તથા સોમરસનું પાન કરવાવાળા હવિ સંપન્ન યજમાન માટે યજ્ઞ ફળરૂપ ધન પણ ધારણ કરું છું. ( મંત્ર- 2)આનો અર્થ એ થયો કે યજ્ઞમાં હોમ હવન વખતેવાણી બોલીને મંત્ર દ્વારા જ આહુતિ આપવામાં આવે છે. તેથી વાગામ્ભૃણી ઋષિ પોતે વાણી સાથે તાદાત્મ્ય ધરાવે છે અને એમ કહે છે કે આ બધા જ દેવતા નો આધાર હું છું. અને તે યોગ્ય જ છે. આગળ ઋષિ કહે છે કે હું રાષ્ટ્રની શક્તિ અને સંપૂર્ણ જગતની સ્વામીની અને અધિશ્વરી છું, હું ધન સંપત્તિ અને ઐશ્વર્ય પ્રદાન કરવાવાળી છું. વળી આગળ જણાવે છે કે હું યજ્ઞમાં યોગ્ય દેવોમાં સૌથી પ્રમુખ છું, હું બ્રહ્મ સાક્ષાત્કાર ના પરમ જ્ઞાન થી યુક્ત છું. અનેક સ્થાનોમાં રહેવાવાળી સર્વવ્યાપી ની બધા જ પ્રાણીઓ માં જીવાત્માઓ ના રૂપમાં પ્રવેશીને મારું જ બધાં દેવ ગણો અનેક રૂપો થી વર્ણન કરે છે.પ્રાણી શરીરના વિભિન્ન કાર્યો જેવા કે ભોજન, પાચન, શ્વસન ,શ્રવણ અને અવલોકન મારી શક્તિ થી સંપન્ન થાય છે. પ્રાણીઓ જે અન્નનું ભક્ષણ કરે છે તે મારી જ શક્તિથી સંપન્ન થાય છે. ચક્ષુસ્ ઇન્દ્રિય અને ઇન્દ્રિયથી પર શાસ્ત્ર રૂપી ચક્ષુ તે બંને પ્રકારથી નિરીક્ષણ શક્તિ મારા દ્વારા પ્રદાન કરવામાં આવે છે. જે પ્રાણ ધારણ કરે છે તેનાં જીવનના શ્વાસોશ્વાસને હું જ સંચાલિત કરૂં છું. પ્રાણીઓ જે સાંભળે છે અને શ્રવણ શક્તિથી તેને હું જ નિયમન કરું છું. મને ન માનવા વાળા અથવા મને ન જાણવા વાળા અજ્ઞાની માણસ નાશ પામે છે. (મંત્ર 3) વધુ આવતા અંકે.....[ © and written by Dr.Damayanti Bhatt ] ‹ Previous Chapterનારી શક્તિ - પ્રકરણ- 22 ( સેવિકા જબાલા-મહાન માતા) › Next Chapter નારી શક્તિ - પ્રકરણ -24, (ઋષિ વાગામ્ભૃણી દેવી -વાણીની દેવી નું સૂક્ત, ભાગ-૨) Download Our App