Zindagi do palki... - 3 in Gujarati Short Stories by Secret Writer books and stories PDF | જિંદગી દો પલકી... Part -3

Featured Books
  • My Devil CEO - 2

    सभी नाश्ता करके अपने काम पे निकल जाते है अक्षत और जसवंत जी क...

  • Love Blossom Devil's Unwanted Wife - 1

    वीरेंद्र प्रताप सिंह , बाड़मेर के हुकुम सा , साक्षात यमराज ,...

  • क्या खूब कहा है...

    कोई ठहर नहीं जाता किसी के भी जाने से यहां कहां फुरसत है किसी...

  • शोहरत का घमंड - 109

    आलिया के आंखों के सामने अंधेरा छा जाता है और उसे कुछ भी समझ...

  • वीर साधना

    वीर  बहुत प्रकार के होते हैं।। जैसे की वीर हनुमान , वीर बेता...

Categories
Share

જિંદગી દો પલકી... Part -3

અત્યાર સુધી...

 

પોતાના પરિવારને મૃત અવસ્થામાં જોઈ સક્ષમ ગભરાટ સાથે ભર ઊંઘમાંથી ઊઠી ગયો. ઘરના બધા સભ્યો બહાર ગયા હતા. પ્રેક્ષાની ચીઠ્ઠી મળતા સક્ષમ પણ તૈયાર થઈ હોટેલ પર પહોંચ્યો. તે હોટેલમાં એક અંધારા રૂમમાં પ્રવેશ્યો. 

 

હવે આગળ...

 

 

 

જિંદગી દો પલકી... Part -3

 

 

 

સક્ષમની ગાડી બરાબર હોટેલની સામે આવીને અટકી. ગાડી પાર્ક કરી સક્ષમ ફટાફટ હોટેલમાં પ્રવેશ્યો. સક્ષમ પોતાના પરિવારને મળવા માટે હાંફડો ફાંફડો થતો હતો. થોડી મિનિટો પણ જાણે તેને કલાકો સમાન લાગતી હતી. ફાઇનલી તે એક રૂમમાં પ્રવેશ્યો. રૂમમાં ચારે તરફ અંધારું હતું. 

 

જેવો તે અંદર ગયો , થોડીક સેકંડોમાં જ તેની સામે એક પ્રોજેક્ટર પર ફોટાની સાથે ગીત શરૂ થયું. જેમ જેમ ગીત આગળ વધતું હતું , એક પછી એક સક્ષમના બાળપણથી લઈને અત્યાર સુધીના ફોટારૂપે સંગ્રહાયેલી સુંદર યાદો મોટા પ્રોજેક્ટર પર દેખાઈ રહી હતી. પોતાની સુંદર યાદોને યાદ કરી સક્ષમ ખુબ જ ભાવુક થઈ ગયો. વિડિયો પૂરો થતાં હોલની લાઈટ ચાલુ થઈ અને ' Happy Birthday ' નું ગીત ગાવાનો અવાજ સંભળાયો. કોયલે ટહુકો કર્યો હોય તેવો મીઠો અવાજ સક્ષમના કાને અથડાતા તે સમજી ગયો કે તે પ્રેક્ષાનો અવાજ હતો. ત્યાર બાદ ધીમે ધીમે તેમાં રતનભાઈ અને દક્ષાબેનનો પણ અવાજ ભળ્યો. ત્યાર બાદ બીજા ઘણા લોકોનો અવાજ પણ ભળ્યો. ધીમે ધીમે બધા બહાર આવ્યા. પ્રેક્ષા , રતનભાઈ , દક્ષાબેન અને તેની સાથે સક્ષમના મિત્રો પોતાના પરિવાર સાથે આવ્યા હતા. પોતાના પરિવારને સલામત જોઈ સક્ષમની આંખો ખુશીના આંસુથી છલકાઈ ગઈ. બધાને જોઈને તે ઘણો ભાવુક થઈ ગયો. તેણે હોલમાં નજર ફેરવી આખો હોલ બ્લૂ કલરના બલુન્સથી શણગારવામાં આવ્યો હતો તેની સાથે સિલ્વર કલરની રીબીન લાગેલી હતી. હોલની મધ્યમાં એક મોટું ટેબલ હતું જેની પર સક્ષમના બાળપણના ફોટાવાળી સુંદર કેક મુકેલી હતી. આજુ બાજુ પ્રમાણમાં થોડા નાના ટેબલ ગોઠવેલા હતા. તે જ્યાં ઊભો હતો ત્યાંથી કેક સુધી પહોંચવા માટે બ્લૂ કલરની કાર્પેટ પાથરવામાં આવી હતી. આજુબાજુની દીવાલ પર તેની યાદોના ખાસ ક્ષણોને હાર્ડ કોપી સ્વરૂપે લટકાવવામાં આવ્યા હતા. હોલનું એરેંજમેન્ટ્સ જોઈ સક્ષમ ખુબ જ ખુશ થયો. તે હોલને નિહાળી રહ્યો હતો ત્યાં સુધીમાં પ્રેક્ષા અને બાકી બધા તેની નજીક આવી પહોંચ્યા. " સક્ષમ તમે મોબાઇલમાં એટલા વ્યસ્ત થઈ જાવ છો કે તમે પોતાનો બર્થડે પણ ભૂલી ગયા? એટલે અમને બધાને થયું કે તમને સરપ્રાઈઝ આપીએ તો કેવું? એટલે બધા અહી ભેગા થયા અને તૈયારી કરી. કેવી લાગી એરેંજમેંટ્સ ?" સક્ષમની કમ્મર ફરતે હાથ વિટાળતા પ્રેક્ષા બોલી. " I am sorry, મારી ખરાબ આદતને કારણે હું તમને બધાને સમય જ નહી આપી શક્યો. પણ હવે એવું નહિ થાય. અને હા, એરેંજમેન્ટસ ખુબ જ સરસ છે મને તો એમ થઈ છે કે અહીં જ બે ત્રણ દિવસ પસાર કરીએ તો કેવું સારું? " પ્રેક્ષાને પોતાની મજબૂત બાંહોમાં જકડતા સક્ષમ બોલ્યો અને બંને હસી પડ્યા. " By the way, you are looking gorgeous.. and cute also... " પ્રેક્ષાને ઉપરથી નીચે સુધી નિહાળી તેના કપાળ પર ચુંબન કરતા તે બોલ્યો. તેની આ હરકતથી પ્રેક્ષા શરમાઈ ગઈ. 

 

પ્રેક્ષાએ સરસ મજાની બ્લૂ કલરની સાડી પહેરી હતી, જેની પર બ્લેક કલરની ચળકતી બોર્ડર હતી. પોતાના કાળા લાંબા વાળને તેને ખુલ્લા રાખ્યા હતા. તેણે પગમાં બ્લેક કલરની હાઈ હિલ્સની સેન્ડલ પહેરેલી હતી. સાથે ગળામા ડાઇમન્ડનો ડેલિકેટ નેકપિસ અને તેને અનુરૂપ એરિંગ્સ, હાથમાં બ્લૂ અને બ્લેક કલરની બંગડીઓ પહેરી હતી. આંખોમાં આંજેલી કાજલ અને લાલ રંગથી રંગાયેલા હોઠો પર સજેલી મુસ્કાનમાં તે ખુબ સુંદર લાગી રહી હતી. તેણીના કપાળ પર બ્લૂ કલરની નાનકડી બિંદી સજેલી હતી જે તેની સુંદરતામાં વધારો કરી રહી હતી. બીજી તરફ સક્ષમે પણ બ્લૂ કલર શર્ટ અને બ્લેક કલરના પેન્ટ પર બ્લેક કલરનો કોટ સજાવ્યો હતો. તેણે વાળને જેલ વડે સેટ કરેલા હતા. આંખોમાં શરારત જેની ઉપર પરદો નાખતા લંબચોરસ આકારના ચશ્મા , ચહેરા પર રહેલી હલકી દાઢી મૂંછ તથા હોઠો પર સજેલી મુસ્કાનમાં તે પણ ખુબ સોહામણો દેખાતો હતો. 

 

પ્રેક્ષાને ગળે લગવ્યા બધા તે બધાને ગળે લાગ્યો. પાર્ટી શરૂ થઈ. હાજર રહેલા દરેક કપલ્સે જુદા જુદા સોંગ પર ડાન્સ કર્યો. એ સાંજ સક્ષમ માટે યાદગાર બની ગઈ. પાર્ટી સારી રીતે પૂરી થઈ. બધા પોતપોતાના ઘરે જવા છૂટા પડ્યા. 

 

📖📖📖

 

" I am sorry મે ક્યારેય પોતાના પરિવાર તરફ ધ્યાન આપ્યું જ ના હતું. આજે સમજાય છે કે પરિવારનું આપના જીવનમાં કેટલું મહત્વ હોય છે. Thank you so much.. I love you my dear.." પોતાના રૂમમાં પ્રેક્ષા સાથે આવતા સક્ષમ ખુશ થતા બોલ્યો. " તમે આજે અચાનક આવી વાતો કેમ કરો છો? તમને કઈ જોઈએ છે? ખેર છોડો કઈ નહી પહેલા ફ્રેશ થઈ જાવ પછી બધી વાત કરીએ. " સક્ષમને બાથરૂમ તરફ ધક્કો મરતાં પ્રેક્ષા બોલી. ઓકે કહી સક્ષમ ફ્રેશ થવા જતો રહ્યો. થોડી વારમાં તે ફ્રેશ થઈ આવ્યો પછી પ્રેક્ષા પણ ફ્રેશ થઈ આવી. " હવે બોલો શું કહેતા હતા? " બેડ પર ગોઠવતા પ્રેક્ષા એ પૂછ્યું. થોડું વિચાર્યા બાદ સક્ષમે પ્રેક્ષાને સપનાવાળી વાત જણાવી. સક્ષમની વાત સાંભળી પ્રેક્ષા હસવા લાગી. " કેવી વાત કરો છો જ્યાં સુધી તમે અમારી સાથે છો ત્યાં સુધી અમને એક ખરોચ પણ નહી આવે એ હું સારી રીતે જાણું છું. તમને ખબર છે મે ક્યાંક વાંચ્યું હતું કે જ્યારે તમે કોઈની મૃત્યુ તમારા સપનામાં જોઉ છો ત્યારે તે વ્યક્તિના આયુષ્યમાં વધારો થાય છે. " સક્ષમની બાંહોમાં છુપાતી પ્રેક્ષા બોલી. " અરે વાહ , એવું છે? તો તો સારું જ છે. આ વાત સાંભળીને ઘણું સારું લાગે છે. Thank you.. " પ્રેક્ષાને પોતાની ભુજાઓમાં જકડતો સક્ષમ બોલ્યો. પછી બંને એક બીજાના આશ્લેષમાં ખોવાઇ ગયા. 

 

📖📖📖

 

થોડા દિવસ આમ જ ખુશી ખુશી વીત્યા. સક્ષમ ધીમે ધીમે પોતાની આદતને સુધારી રહ્યો હતો. એક દિવસ ઓફિસમાં જલ્દી કામ પૂરું થતાં સક્ષમ ઘરે જલ્દી પહોંચી ગયો. દક્ષાબેન અને રતનભાઈ ચાલવા ગયા હતા. જ્યારે પ્રેક્ષા કિચનમાં કામ કરી રહી હતી. તે ખુબ જ ખુશ જાણતી હતી. " હમમ... આજે મારી વ્હાલી કઈ વધારે પડતી ખુશ હોય એવું લાગે છે ને ? વાત શું છે મિસિસ સક્ષમ પટેલ? " પ્રેક્ષાની કમ્મર પર હાથ વીટાળતા સક્ષમ બોલ્યો. અચાનક કોઈના સ્પર્શથી પ્રેક્ષા ગભરાઈ ગઈ. સક્ષમને જોઈ તેના ચહેરા પર ફરી એ જ મુસ્કાન આવી ગયું તે બોલી ," હા.. સાચ્ચે હું આજે ખુબ જ ખુશ છું. ખબર છે કેમ? " શરમાતી પ્રેક્ષા બોલી. સક્ષમે નકારમાં માથું ધુણાવ્યું. " તો સાંભળ, અમમ.. આપણા પ્રેમની નિશાની આ દુનિયામાં આવવાની છે. " શરમાતી પ્રેક્ષા ફરી બોલી. " સાચ્ચે? " ખુશ થતા સક્ષમે પૂછ્યું. પ્રેક્ષાએ હકારમાં માથું હલાવ્યું. ખુશ થતા સક્ષમે પ્રેક્ષાને પોતાની બાંહોમાં ઊંચકી લીધી. " Ohh.. Thank you so much.. I am really very much happy.. હવે મને પણ કોઈ પાપા કરીને સંબોધશે. Thank you so much dear.." અતિ ઉત્સાહી થતો સક્ષમ બોલ્યો. તે દિવસે આખા ઘરમાં ખુશીઓનું મોજું ફરી વળ્યું.

 

📖📖📖

 

બીજા દિવસે સવારે બાથરૂમમાંથી તૈયાર થઈને નીકળેલા સક્ષમને સહેજ ચક્કર આવતાં તે બેડ પર ફસડાઈ પડ્યો. થોડી વારમાં સ્વસ્થ થતા તે પોતાના કામે લાગ્યો.

 

 

એવું તે શું થયું હશે સક્ષમને?